સવારની ચા પી ને હું બહાર નીકળ્યો ને યાદ આવ્યું કે આજે તો ગુરુવાર. 
          ગુરુવાર એટલે ગુરુ નો દિવસ અને ધણા બધા મોટાભાગના દાન માટે ગુરુવાર એ શુભ જ ગણાય. 
          એવા જ એક દાનવીર હતા અમારા મહેશ કાકા. દાનવીર તો શું, જાણે આધુનિક કર્ણ જ હતાં. હા, બધા એમને આ જ નામથી બોલાવતાં. જાણે આ સંબોધન એમના માટે જ હોય. 
          દર ગુરુવારે એ અમારી સંસ્થા માટે પૈસા આપતા. અમારી આ સંસ્થા સામાજિક કાર્યો માટે કામ કરતી અને આખા જિલ્લાનું મુખ્ય પૈસાનું વ્યવહાર હું જ સંભાળતો હતો. આજે વળી ફરી ગુરુવાર હતો ને મારા પગ શાહ માર્કેટ તરફ વળી ગયા. હજુ માર્કેટ ચાલુ જ થયો અને જુના દિવસો આંખો સામે આવી ગયા. આ માર્કેટ વીસ વર્ષ સુધી મારા પપ્પા ની કર્મભૂમિ રહ્યું અને અહીં જ દુકાન પરથી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવીને પપ્પાએ મને અને ભાઈને પોતાના પગ પર ઊભા કરી દીધાં હતાં. 
          અમારી દુકાન હવે વેંચાઈ ગયી હતી. પપ્પા પણ હવે નિરાંતે ધરે રહેતા હતા. હું મહેશ કાકા ની દુકાને પહોંચી બહાર થી જ રોકાઈ ગયો અને કાકા ને બહાર જ ઊભેલા જોયા. 
          " એય લાલીયા! તું આવી ગયો. ચાલ અંદર, આ જીવરામ ની ચ્હા હજુ હમણા જ મંગાવી છે. "
          " ના હો, આજે મારે વઘારે મોડું થઈ ગયું છે. પાછો કોઈ 'દિ આવીને સાથે ભજીયા નો પણ આનંદ માણીશું. આજે તો તમે ફક્ત ફાળો આપી દો, તો હું નીકળું. "
          " અરેરે! આજે ઉતાવળમાં આ તો ખ્યાલ જ ના રહ્યો. આજે ગુરુવાર છે ને હું ભૂલી જ ગયો કે તું આવતો હોઈશ. આજે તો હું એવો ફડફડાટ આવ્યો છું કે ના લાવ્યો છું એટીએમ (કાકા ડેબિટ કાર્ડ ને એટીએમ કહેતા) , ના તો પૈસા જ લાવ્યો છું. દુકાન પણ હજુ હમણાં જ ખોલી છે. તું બેસ, એટલે હું કોઈને કહી ઘરેથી પૈસા મંગાવી લઉં. " કાકા બોલ્યા. 
          કાકાનું ઘર એક તો દૂર ને પાછું સવારનું ટ્રાફિક, અહીં મારે કેટલુ રોકાવું પડશે એની ગણતરી કરતાં હું તરત બોલી ઉઠયો, " ના કાકા, આજે તો મનેય આમેય મોડું થઈ ગયું છે. આજે તમે રહેવા દો; આવતા અઠવાડિયે આપી દેજો. "
          " માફ કરજે દીકરા, આજે તો આ બનાવ એવું બન્યું કે હું કઈ કરી જ ન શકું. નહિતર,... "
          " કાંઈ વાંધો નહીં, કાકા! ચાલો હું નીકળું. " આમ કહી હું બહાર નીકળ્યો. આમ તો હું બે કિલોમીટર ચાલી ને આવ્યો હતો, અને પૈસા ન મળ્યા એ વાત ના લીધે થોડોક ખિજાઈ પણ ગયો હતો. મૃત્યુ સમયે કર્ણે પરીક્ષા લેવા આવેલા કૃષ્ણ ને પણ ખાલી હાથે ન જવા દીધો, અને આ આધુનિક કર્ણે મને આમ જ મોકલી દીધું હતું. 
          જોકે અેમણે તો પૈસા મંગાવવાનું પ્રસ્તાવ રાખેલું પણ મે જ રોકાવાં નતો માંગતો, એવું વિચારીને મેં પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. 
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
મિત્રો, મેં આ વાર્તા અસલ જીવન માં બનેલા બનાવો થી પ્રેરણા લઈને લખી છે. આ કહાની નો બીજો ભાગ જલ્દીથી લાવવા માટે હું પ્રયત્ન કરીશ. 
જો ભાષા, વ્યાકરણ અને લખવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો. બધા ભાગ વાંચ્યા પછી તમારા પ્રતિભાવો જાણવા મેં ઉત્સુક રહીશ. 
મને આ એપ પર ફૉલો કરવાનું ભૂલતા નહિ અને આ વાર્તા ને લાઈક અને શેયર કરી દેજો, 
ધન્યવાદ, 
જય માતાજી
  તમારો, 
- પ્રથમ શાહ