Black eye - 31 in Gujarati Fiction Stories by AVANI HIRAPARA books and stories PDF | બ્લેક આઈ - પાર્ટ 31 

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

બ્લેક આઈ - પાર્ટ 31 

બ્લેક આઈ પાર્ટ 31

મેં સંધ્યાને તેના પપ્પા ના સમ આપ્યા ત્યારે તે કહેવા માટે તૈયાર થઇ અને તેને જે કીધું તે સાંભળીને મારા પગ તળિયે થી જમીન નીકળી ગઈ . તેણે આ પ્રમાણે કહ્યું હતું .

સંધ્યા : મારા મમ્મી મારા અસલી મમ્મી નથી .

સાગર : શું ?

સંધ્યા : હું જયારે સાત વરસ ની હતી ત્યારે તેમનું મુત્યુ થી ગયું . આથી મારા પપ્પા એ મારી દેખભાળ માટે મારા અત્યાર ના મમ્મી સાથે મેરેજ કર્યા . તેઓ શરૂઆત માં તો મારી સાથે સારી રીતે રહેતા અને એ જોઈને મારા પપ્પા પણ ખુશ હતા . થોડો ટાઈમ તો બધું સારું ચાલ્યું પરંતુ જયારે મારા ભાઈ નો જન્મ થયો ત્યારપછી મારા મમ્મી માં પરિવર્તન આવવા લાગ્યું , તેઓ વાતે વાતે મને ખીજાતા , ધીમે ધીમે તેમનું વર્તન વધારે ખરાબ થવા લાગ્યું , હું સમજી નોતી શકતી કે મમ્મી મારી સાથે આમ કેમ કરે છે પરંતુ આ વિશે મેં પપ્પા ને પણ કહ્યું ન હતું . હું તેમને દુઃખી જોવા નોતી માંગતી . એક દિવસ જ્યારે મારાથી કામ માં ભૂલ થઇ અને મમ્મી એ મારી ઉપર હાથ ઉપાડ્યો એ જ સમયે પપ્પા તેમની કોઈ ફાઈલ ભૂલી ગયા હતા તે લેવા આવ્યા અને તેમને આ બધું જોઈ લીધું ત્યારબાદ મમ્મી પપ્પા વચ્ચે ખુબ ઝગડો થયો અને પપ્પા એ મમ્મી ને કહી દીધું , મેં મારી સંધ્યા માટે જ તારી સાથે લગ્ન કર્યા હતા જો આજ પછી આની સાથે આવું કોઈ પ્રકારનું વર્તન કર્યું છે તો હું ભૂલી જઈશ કે તું મારી પત્ની છે અને આપણા બંને નો એક દીકરો પણ છે જો તારે કામ માં જ બળ પડતું હોય ને તો હું તને બધા માટે કામવાળા રાખવીદઈશ પણ મારી સંધ્યા ને તારે કઈ નહીં કેવાનું . આ વાત બહાર પણ ખબર ન પડવી જોઈએ .

તે પછી હું ને મમ્મી કામ વગર એક બીજા ને બોલાવતા નહીં . અમારા બંને વચ્ચે ની ડોર મારો ભાઈ જ હતો , મમ્મી એ ઘણીવાર તેને મારા વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરી પણ તેને એ બાબતે ક્યારેય ધ્યાન જ આપ્યું અને પછી ધીમેધીમે મમ્મી એ પણ પરિસ્તિથી સ્વીકારી લીધી અને મારા અને ભાઈ વચ્ચે આવવાનું બંધ કરી દીધું . બધું સરખું ચાલતું હતું , મારો ભાઈ પણ બહાર સ્ટડી માટે ચાલ્યો ગયો હતો અને મને તું મળી ગયો હતો પણ આપણે જેવું વિચારીએ એવું તો હંમેશા નથી હોતું . પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા અને ભાઈ પણ અહીં નથી અને પપ્પા ની વીલ ના હિસાબે તેમની અડધી મિલ્કત મને મળવાની આથી મમ્મી આપણી આ સગાઇ તોડાવીને તેમના દૂરના કોઈ રિસ્તેદાર સાથે મારા લગ્ન કરાવા માંગે છે . હું તેમને ઘણું કરગરી કે હું તને ખુબ પ્રેમ કરું છું , મારે પપ્પાની મિલ્કત નથી જોઈતી , હું તમને એ તમારા નામ પર કરી દઈશ પણ તેઓ માનવા રાજી નથી , તેઓ એમ કે છે તું તો કરી દઈશ પણ તારો પતિ નહીં કરે . હવે હું શું કરું તે જ મને સમજાતું નથી . આટલું કહી ને સંધ્યા રડવા લાગી.

સાગર સંધ્યાને આશ્વાશન આપે અને કહે છે તું ચિંતા ન કર હું હંમેશા તારી સાથે જ છું તું અત્યારે શાંતિ થી ઘરે જા હું આના વિશે કંઈક વિચારીને તને કહું છું . તું હિંમત રાખજે હું તને આ પરિસ્થિતિ માંથી કાઢીને જ રહીશ .

સંધ્યા ને ઘરે છોડીને સાગર અમરને મળવા જાય છે .