GUNAKHORI in Gujarati Detective stories by Jayesh Soni books and stories PDF | ગુનાખોરી

Featured Books
Categories
Share

ગુનાખોરી

વાર્તા-ગુનાખોરી લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.97252 01775

બે પહાડીઓ ની વચ્ચેથી એસ.ટી.બસ મંદ ગતિએ જઇ રહી હતી.રસ્તો પાકો ડામર રોડ હતો પણ થોડા થોડા અંતરે ઊંડી ખીણો પણ આવતી હોવાથી સ્પીડ ઓછી જ રાખવી પડે એમ હતી.એસ.ટી.બસ હતી અને ડ્રાઇવર અનુભવી હતો એટલે કોઈને ડર નહોતો.ખાનગી બસો વાળા બેફામ હંકારીને અકસ્માત કરતા હોય છે. બસમાં ચાલીસ મુસાફરો હતા જેમાં સ્ત્રીઓ પણ પંદર જેટલી હતી.ઠંડો પવન આવી રહ્યો હતો એટલે વાતાવરણ ખુશનુમા હતું.પુરૂષો અને સ્ત્રીઓ વાતોના તડાકા મારી રહ્યા હતા.બાળકો મોબાઇલ ઉપર ગેમ રમી રહ્યા હતા.અમુક પુરૂષો દૈનિક પેપર વાંચી રહ્યા હતા.કંડકટર પણ ટિકીટો કાપીને પછી મોબાઇલ લઇને બેસી ગયો હતો.

‘ આ જુઓ સમાચાર બેંકમાંથી એક કરોડની લૂંટ.ગુનેગારો જો કે પકડાઇ ગયા છે.’ એક કાકાએ પેપર વાંચતા વાંચતા બધાને સમાચાર આપ્યા.પછીતો ચર્ચામાં બધા કૂદી પડ્યા.જાતજાતના અનુભવોની વાતો ચાલી.છેલ્લે કપાળે તિલક કરેલા એક ભાઈએ પૂછ્યું ‘ગુનેગારોના નામ આપ્યા છે?’ કાકાએ ફરી પેપર ખોલ્યું અને ગુનેગારોના નામ વાંચવાના ચાલુ કર્યા.’અબ્દુલ,સલીમ,કુત્બુદ્દીન,મોહમ્મદ,યુસુફખાન,અલ્લારખા. ’

જે તિલકવાળા ભાઈએ પ્રશ્ન કર્યો હતો એ ભાઇએ બધાની સામે જોઇને કહ્યું’ કોઈપણ મોટો ગુનો બને ત્યારે ગુનેગારોના નામ મોટેભાગે મુસ્લિમ જ હશે.બુટલેગરો,હથિયારોની હેરાફેરી,હત્યા,અપહરણ,લૂંટ,કોમી તોફાનો,હિંદુ છોકરીઓને ઉઠાવી જવી ,ત્રાસવાદ આ બધામાં મુસ્લિમો જ વધુ હોયછે. કંડકટર પણ મોબાઇલ બંધ કરીને આ ચર્ચામાં જોડાયો.બધા પોતપોતાના અભિપ્રાય અલગ અલગ ઘટનાઓ ઉપરથી આપી રહ્યા હતા.પણ બધાની આ મુદ્દા ઉપર સંમતિ તો હતી જ.પણ વાતચીતમાં વળાંક ત્યારે આવ્યો જયારે આ તિલક વાળા ભાઈએ એવું કહ્યું કે ‘મોટાભાગના ગુનેગારો ભલે મુસ્લિમો હોય પણ તેમને એરેસ્ટ કરનારા પોલીસ અધિકારીઓ મુસ્લિમ નથી હોતા.’ આ મુદ્દો બધા માટે નવો હતો.આવું કદી કોઇએ વિચાર્યું જ નહોતું.

ચર્ચા માં ગરમી આવી ગઇ હતી.પણ એટલામાં કંડકટરે મોટા અવાજે કહ્યું કે ‘કોઈને પૈસા લેવાના બાકી હોય એ મારી પાસેથી લઇલો.આગળના સ્ટેન્ડે બસ ઊભી રહેશે પછી ડ્રાઇવર અને કંડકટર બંને બદલાઇ જશે.દસેક મિનીટ લેવડદેવડ ચાલી એટલામાં સ્ટેન્ડ પણ આવી ગયું.ચાપાણી નો વિરામ હતો એટલે બધા નીચે ઉતર્યા.ચર્ચા ઉપર બ્રેક લાગી.

બસ ઉપડી .નવા દસ જેટલા મુસાફરો ચડ્યા હતા.જેમાં ત્રણ જણા દાઢીધારી મુસ્લિમ હતા એટલે ચર્ચા આગળ ના વધી.નવા કંડકટરે ટિકીટો કાપવાના બદલે ભાડાના રોકડા ઉઘરાવવાના ચાલુ કર્યા અને કહ્યું કે મશીન બગડ્યું છે એટલે આગળના સ્ટેન્ડ ઉપર મશીન બદલાવીને પછી બધાને ટિકીટો આપી દઈશ.

બધા પોતપોતાની મસ્તીમાં મસ્ત હતા.નવો ડ્રાઇવર આવ્યા પછી બસની સ્પીડ વધારી હતી.મુસાફરો વાતો તો કરી રહ્યા હતા પણ હવે વિષયો બદલાઇ ગયા હતા.એકમાત્ર કપાળે તિલકવાળા ભાઇ હાથમાં મોબાઇલ સામે જોઇને ચૂપચાપ બેસી રહ્યા હતા અને વિચારે ચડી ગયા હોય એવું પણ ચહેરા ઉપરથી લાગી રહ્યું હતું.પણ એ દરમ્યાન તેમના હાથ સતત મોબાઈલ માં કોઇ મેસેજ ટાઇપ કરી રહ્યા હોય એવું લાગતું હતું.

બસ ધીમી પડી.એક મુસાફરે કંડકટરને પૂછ્યું ‘કયું સ્ટેશન આવ્યું?’ કંડકટરે કહ્યું કે સ્ટેશન તો નથી આવ્યું પણ રસ્તા વચ્ચે પોલીસની ગાડી ઊભી છે અને બસ ઊભી રાખવા હાથ કર્યો છે.બસ ઊભી રહી.જીપમાં સાત પોલીસ હતા.એક જણ બસની અંદર આવ્યો અને બોલ્યો કે’ જલ્દી બધા નીચે ઉતરી જાઓ માહિતી મળી છે કે બસમાં બોમ્બ છે.’ ઉતરવા માટે ધક્કામુક્કી થવા માંડી.બે મીનીટમાં આખી બસ ખાલી થઇ ગઇ.મુસાફરો ગભરાઇ ગયા હતા ત્યાંતો એક અધિકારી જેવો લાગતો પોલીસ પાસે આવીને બોલ્યો’ગભરાશો નહીં.બીજી બસની વ્યવસ્થા થઇ ગઇ છે તમને બધાને ઉતારી દેશે.’

એટલામાં એક ખાનગી લક્ઝરી બસ આવી.પોલીસે મુસાફરોને તેમાં બેસાડી દીધા. બસ ઉપડી અને કલાક પછી કોઇ ખંડેર જેવા મકાન પાસે ઊભી રહી.બધા મુસાફરો ગભરાયા.કંઇક ગરબડ છે એવું બધાને લાગ્યું તો ખરું.જીપમાંથી બધા પોલીસો બહાર આવ્યા અને મુસાફરોને કહ્યું કે’ સાલા પોલીસ વાળાઓ એ અમારા દોસ્તને પકડીને પૂરી દીધો છે.હવે તો તેને નહીં છોડે ત્યાં સુધી તમે બધા અંદર.’ એક કાકાએ બીતાં બીતાં પૂછ્યું’ તો તમે પોલીસો નથી?’ સાતે સાત જણા ખડખડાટ હસવા લાગ્યા.બધાનો જીવ પડીકે બંધાયો.ખંડેર મકાનમાં બધાને કેદ કરીને જીપ જતી રહી.સ્ત્રીઓ તો મોટેમોટે થી રડવા લાગી.કોણ કોને આશ્વાસન આપે?

આ બધામાં એક માત્ર તિલકવાળા ભાઇ સ્વસ્થ હતા.તેમણે બધાને શાંત પાડ્યા અને બોલ્યા કે ‘જુઓ આવું કંઇક બનશે એવો મને વહેમ ત્યારે પડ્યો હતો જયારે ડ્રાઇવર અને કંડકટર બદલાઇ ગયા.ત્યારથી જ મેં બધી ગતિવિધિ ઉપર નજર રાખી હતી.અને આપણી બસ વિષેની માહિતી જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ને આપી દીધી છે અને અહીં આપણે જ્યાં ઊભા છીએ તે લોકેશન પણ આપી દીધું છે.કદાચ પોલીસ અહીં છુપાઇ પણ હશે.

સંધ્યા સમય થવા આવ્યો હતો.અંધારૂ થઇ ગયું હતું.એટલામાં મકાનનું બારણું ખોલીને પેલા નકલી પોલીસો અંદર આવ્યા.મુસાફરો થરથર ધ્રુજતા હતા.બે જણ ના હાથમાં બંદૂક હતી.ત્રાસવાદીઓના અપહરણ નો ભોગ બની ગયા છીએ એ બધાને સમજાઇ ગયું હતું.આ નાલાયકોનો ડોળો સ્ત્રીઓ ઉપર હતો એ સહુએ નોંધ્યું.તિલકવાળા ભાઈને સ્વસ્થ જોઇને એક ત્રાસવાદી તેની પાસે આવ્યો અને બોલ્યો’ એ પંડિત તને ડર નથી લાગતો?’ બીજા ત્રાસવાદીઓ પણ હસવા લાગ્યા.એટલામાં બહાર કંઇક હલચલ હોય એવું લાગતાં એક જણે બહાર આવીને જોયું અને દોડતો અંદર આવ્યો અને જોરથી બોલ્યો’ દોસ્તો પોલીસ આવી ગઇ છે.ભાગો.આખી પોલીસ વાન છે.’ પણ આ ગુંડાઓને ભાગવાનો મોકો મળ્યો નહીં.થોડું સામસામે ફાયરીંગ થયું પણ પોલીસની આખી પલટન સામે ઝૂકી જવું પડ્યું અને એરેસ્ટ થઇ ગયા.તેમને પોલીસ વાન માં પૂર્યા પછી પોલીસ કમાન્ડો આ ખંડેરમાં આવ્યા અને તિલક્વાળા ભાઇ ને શાબાશી આપી.અને બધા સામે જોઇને કહ્યું ‘જાગૃત તો રહેવુજ પડશે.મોબાઇલ નો ઉપયોગ ફક્ત મનોરંજન માટે નથી.આ ભાઇ એ ત્રાસવાદીઓની ગતિવિધિ ઉપર નજર ના રાખી હોત તો શું થયું હોત તે કલ્પના છે? મુસાફરી દરમ્યાન કે કોઇ જાહેર પ્રસંગે કશી શંકાસ્પદ હિલચાલ દેખાય તો તુરંત પોલીસનો સંપર્ક કરો.’ આજ રાત્રી રોકાણ તો આ ખંડેરમાં જ કરવું પડશે.અમે સાથે જ છીએ.સવારે વાહનની વ્યવસ્થા કરીને સહુને ઘરે મોકલવામાં આવશે.

સવારે એસ.ટી.બસની વ્યવસ્થા થઇ ગઇ.બધાને બસમાં બેસાડીને બસ રવાના કરી.ત્રણ પોલીસ જવાનો બસમાં સાથે આવ્યા હતા.એક જવાન દૈનિક પેપર લઇને બસમાં ચડ્યો હતો.તેણે બધાને કહ્યું કે ‘આજના પેપરમાં ગઇ કાલના દિલધડક ઓપરેશનના સમાચાર પણ છપાઇ ગયા છે.તિલક્વાળા ભાઈએ પૂછ્યું ‘સાહેબ,ગુનેગારોના નામ પણ છપાયા છે?’પોલીસ જવાને કહ્યું ‘હા,નામ પણ છપાયા છે.અનવર,સાજીદખાન,વસીમ,યુનુસ,ઝાકીરહુસેન,બદરુદ્દીન અને કાસીમ.’

મુસાફરો એકબીજાના ચહેરા સામે જોઇ રહ્યા હતા.