relationship in Gujarati Philosophy by Shree...Ripal Vyas books and stories PDF | સંબંધ

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

સંબંધ

"સંબંધ" એકબીજા ને જોડીને રાખે છે , એકબીજા ને હુંફ આપે છે, જીવન ના તથ્ય ને જીવિત રાખવાની જોડતી કડી છે આ સંબંધ..... એકબીજાની ઉણપ ને સ્વીકારીને પ્રેમની ભીનાશને મઘમઘતી રાખી ને જીવનને ઉષ્માભર્યું કરે છે.
સંબંધ ની આ ગુુુઢતા કેટલા લોકો સમજે છે ? બધા જ સમજે છે પણ સમયના વહેણ મુુજબ સંબંધ નો ઉપયોગ કરે છે ને ત્યારેે દુઃખ થાય છે. જે વ્યક્તિ જન્મથી મોટી થાય, જેની સાથે.... બાળપણ માં ખૂબ ધીંગામસ્તી કરી હોય, ખૂબ સાથે રમ્યા હોય, સાથે જમ્યા હોય........આજે મોટા થતા એવી તે શું સમજણ આવે કેે ઊણપ આવી જાય ? એવો તે શુંં સ્વાર્થ સધાય કે અંતર વધી
જાય ? દરેક વ્યક્તિ માતાપિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી, પતિપત્ની, દાદા દાદી જેેવા અનેક સંબંધ થી જોડાયેલો હોય છે. પરંતુ આ સુંદર સંબંધના વહેણમાં એક છાલક શું વાગે કે.......પ્રેમ થી પસાર કરેેેલ સોહામણા સમયને બાજુ પર હડસેલીને કહેવા ખાતરના સંબંધો સ્થાપિત થઈ જાય છે.
શા માટે આવું ? આપણા જીવનમાં જે બન્યું તે આપણી આવનારી પેઢી પણ ભોગવે તે જરૂરી છે ? આપણને કોઈ સ્વજન જોડે મનદુઃખ હોય તો આપણા કુટુંબના સભ્યોને પણ શા માટે પ્રેરિત કરીએ કે તે પણ સંબંધ ના રાખે ? શું આ ખોટી વિચારસરણી કે ....આપણા ભુલાયેલા સંસ્કાર નથી ? જતું કરવાની ભાવના કેળવવા ની જગ્યાએ આખી જિંદગી માં એક બે વખત થયેલા મનદુઃખ ને પકડી ને શામાટે અનમોલ સબંધો ને તોડી પાડવા !!!!
સંબંધ એ તો એકબીજાને જોડતો નાજુક અણમોલ સેતુ છે કે જેના ઉપર ચડીને વ્યક્તિ ખુશી- ખુશી ઊચાઈઓના શિખર સર કરી શકે છે, સંબંધ ની નાજુકતા ને ખૂબ સંભાળીને સાચવવી જોઈએ. એકબીજા ને મદદ કરવી, કદર કરવી, મુશ્કેલીઓમાં સાથ આપવો , દુઃખ આવી પડે ત્યારે હીચકીચાટ વગર આપણા સ્વજનો પાસે દિલ ખોલી હળવા ફૂલ થઈ શકીએ તેવા સંબંધો સ્થપાય તો જીવન સોના માં સુગંધ જેવું બની જાય.
આપણી સમાજ રચના આપણા થી જ બને છે.......છતાં લોકો ભૂલી જાય છે કે આપણે જે કંઈ વાવીશું તે જ ફળ આપણને આગળના સમય માં મળવાનું છે, છતાં સ્વાર્થ, લુચ્ચાઈ, અદેખાઈ (ઇર્ષા), ઝગડા વગેરે જેવા નેગેટિવ ઓજારો ને જીવનમાં સ્થાન આપીએ છીએ. ઘણીવખત તો માત્ર.......
પૈસો આવે તો સંબંધ બદલાય છે.......
ગરીબી આવે તો સંબંધ બદલાય છે......
લગ્ન થાય તો સંબંધ બદલાય છે......
ધંધામાં ભૂલ થાય તો સંબંધ બદલાય છે.......
વડીલો ની રોકટોક થાય તો સંબંધ બદલાય છે.....
શામાટે આવી નાજુક બાબતો ને સંબંધો ની વચ્ચે લવાય છે ? આજે સંબંધો ની ગરિમા જળવાય તો કેટલા બધા પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. તે પછી કુટુંબના હોય કે દેશના હોય, કે ધંધાના હોય.
એવા પણ ઘણાં લોકો જોયા છે જે પેઢી ની પેઢી સુધી સંબંધો ને જાળવી રાખે છે, જતું કરવામાં રિશ્તેદારી સચવાતી હોય તો પહેલું સ્થાન તેને આપે છે. વડીલોની આમન્યા રાખવી, સામે જવાબ ના આપવા, વગેરે જેવા સંસ્કારો મોટાઓ ને જોઈ ને જ બાળકોમાં આવી જાય છે. આજે પણ એવા ઘણાં ઘર જોવામાં આવે છે કે જેમાં બાળકોના સંસ્કારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આવા કુટુંબમાં માંથી આવનાર પેઢી, માત્ર કુટુંબ ને નહિ પરંતુ દેશ માટે પણ ખૂબ મોટો ઉપહાર મનાય છે, ધન્ય છે એવા માતાપિતા ને પણ, જે આવા સારા બાળકો આપે છે. જે કુટુંબ ની સાથે ......આખી દુનિયામાં માં દેશ નું નામ પણ રોશન કરે છે.
માટે જ સંબંધ નું મહત્વ દરેક ના જીવનમાં હોવું ખૂબ જરૂરી છે.?