Mari Chunteli Laghukathao - 16 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 16

Featured Books
  • આસપાસની વાતો ખાસ - 32

    32.  ‘અન્નપૂર્ણા ‘રસોઈ તો મોના બહેનની જ. આંગળાં ચાટી રહો એવી...

  • ભાગવત રહસ્ય - 270

    ભાગવત રહસ્ય -૨૭૦   ત્રીજી ગોપી કહે છે-કે-મા તમને હું શું કહુ...

  • પ્રેમ અને વિચાર

    પ્રેમ અને વિચાર प्रेमं विवशतः प्रयुञ्जीत निर्विघ्नेन चेतसा।...

  • રૂડો દરબાર

    ભાવસિંહ સરવૈયા (વડલી)ની આ રચના ખરેખર ખૂબ જ સુંદર અને જોમવાળી...

  • ભાગવત રહસ્ય - 269

    ભાગવત રહસ્ય -૨૬૯  યશોદાજી ગોપીને પૂછે છે કે-અરી,સખી,કનૈયો તા...

Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 16

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

રાતના પડછાયા

આ વખતે ચૂંટણી પંચનો દંડો જરા વધારે તેજ ગતિએ ફરી રહ્યો છે. કોઈ સરઘસ નહીં, કોઈ ધૂમ ધડાકા નહીં, દીવાલો ઉપર પોસ્ટર પણ નહીં લગાવવાના. ફક્ત ચોરે નાની નાની સભાઓ ભરવાની, જાણેકે આ વિધાનસભાની નહીં પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી ન હોય?

પહેલો મત પડવાને હવે ફક્ત સાત કલાક જ બાકી રહી ગયા હતા. આ ઝુંપડીઓનો નાનકડો વિસ્તાર છે પરંતુ અહીં અસંખ્ય માત્રામાં વોટ ભરેલા પડ્યા છે. આ આખા વિસ્તારમાં જાણેકે સ્મશાનવત શાંતિ પથરાયેલી છે પણ કેટલાક પડછાયાઓની ચિંતાતુર અવરજવર અને ગણગણાટ આ શાંતિને તોડવાની કોશિશ કરી રહ્યા છે.

આ પડછાયાઓ ચારેય તરફ ફેલાઈ રહ્યા છે. અસલી ચૂંટણી પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. ભરેલા હાથના પડછાયા દરેક ઝુંપડીમાં ઘુસી રહ્યા છે અને વિશ્વાસથી ભરેલા પગલાંથી બહાર આવી રહ્યા છે.

જેમજેમ રાત આગળ વધે છે તેમ પડછાયાઓની ગતિ અને બેચેની વધી જતી હતી પરંતુ જેવી સવાર પડે છે કે તે ખબર નહીં ક્યાં સંતાઈ જાય છે.

સવારના દસ વાગી રહ્યા છે. સુરજ આકાશમાં ખૂબ ઉપર આવી ચૂક્યો છે. આ વિસ્તારના મતદાન મથક પર એક વિકટ પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે. મતદાન માટે લાંબી લાઈન લાગી છે. લાઈનમાં ઉભા રહેલા ઘણાબધા મતદારો નશામાં ઝૂમી રહ્યા છે. તોફાન થવાની શક્યતાઓ વધી રહી છે.

ચૂંટણી અધિકારી બેચેન છે, તેઓ વારંવાર પોતાના મોબાઈલના બટનો દબાવી રહ્યા છે... વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે... વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની ફોર્સ સાયરન વગાડતી ઝડપથી આ તરફ આવી રહી છે.

રાતવાળા પડછાયાઓ ચિંતામાં ડૂબેલા, બેચેન અને વ્યાકુળ થઈને એક તરફ ઉભેલા જોવા મળી રહ્યા છે.

***