Kashi - 12 in Gujarati Horror Stories by Ami books and stories PDF | કાશી - 12

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

કાશી - 12

રાજા અને કુંવર બન્ને ગાંડા થઈ જાય છે.. ત્યાંરે જ કસ્તૂરીના થોડા નાગો આવીને બન્નેને નાગલોકના કેદ ખાનામાં લઈ જાય છે અને પહેલાના રાજદરબારના લોકોએ પોતાનું સ્થાન સંભાળ્યું અને રાજાના સંમર્થન કરતાઓને પણ કેદમાં નાખ્યા....ફરી કસ્તુરીને રાજગાદી મળી.... પણ બધા નાગો મળીને શિવાને આ બધી વાતનો શ્રેય આપવા લાગ્યા.... નાગલોકમાં મોટો તહેવાર ઉજવાયો મા-બાપ પોતાના નાગબાળ સાથે રહી પ્રેમ વરસાવવા લાગ્યા... કસ્તૂરીએ આખા નાગલોકનો જમણવાર કર્યો અને એમાં માણસોનું જમવાનું શિવાના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું. બધાએ ધુમધામથી નાચગાન સાથે બે દિવસ પસાર કર્યા..... થોડા દિવસોમાં બધા પોતપોતાના જીવનમાં વ્યસ્થ થઈ ગયાં.... કસ્તૂરી પણ રાજના કામોમાં સમય વિતાવતી....
શિવો હવે બધુ સારુ જોઈ ખુશ હતો.. પોતાએ આપેલ વચન પુરુ કરી એ નિશ્ચિત થઈ ગયો હતો.. એ વધુ અહીં રોકાય પણ તો શેની માટે ... એટલે એણે પાછું પોતાની દુનિયામાં જવાનું વિચાર્યું.... પણ એનું મન ના પાડતું હતું. એને વારે વારે કસ્તુરી તરફ આકર્ષણ થતું પણ... એ સમજી જ શકતો ન હતો..... પણ... એક અલગ લગાવ હતો મનને જીદ હતી.... હ્રદયને તડપ હતી... પણ આ બનેની લાગણી શિવાની સમજની બહાર હતી...બધી ગડમથલ પછી એણે જવાનો નિર્ણય કર્યો અને એ ચાલ્યો કસ્તુરી જોડે રજા માગવા... રાજદરબાર ભરાયો હતો અને પોતે ત્યાં જઈ બધાની જોડે પોતાની વાત રજૂ કરી " પહેલા તો જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો.... પણ તમારા બધાના સાથ સહકાર અને પ્રેમથી હું મારું આપેલું વચન પાળી શક્યો .... પણ હવે અહીં રહેવા માટેનું કોઈ કારણ નથી... એટલે હું પાછો પૃથ્વી લોકમાં જવા માટે આપ સૌની રજા લેવા માટે આવ્યો છું...."
બધા શિવા સામે જોઈ રહ્યા ... એમાં એક નાગ એ કહ્યું કે તમારી પાસે હવે બધું જ છે.. તો તમે પાછા કેમ જવા માગો છો .. ? તમે અહીં રોકાઈ જશો તો અમને બધાને ગમશે....બીજા નાગ પણ એમની સાથી હા....માં હા... કરી એટલે શિવો માની ગયો... કેમકે એને ખબર તો હતી જ કે પોતાની માં હવે કદાચ જીવીત નહીં હોય... એટલે જઈ ફાયદો નથી.... એ દરબારમાંથી રજા લઇ પાછો મહેલમાં પાછો આવ્યો...કસ્તૂરી પણ દરબારનું કામ પતાવી થોડી જ વારમાં પાછી આવી...અને સિધી શિવા પાસે ગઈ....
શિવો સૂતા સૂતા કંઈક વિચારતો હતો... ત્યાં કસ્તૂરી આવી અને એની પાસે બેસવા જતી હતી..ત્યાં જ ઠેસ વાગતા એ શિવા પર પડી ... શિવાએ તેને સંભાળી.... બન્ને એક બીજા સામે જોઈ જ રહ્યા.. થોડીવાર પછી કસ્તૂરી માફી માંગતા માંગતા ઉભી થઈ...
" માફ કરજો... ભૂલથી ઠેસ વાગી ગઈ.. એટલે.. "
" કસ્તૂરી આ ઠેસ તો... નઈ વગાડે એટલું મન ની ઠેસ વગાડશે.. "
" તો તમને મનની ઠેસ પણ વાગે છે.. "
" હા, પણ એની દવા જ નથી કસ્તૂરી.... ઘા... ઉન્ડા થતા જાય છે.. પણ રૂઝ નથી ચડતી.. "
" હું દવા કરૂ તો કદાચ મટી જાય...શિવા.. " કસ્તૂરીના મોઢે નામ સાંભળી શિવો ખૂબ જ ખુશ થયો...
" તો કરોને દવા..."
કસ્તુરી શિવાની એકદમ નજીક આવી અને બોલી..
" તમે સાચે અહીંથી જતા રહેવાનું વિચારતા હતાં....?"
" હા,.. પણ... અહીં હવે રહી શું કરુ... કોઈ કારણ જ નથી.. રોકાઈ જવા માટે... કોની માટે રોકાવ ... બધા પોતાની જીંદગીમાં વ્યસ્ત છે... બધા પાસે પોત પોતાના કામ છે.... હું નવરો છું અને... એકલો... તો.. !"
" મારી માટે રહી જાઓ...
" તમારુ માન રાખી રહી જાઉ... પણ.. કોઈ કારણ નથી.. કસ્તૂરી.."
" છે કારણ...... રોકાવાનું.."
" કોઈ મદદની જરુર છે..... તો જરૂર રોકાઈશ...."
" તમે સાચે ખૂબ જ ભોળા છો...."
કસ્તૂરી શિવાની નજીક ગઈ...શિવાના તો ધબકારા વધી ગયા..... કસ્તૂરી એકદમ નજીક ગઈ અને... શિવાની આંખોમાં જોવા લાગી... બન્ને મૌન જ હતાં. ફકત... હ્રદયના ધબકારા.... અને શ્વાસ નો અવાજ બને ધીમો સાંભળતા હતાં.....
" હું તમને અહીંના રાજા બનાવવા માગું છું... અને મારા જીવનના સાથી.... તમારાથી સારા રાજા... આ લોકને નહીં મળે... " કસ્તૂરીએ શિવાનો હાથ પકડીને કહ્યું...
શિવો જાણે કસ્તૂરી ના સ્પર્શથી ભડક્યો.... " તમે આ શું બોલો છો ભાન છે.... તમને..... કેટલા તુચ્છ વિચાર છે.. તમારા.. "
" કેમ કોઈ સાથે લગ્ન કરવા તુચ્છ વિચાર કહેવાય....?"
" ના, પણ..... હું તમારા લાયક નથી... રાણી....રાજકુમારી...... તમારી મદદ માટે હું અહીં જ રહીશ જ્યારે જરૂર પડે કહી દેજો.... " આટલું બોલી શિવો ત્યાંથી નીકળી ગયો...
ક્રમશ: