VISHAD YOG - CHAPTER - 54 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ - 54

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ - 54

વિષાદયોગ-પ્રકરણ-54

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####-----------

બાપુ તેની ટીમ સાથે સૂર્યગઢ રાજ મહેલ પર પહોંચ્યા અને ત્યાં બધા માણસોની પુછપરછ કરી અને છેલ્લે ગંભીરસિંહની પુછપરછ કરી તેમાંથી તેને જાણવા મળ્યું કે વિલી ઘણા દિવસોથી અહીં ભાવનગર હતો અને આજે સવારે જ તે અમદાવાદ જવા નિકળ્યો હતો. બાપુએ આ સાંભળતાજ સમયની ગણતરી મગજમાં માંડી અને તેને એટલુ તો ચોક્કસ સમજાઇ ગયુ કે વિલી અહીંથી નિકળ્યો તેના ચારેક કલાક પછી પોલીસને જાણ કરવામાં આવી. એનો મતલબ કે વિલીનું અપહરણ અહીંથી નિકળ્યા પછી થોડા સમયમાંજ થઇ ગયું હોવું જોઇએ. બાકીનો સમયતો કૃપાલસિંહને ખબર પડતા વાર લાગી તેમાં ગયો હશે. અહીંથી નિકળી કલાક જેટલા સમયમાં વિલી કેટલો આગળ જઇ શક્યો હશે તે બધી ગણતરી માંડી, બાપુએ ગંભીરસિંહને પુછ્યું “તમને કાલે કે આજે સવારે અહીં કોઇ અજાણ્યો કે શંકાસ્પદ માણસ દેખાયો હતો”

“ના એવુ તો કોઇ આવ્યુ નથી કે મે જોયુ નથી.” ગંભીરસિંહે જવાબ આપ્યો. તેના જવાબ આપવાના રણકારથી બાપુને લાગ્યુ કે આ વ્યક્તિ સાચુ બોલી રહ્યો છે.

અહીંજ બાપુ કરી રહ્યા હતા. બાપુએ ક્યારેય નહીં વિચાર્યુ હોય કે આ એકદમ સીધો લાગતો માણસ તેના કરતા પણ ઉપરનો છે. બાપુએ હાવભાવ પારખવામાં અત્યાર સુધી બહું ઓછી ભુલો કરી હતી પણ આ ભૂલ તેને ભારે પડવાની હતી.

બાપુ ત્યારબાદ ઉર્મિલાદેવીને મળવા ગયા અને આ આખા કેસ વિશે માહિતી આપી એટલે ઉર્મિલાદેવી એ કહ્યું “જેવુ વાવે તેવુજ લણે. આ વિલી પણ કંઇ સીધો માણસ નહોતો. હું તો ક્યારેય તેને મળી નથી. પણ કૃપાલસિંહનો માણસ કાઇ શરીફ તો ન જ હોય તે મને સમજ પડે છે.” આ સાંભળી બાપુને થોડી નવાઇ લાગી પણ બાપુને રાજ ઘરાનામાં ચાલતા ઝગડાના ઘણા અનુભવ થયા હોવાથી બાપુએ વિચાર્યુ કે આમા તો તેના પરિવારની ખટપટની વાતો જ નિકળશે એટલે તેણે વધુ પુછપરછ ના કરી અને ત્યાંથી નિકળી ગયાં. તે લોકો જિપમાં બહાર નિકળ્યા એટલે બાપુએ દવેને કહ્યું “જો આ લોકો કંઇ જાણતા હોય તેમ લાગતુ નથી. વિલી અહીંથી નિકળ્યો અને અમને તેને શોધવાનો ઓર્ડર મળ્યો તે વચ્ચેના સમયની ગણતરી પરથી મે અંદાજ લગાવ્યો છે કે વિલી અહીથી ત્રીસ ચાલીસ કિમીથી વધારે આગળ નહીં ગયો હોય અને જો હાઇવે પરજ તેને રોક્યો હોય તો ત્યાથી આજુબાજુના વિસ્તારમાં કોઇને ધ્યાનમાં આ દૃશ્ય આવી ગયું હશે. આપણે અહીથી અમદાવાદ બાજુના રસ્તા પર આવેલ હોટલ પર તપાસ કરીએ.” દવે એ મનોમન બાપુના શાર્પ દિમાગની પ્રસંશા કરી.

“તમે એક કામ કરો. ત્યાં પેલી કાર પાસે કેમેરામેન આવી ગયો હોય તો, કારના ત્રણ ચાર ફોટો મંગાવી લો. આપણે અહીં હોટલ પર બતાવવા કામ લાગશે.” બાપુએ ઇ.દવેને કહ્યું.

ઇ.દવેએ ફોન કરી કારના ફોટો વોટ્સએપ પર સેન્ડ કરવા કહ્યું. બે મિનીટ પછી મોબાઇલમાં ફોટો આવી ગયાં. ત્યાં સુધીમાં જીપ અનાથાશ્રમથી આગળ નિકળી ગઇ હતી. થોડીવારમાં હાઇવે આવતા બાપુએ ડ્રાઇવરને કહ્યું “નજીકમાં સારી હોટલ આવે તો ઊભી રાખજે. આ કારના ફોટોની એકાદ કોપી કઢાવી લઇએ અને પુછપરછ પણ કરી લઇએ.” થોડા આગળ જતાજ હોટલ આવતા ડ્રાઇવરે કારને કંમ્પાઉન્ડમાં લીધી. આ એજ હોટલ હતી જ્યાં બાપુએ જતા બ્રેક લીધેલો. ત્યાં જઇ પહેલા બધા ફ્રેશ થયા અને પછી ચા પીધી. બાપુ હોટલના માલિક પાસે ગયા અને આઇ. કાર્ડ બતાવી પુછપરછ કરતા કહ્યું “ તમે અહીં કોઇ કારને અચાનક ઉભેલી કે કોઇએ રોકેલી હોય તેવુ જોયું છે?” આટલું બોલી બાપુએ દવેના મોબાઇલમાં રહેલ કારનો ફોટો દેખાડ્યો. આ જોઇ પેલા હોટલ માલિકના ચહેરા પર એકદમ ચમક આવી અને તે બોલ્યો “અરે હા, આ કાર તો સવારે અહી સામેજ કેટલીવાર સુધી ઊભી રહેલી. આ તો તે કારના માલિકનું નસીબ સારુ હતુ કે તેનું અકસ્માત ન થયું બાકી એણે જે રીતે કારને બ્રેક મારી ઊભી રાખી હતી તે જોતા તો એમજ લાગે કે પાછળથી આવતુ વાહન તેને ઉડાવીજ દેશે.” આ સાંભળતા જ બાપુ અને દવે બંને સાવચેત થઇ ગયા. બાપુએ આગળ પુછ્યું “પછી તેણે શું કર્યું? તેણે અચાનક બ્રેક કેમ મારેલી?”

આ સાંભળી પેલા હોટલ માલીકે કહ્યું “એતો ખબર નહી. પણ તે થોડીવારતો એમજ કારમાં બેઠો રહેલો. પછી કોઇની સાથે ફોન પર વાત કરતો કરતો બહાર આવેલો અને ગાડીની ડીકી પાસે થોડીવાર ઊભો રહ્યો. અહીંથી રસ્તો એમ તો દૂર છે એટલે તે એક્ઝેટ શું કરતો હતો તે તો ખબર નથી, પણ તે સતત કોઇ સાથે ફોન પર વાત કરતો હતો.” આ સાંભળતાજ બાપુએ ઇ.દવે સામે જોયું અને ઇ. દવે બાપુનો ઇશારો સમજી ગયા અને તરતજ ત્યાંથી દૂર જઇ ફોન લગાવ્યો.

બાપુએ આગળ પુછપરછ કરતા કહ્યું “તમે તે માણસનો ચહેરો જોયેલો? એ તમને મળે તો ઓળખી શકો કે નહીં?”

“અરે સાહેબ તમેજ વિચારો જો ત્યાં દૂર રસ્તા પાસે કાર ઊભેલી તો પછી અહીથી ચહેરો કઇ રીતે દેખાય?” હોટલ માલિકને હવે ધંધાના સમય પર આ પુછપરછથી કંટાળો આવતો હતો. હોટલના માલિકની પોલીસ પુછપરછ કરે તે વાત ફેલાય તો હોટલની આબરુ પણ જાય તેનો પણ તેને ડર લાગતો હતો. આ તો સારુ હતુ કે બધા ઓફિસર સીવીલ ડ્રેસમાં હતા, નહીંતરતો આ વાત ફેલાય જાય. આ બધા વિચાર હોટલ માલિકના મનમાં ચાલતા હતા અને તે ગમે તેમ કરીને ઝડપથી આ બધાને અહીંથી રવાના કરવા માગતો હતો. પણ બાપુનું ક્રાઇમબ્રાંચનુ આઇ.ડી જોયા પછી ખોટૂ બોલવાની પણ તેની હિંમત ચાલતી નહોતી એટલેજ તે બધા પ્રશ્નોના વ્યવસ્થિત જવાબ આપતો હતો.

“એકઝેટ કઇ જગ્યાએ કાર ઊભી હતી તે તમે અમને બતાવશો.” બાપુએ કહ્યું.

આ સાંભળી હોટલ માલિકના મો પર થોડો અણગમો આવ્યો આ જોઇ બાપુએ કહ્યું “મને ખબર છે તમારા ધંધાના સમયે અમે તમને હેરાન કરી રહ્યા છીએ પણ તમારી થોડી મદદથી અમે કોઇને જિદગી બચાવી શકીએ તો તેનું પુણ્ય તમને પણ મળશે.” આ સાંભળી પેલા હોટલ માલીકે તેના એક માણસને કાઉન્ટર પર બેસાડ્યો અને કાર ઊભેલી તે જગ્યા તરફ આગળ વધ્યો. તેની પાછળ બાપુ અને બે કોન્સટેબલ પણ ચાલ્યા. આગળ રસ્તા પર પહોંચી પેલા હોટલ માલીકે એક જગ્યા બતાવતા કહ્યું “બસ આ જ જગ્યા પર કાર ઊભી હતી. લગભગ દશેક મિનિટ કાર ઊભી અને પછી યુ ટર્ન લઇ ભાવનગર તરફ જતી રહી.” આ વાત સાંભળતાજ બાપુના મગજમાં ચમકારો થયો. બાપુએ હોટલ માલિકનો આભાર માનતા કહ્યું “ઓકે તમારો ખૂબ ખૂબ આભાર. હજુ જો તમને કંઇ યાદ આવે તો આ મારુ કાર્ડ છે તેના પર ફોન કરજો.” પેલો માલિક કાર્ડ લઇ હોટલ તરફ ગયો એટલે બાપુએ બંને કોન્સટેબલને કહ્યું “અહી આજુબાજુ તપાસ કરો કોઇ કામની ચીજ મળે છે?” પેલા કોન્સ્ટેબલ તપાસ કરવા લાગ્યા અને બાપુ સીગારેટ સળગાવી આજુબાજુ નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યાં પાછળથી દવેએ આવીને કહ્યું “વિલીના ફોનની કોલ ડીટેઇલ્સ ચેક કરાવી છે. છેલ્લો કોલ લગભગ બે ચાર પાંચ કલાક ચાલ્યો છે અને તે ફોન કરનારનું સીમકાર્ડ કોઇ મરેલા માણસના નામે બોલે છે.” આ સાંભળી બાપુએ કહ્યું “ ગુનેગાર બહું ચાલાક છે. તે મોબાઇલ આપણને ગુમરાહ કરવા માટેજ ચાલુ રહેવા દીધેલો. આપણે તેના લોકેશનને શોધતા આગળ વધશું એ વાત ગુનેગાર જાણતો હતો. આ મોબાઇલ કારમાંથી મળ્યો નથી એનો મતલબ એમ કે તે લોકોએ કાર છોડતા પહેલા મોબાઇલ લઇ લીધો અને તેનો નાશ કરી દીધો. પણ આ બધામાં મને એક વાત સમજાઇ નહીં કે તે લોકોએ વિલીનું અપહરણ કર્યુ તો પછી પેલા 150 કરોડ રુપીયા કેમ લીધા નહી. ભલે કદાચ તેનો પ્લાન બીજો કોઇ હશે પણ આ રકમ કંઇ નાની નહોતી. કોઇ પણની નિયત બગડી જાય. આ તે કેવા માણસો છે કે જેને આવડી મોટી રકમની કાંઇ પડી નથી.”

આ સાંભળી દવેએ કહ્યું “તમે વિચારોકે વિલી પાસે એવુ કંઇક છે જે 150 કરોડ રુપીયા કરતા પણ વધારે કિમતી છે. તો જ આ લોકોએ વિલી માટે 150 કરોડ જતા કર્યા હોય ને?” આ સાંભળતા જ બાપુના મગજમાં ચમકારો થયો. તેણે ખીસ્સામાંથી ફોન કાઢી એક નંબર ડાયલ કર્યો અને ફોન ઉચકાતા બાપુ એ કહ્યું “ જુલી, હું તને એક નામ આપુ છું તેની આખી જન્મ કુંડળી મારે જોઇએ છે? તેના નામ પર જે પણ રેકોર્ડ બોલતો હોય તે મને મોકલ.” ફોન મુકી બાપુએ ઇ.દવેને કહ્યું “તમે પણ તમારા સ્ટેશનમાં આ વિલી વિરુધ કોઇ ફરીયાદ છે? તે તપાસ કરાવો. કેમકે અત્યાર સુધી આપણે

માત્ર પૈસા વિશેજ વિચારતા હતા પણ કદાચ આમાં જુની અદાવત પણ હોય. મને લાગે છે કે કોઇક એવો મુદો છે જે આપણે ચુકી જઇએ છીએ.” આટલુ બોલી બાપુ વિચારવા લાગ્યાં. ઇ.દવે તેના પોલીશ સ્ટેશન પર ફોન કરી વિલીનો રેકોર્ડ શોધવાની સુચના આપી દીધી. બાપુ સીગારેટ સળગાવી પીતા પીતા વિચારતા હતા. પેલા બંને કોન્સ્ટેબલ પણ કંઇ ન મળતા આવીને ઊભા રહી ગયાં હતાં. બાપુએ અચાનક કંઇક યાદ આવતા સીગારેટ ફેંકી દીધી અને હોટલ તરફ ચાલવા લાગ્યાં. ઇ.દવે અને પેલા બે કોન્સ્ટેબલ પણ તેની પાછળ ચાલ્યાં. દવેને આ જોઇ થોડી નવાઇ લાગી. પેલા બે કોન્સ્ટેબલ તો બાપુનો સ્વભાવ જાણતા હતા એટલે કંઇ પણ પુછ્યા વિના બાપુની પાછળ ચાલવા લાગ્યા. બાપુએ જિપમાં બેસતાજ ડ્રાઇવરને કહ્યું “ફરીથી સુર્યગઢ લઇલે.” આ સાંભળી ઇ.દવેને નવાઇ લાગી પણ તેણે કંઇ પુછ્યું નહીં. ડ્રાઇવરે જીપને યુ ટર્ન લઇ સૂર્યગઢ તરફ જવા દીધી.

------------**********------**********--------------------************--------------------

ફોન પર નિશીથ જે કહે છે તે સાંભળી વિલી ધ્રુજી ગયો પણ પછી તેને થયું કે કદાચ મારા સાંભળવામાં ભૂલ થયેલી લાગે છે. આ વાત તો કોઇને ખબર હોય તે શક્યજ નથી. એટલે તેણે નિશીથને કહ્યું “તમે શું કહેવા માંગો છો તે મને સમજાયુ નહીં.” આ સાંભળી નિશીથ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો "વિલી તું હવે તો તારી ચાલાકી છોડ. તું સમજી ગયો છે કે હું શું કહેવા માંગુ છું તે છતા તું અજાણ્યો બને છે. પણ ઓકે મને બીજી વાર વ્યવસ્થિત તને સમજાવતા આવડે છે.” એટલું કહી નિશીથ થોડીવાર રોકાય છે અને પછી આગળ કહે છે. “મારે તારા મગજમાં પડેલો કોડ જોઇએ છે જે માત્ર તને ખબર છે. કૃપાલસિંહના સ્વીસ બેંક એકાઉંટનો કોડ.” આ સાંભળતાજ વિલીને જાણે હાર્ટ એટેક આવ્યો હોય તેવો ઝટકો લાગ્યો અને તે ભુતકાળમાં ખોવાઇ ગયો. આ વાત ત્યારની છે જ્યારે વિલી અને કૃપાલસિંહે સાથે મળી ખજાનાના સોના માણેક અને ઝવેરાતને જુદા જુદા રાજ્યોમાં સેટીંગ કરી વેચી નાખ્યો. આ બધા ખજાનાને વેચતા તે લોકોને લગભગ બે વર્ષ લાગ્યા. આ બધાજ પૈસાને તે લોકોએ મોટી કરન્સીમાં ફેરવ્યા તે રકમ લગભગ 30 હજાર કરોડ જેટલી થતી હતી. અને આ કરંસીના મોટા મોટા પટારાને લઇને વિલી એક કૃઝ્માં સીંગાપોર પહોંચ્યો અને ત્યા આગળથી કરેલ વ્યવસ્થા મુજબ ભારતીય ચલણને અમેરીકન ડૉલરમાં ફેરવવામાં આવ્યું એક સાથે આટલી મોટી રકમને ફેરવતા તેને લગભગ એક માસ જેટલો સમય થયો. ત્યારબાદ વિલીએ કૃપાલસિંહને કામ પતી ગયું છે તે જાણ કરી અને બંને સ્વીટ્ઝરલેંડમાં ભેગા થયા. કૃપાલસિંહના નામે સ્વીટ્ઝરલેન્ડ બેંકમાં ત્રણ એકાઉંટ ખોલાવ્યા અને બધાજ પૈસા આ ખાતામાં નાખવામાં આવ્યાં. સ્વીટઝરલેન્ડ બેંકે બધીજ પ્રોસેસ પછી 16 આકડાનો કૉડ આપ્યો. આ કૉડથી દુનિયાના કોઇ પણ ખુણેથી આ પૈસા દુનીયાની કોઇ પણ કરન્સીમાં મેળવી શકાય અથવા કોઇ પણ એકાઉંટમાં ટ્રાન્સફર કરી શકાય. આ કોડ લખેલ કાગળ કૃપાલસિંહે વિલીને આપ્યો વિલીએ આ ત્રણેય કોડને બે વાર વાંચ્યા અને તે કાગળ સળગાવી દીધો. આ જોઇ તે બેંકનો મેનેજર ખુબ ગુસ્સે થતા બોલ્યો “તમે આ શું કર્યુ આ કોડ ખુબ અગત્યનો હતો. તમારે હવે ઘણી બધી પ્રોસેસ કરવી પડશે ત્યારે ફરીથી બીજો કોડ મળશે.” આ સાંભળી કૃપાલસિંહે કહ્યું “તેની કોઇ જરુર નથી આ ત્રણેય કોડ આ મારા માણસના મગજમાં ફિટ થઇ ગયા છે. તે વીસ વર્ષ પછી પણ મને મળી જશે. આ મારો માણસ ગજબની યાદશક્તિ ધરાવે છે.” આ યાદ આવતા અત્યારે પણ વિલીના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. આજરીતે બીજી વાર પણ વિલીએ બે હજાર કરોડ જમા કરાવ્યા હતા. આજે તે રકમ મળીને 32000 કરોડ રુપીયા થતા હતા. અત્યાર સુધી વિલીને એટલેજ આશા હતી કે કૃપાલસિંહ કંઇ નહી કરે. વિલીને વિચારમાં ખોવાયેલા જોઇને નિશીથે કહ્યું “બસ બધા વિચાર પછી કરજે. ચાલ બાજુમાં પડેલુ તારુ લેપટોપ લઇલે.” આ સાંભળી વિલીએ પુછ્યું “તમે કોણ છો? અને આ બધુ કંઇ રીતે જાણો છો. તમે કોઇ સામાન્ય માણસ નથી, બાકી આ તમને ખબર પડેજ નહીં. તમે રૉના અથવા આઇ.બીના ઓફિસર છો. બાકી આ માહિતી મેળવવી શકય નથી.”

આ સાંભળી નિશીથે હસતા હસતા કહ્યું “વિલી યાર તારી બુદ્ધિ તો જોરદાર છે. પણ અફસોસ કે ખોટી જગ્યાએ વાપરે છે. અત્યારે પણ તું પેલા કોડ યાદ કરવાની જગ્યાએ અમે કોણ છીએ તેના પર તારુ મગજ બગાડી રહ્યો છે. પણ તને કહી દઉં કે હું કોણ છું? તે જાણીને તને કોઇ ફાયદો નથી, કેમકે હું ગમે તે હોઉ પણ તારી મુક્તિ અને તારા પરિવારની સલામતી માટે તારે ઝડપથી કોડ યાદ કરવો પડશે.” આ સાંભળી વિલીએ કહ્યું “હવે તમે ભુલો છો કે મારે તમારી નહીં પણ તમારે મારી જરુર છે. આ કોડ જાણવા માટે તમારે મને જિવતો રાખવો પડશે. એટલે હવે હું તમારી ધમકીથી ડરીશ નહીં. હું અહીથી જઇ રહ્યો છું. તમારે જે કરવું હોય તે કરી લો.” આટલું બોલી વિલી ઊભો થવા જતો હતો. ત્યાં નિશીથે કહ્યું “બસ,એટલી વારમાં રંગ બદલી નાખ્યો. ભુલી ગયો કે હમણા બે મિનીટ પહેલાજ અમે તારા પરિવારને બચાવ્યો છે. પણ કોઇ વાંધો નહીં તુ જા. હું ફોન કરીને કૃપાલસિંહને તારા પરિવારનું સરનામું આપી દઉ છું.” આ સાંભળી વિલી પાછો બેસી ગયો.

નિશીથ હજુ આગળ કંઇ બોલવા જાય ત્યાં તેના બીજા મોબાઇલમાં રીંગ વાગી નિશીથે ફોન ઉંચક્યો તો સામે સમીર હતો તેણે કહ્યું “ ઝડપથી ત્યાંથી નિકળી જા. એક પોલીસ જીપ તે તરફ આવી રહી છે.”

આ સાંભળતાજ નિશીથે વિલીને કહ્યું “જો હું તને પાંચ મિનિટનો સમય આપુ છું. વિચારી લે તારે મારુ કામ કરવું છે કે પછી તારા પરિવારને નજર સામે મરતુ જોવુ છે?." એમ કહી નિશીથે ફોન હોલ્ડ પર મુકી દીધો અને કારમાં રહેલ લેપટોપ અને બધી વસ્તું ભેગી કરી ત્યાં રહેલ ઘાસમાં છુપાવી દીધુ અને કારને સ્ટર્ટ કરી જવા દીધી. તે હજુ થોડો આગળ વધ્યો ત્યાં તેને દૂરથી પોલિસ જીપ આવતી દેખાઇ આ જોતા જ નિશીથના હ્રદયના ધબકારા વધી ગયા. આ એજ જીપ હતી જેમા બાપુ અને ઇ.દવે બેઠા હતા.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM