Mari nazar in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | મારી નજર

Featured Books
Categories
Share

મારી નજર

સુરત થી આણંદ આવી રહ્યો હતો. ટ્રેનના સમય પહેલાં ઘણો વહેલો હતો. ટિકિટ લઈ હું ત્યાં બાંકડે બેસી ટ્રેન ની રાહ જોવા લાગ્યો. મારો ફ્રેન્ડ મને પ્લેટફોર્મ સુધી ડ્રોપ કરી જતો રહ્યો. 

હું બાંકડે બેઠો હતો ને બધું નિરીક્ષણ કરી રહ્યો હતો. મુસાફરો ની ભીડ બહુ હતી ઘણા માણસો પ્લેટફોર્મ પર બેઠા હતા અને સુતા પણ હતા થોડી વાર થઈ ત્યાં કોઈ પ્લેટફોર્મ સાફ સફાઈ માટે આવ્યા બધા મુસાફરો આમ તેમ સામાન લઈને જવા લાગ્યા. 

ત્યાં મારી નજર એક ભાઈ પર પડી. તે જેવા ઉભા થયા ત્યાં તેને લાગ્યું તેના પગ નીચે કઈ હોય એવું લાગ્યું જોયુ તો એક વૃદ્ધ માજી સુતા હતા તેમની નીચે પાણી ની ઝાલક પણ પહોંચી ગઈ હતી. તે ભાઈ ઉભા થઇ માજી ને જગાડ્યા અને કહ્યું માજી આપ બાંકડા ઉપર આવી જાવ અહીં પ્લેટફોર્મ ધોવા માટે આવ્યા છે તમારા કપડાં અને સામાન ખરાબ થશે. 

તે ભાઈએ કહ્યું પણ માજી કઈ સમજી ન હોય તેમ મારી સામે જોવા લાગી તેની પાસે કોઈ સામાન તો હતો નહિ એક અડધી ભરેલી પાણી ની બોટલ હતી એક ટિફિન જેવું કંઈ હતું મેં હાથ પકડી ઉભા કર્યા અને બાંકડા ઉપર બેસાડ્યા.

તે ભાઈ તેની સામુ જોઈ રહ્યા તેની નજર માજી ઉપર થી હટતી જ નહોતી ઘણી કોશિશ કરી પણ રહેવાયું નહિ એટલે તે ભાઈએ પુછીજ લીઘું..!

માજી તમારે ક્યાં જવું છે..?

ધીરેથી જવાબ આપ્યો ક્યાંય નહીં..!

થોડી વાર માં પ્લેટફોર્મ સુકાઈ ગયું તો ફરીથી માજી નીચે બેસી ગયા..!

પાછું તે ભાઈએ પૂછ્યું માજી તમે ક્યાં રહો છો..?
હું ક્યાં જાઉં બેટા અહીજ રહું છું આ પ્લેટફોર્મ જ મારું ઘર છે કોઈ ખાવાનું આપે તો જમી લઉ છું ક્યારેક માંગીને ખાઈ લઉ છું ક્યારેક બાજુમાં મંદિર છે ત્યાં જઈને જમી લઉ છું અને અહીં પ્લેટફોર્મ માં આવીને શુઈ જાઉં છું.

તે ભાઈએ માજી ને પૂછ્યું માજી તમારું આ દુનિયા માં કોઈ નથી ..?

માજી કહે હા શે ને..!
એક દીકરો છે એક વહુ છે  મારા પતિ નું તો મૃત્યુ થઈ ગયું છે પણ મને પણ અહીં મરવા માટે છોડતા ગયા છે દીકરા ની વહુ એ પહેલા મારી રૂમ લઈ લીધી પછી મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી ત્યાર થી આ પ્લેટફોર્મ જ મારુ ઘર છે બેટા..!
જોયું તો માજી ના શરીર ઉપર માર ના નિશાન પણ હતા ..!
જો બેટા મને કેટલું માર્યું છે દીકરા અને વહુ બને મળીને મને મારતા મારો હાથ અને પગ પણ તોડી નાખ્યા હતા. 

તે ભાઈ કઈ બોલી ન શકયા..!

માજી કહે શુ હું એટલી બધી ખરાબ છું મને શું જોઈતું હતું ખાલી બે રોટલી હું એકદમ અવાચક એને સાંભળતો રહ્યો
તે ભાઈની ટ્રેન આવવાનો સમય થઇ ગયો હતો તે ઊભા થયા.

માજી બોલ્યા જાય છે બેટા ...?

એમની પ્યાસી નજર જાણે તે ભાઈને કોઈ ઉમ્મીદ થી જોઈ રહી હતી એવું મને લાગ્યું તે ભાઈએ ૫૦૦ રૂપિયા કાઢી ને માજી ના હાથમાં આપ્યા કઈ ખાઈ લેજો કહી તે  ટ્રેન તરફ દોડ્યા. 

હાથ ઊંચો કરી ને માજી બોલ્યા ખુશ રહેજે. તે ભાઈ ને માજી જ્યાં સુધી જોઈ રહી હતી ત્યાં સુધી ઊંચો કરી દુવા દેતી રહી. 

હું  વિચારવા લાગ્યો મારી આંખોમાં આંસુ આવી ગયા શું આ માટે જ આપણે માનતા માનીએ છીએ ભગવાન પાસે ઓલાદ માટે. આ કરતા દિકરા વગર ના સારા સુખ ન આપે તો કઈ નહીં પણ દુખ તો ન આપી શકે. 

જીત ગજ્જર