Pratham Prem - 1 in Gujarati Love Stories by Rohan Joshi books and stories PDF | પ્રથમ પ્રેમ - ભાગ ૧

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પ્રથમ પ્રેમ - ભાગ ૧

-:લેખક તરફ થી :-


આ મારી પ્રથમ રચના છે મેં આના પહેલા ક્યારે પણ આવી રચના લખવા વિષે વિચારેલું ન હતું, હા હું વક્તવ્ય મા થોડો ચપળ ખરો પણ મિત્રો અને મારા પત્ની નાં આગ્રહ પછી આજે આ મારી પ્રથમ રચના વાચકો સમક્ષ મુકું છુ આશા છે કે, આપ વાચકો ને મારો આ પ્રથમ પ્રયત્ન પસંદ આવશે અને મને આગળ લખવા પ્રોત્શાહન જરૂર થી મળશે તેવી આશા રાખું છુ.


-:નોંધ:-


આ કથાના બધાજ પાત્રો કાલ્પનિક છે. જેને જીવિત કે, મૃત કોઈ વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી અને જો હોય તો તે માત્ર સંયોગ છે. આ કથા માત્ર લેખકની કલ્પના ની ફળશ્રુતિ છે. જેની રચના માત્ર મનોરંજન અને વાંચન માત્ર માટે કરવામાં આવી છે.



-:કોપિરાઈટ:-


આ રચનાના તમામ કોપિરાઈટ આકથાના લેખક પાસે રહેશે, લેખક ની પરવાનગી વગર કે, જાણ બહાર આ વાર્તા ને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહિ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પુરપાટ ઝડપે આવતી એમ્બ્યુલન્સ નાં આવજે બધાની નજર તે તરફ ખેચી, એમ્બ્યુલન્સ હોસ્પિટલ નાં દરવાજા પાસે ઉભી રહેતાજ પરિચારિકા સ્ટાફ ઝડપથી એમ્બ્યુલન્સ તરફ દોડ્યો અને એમ્બ્યુલન્સ નો પાછળ નો દરવાજો ખુલતાજ તેમાંથી સ્ટ્રેચર પર સુતેલા એક લગભગ ૮૦ વર્ષ ની આયુના દાદા ને ઉતારવામાં આવ્યા, સમય નાં થપેડા સહન કરી લગભગ જરર્જારિત થય ગયેલ શરીર, આછી પરંતુ ચમકતી ત્વચા માથાપર આછા અને ચાંદીના તાર ની જેમ ચમકતા સફેદ વાળ અને શરીરપર એકદમ સફેદ બગલાની પાખ્જેવા રંગના ઝભો અને લેંઘો. પ્રથમ નજરે જોતા કોઈ સાધન સંપન્ન પરિવારના મોભી હોય તેવું જણાતું હતું જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવું જણાતું હતું છતા એમની આંખોમાં એક યુવાન જેવી કોઈ અધુરી આશા વર્તાય આવતી હતી. ગણતરી ના સમયમાંજ જરાપણ વિલંબ વગર પરિચારિકા સ્ટાફ એ દાદાને સારવાર અર્થે તુરંત ડૉકટર સાહેબ પાસે લઈ ગયા. ડૉકટર સાહેબે થોડી પ્રાથમિક તપાસ કરી અને સહજ આવજે આ વડીલ સાથે કોઈ આવ્યું છે? પુછતાજ દરવાજા પાસેથી આધેડવય નાં જણાતા એક પુરુષ નો આવાજ આવ્યો હા સાહેબ હુ આવ્યો છુ. અછા કહી ડૉક્ટર સાહેબે એક કાગળ અને પેન ઉપાડી ન ઉકલે તેવા અક્ષરે લખતા લખતા પૂછ્યું તમે શું થાઓછો આ દાદાને સબંધમા? જી હું એમનો દીકરો છુ. ડૉક્ટર સાહેબ કહ્યું જુઓ દાદાને થોડી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. થોડી જરૂરી તપાસ કરાવી પડશે, આ તપાસ અંગેનો કાગળ હું લખી આપુછુ. તપાસ કરાવી લો અને દાદાને થોડો સમય દાખલ કરવા પડશે. અચ્છા તો આ દાદા સાથે કોણ રહશે? સાહેબ હુજ રહીશ. તો તમારું નામ અને આ દાદા સાથેનો સબંધ અહિયાં લખવી આપો. જી સાહેબ, લખો મારુ નામ રમેશ અને હું આ દાદાનો દીકરો છુ. આમતો રમેશભાઈ આધેડ વાય ના હતા પણ જુવાનીયાવ ને શરમાવેએવી ચુસ્તી અને સ્ફૂર્તિ એમના શરીર માં હતી. નાં જાડો કે નાં પાતળો આવો મધ્યમ બંધો. છ ફૂટ ને આળે ગાળે ની ઊંચાઈ, માથા પર કોઈક કોઈક સફેદ વાળ, માંજરી આખો અને ગોરોવાન, અને વાદળી કલર નું ખમીસ અને કાળું પેન્ટ એમનો દેખાવાજ એની સાધન સંપન્નતા દર્શાવતી હતી.

રમેશભાઈ અમદાવાદ ના નામચીન વ્યાપારી હતા, લગભગ અમદાવાદ માં બધા લોકો તેમને ઓળખાતા પણ ડૉકટર સાહેબ હમણાજ અમદાવાદ માં આવેલા આથી રમેશભાઈ વિષે કશુ જાણતા ના હતા પરંતુ દવાખાના નો બધોજ સ્ટાફ રમેશભાઈ થી પરિચિત હતો એટલે સઘળો સ્ટાફ દાદાની સારવાર માં થાય એટલી મદદ કરવા વ્યસ્ત થઇ ગયો. અને ડૉકટર સાહેબે આપેલી દવા પણ સ્ટાફના એક વ્યક્તિજ લઈ આવ્યા અને તપાસ કરવા માટે જરૂરી લોહીના નમુના લેવા માટેપણ આવીગયા. બસ આવી ઔપચારિક તપાસ પૂર્ણજ થઇ હતી ત્યાજ અચાનક આવાજ આવ્યો અરે જય તને શું થયું? દાદાનું નામ આમતો જયશંકર હતું આથી તેમના જુના મિત્રો તેને પ્રેમથી જય કહીને બોલાવતા. આ અવાજ સાંભળી દાદા નાં ચહેરા પર થોડી ચમક આવી કેમકે તેની ખબર પૂછવા આવેલ વડીલ એ દાદાના નાનપણ નાં મિત્ર રાજેશદાદા હતા. રાજેશદાદા અને જયશંકરદાદા બન્ને નાનપણ થીજ સાથે હતા. આમ કહીએ તો લંગોટિયા હા પહેલા ધોરણ થીજ સાથે ભણતા અને સમય જતા તેની દોસ્તી વધારે અને વધારે ઘાટી થતી ગઈ. રાજેશદાદા વયનિવૃત શિક્ષક હતા. અને બેઠીદડી નો બાંધો, માથા પર બસ હવે કહેવા માત્ર વાળ વધ્યાહતા શરીર થોડું સ્થૂળ પણ ઉમર નાં પ્રમાણ માં સ્ફૂર્તિલું અને એકદમ સરળ સ્વભાવ નાં રાજેશ દાદા આવી અને દાદા પાસે રહેલ બેસવાના ટેબલ પર ગોઠવાયા અને ખબર અંતર પૂછ્યા, પછી થોડી હળવાશ થી બોલ્યા, ભાઈ જય બસ બેત્રણ દિવસ માં તું એકદમ સાજો થઇ જવાનો છે, આમ ઔપચારિક વાતો રાજેશદાદા કરતા જતા હતા અને જયદાદા ધીમા અવાજે એમની સાથે વાતો કરતા હતા, આમ બન્નેની વાતો ચાલુ હતી, ત્યાજ ડોક્ટર સાહેબ નિયત તપાસ માટે આવી ગયા, એટલે રાજેશદાદા ટેબલ પર થી ઉભા થયા અને ડૉકટર સાહેબ માટે થોડી જગ્યા કરી, સામેની બાજુ ઉભા રહી ગયા સાહેબ ઔપચારિક તપાસ પતાવી જતાજ હતા, ત્યાં હોસ્પિટલ નો સ્ટાફ સ્ટ્રેચર પર કોઈ વયોવૃધ્ધ મહિલા ને લઇ ને વોર્ડ માં દાખલ થયા અને એ વયોવૃદ્ધ મહિલા સાથે એક યુવા વય ની દીકરી હતી. જોતા એવું લાગતું હતું કે, એ મહિલા ના પૌત્રી હોય. એમને જયદાદા ની બાજુની જગ્યા પર સુવડાવવામાં આવ્યા, ડૉકટર સાહેબે ઔપચારિક તપાસ કરી અને થોડા દિવસ રોકાવા સુચન કર્યું અને જતા રહ્યા. આ દરમ્યાન એ વયોવૃદ્ધ મહિલા સાથે આવેલ યુવતી ને કશું કીધું અને જયદાદા અને રાજેશદાદા બનેનું ધ્યાન એકીસાથે ટે તરફ ખેંચાયુ અને જય દાદા અને પેલા વયોવૃદ્ધ દાદી બન્ને એકમેક ની સામે એકીટશે જોઈ રહ્યા અને થોડીકજ ક્ષણો માં બન્નેની આખો નાં ખૂણા ભીના થઈ ગયા અને રાજેશદાદા અચાનક બોલ્યા આશા?......