Revenge PremVasna Series 2 - 37 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રિવેન્જ - પ્રકરણ - 37

Featured Books
Categories
Share

રિવેન્જ - પ્રકરણ - 37

પ્રકરણ-37

અન્યા રાજવીરની વાતો સાંભળીને સાવ શૂન્યમનસ્ય થઇ ગઇ એને સમજાતું નહોતું કે વિધિનાં વિધાન કેટલાં ઝડપથી બદલાઇ ગયાં એણે રાજવીરની આંખોમાં ઝાકળ જોયું અને રાજવીરને ગળે વળગી ગઇ અને આશ્વાસન આપ્યુ રાજવીરે સ્વસ્થ થતાં કહ્યું "અન્યા હવે ટર્નીંગ પોઇન્ટ આવ્યા છે અમારાં ત્રણેની જીંદગીમાં એક સાથે...

પાપા અને એમનાં મિત્રએ નવી કંપની સ્થાપી હતી અને સમયનું પૈડું ઝડપથી વહી રહ્યું હતું હું દસમાંની એક્ઝામમાં ડીસ્ટીક્શન સાથે પાસ થઇ ગયો હતો માં શુટીંગનું 2-3 માસનું કહીને ગઇ હતી પરંતુ એનાં શરૂઆતમાં ફોન આવ્યા પછી ફોન આવતાં પણ બંધ થઇ ગયાં હતાં મને ખૂબ જ ચિંતા થતી હતી મેં પાપાને પૂછેલૂં પાપા માંના ફોન નથી, આવતાં હું ફોન કરુ છું તો ફોન સ્વીચ ઓફ જ આવે છે કાયમ જ તમે તપાસ કરોને પાપા પ્લીઝ.

એ સમયે પાપાએ મને જવાબ આપેલો "રાજ જે લોકો જાતે કરીને ખીણમાં પડે કે ખોવાઇ જાય એ લોકોનો પત્તો ના મેળવી શકાય તું હવે એને ભૂલીજા અને તારી ભણવાની કેરીયર તરફ ધ્યાન આપ. એમનો જવાબ સાંભળી હું સાવ જ ભાંગી પડેલો એમને તપાસ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અન્યા પાપા દિવસ જતાં વધુને વધુ વ્યસ્ત રહેવાં લાગ્યાં અને એમને સફળતાં મળી રહી હતી એનાં થોડાં સમયમાં પાપા એ આ બંગલો લીધો અને ઓફીસનો પહેલાંજ લઇ લીધા હતી પાર્ટનરશીપનો એમનું કામ ખૂબ ચાલી નીકળેલું અને અન્ય કંપનીઓનાં મેનેજમેન્ટમાં પણ પાપાને એપોઇન્ટ કરવા લોકો પડાપડી કરતાં એમનો સિતારો ચમકી ગયેલો હું આમ અગીયાર-બાર-બોર્ડ બધુ જ પાસ કરીને કોલેજમાં આવી ગયો.

મારાં જીવનમાં મિત્રો-પાપા-પાર્ટી સિવાય કંઇ નહોતું હું પણ ધીમે ધીમે ટેવાઇ રહેલો પાપા છૂટા હાથે પૈસા મારી પાછળ ખર્ચતાં અને ખૂબ આપતાં મને કોઇ રીતે ક્યાંય ખોટ નહોતી. ક્યાંક હૃદયનાં ખૂણે માંની યાદ ધબકતી હતી પણ પપ્પાને કંઇ પૂછવાની હિંમત જ નહોતી નહોતો એમની પાસે સમય....

અને... એક દિવસ ઘરે પાર્સલ આવ્યું અને એમાં મારાં માટે ગીફ્ટસ હતી એમાં કોફી મગ સાથે, કપડાં, પરફ્યુમ અને ભગવત ગીતા અને નાનક સાર.. અને એક સોનાની ચેઇન પેન્ડલમાં માંનો અને મારો ફોટો હતો. પાર્સલ મેં જ રીસીવ કરેલું. પાર્સલ ખોલ્યું તો મારાં આશ્ચર્યનો પાર ના રહેલો સાથે આનંદ પણ થયેલો. પણ દુઃખ એ વાતનું હતું માં ને ગયે 3 વરસ થઇ ગેયલાં માંનો એક ફોન નહી અમારાં નવા બંગલાની માહિતી એની પાસે હતી એડ્રેસ હતું તો એમને મળી ના શકે ? 3 માસનું કહીને 3 વરસે એનું માત્ર પાર્સલ આવ્યુ એણે ના મને મળવાની વાત કરવાની કાળજી લીધી અને ખૂબ ગુસ્સો આવ્યો થયું કે પાર્સલ પાછું મોકલાવી દઊં પણ મોકલનારનું માત્ર નામ હતું સરનામું નહીં એણે લખેલું "With love Nalini.... "

મેં સાંજ સુધી રાહ જોઇ પાપા આવી ગયાં મેં એમનાં હાથમાં ગીફ્ટ જોઇ મને સરપ્રાઇઝ થઇ મને કહે દીકરાં તારી બર્થડે સેલીબ્રેશન આજે આપણે સાથે કરીશું. અન્યાએ કહ્યું "એ દિવસે તારી બર્થડે હતી ? રાજવીરે કહ્યું "માં ગઇ ત્યારથી હું બર્થડે સેલીબ્રેટ જ નહોતો કરતો. અને ભૂલી પણ ગયેલો. બર્થડેનાં દિવસે માં ની પહેલીવાર ગીફ્ટ આવી અને એજ દિવસે પાપા પણ બર્થડે પર ગીફ્ટ લઇને આવ્યા મને આશ્ચર્ય થયેલું

મેં પાપાને કહ્યું "પાપા હું ક્યાં સેલીબ્રેટ કરું છું અને તમે ક્યારે ગીફ્ટ લાવો છો ? અને આજે કેમ ? પાપાએ કહ્યું "આજે તને અઢારમું વર્ષ બેઠું છે દિકરાં હવેથી તું પુખ્ત થઇ ગયો બધુ જ ભૂલીને હવે આપણે સેલીબ્રેટ કરીશું અને એમણે મોંઘી મોઘી બધી ગીફ્ટનો ઢગલો કરી દીધેલો.

મેં પાપાને તરત જ મંમીનાં પાર્સલની વાત કરી તો થોડાં ગુસ્સે થયાં પણ પછી બોલ્યાં "તને ઠીક લાગે એમ કર... મેં પૂછ્યું પાપા એક પ્રશ્ન કરૂ ? પાપાએ કહ્યું બોલ... પાપા તમને ખબર છે ને મોમ ક્યાં છે ? શું કરે છે ? મને જણાવોને ક્યાં છે કેમ છે ?

પાપાએ કહ્યું "હું ઓફીસથી જસ્ટ આવ્યો છું તું પણ તારી ગીફ્ટ જોઇ લે અને ફ્રેશ થઇ જા હું ફ્રેશ થઇશ આવું છું આમે પ્હેલાં તને ફાઇવ સ્ટાર હોટલમાં લઇ જવાની ઇચ્છા હતી પરંતુ થયું પહેલી વર્ષગાંઠ વર્ષો પછી સાથે એકલાંજ સેલીબ્રેટ કરીએ. ચાલ હું આવું. મેં ભવદાસને બધી જ તૈયારી કરવા કીધી છે. અને... દીકરા હજી એક મોટી સરપ્રાઇઝ તારાં માટે બાકી છે એમ કહીને હસતાં હસતાં જતાં રહ્યાં.

અન્યા... અને સાવ સામાન્ય સ્થિતિમાંથી આ સ્થિતિમાં પહોચેલો મારાં જીવનમાં મેં અછત અને અમીરી બંન્ને જોઇ છે. પણ માં નાં ગયા પછી અમીરી અમારાં કદમ ચૂમતી જોઇને પણ ને ક્યારેય અમારી મગજ પર નથી ચઢી હું કોલેજમાં આવ્યો અને મને એમ જ થતું કે હું કંઇક કરું પગભર જઊં હજી મારી ઉંમર મોજ નથી કરવાની જ હતી પણ... સાથે સાથે આવાં જ વિચારો આવતાં ક્યારે પરિસ્થિતિ ટર્ન લે કહેવાય નહીં. એવો જ ભય રહેતો.

અન્યાએ વ્હાલ કરતાં કહ્યું મારો રાજ છે જ એવો ના પૈસાથી છાકટો થાય ના કોઇને બોજ બને. લવ યુ કહીને ફરીથી ચૂમઈઓથી નવરાવી દીધો. રાજે અન્યાને બાહોમાં ભરી દીધી અને હોઠથી હોઠ જોડી દીધા.. અન્યાએ કહ્યું "એમ પ્હેલાં તારી વાત પુરી કર પછી બીજી વાત.... એમ કહી હસતી હસતી રાજથી છૂટી પડી.

બેબી... પાપા ફ્રેશ થઇને આવ્યાં એમનાં રૂમમાં જ બોલાવી દીધો મને…. અમે બેઠાં હતાં ભવદાસ નાસ્તો અને ખૂબ મોઘી એવી સ્કોચ લઇને આવ્યો અન્યાએ કહ્યું "અરે વાહ કઇ બ્રાન્ડ હતી ? રાજ હસવા લાગ્યો કેવું પૂછે કઇ બ્રાન્ડ હતી ? લૂચ્ચી... એન ટલીકર અને પાપાની ફેવરીટ જોનીવોકર..

હું અને પાપા એમનાં બેડરૂમની બાલ્કનીમાં ગોઠવાયો હતાં પાપાએ જ પેગ બનાવ્યા અને મને એક આપીને કહ્યું ચીયર્સ દીકરા.. હેપી બર્થ ડે.. હું આશ્ચર્ય પામી ગયો પાપા મને ઓફર કરે છે ?

પાપાએ કહ્યું આજથી તું પુખ્ત છે એડલ્ટ છે મારાં ખભે આવી ગયો ચે હવે કોઇ અંતર નહીં રાખવાનું તું મારો દિકરો નહીં મારો ખાસ મિત્ર અને એક અટૂલો મારો સહારો છે લેટસ સેલીબ્રેટ, હેપી બર્થ ડે રાજ એમ કહીને ગ્લાસ ટકરાવ્યા અને એક સીપ લીધી પછી ઉભા થઇને મને આવીને વળગ્યા ખૂબ હૂંફ અનુભવી હતી મેં.. મેં એમની આંખોમાં જળ જોયાં ક્યારેય પાપાની આંખમાં આંસુ ના આવે ગમે તેવી પડતી આવી હતી તોય ક્યારેય એ હચમચી નથી ગયાં બધુ જ સામે રહીને સહ્યું છે મને આશ્ચર્ય થયું મેં કીધું પાપા કેમ આમ આજે ઇમોશનલ છો ? મને કહે દીકાર આટલી બધી વિક્ટ પરિસ્થિતિ આવીને ગઇ.. આટોલ પૈસો કમાયા. તને સમય ના આપી શક્યો પણ તું મારો દિકરો ક્યાંય ખોટી દિશામાં ના ગયો તે બધુ બહુ સાચવી લીધું છે આઇ લવ યું દિકરા.. મારી આંખમાં પણ આંસુ આવી ગયેલાં... મેં એટલું જ કીધું હું પણ તમારો દીકરો છું...

એટલામાં નટરાજન અંકલ આવ્યા અને પાપાનાં હાથમાં બોક્ષ આપ્યું... મને વીશ કરીને રાડો વોચની ગીફ્ટ આપી મેં થેક્સ કીધું. આUજ સુધી વર્ષગાંઠ ઉજવાઇ નહોતી અને આ વર્ષગાંઠ યાદગાર બની ગઇ. પાપાએ બોક્ષને ખોલી ચેક કર્યું અને એ બોક્ષ મને આપી કહ્યું આ તારી અસલ ગીફ્ટ. મેં પૂછ્યું આ શુ પાપા બોક્ષ ખોલ્યું તો એમાં ક્રેડીટકાર્ડ અને એક ચાવી હતી.. મેં પૂછ્યું પાપા આ શું છે ? કહે આ કાર્ડ તારાં માટે તું ક્યાંય કેટલાય સ્પેન્ડ કરી શકે અને આ ચાવી તારાં જીમની છે. હમણાં હજી તારો અભ્યાસ ચાલું છે ત્યાં સુધી નટરાજન હેન્ડલ કરશે પણ તારે શીખવાનું છે આ મારું નવું ઇન્વેસ્ટમેન્ટ છે તું જીમ અને ઓફીસ બંન્ને જોઇશ અને વ્યસ્ત રહીશ.

સાચું કહું અન્યા હું ખૂબ જ ખુશ થઇ ગયેલો પણ પાપાએ જીમ કેમ ગીફ્ટ કરેલું એ નહોતો સમજ્યો જે પાછળથી ખબર પડેલી. અન્યાએ કહ્યું" આ બધું ખૂબ સરસ રહ્યું પણ તારી માં ની ગીફ્ટનું શું થયું. પાપાએ શું કહ્યું કેવું રીએકશન રહ્યું એ બધું તો કહે...

પ્રકરણ-37 સમાપ્ત.