Hasina - the lady killer - 20 in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | હસીના - the lady killer - 20

Featured Books
Categories
Share

હસીના - the lady killer - 20

આગલા ભાગમાં આપણે જોયું કે હસીનાનો લેટર જયરાજને મળે છે, ઇશિતા બધી વાત કરે છે અને જયરાજ નીકળી પડે છે હસીનાને શોધવા, આ બાજુ હસીના તેના નવા શિકારને ફસાવે છે, હવે આગળ,

જયરાજ આરામ કરવાનું કહીને કિશનને હસીનાના લેટર પરથી આવતો કલુ શોધવાનો કહે છે પણ હકીકતમાં તો જયરાજ સીસીટીવીથી બહારની ચહલ પહલ જોવે છે, આ બાજુ ઇશિતાની યાદ આવતા જયરાજ ઇન્સ્પેક્ટર સોનિયાને ફોન લગાવે છે....
ઇન્સ્પેક્ટર સોનિયા : હેલો બોલ જયરાજ,
જયરાજ ::હા સોનિયા, ઇશિતાની તબિયત તો સારી છે ને એ પૂછવા માટે તને ફોન લગાવ્યો હતો,
ઇન્સ્પેક્ટર સોનિયા : હા એને સારુંજ છે, અમે બેઉ જણા ચુગલી જ કરીએ છીએ તારી.... હાહાહા
લે ઇશિતાને આપું છું વાત કરી લે...
ઇશિતા : હેલો જયુ તમે મારી ચિંતા ના કરો પણ કાતિલને પકડવા પર ધ્યાન આપો...
જયરાજ : ઈશુ એ પ્રોસેસ પણ ચાલુ જ....
એટલામાં જયરાજની વાત કાપતા ઇશિતા કહે છે,
ઇશિતા :, જયુ હું તને એક અગત્યની વાત કરવાની તો ભૂલીજ ગઈ,
જયરાજ : કઈ??
ઇશિતા : એ જ કે જયારે હસીનાએ અમને પકડ્યા હતા ત્યારે તમારા ડીપાર્ટમેન્ટમાંથી કોઈ એમને તારી દરેક ચાલચલગતની ખબર આપી રહ્યું હતું
જયરાજ :(સીસીટીવી સામું જોઈને ) હા ઈશુ હું પણ આ વાત સમજી જ ગયો...સારુ તું તારી તબિયત સાચવ, હું પણ મારા કામે વળગુ છું... લવ યુ ઈશુ
ઇશિતા : લવ યુ ટુ...
આટલું સાંભળીને જયરાજ ફોન કાપી દે છે, અને બેલ મારે છે...
બેલ સાંભળીને સબઇન્સ્પેક્ટર કિશન અંદર આવે છે...
કિશન : હા બોલ જયરાજ, આરામ થયો કાંઈ??
જયરાજ : હા થઇ ગયો આરામ, હવે કામ કરી લઉં કંઈક, તું કહે તને કાંઈ જાણવા મળ્યું હસીનાના લેટરો પરથી...
કિશન : ના જયરાજ મને નવા લેટર પરથી કંઈજ ખબર નથી પડી...
જયરાજ : સારુ એ લેટરો મને આપ હું મારી રીતે જોઉં છું,
ત્યારબાદ કિશન બધા લેટરો પાછા આપે છે અને કિશનને બહાર બેસવાનું કહે છે...
જયરાજ બધા લેટરો વારાફરતી ચેક કરે છે અને છેલ્લો લેટર ફરી વાંચે છે...
આ બાજુ ડીપાર્ટમેન્ટમાંથી બીજું કોઈ નહિ પણ સબ ઇન્સ્પેક્ટર કિશન જ હસીનાને સાથ આપી રહ્યા હતા, તે હસીનાને ફોન લગાવે છે પણ તેનો ફોન સતત બંધ જ બતાવે છે....


આ બાજુ હસીના તેના માણસને કહે છે, 'કિશન આપણો કોઈપણ રીતે કોન્ટેક્ટ ના કરવો જોઈએ, જયરાજને ખબર પડી ગઈ છે એટલે એ કિશનને ખબર ના પડે એમ એની પર સતત નજર રાખતો હશે સમજ્યો ',
પેલો માણસ ડોકું ધુણાઈને ત્યાંથી નીકળી જાય છે...
એટલામાં બીજો માણસ આવે છે અને કહે છે, 'દીદી તમારો શિકાર નીચે આવી ગયો છે '
હસીના : એને ઉપર લઇ આવો... કોઈ જોવે નહિ એમ...


આ બાજુ જયરાજને લેટર વાંચ્યા પછી ખ્યાલ આવે છે કે, 'અનુભવ બહુ જરૂરી બની ગયો છે જીવન જીવવામાં' આ વાક્યનો કોઈ મતલબ જ નથી થતો સિવાય કે હિન્ટ તરીકે એટલે આ વાક્યમાં જ એ નામ છુપાયું છે, જીવન અને અનુભવ આ બે શબ્દોના જયરાજે ફોન કાઢીને ગૂગલમાં જઈને તેના સમાનાર્થી સર્ચ કર્યા, જેના પરથી જયરાજ ખુશ થઇ ગયો અને બેલ મારીને કોન્સ્ટેબલને બોલાવે છે,
રાજુ : બોલો સાહેબ,
જયરાજ : રાજુ આ વાત આપણા બે વચ્ચે જ રાખજે હમણાં અને ક્રાઇમબ્રાન્ચને ખબર બિલકુલ ના પડવી જોઈએ,
રાજુ : સાહેબ વાત તો નહીંજ કરું કોઈને પણ ક્રાઇમ બ્રાન્ચને શું કરવા ખબર નથી પાડવાની??
જયરાજ : એટલા માટે કે ડિપાર્ટમેન્ટનો માણસ સતત આપણી પર નજર રાખે છે એટલે ક્રાઇમ બ્રાંચને જાણ થશે તો તે માણસને પણ થઇ જશે સમજ્યો...
રાજુ : હા સાહેબ સમજી ગયો... બોલો શું વાત છે??
જયરાજ : હરિણી કરીને અમદાવાદમાં જેટલી પણ છોકરીઓ છે એ બધાની ડિટેઈલ્સ લાવ અડધો કલાકમાં... અને હા કોઈને ખબર ના પડવી જોઈએ, બહાર કોઈ પૂછે તો કહેજે કે સાહેબને માથું દુખે એટલે એમને દવા આપતો હતો,
રાજુ હા કહીને એના કામ પર નીકળી જાય છે...

આ બાજુ હરિણી પાટડીયા હસીનાએ આપેલા સરનામે પહોંચી જાય છે, હસીનાનો માણસ હસીનાના રૂમમાં આવે છે, 'દીદી બહાર તમારો શિકાર આવી ગયો છે હાહાહા '
હસીના પણ એની કાતિલ મુસ્કાન વેરે છે અને સૂચન કરે છે કે, 'સમજી ગયો તારે શું કરવાનું છે?? '
અને એ માણસ હા દીદી કહીને નીકળી ગયો,
હસીના તેના બીજા અવતારમાં હરિણીની સામે આવે છે, એકબીજા સાથે હાથ મિલાવીને બંને બેસે છે, હસીના ચા કે ઠંડુ શું પીશો એનો ભાવ પૂછે છે, હરિણી ઠંડુ જ પીવાનું કહે છે અને હસીના તેના માણસને ઈશારો કરે છે,
હરિણી : સર બહુ ઓકવર્ડ જગ્યાએ તમારી ઓફિસ છે,બહાર એકદમ સન્નાટો જોઈને તો ઘડીક મને થયું કે કોઈ ઉંધી જગ્યાએ આવી ગઈ છું પણ નીચે તમારી જ ઓફિસનો છોકરો મળી ગયો એટલે મળી ગયું નહિ તો મેં પાછા જવાનું જ મન બનાવી લીધું હતું, '
હસીના : એમ થોડી તમને પાછા મોકલી દેવાય હાહાહા
ઘડીક તો હસીનાના હસવાથી હરિણી ડરી જ ગઈ પછી મુદ્દાની વાત લાવતા બોલી,
હરિણી : હા તો સર તમે અમારી કંપનીના ડૂબેલા શેર વિશે વાત કરવાના હતા તો શું રસ છે તમને એમાં??
હસીના : અત્યારે તો મને તમારામાં વધારે રસ પડી રહ્યો છે, ડૂબેલા શેર તો બહાનું છે,મારે તો તમારી સાથે મળવાનું કરવું છે,
હરિણી જોરજોરથી હસી પડે છે,
હરિણી : અચ્છા મને તમારા ઈરાદા સારા નથી લાગી રહ્યા,
હસીના : અબ દુનિયા ઇતની ઝાલિમ હે તો અચ્છે બનકે ભી ક્યા ફાયદા...
હરિણી : સાચી વાત છે, મારી કંપનીને ડૂબતા શેર આપજ બચાવી શકો એમ મને લાગે છે, બહુ મહેનતથી મેં આ કંપની ઉભી કરી છે એને ડૂબતી રોકવા હું કાંઈ પણ કરી શકે એમ છું,
હસીના(મનમાં, હા એતો મને ખબર જ છે કે તે આ કંપની માટે કેટલી મહેનત કરી છે ) : કંઈક મેળવવાં કંઈક આપવું પડતું હોય છે, તમે સમજ્યા હું શું કહેવા માંગુ છું....
એટલામાં એક માણસ ઠંડુ લઈને આવે છે અને હરિણીને આપે છે....
હરિણી પી ને પાછું મૂકે છે, 'તમે જે પણ કહેશો એ મને મંજુર છે ',
હસીના : હા તો ચલો અંદર બેડરૂમમાં...
હરિણી ઘડીક તો ચમકી જાય છે પણ એ સમજી જાય છે કે હવે બીજો કોઈ રસ્તો પણ નથી જ એની પાસે અને ઉભી થઈને હસીનાની પાછળ જવા લાગે છે, ઉતાવળમાં તે ફોન ટેબલ પરજ મૂકી દે છે જે હસીનાનો માણસ તરત લઈને બીજા માણસને આપી દે છે,
હસીના અને હરિણી જ્યાં હસીનાએ ઇશિતા અને અનુષ્કાને બાંધ્યા હોય છે ત્યાં આવે છે....
હરિણી અંદર આવીને પોતાના શર્ટના બટન ખોલવા લાગે છે પણ તેને અચાનક ચક્કર આવવા લાગે છે, તે હસીનાની સામું જોવે છે તો હસીના જોરજોરથી હસવા લાગે છે... ફસાઈ ગઈ માછલી જાળમાં.... તારા જેવી ને તો હું અડું તો શું સુંઘુ પણ નહિ....
હરિણી બચાવો બચાવોની બૂમો પાડતી ફસડાઈ પડે છે...


શું થશે હરિણીનું?? હસીના હરિણીને શું કરશે?? જયરાજ હસીના સુધી પહોંચી શકશે?? હસીનાનો જયરાજ જોડે શું સંબંધ છે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ..