Angat Diary - Rejection in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - રિજેક્શન

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

અંગત ડાયરી - રિજેક્શન

અંગત ડાયરી
============
શીર્ષક : રિજેકશન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


જેણે જીવનમાં એક પણ વખત રીજેકશનનો અનુભવ કર્યો ન હોય એવો એક પણ માણસ આ પૃથ્વી પર જોવા નહિ મળે. કોઈને નોકરીના ઈન્ટરવ્યુમાં તો કોઈ ને જીવનસાથીના ઈન્ટરવ્યુમાં, કોઈને પ્રેમના પ્રસ્તાવમાં તો કોઈને એડમીશનની પ્રક્રિયામાં રીજેકશનનો સામનો કરવાનો આવ્યો હશે. સામે વાળા પાસેથી ‘હા’ માં જવાબ આવે એવી આશા રાખીને બેઠા હોઈએ અને સામેથી જવાબ ‘ના’ આવે અથવા ન આવે ત્યારે જાણે એફિલ ટાવર પરથી નીચે ગબડી પડ્યા હોઈએ એવો અનુભવ પણ અમુકને થયો હશે અને આવા અનુભવો ઘણીવાર જીવલેણ પણ નીવડતા હોય છે જો એમ વિચારવામાં ન આવે કે....

રીજેકશનનું કારણ લો ક્વોલિફિકેશન નહીં મિસક્વોલિફિકેશન કે મિસમેચિંગ હોય છે. હું ઉદાહરણ આપી સમજાવું. શાક માર્કેટમાં તાજા મજાના ફ્લાવરની ટોપલી ભરેલી હોય, ફ્લાવર સર્વગુણ સંપન્ન હોય તેમ છતાં ખરીદનાર વ્યક્તિ જો ઘરે આલુંદમ બનાવવાના વિચારથી ખરીદી કરવા નીકળ્યું હશે તો ફ્લાવર રીજેક્ટ થશે અને બટાટા સિલેક્ટ થશે. તેમાં ફ્લાવર સાવ નિર્દોષ હોય છે. ખરીદનારની જરૂરિયાત સાથે મિસ મેચિંગ થવાને કારણે એનું રીજેકશન થયું છે, બાકી એના ક્વોલિફિકેશનમાં કોઈ પ્રકારની ખામી નથી હોતી.

ઘણી વાર તો હાઈ ક્વોલિફિકેશનને કારણે પણ રીજેકશનનો સામનો કરવાનો વખત આવતો હોય છે. જેમ કે કોઈ સી.એ. થયેલ વ્યક્તિ ચાની કેબીન પર ચા પીરસવાનું કામ શોધતો આવે તો કેબીનનો માલિક આવા હાઈ લેવલના વ્યક્તિને એના ક્વોલિફિકેશનના દસમા ભાગનો પગાર પણ ન આપી શકે. અથવા તો ક્યારેક કોઈ (ફેશાનીયાળ) કન્યા તમારા વાંચનના શોખને લીધે કે કોઈ (ફિલ્મી) મુરતિયો તમારા લેખનના શોખને લીધે તમને રીજેક્ટ કરે તો એ દુખી થવાની નહિ પણ ખુશ થવાની ઘટના છે.

રીજેકશનનું એક કારણ સીઝન પણ હોય છે. હાઈ ક્વોલીટીની હોવા છતાં છત્રી શિયાળામાં રીજેક્ટ થયા કરતી હોય છે અને ઘણી વાર નબળી કવોલીટીનો હોવા છતાં આઈસ્ક્રીમ ઉનાળામાં ચપોચપ સિલેક્ટ થતો હોય છે. ચુંટણી પરિણામના દિવસે સમાચાર બતાવતી નબળી ચેનલની ટીઆરપી પણ ઉંચી જતી હોય છે અને શ્રેષ્ઠ કોમેડી બતાવતી ફેમીલી ચેનલને રીજેકશનનો સામનો કરવો પડતો હોય છે. સાંભળ્યું છે કે સરદાર સરોવરના બાંધકામ દરમિયાન સિવિલ એન્જીનીયર્સની સીઝન ખુલી હતી તો ચારેક વર્ષ પહેલા બી.એડ. કરી ટેટ ટાટ પાસ કરનારાઓને વિદ્યા સહાયક તરીકે ચપોચપ વીણી લેવામાં આવ્યા હતા.
સિલેકશન અને રીજેકશનની રમત ક્યારેક સમજવી અઘરી બની જાય છે. જેમ કે તમારી બધી ગણતરી કહેતી હોય કે આ વખતે તો તમે સિલેક્ટ થઇ જ જશો (અથવા સામે વાળા ની ‘હા’ આવી જ જશે) અને તમે રીજેક્ટ થાઓ (સામે વાળાની ‘ના’ આવે) તો ઘણી વખત એવું પણ બને કે તમે કલ્પનાય ન કરી હોય અને તમને સિલેક્ટ કરી લેવામાં આવે, સાવ જ સામાન્ય લાગેલી મુલાકાત જેવો ઇન્ટરવ્યુ છેક ગવર્મેન્ટ જોબના પોસ્ટીંગ સુધી પહોચે કે શરણાઈના સૂર સુધી અને લગ્નની કંકોત્રી સુધી પહોચે.

વારંવાર યોજાતા ઈન્ટરવ્યુ કે વારંવાર લેવાતી પરીક્ષા માણસને ક્યારેક હતાશાની ખાઈમાં ધકેલી દે છે. પણ હમણાં જ એક સત્સંગી મિત્રે વાત વાતમાં એક બહુ સચોટ વાત કરી : ચાર ચોપડી ભણેલાના જીવનમાં ચાર જ પરીક્ષા આવી હોય, તો અભણના જીવનમાં તો એક પણ પરીક્ષા ન આવી હોય. ગ્રેજ્યુએશન કરનાર પંદર વર્ષ પરીક્ષા આપે તો માસ્ટર ડીગ્રી માટે સતર પરીક્ષાઓ પાસ કરવી પડે. જેટલી પરીક્ષાઓ વધુ એટલી ડીગ્રી ઉંચી. નાની નોકરી માટે એક જ ઈન્ટરવ્યુ લેવાતો હોય જયારે મોટી પોસ્ટ માટે લેખિત, મૌખિક જેવા અનેક ઈન્ટરવ્યુ પાસ કરવાના આવે. માટે ભીતરે હંમેશા વિશ્વાસ રાખજો. કે તમે કોઈ મોટી કંપનીની ઉંચી પોસ્ટ કે જાજરમાન પરિવારના જીવનસાથી માટે સર્જાયા હશો એટલે જ તમારા વધુ ઈન્ટરવ્યું લેવાઈ રહ્યા છે.

ખૈર, એક સર્વે મુજબ પૃથ્વી પર રોજે રોજ સરેરાસ ૧,૫૫,૬૦૦ મૃત્યુ થાય છે. એટલે કે આજનો ઉગતો સૂર્ય જોવા માટે, ગરમા ગરમ ગાઠીયા-સંભારો ખાવા માટે, પરિવાર સાથે એકભાણે જમવા માટે, કબિરસિંઘ ફિલ્મની મજા માણવા માટે કે રવિવારના સાંજના આકાશની ખીલેલી સંધ્યાને જોવા માટે કે લોન્ગ ડ્રાઈવમાં નીકળી પડવા માટે કદાચ દોઢેક લાખ લોકોની અરજી રીજેક્ટ થઇ છે. આપણે એ જોવા માટે સિલેક્ટ થયા છીએ. આપણે જીવી રહ્યા છીએ. તો જીવનના આ સૌથી મોટા સિલેકશનને જ આજ સેલીબ્રેટ કરીએ તો કેવું?