Mawa dev ni krupa in Gujarati Moral Stories by Amit vadgama books and stories PDF | માવા દેવ ની કૃપા

Featured Books
Categories
Share

માવા દેવ ની કૃપા


વ્યસન માં માવો જેણે ફાકી પણ કહેવાય છે જ્યારે એનો વ્યાપ વધતો જાય છે ત્યારે,
કવિ મિત્ર મહર્ષિ પંડયા 'પ્રહર' લખે છે,
ન ખાવ માવા ભલે હોઇ જેવા
ખાવા જ હોઇ તો ખાવ સુકા મેવા
પછી નહીં કહેવું પડે ક્યારેય
કઇ વાનગીનાં સ્વાદ હોઇ કેવા
~મહર્ષિ પંડ્યા "પ્રહર"
બધા દેવ ની કૃપા ભલે ફળતી હશે પણ આપણે તો ગામે ગામ માવા દેવ ની કૃપા જરૂર ફળે હો.. માવા દેવ થી ઘણાના સંબંધો થયા હશે પણ પછી માવા દેવ પણ શાંત થોડી રહેવાના કેન્સર નામ ની દીકરી નું કન્યાદાન કરીને મોકલે અને જેને વળગે એનું ધનોતપનોત કાઢે... ઘણા ની બોલતી બન્ધ કરાવે એવા દેવ એટલે. માવા દેવ... માવા દેવ ના આશીર્વાદ બાળકો થી લઈ જુવાન સુધી ને જુવાન થી લઈ ને વૃદ્ધો સુધી ફેલાયેલા છે... ગામે ગામ માવા દેવ ના મંદિર છે કોઈ પણ પ્રસંગ હોઈ એટલે માવા દેવ ના મંદિરે ઘસારો હોઈ હોઈ ને હોઈ જ... માવા દેવ ના દર્શન થાય એટલે પ્રસાદ લીધા વગરના જાય જ નહીં... હવે તો બાયું (મહિલાઓ) પણ દેવ ના દર્શન અચૂક કરે છે... આપણે ત્યાં એક ગરબો છે..

ચપટી ભરી ચોખા ને ઘી નો છે દીવડો,
શ્રીફળ ની જોડ લઈએ રે
હાલો હાલો પાવાગઢ જઈએ રે..

માવા દેવ ના દર્શન કર્યા પછી રાગ એનો એજ રહે પણ શબ્દ ફરી જાય...
ચપટી ભરી માવો ને ચુનો રે દીધો,
તમાકુ ની જોડ લઇએ રે,
હાલો હાલો માવા દેવ ના દર્શન કરીએ રે

માવા દેવ એ એટલી બધી નાત ભેગી કરી દીધી છે કે જ્યાં જોવો ત્યાં એમના પગલાં દેખાય... હવે તો ઘરે ઘરે માવા દેવ ની કૃપા વધવા લાગી છે.. ને ઘણા તો માવા દેવ ના શરણે એવા આવી ગયા છે કે એના વિરુદ્ધ બોલવા માટે મોઢું જ નથી ખુલતું.. હવે તો એવું લાગે છે કે જો આપણી સરકાર માવા દેવ ના મંદિરો બન્ધ કરાવે તો આપણી પ્રજા રસ્તા પર ઉતરી આવે વિરોધ કરવા.. આપણે ત્યાં ભગવાન ના મંદિરે જેટલા લોકો દર્શનાર્થે આવે એથી પણ વધારે માવા દેવ ના મંદિરે આવે માવા દેવ ના દર્શન કરવા.. ભવિષ્યમાં માં એવું લાગે છે માવા દેવ ના ઉત્સવો પણ ઉજવશે લોકો... આવા માવા દેવ ના શ્રધ્ધાળુ દિવસે ને દિવસે વધતા જ જાય છે એમાં બીડી સિગરેટ જેવા તત્વ પણ સાથે સાથે ભડકે બરે અને બીજાની જિંદગી નો ધુમાડો કરી નાખે... ઘણી સંસ્થાઓ માવા દેવ ના શરણ માં કોઈ ન આવે એના માટે કરોડો ખર્ચે છે પણ અહીંયા માણસ પોતાના હિત નું નથી વિચારતો એ તો માવા દેવ નું જ વિચારે છે... માવા દેવ એવા અંતર્યામી કે સવાર બોપોર અને સાંજે દર્શન આપ્યા તૈયાર જ હોઈ... હવે નક્કી આપણે કરવાનું છે કે માવા દેવ ની નાત માં જોડાવાનું છે કે મનુષ્ય ની નાત માં... માવા દેવ અને ભગવાનનાં શરણમાં આવવા ફક્ત એક જ તફાવત છે એ છે કે જો તમે ભગવાન ના શરણે જશો તો બધા જ દુઃખો માંથી ઉગારી લેશે અને જો માવા દેવ ના શરણે ગયા તો દુઃખો આપી મોત ને ઘાટ ઉતારી દેશે... હવે ક્યાં રસ્તે ચાલવું એ આપણે નક્કી કરવાનું છે એક શ્રેષ્ઠ મનુષ્ય તરીકે... માવો, તમાકુ, બીડી, સિગરેટ, વગેરે જેવા તત્વો થી દુર રહેજો કારણ કે આ તત્વો તમને દુનિયાથી દુર કરવાની પૂરેપૂરી તાકાત ધરાવે એની સામે કોઈ હથિયાર કામ નથી આવતું... અને છેલ્લે એક જ વિનંતિ છે બે હાથ અને મસ્તક નમાવીને કે જો આવા તત્વો નું વ્યસન હોઈ તો અત્યારે જ મૂકી દેજો અને ના મુકાતું હોય તો બીજા સામે ના ધરતા કે લે ચાખ એમ કહી ને... તમારે ત્યાં માવા દેવ રાજી રહેતા હોય તો બીજા ને ત્યાં રાજી કરવા હરખપદુળા ન થતા... બસ અંતે એટલું જ કહીએ કે,
વ્યસન નો છોડો સાથ,
વ્યસન જ કરે છે જીવન બરબાદ..