Hu raahi tu raah mari - 31 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 31

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 31

મોડી રાત થઈ ચૂકી હતી પણ શિવમને નીંદર આવતી નહોતી.તેણે જાણ-જોઈને રાહીના થોડીવાર પહેલા આવેલા ફોનમાં તેમ કીધું કે પોતે નાઇટ ડ્યુટીમાં છે.જ્યારે પોતે તો ઘરે જ હતો.
“નાઇટ ડ્યૂટીનું કહેવું જ યોગ્ય હતું.નહીં તો રાહી અત્યારે હું મારી પ્રેમિકા સાથે સમય પસાર કરી રહ્યો હોઈશ તેવું વિચારી પોતે તકલીફમાં પૂરી રાત વિતાવશે.આમ પણ રાહી છેલ્લા ઘણા સમયથી તકલીફમાં હતી અને તે પણ તેના પોતાના લીધે,માટે શિવમ નાઇટ ડ્યુટીમાં હોય તો કામમાં હોય તો એકલો જ હોય આમ વિચારી તે શાંતિથી સૂઈ શકે.”શિવમ વિચારી રહ્યો હતો.
ત્યાં જ બહારથી ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો.ખૂબ મોડી રાત થઈ હતી.અત્યારે કોણ હોઈ શકે?ક્યાક રાહી તો નહીં? રાહી જો મને ઘરે જોઈ જશે!! હું તેની સામે ખોટો નથી પડવા માંગતો.
**********************
“આવ તો ખરા તારા માટે એક સરપ્રાઇજ છે.” ખંજન.
“પણ શું...આમ તું આંખ ઉપર હાથ રાખી મને ક્યાં લઈ જાય છે?”રાહી.
ગેટની બહાર જઈ ખંજને રાહીની આંખ પરથી હાથ હટાવ્યો.વિરાજે પાર્કિંગમાથી કાર બહાર કાઢી રાખી હતી.
“આ શું છે બધુ વિરાજ -ખંજન?” રાહી.
“આપણે બહાર જવાનું છે અત્યારે.”ખંજન.
“અત્યારે? સમય તો તું જો.અને મમ્મી-પપ્પા....”રાહી.
“મમ્મી-પપ્પાને ખબર છે.તમે જાઓ.”વિરાજ.
“તમે જાઓ એટલે?તું નથી આવતો?”ખંજન.
“અરે ભાઈ મારા એક મિત્રનો બર્થડે છે તો હું ત્યાં જાઉં છું.કેક-પાર્ટી..”વિરાજે આંખ મિચકારતા કહ્યું.
“ઠીક છે તો હું અને રાહી એક કલાકમાં આવી જશું.”ખંજન.
“અહિયાં થઈ શું રહ્યું છે કોઈ કઈ મને કહેશે?”રાહી.
“તું ચૂપ-ચાપ કારમાં બેશ.”ખંજન.
“સારું.” રાહી.
“રેસકોર્ષ રોડનો રસ્તો મને કહેજે જરા.”ખંજન.
“કેમ?ત્યાં જવાનું છે?”રાહી.
“હા.”ખંજન.
“પણ કેમ?” રાહી આશ્ચર્યથી પૂછયે જ જતી હતી.
“હવે તું એક પણ વખત કેમ નહીં કહે.હું પૂછીશ તેટલો જ જવાબ.રેશકોર્શરોડ?”ખંજન.
“..............”રાહી ચૂપ.
“બોલીશ કઈક?”ખંજન.
“એક મિનિટ એક મિનિટ....ત્યાં તો શિવમનું ઘર....ના ...ના ખંજન...”રાહી.
“હા રાહી...”ખંજને હસતાં કહ્યું.
“અરે..આ કોઈ સમય છે.મારે ત્યાં નથી જવું,અને તે નાઇટ ડ્યુટીમાં છે.”રાહી.
“તો શું થયું..?” ખંજન.
“ખંજન શું પાગલપન છે?”રાહી.
“હું તને બસ ખુશ જોવા માંગુ છું અને પ્રોમિસ ૫ મિનિટમાં તારા ચહેરા પર સ્માઇલ હશે.”ખંજન.
******************
ડોરબેલ વાગતા જ શિવમ,શિવાંશ અને દિવ્યાબહેન લિવિંગરૂમમાં આવી ગયા.
“કોણ હશે આ સમયે?”દિવ્યાબહેન.
“હું જોઉં છું.”શિવમ.
“શિવમે દરવાજો ખોલ્યો.રાતના ૧૨:૩૦ થઈ રહ્યા હતા.દરવાજો ખોલતા જ... “સરપ્રાઇસ” નો અવાજ સંભળાયો..સામે ઉભેલા ચેતનભાઈને જોઈને બધાના મોઢા પર આશ્ચર્ય મિશ્રિત ખુશીના ભાવો હતા.
“તમે?અત્યારે?”દિવ્યાબહેન.
“હા પપ્પા તમે તો કાલ આવવાના હતા.તો અત્યારે આ સમયે?”શિવાંશ.
“મારૂ કામ જલ્દી પૂરું થઈ ગયો તો હું બપોરે જ અહી આવવા નીકળી ગયો હતો.વિચાર્યું કે તમને બધાને “સરપ્રાઇસ” આપીશ.પણ તમને કોઈને ગમ્યું નથી લાગતું “સરપ્રાઇસ”??”ચેતનભાઈ.
“ખૂબ જ ગમ્યું પપ્પા...આવો.”શિવમ.
“હું ચા બનાવી લાઉ છું તમે બધા બેસો.” દિવ્યાબહેન.
“મારે ચા નથી પીવી.પપ્પા ખૂબ નીંદર આવે છે હું સૂઈ જાઉં છું.કાલ ઊઠીને પતંગ ઉડાવવાની તૈયારી મારે જ કરવાની છે. ડી.જે.ના વાયર સેટ કરવાના પણ બાકી છે.”શિવાંશ.
“ઠીક છે બેટા ..સૂઈ જા.”ચેતનભાઈ.
“પપ્પા તમે આટલું ડ્રાઇવ કરીને આવ્યા!! થાકી ન ગયા?”શિવમ.
“અભિ તો હમ જવાન હે..”ચેતનભાઈએ ચા લઈને આવતા દિવ્યાબહેન સામે જોયું.
“હા શિવમ તું ઘરડો થઈ જઈશ ત્યારે પણ તે તો જવાન જ રહેશે.”દિવ્યાબહેને ટહુકો કરતાં કહ્યું.
ચા પિતા બધાએ કાલે શું કરવાનું છે તે વિષે થોડી ચર્ચા કરી.
*********************
“અરે શાંત બાલિકે....આપણે શિવમના ઘરે નથી જતાં.મને ક્યાં વળી ખબર છે કે શિવમનું ઘર રેશકોર્ષ રોડ પર આવેલું છે?”ખંજન.
“તો અત્યારે આપણે અહી શું કરવા અવિયા છીએ?”રાહી.
“મતલબ?”રાહી.
“મતલબ તે કે તું કારની પાછળની સીટમાં જો.”ખંજન.
“રાહીએ કારની પાછળની સીટમાં જોયું તો એક કેકનું બોક્સ હતું.ઘણા બધા ફૂલ હતા.ચોકલેટના બોક્સ હતા.”રાહી.
“આ બધુ પણ શા માટે?”રાહી.
“તું જ વિચાર..”ખંજન.
રાહી અને ખંજન કારમાથી બહાર આવ્યા.ખંજન કેક,ચોકલેટ,ફૂલ બધુ બહાર લાવ્યો.બંને પાળી પર બેઠા અને ખંજને કેકનું બોક્સ ખોલ્યું.કેક પર બર્થડે ના સિમ્બોલ સાથે ખંજનનું નામ લખેલું હતું.
“ઓહહ..ખંજન તારો જન્મદિવસ..”રાહી આશ્રયચકિત થઈ ગઈ.
“હા મારો બર્થડે પાગલ..તે જ વાત તો હું તને ક્યારનો કહેવાની કોશિશ કરતો હતો કે વિચાર...વિચાર...પણ તું તો શિવમના વિચારોમાથી બહાર જ નહોતી આવતી.”ખંજન.
“સોરી ડિયર,હું કેમ તારો બર્થડે ભૂલી ગઈ?તે હદ સુધી કે તે મને યાદ અપાવ્યું ત્યાં સુધી...સાચી વાત છે શિવમ આગળ અત્યારે મને કઈ સુજતું જ નથી..આઈ એમ વેરી સોરી..”રાહીની આંખમાથી આંશું વહી ગયા.
“હેય,ચૂપ..બસ હવે.હું તને અહી ખુશ કરવા માટે લાવ્યો છું અને તું આમ રડીને મારો બર્થડે બગડીશ?”ખંજને બનાવટી ગુસ્સો બતાવ્યો.
“નો પાગલ,હું તો જુઠ્ઠું સોરી કહેતી હતી.આમ પણ આપણો કોલેજથી તે જ નિયમ છે કે જેનો બર્થડે હોઈ તે બર્થડે પાર્ટી આપે...હા ભૂલાય જાય તો તેમાં શું થયું?તે તો યાદ આપવી દીધું ને?”રાહી ખુશ થતાં કહ્યું.
“મારી પાસે હજુ એક ગિફ્ટ છે.”ખંજન.
“શું?”રાહી.
ખંજને પોતાના હાથમાં ફૂલ ઉઠાવ્યા અને ગોઠણભેર બેસી રાહીની નજીક આવી કહ્યું.. “તું દુનિયાની સૌથી સારી મિત્ર છો અને દુનિયાની સૌથી સારી છોકરી પણ..હા તું એમ પૂછીશ કે મારે શું બર્થડે ગિફ્ટ જોઈએ? તો સાંભળ..તું બધી ચિંતા ઈશ્વર પર છોડી દે અને તારા જીવનને સારી રીતે માણ.મને બસ તારા ચહેરાની તે સ્માઇલ જોવી છે જે મારા દરેક જોક પર તે આપી છે.બોલ આપીશ..?”ખંજન.
રાહી ખૂબ જ રડી રહી હતી.
“એ ભૂત મારા પગ દુખે છે હવે.ક્યારનો આમ ગોઠણભેર બેઠો છું.તને દયા નથી આવતી?જવાબ આપ.”ખંજન.
રાહીએ હકારમાં માથું હલાવ્યું.
“આ જો તને ગમતી ચોકલેટ જે હું કોલેજમાં તારા બેગમાથી ચોરીને ખાઈ લેતો હતો.આજ તે બધી ચોકલેટ તને વ્યાજ સહિત પાછી”ખંજન.
“હા બહુ ડાહયો.”રાહી.
“એક ચોકલેટ આપ ને .”ખંજન.
“ચોકલેટ નહીં એક વાત કહેવી છે.”રાહી.
“શું?” ખંજન.
“તું દુનિયાનો બેસ્ટ મિત્ર છો.તને સાચું કહું તો તે મને પરિસ્થિતી સામે મક્કમ ઊભું રહેવાની શક્તિ આપી છે.હું સમજુ છું કે શિવમ બીજાનો છે પણ સ્વીકારી નહોતી શક્તી.હું અહિયાં તેની જોડે ઘણી વખત આવેલી.પણ અત્યારે સાચું તેની કમી નથી લાગતી.તારા સિવાય મારી મુશ્કેલીનો હલ કોઈ જ ન લાવી શક્યું હોત..આભાર.”રાહી.
“હંમેશા માટે ડિયર.”ખંજન.
“હવે ઘરે જઈએ?”રાહી.
“જેવી રાજકૂમારીની મરજી.”ખંજન.
“અચ્છા ચલ તને શિવમનું ઘર બતાવું.”રાહી.
“મને બતાવવા માંગે છે કે તારે જોવું છે?”ખંજન.
“હા તેમ જ માની લે.”રાહી.
ખંજન અને રાહી શિવમના ઘર પાસે પહોચ્યા.૧૪ માળ પર આવેલા શિવમના ફ્લેટમાં લાઇટ ચાલુ હતી.
“અત્યારે શિવમના ઘરની લાઇટ કેમ ચાલુ છે?”રાહી.
“તે તો અત્યારે નાઇટ ડ્યુટીમાં છે ને? કદાચ લાઇટ બંધ કરતાં ભૂલી ગયો હશે!!”ખંજન.
“પણ..”રાહી.
“બસ રાહી.બહુ વિચાર ન કર.”ખંજન.
“ક્યાક તેણે મને ખોટું..”રાહી.
“મે તને કેટલી સમજાવી..બધું પાણીમાં..”ખંજન.
“મને ઈચ્છા થાય છે તેને ફોન કરવાની.”રાહી.
“તારી ઈચ્છા.”ખંજન.
રાહીએ શિવમને ફોન લગાવ્યો.
“હાય.”રાહી.
“સોરી,હેરાન કર્યો આટલી મોડી રાત્રે..કાલનો શું પ્રોગ્રામ છે તે પૂછવા ફોન કર્યો.”રાહીએ વાતનો ગોટો વાળ્યો.
શિવમ વાત કરતો કરતો બાલ્કનીમાં આવ્યો.
“કાલ?કઈ ખાસ નહીં.હું સવારે આવીશ તને લેવા માટે.એક જરૂરી કામ માટે.પણ આ વાત થઈ ગઈ હતી ને આપણે?”શિવમ.
“ઓહહ..હા..તું તો નાઇટ ડ્યુટીમાં હોઈશને અત્યારે?”રાહી.
“હા બસ નવા આવ્યા તે પેસેંજરની ટિકિટ ચેક કરવા માટે જઉં છું.”શિવમ.
રાહી અને ખંજન શિવમને બાલ્કનીમાં ઊભો જોઈ રહ્યા હતા.
“સારું તું તારું કામ કર.બાય.”રાહીએ જવાબની રાહ જોયા વગર જ ફોન કાપી સ્વિચ ઓફ કરી દીધું.
રાહીની આંખોમાં આંશું હતા અને ખંજનના ચહેરા પર થોડી વિસામ્યતા અને ગુસ્સો..
શિવમે ફરી રાહીને ફોન કરવાની કોશિશ કરી પણ ફોન અચાનક સ્વિચ ઓફ..કદાચ બેટરીના લીધે થયું હશે આવું આમ માની શિવમ રૂમમાં આવ્યો...આગળ..