Jaane-ajane - 46 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (46)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જાણે-અજાણે (46)

ઘણાં પ્રશ્નોથી ઘેરાયેલી રેવા નિયતિ બની પોતાનાં પિતાનાં હાથના સહારે બહાર આવી ગઈ હોય તેમ લાગી રહ્યું હતું.

થોડીક ક્ષણો માટે નિયતિ બનેલી રેવાને જાણે અજાણે જે હૂંફ જોઈતી હતી તે મળી ગઈ. પણ સાથે સાથે એક લાગણી અને કરુણાની ભાવના પણ આવી ગઈ. પોતાનાં પિતા માટે અને ખાસ તો સાક્ષી માટે. જે થોડો ઘણો શક પોતાની બહેન પર હતો તે પણ હવે હવા બની ગયો હતો. ધીમે ધીમે રેવા નિયતિ તરફ પ્રયાણ કરી રહી હતી. આ વાતથી અજાણ રોહન પ્રકૃતિ સાથે પોતાનાં ગંદા વિચારોને અમલમાં મુકી રહ્યો હતો. રેવાને રોહન પહેલેથી જ થોડો વિચિત્ર ભાસી રહ્યો હતો. અને આ વાત હવે સાક્ષીને કહેવાની જરૂર વર્તાયી રહી હતી. પણ સાથે સાથે પોતાનાં પિતા સાથે અઢળક વાતો પણ અધીરાય થઈ રહી હતી. અને આખરે નિયતિ એ પહેલાં તેનાં પિતાને પસંદ કર્યાં.
કદાચ તે પોતે પણ થોડીવાર રોહનની બધી વાતથી દૂર રહેવા માંગતી હતી. પણ આ વાતની શું અસર થશે તે કોઈ નહતું જાણતું. આખી રાત નિયતિ, સાક્ષી અને તેનાં પિતાની રમઝટ જામી. આખાં જીવનની નાનાથી લઈ મોટી મોટી વાતો થવાં લાગી અને જોત જોતામાં સવાર પડી કોઈને ભાન જ નહતું. અને ક્યારે આંખ મીંચાઈ, નિયતિ અને સાક્ષી બંને પોતાનાં પિતાનાં ખોળામાં માથું રાખી ઉંધી રહ્યાં. અને તેમના પિતા કોઈપણ થાક વગર બસ તેમને જોતાં જ રહ્યાં. એક પિતા માટે તેની દિકરી અધિક મહત્વ ધરાવતી હોય છે એ સનાતન સત્ય છે. પણ જ્યારે વિખુટા પડેલાં પાછાં મળે તો એ ખુશી અતુલનીય છે. જે આજે જયંતિભાઈનાં ચહેરાં પર દેખાય રહી હતી. રેવાને ના કૌશલની યાદ આવી રહી હતી કે ના રોહનની ચિંતા થતી હતી. આજે તેને પોતાની માંગેલી બધી વસ્તુઓ મળી ચુકી હતી. બસ ખચકાટ હતો તો સાક્ષી અને રોહનનો સંબંધ. પણ સાક્ષીને જોઈ તે હિંમત નહતી કરી શકતી. "શું કરૂં?... વાત કરું દીદી ને કે રોહનને વાત કરું? " સવાર સાથે જ નિયતિનાં વિચારો શરું થઈ ગયાં. બધી બાજું થી તે ફસાવાની હતી. તેને કોઇકનું મન તો તોડવાનું જ હતું. પણ શું કોઈ એવો રસ્તો ના હોઈ શકે કે સાક્ષી પણ નિરાશ ના થાય અને વાત પણ થઈ જાય!...

ઘણું વિચારવા પછી તેને સાક્ષી પહેલાં રોહનને જ વાત કરવાનું ઠીક લાગ્યું. અને તે રોહનને શોધવાં નિકળી પડી. પણ સામે તેને પ્રકૃતિ દેખાયી. પોતાની જુની બધી વાતો યાદ આવી અને રેવાએ પોતાનો રસ્તો બદલી લીધો. પણ પાછળથી અવાજ આવ્યો " રેવા... એક મીનીટ... " અને રેવા રોકાય ગઈ. ખબર નહતી પોતાને કેમ પણ આજે પણ તે પ્રકૃતિની ચિંતા કરતી હતી. તેની ઈજ્જત કરતી હતી. છતાં પ્રકૃતિ અને રેવા એકબીજા સાથે વાત કરવામાં કચવાય રહ્યાં હતાં. એક સમય હતો જ્યારે તે બંન્ને ને વાત કરવાં બહાનાં ની જરૂર નહતી પડતી. અને આજે એકબીજા ને જોવાં માત્રથી દૂર ભાગે છે.

રેવા પ્રકૃતિ સામે એકીટશે જોતી રહી. પહેલાં તો બંને વચ્ચે મૌન છવાયેલું હતું પણ પ્રકૃતિ એ બોલવાની શરૂઆત કરી " કેમ છે તું રેવા?..." એક વાક્ય અને રેવાનું મન જાણે પીગળી ગયું હોય તેમ તેનો ચહેરો બતાવી ઉઠ્યો. છતાં હકારમાં માથું ધુણાવ્યું અને પ્રકૃતિ એ વાત લંબાવી " પેલાં દિવસે કદાચ હું વધારે જ બોલી ગઈ હતી. તને એટલું બધું ખોટું લાગ્યું કે તે મારી સામે આવવાંનું પણ છોડી દીધું?.. આપણી વાતો તો ક્યારેય ખૂટતી નહતી ને!... તો એક વાતમાં બધું પુરું થઈ ગયું?..." " મારી વાતો તો હજું પણ નથી ખુટતી. બસ એ દિવસે મારાં અસ્તિત્વ પર અને મારાં સન્માન પર જ મોટો પ્રશ્નાર્થ લગાવી દીધો તો શું બોલું?... તેં પણ તો એક પણ વાર જાણવાની કોશિશ ના કરી કે રેવા પર શું વીતી રહી છે!... એક વાર પૂછવાની કોશિશ ના કરી કે રેવા જીવે છે કે નહી!.... મને આજ સુધી એ ખબર નથી પડતી કે એ દિવસે મારી ભૂલ શું હતી?... હું તો માત્ર તને મારી ખુશી જણાવવા આવી હતી. હું તને એમ કહેવાં આવી હતી કે કદાચ મારી યાદશક્તિ જલદી પાછી આવી જશે... પણ તેં તો એક પણ વાત સાંભળી નહીં...." રેવાએ પોતાની ફરીયાદ એવી રીતે મૂકવાં માંડી જેમ એક નાની છોકરી પોતાની વાત જણાવે... અને ફરીથી મૌન પ્રસરી ગયું. બંનેની આંખોમાં આંસુ હતાં પણ પ્રકૃતિની આંખમાં ગુસ્સાની એક ચમક પણ હતી. " હવે આ વાતનો શું ફાયદો!... હું તો તને માત્ર એક પ્રશ્ન પુછવાં આવી છું..." પ્રકૃતિ એ ધીમેથી કહ્યું. " શું?" રેવાએ તરત પુછ્યું.

" તારાં મનમાં અનંત માટે શું લાગણી છે રેવા?.... તને તો ખબર જ હશે કે એ તને પસંદ કરે છે!... પણ તારાં મનમાં શું છે?..." પ્રકૃતિ એ ચોખ્ખાં શબ્દોમાં રેવાને પુછી લીધું. આ સાંભળતાં રેવાનાં ચહેરાંનો રંગ ઉડી ગયો. જે વ્યક્તિ (અનંત) તેનો માત્ર એક મિત્રથી વધારે કશું નહતો તેની સાથે જ પોતાનો સંબંધ સમજાવવાનો વારો આવી ગયો હતો. રેવાનાં મનમાં કૌશલ માટે જે લાગણી હતી તે પછી તે કોઈ બીજાં માટે ક્યારેય ના હોઈ શકે. તો પછી પ્રકૃતિ આમ કેમ પુછી શકે છે તે વિચારી રેવાને આશ્ચર્ય થતું હતું. પણ બીજી તરફ પ્રકૃતિને પણ નહતી ખબર કે રેવા અને કૌશલ એકબીજાની કેટલી નજીક છે... તેને માત્ર અનંત જ દેખાતો હતો. અને એટલે તે પોતાની બધી વાતો અનંતથી જ જોડતી હતી. રેવાએ જવાબ આપવાની શરૂઆત કરી " કેમ તને આવું પુછવાની જરૂર પડી?... મેં એવું તો શું કર્યું કે તેં મારાં ચરિત્ર પર જ આંગળી ઉગામી દીધી?... મેં કહ્યું ક્યારેય કે અનંત માટે મને કોઈ જાતની લાગણી છે?... તો શા માટે તું આમ વિચારે છે?... અને બીજી વાત.... એક સમયે આપણે ઘણાં સારાં મિત્રો હતાં એટલે કહું છું.. તને જે લાગણીઓ અનંત માટે છે ને તેને હું બહું પહેલાંથી જોઈ શકું છું. અને એ જાણવાં છતાં હું અનંત પાસે..... ના.. ક્યારેય નહીં. અને રહી વાત અનંત મને પસંદ કરવાની તો એ તેનો પ્રશ્ન છે.. મને તેનાંથી કોઈ લેવાં - દેવા નથી..." રેવાની આંખો આંસુઓથી ભરાય આવી. અને તે વધારે રોકાય શકી નહીં. આ સમયે રેવા માત્ર એક વ્યક્તિને શોધતી હતી... કૌશલ....

પણ કૌશલને મળવાં માટે હજું એક બાધા પાર કરવાની હતી... રોહન.....
રેવાનું નસીબ તેને સાથ નહતું આપી રહ્યું અને કમનસીબે રોહન તેની સામે આવી ઉભો રહ્યો " ઓહ નિયતિ... અરે રેવા કહું તો વધારે સારું.... હાલચાલ કેવાં છે તારાં?... મજામાં ને?..." રોહનની વાતોમાં એક અજાણ્યો વિચાર સંભળાય રહ્યો હતો. રેવા કશું બોલી નહીં. રોહનને જોઈ તેને દરેક વખતે ગુસ્સો જ છલકાય આવતો હતો. શા માટે એમ થાય છે તે સમજવાં ભલે તે અસમર્થ હતી પણ તેને મનથી ખબર હતી કે આ વ્યક્તિ સારો નથી ભાસી રહ્યો. જરૂર તે બોલે કંઈક છે અને વિચારે કંઈક છે. અને આ જ બધાં અસમંજસમાં રોહને પોતાનું મોંઢું ખોલ્યું " તે દિવસની વાત અધુરી રહી ગઈ હતી... કેમ તેં કોઈ જવાબ ના આપ્યો અનંતને?... કેટલાં પ્યાર અને સન્માનથી તેણે તારી સામેં તેનું મન ખોલીને મુક્યું હતું. અને તેં જવાબ પણ ના આપ્યો?.. નાસી ગઈ ત્યાંથી!..." " મારે જે પણ જવાબ આપવો હશે તે હું અનંતને આપીશ. તને શું કામ કહું કશું પણ...." રેવાનો ગુસ્સો વધી રહ્યો હતો. આ જોઈ રોહનને ગુસ્સો આવ્યો અને તેણે રેવાનો હાથ કોણીએથી જોરથી પકડ્યો અને મરોડી કહ્યું " પહેલી વાત... આટલાં મોટાં અવાજમાં મારી સાથે વાત કરવાની હિંમત ના કરતી અને બીજી વાત તારો જે પણ જવાબ હોય તે આજે ને આજે અનંતને આપી દેજે... અને હા.. એટલું યાદ રાખજે કે જવાબ તારો હા જ હોવો જોઈએ... નહીં તો...." પીડામાં તડપતી રેવાએ પોતાનો હાથ છટકારી પુછ્યું " નહીં તો શું?.. શું કરી લઈશ?.." " નહીં તો હું તારી પ્રિય બહેન સાક્ષીની જીંદગી બરબાદ કરી દઈશ... જો તું અનંત સાથે મંડપમાં નહીં બેસે તો હું પણ સાક્ષીને વચમંડપે છોડી દઈશ " ... અને રેવાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. મગજનાં બધાં વિચારો અટકી ગયાં અને સુન્ન બની એકધારી ઉભી રહી. રોહનની વાત રેવાને બરાબર નિશાને વાગી હતી. આ જોઈ રોહન મંદ મુસ્કાન સાથે ત્યાથી ચાલ્યો ગયો. પણ રેવા શું કરે તેને સમજાતું જ નહતું. કૌશલ, અનંત અને સાક્ષી તથા પ્રકૃતિ વચ્ચે પોતાને ફસાયેલી જોઈ શોક મનાવે કે ચિંતા જતાવે તે જ સમજાતું નહતું. નિસ્તેજ બનેલો રેવાનો ચહેરો કોઈ હાવભાવ બતાવવા યોગ્ય નહતો.

થોડીવાર પહેલાં પ્રકૃતિ ને જે વાતની સાંત્વના આપી ને આવી હતી તેની વિરૂદ્ધ જવું કેવી રીતે યોગ્ય ગણાય?... કોની ખુશીઓને વાચા આપશે રેવા?... પોતાની બહેન સાક્ષી કે પોતાની મુશ્કેલી માં સાથ આપેલો એ છોકરી પ્રકૃતિ?...


ક્રમશઃ