Mari Chunteli Laghukathao - 51 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 51

Featured Books
  • ગર્ભપાત

    મુંબઈથી જાણીતા સાયકાટ્રીસ્ટ ડૉ. કક્ષા ભટ્ટે મેડમ બિલ્લોને ફો...

  • એક લાલ પેટીની મૌન ગાથા

    હું એક ટપાલ પેટી, લાલ રંગની, ગામડાના એક શાંત ખૂણે વર્ષોથી ઊભ...

  • ઓલ રાઉન્ડર

    ઓલ - રાઉન્ડરહમણાં જ એક ક્રિકેટ મેચની હાઇલાઈટ જોઈ રહ્યો હતો....

  • હાઉસફુલ 5

    હાઉસફુલ 5- રાકેશ ઠક્કર         શું બોલિવૂડની ફિલ્મો જોતાં દર...

  • હું, વૈદેહી ભટ્ટ - ભાગ 6

    'કપીસ, પ્લીઝ અત્યારે આપણે એક કેસ પર કામ માટે સાથે છીએ તો...

Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 51

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

શાશ્વત

એક પુરુષ હતો. એક સ્ત્રી હતી. બંને આધેડ હતા. બંનેનો એક દીકરો હતો. બંનેના દીકરાને મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. બંનેનો દીકરો આજે અમેરિકા જઈ રહ્યો હતો. બંનેના દીકરા માટે આજે બહુ મોટો દિવસ હતો. બંને માટે આજે બહુ નાનો દિવસ હતો.

બંને આજે ખૂબ ખુશ હતા. બંને આજે ખૂબ ઉદાસ હતા.

વાચકો! આ લઘુકથા ખૂબ જૂની છે. વાચકો! આ લઘુકથા બિલકુલ નવી છે.

***