Katha, bhajan ane bhakti in Gujarati Spiritual Stories by Vipulbhai Raval books and stories PDF | કથા, ભજન અને ભક્તિ

Featured Books
Categories
Share

કથા, ભજન અને ભક્તિ

કથા,ભજન અને ભક્તિ
મન ને ડોલાવી દે તે ભજન, ભજન આત્મિક રીતે થાય તો ભજન. જો કે ભજનમાં બધા બેસે છે પણ ભજન કોઈનામાં બેસતું નથી. "નેડો લાગ્યો હરિ તારા નામ નો " દિલ થી ગાઈ એ છીયે પણ ખરેખર નેડો લાગે છે? ભજનની પળોમાં વ્યક્તિ લીન થઇ મંજીરા,ઢોલક ને કરતાલમાં ગુલતાન થઈ પળ બે પળ માટે મશગુલ જરૂર થાય છે પણ પછી શું ?કથા ની વાત કરું તો આજે કથાકારોના કિડીયારાં ઉભરાય છે જોકે કથા માં બસેલો વ્યક્તિ કથા પતે પછી ગ્રહણ કરેલું દશ મિનિટમાં ખંખેરી નાખે છે ને ફરી પાછો હતો એનો એજ (જે હાથ માં આવે એનું કરી નાખું ) હું તો માનું છું કે જેમાં કથાકાર કે શ્રોતા બન્ને ને ખિસ્સામાં હાથ ન નાખવો પડે એજ સાચી કથા જેમાં એક પણ પૈસો ખર્ચવો ન પડે એવી કથા કે ભજન જોવા નહિ મળે કથામાં પ્રસંગો ની ઉજવણી મોટી આવક નો સ્ત્રોત છે.જોકે હવે તો કથા કરોડો માં થાય છે સામાન્ય માણસનું ગજું શું? માટે તો કહું છું કે નેડો તો લાગ્યો છે માયા,મૂડી ને લાલચ નો. ઘણી વાર લાગે છે કે (મારા મતે હોં )આજ કાલ ચાલતા ભજનમાં સૌથી વધુ જૂઠ છે. આ પણ રૂપિયા કમાવાનો એક વેપલો જ છે. આ લૌકીક ભક્તિ છે.ભગવાન ને એ ગમતું હશે કે કેમ એ પ્રસન્ન છે. ભક્તિ તો ગુપ્ત પણ હોય ને આત્મિક પણ હોય એ બૂમો પાડવાથી ન થાય. હ્રદય થી થાય "કીડીના પગમાં ઝાંઝર બાંધો તો પણ પ્રભુને એ સંભળાય " આજકાલ લગભગ ગામડાઓમાં મેં આ જોયું છે. મોટા ભાગે સ્ત્રીઓ જ નાચતી ને ગાતી હોય છે. ઘર કામ કે ખેતી ના કામ માં જેની કમર કે પગ બિલકુલ કામ ન કરતા હોય એવી વ્યક્તિઓ ને મેં રાતે બાર- બાર વાગ્યા સુધી ગાતા ને નાચતા જોયા છે. સાચી ભક્તિ હોય તો તમારી સામે થતા તમામ પ્રપંચો અને સમસ્યાઓ માં ઈશ્વર તમારી પડખે જ હશે. જે માળા ના મોતીમાં રામ અને સીતાજી ન હોય એ હનુમાનજી માટે પથ્થર જ છે ભલે એ કરોડો ની કિંમત નું કેમ ન હોય માટે ચિંતા નહીં પણ ચિંતન કરો.અને એ પણ કેવું...
ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ
એક સરસ પ્રસંગ છે.
મહાભારતના યુદ્ધ વખતે રાત્રે આવતી કાલની વ્યૂહ રચના કેમ કરવી એ વિચારોમાં ભગવાન શ્રી કૃષ્ણ જાગતા હતા. શ્રી કૃષ્ણ જાગતા હોય તો પટરાણીઓ શી રીતે સુઈ શકે? રુકમણીજી વિચારતા હતા કે જેને લડવાનું છે એ અર્જુન બાજુની છાવણીમાં શાંતિ થી સૂતો છે ને આ શું કામ જાગતા હશે? અને અમે પણ સુઈ શકતા નથી આમ વિચારતા વિહવળ મુદ્રામાં મુંઝવણ અનુભવતા હતા એવામાં કૃષ્ણ નું ધ્યાન ગયું ને એ મલકાઈ રહ્યા કેમકે એ અંતર્યામી હતા ને ! તરત એમણે રુકમણીજી ને પૂછ્યું કે શું વિચારો છો? તો રુકમણીજી એ મુંઝવણ રજૂ કરી કે જેને યુદ્ધ જીતવાનું છે એ અર્જુન તો ચેન થી સૂતો છે ને અડધી રાત્રી થઇ પણ તમે હજુ કેમ જાગો છો? પ્રભુ એ કહ્યું કે "અર્જુન મારો શ્રેષ્ઠ ભક્ત છે " ને એની ભક્તિ પણ શ્રેષ્ઠ છે માટે હું જાગું છું.
આ વાત સાંભળી રુકમણીજી એ સવાલ કર્યો કે તો અમે જે કરીયે છીયે આપની સેવા,ચાકરી, પગચંપી સતત ખડે પગે સરભરા એ બધું શું ભક્તિ નથી? ત્યારે કૃષ્ણ કહે છે કે અર્જુન સુતો નથી એ મારી ભક્તિમાં લીન છે પણ પટરાણીઓ એ વાત માની નહીં ત્યારે કૃષ્ણ એ બધી પટરાણી ઓ ને કહ્યું ચાલો હું તમને બતાવું કહી અર્જુન ના તંબુ માં આવ્યા અને ગાઢ નિંદ્રામાં સુતેલા પાથૅ પાસે જઈ બધાને તેના શરીરે કાન માંડી સાંભળવા કહ્યું . તો કોઈ એ હાથે કોઈ એ પગે તો કોઈ એ કાને એમ કાન માંડયા તો સૌ અવાક થઇ ગયા કેમકે અર્જુન ના રૂવે રૂવે થી એકજ અવાજ આવતો હતો "શ્રી કૃષ્ણ શરણં મમ:"
આમ ભક્તિ શ્રેષ્ઠ હોય તો ભગવાન જાગે જ ભક્ત ને જાગવાની જરૂર નથી. શરીર માયામાં ભલે રહ્યું પણ મન ભગવાનના શરણમાં હોવું જોઈએ.