Bhag thay gyo - 6 in Gujarati Children Stories by Jay Piprotar books and stories PDF | ભફ થય ગ્યો - 6

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ભફ થય ગ્યો - 6

જાનવી : હેલો જયલા

જય : હાઈ જાનવા , બોવ દિવસે દેખાણી ને .... હુંહ ..

જાનવી : અરે સોરી જયલા , મારું નેટ પતી ગ્યું તું અને તારી જેમ મને કોઈ આયા ફ્રી ન કરી આપે લે ..

જય : હકન , સારુ હો
હશે હાલો

જાનવી : બોલ

જય : શું ..?

જાનવી : ઘણા દિવસે તારી જોડે વાત થઈ , ફિલિંગ સો હેપી .. હેપી ..

જય : આય હાય , મેં મર જાવા , થેંકું .. થેંકું ..

જાનવી : જયલા તને ખબર મેં નવો ફોન લીધો ..
હુરે .. હુરે ..

જય : ક્યો વરી ?

જાનવી : સેમસંગ ... 3 કેમેરા વાલો

જય : તો તું 3 કેમેરા વાલો લે કે 10 તું તો .
હા . હા . હા . હા . હા .

જાનવી : જાને તુ યાર હુંઘરા , ગોધરા ..

જય : તને ખબર જાનવા ..

જાનવી : શું ?

જય : મે ઓલા સૌરાષ્ટ્ર વાળા રમૂજીકાકાની ભાણીની વાત કરી હતી ને ... જેને જોયને હુ પાણી પાણી થય ગ્યો તો .
અમે હવે પાક્કા મિત્ર બની ગ્યાં ભાઈ .

જાનવી : ઓહો , કઈ રીતે .?

જય : એ કાયમ ભગવાન પાસે આવે બેસવા અને હું કાયમ એને નિહાળુ એ મને ,
પણ કોઈ દિવસ વાત કરવાની હિંમત ન થતી ..
એક દિવસ ભગવાન એ મને એના ઘરે આમંત્રણ આપવા મોકલો , હુ તા હરખાતો હરખાતો જતોતો કે જોવા તો મળસે .. અને જાનવા હું ગ્યો અને મોકે એના ઘરે કોઈ નઈ ..

જાનવી : હરામી .. તારે તો એવું જ જોતું હોય નઈ

જય : એ જાને તુ વાત સાંભળ ..
મેં એના ઘરનાં દરવાજાની કળી ખટખટાવી અને જેવો એને દરવાજો ખોલ્યો એના રુપ થી હું તો અંજાય ગ્યો .. ઘડીક વારતો આંખ અંજાય ગય , ચોટી ગઈ .. ત્યાંને ત્યાં ઊભો રહ્યો .. પછી એને જ્યારે આવો કીધું ત્યારે જાણે મોરલાએ ટહુકો કર્યો હોય એવું લાગ્યું ..
પછી હું અંદર ગ્યો હે અને એને મને ખાટલો ઢાળી આપ્યો અને હાથી અને ઘોડાનાં ચિત્રવાળી આપણી ધડકી પાથરી આપી પછી પાણી ભરીને પાયું ..
જાનવા એનાં હાથનું પાણી પી ને તો એમ લાગ્યું જાણે અમૃતનાં ઘૂટડા ભરતો હોવ ..

જાનવી : હશે હશે જયલા

જય : હકન ..
પછી મેં પૂછ્યું કાકા નથી ઘરે ..?
એને કીધું એ બધા લગનમાં ગ્યાં છે .. પછી ધીમે ધીમે વાતો થવા માંડી અને જાનવા એનું નામ ધાનવી છે .. અને એનું મૂળ વતન જુનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનું ચીરોડા ગામ છે ..

જાનવી : ઓહો ધાનવી ... હશે જયલા હશે

જય : એ ચૂપ હો ..
પછી ત્યારે તો હું આમંત્રણ આપીને આવતો રહ્યો .. પણ એ દિવસ પછીથી અમે કાયમ વાટીકામાં ટહેલવા જાય .
જાનવા એ જ્યારે જોડે હોય ને સમય ઓછો પડે .. કલાકોની કલાકો વિતી જાય .
જાનવા ધાનવી એ મારા દિલ ઉપર ધજા ખોળી દીધી છે .. હવે તો ત્યાંનું રાજપાટ એનું જ થયું ..

જાનવી : આય હાય .. જયલો પ્રેમમાં

જય : જાનવા પ્રેમ કરવો ન હોય પણ થય જાય ..
તારા જ શબ્દો ..

જાનવી : હા .. હો ...
પ્રપોઝ ક્યારે મારવાનો .?

જય : એ પછી કવ હો અત્યારે તો હું સૂવાનો નીની આવે ..

જાનવી : ઓકે પાડા સૂઈ જા , અને ધ્યાન રાખજે અને ખબર છે ને મારો જન્મદિવસ આવે છે .. મારે ગિફ્ટ જોએ .. મારે કોઈ સફાઈ નઈ જોતી ... હું કઈ તારું સાંભડી નઈ ..

જય : અરે .. સારું ... હું વિચારું .. પાડી ..
આવજે અને ધ્યાન રાખજે ..

જાનવી : જય શ્રી કૃષ્ણ


આવાજ જય અને જાનવી નાં રસપ્રદ કિસ્સાઓ વાંચવા આગળના ભાગો ને વાંચતા રહો.