Rahasya - 2.5 in Gujarati Adventure Stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય - ૨.૫

Featured Books
  • മാംഗല്യം - 2

    Part 2ഡിഗ്രി 2ഇയർ ന്ന് പഠിച്ചു ഇരിക്കുമ്പോൾ കൊണ്ടിരിക്കുമ്പോ...

  • പുനർജനി - 1

    പാർക്കിലൂടെ നടക്കുമ്പോൾ, ആദിയുടെ ഹൃദയമിടിപ്പ് പതിയെ വേഗം കൂട...

  • മാംഗല്യം - 1

    Part 1കൂടി നിന്നവരിൽ നിന്നുമുള്ള മുറുമുറുപ്പും കളിയാക്കലുകളു...

  • വിലയം - 8

    മുറിയിലെ വെളിച്ചം മങ്ങിയിരുന്നു ചൂളയുടെ തീയിൽ നിന്നുള്ള  പ്ര...

  • വിലയം - 7

    അജയ്‌ തന്റെ മനസ്സിലെ ചിന്തകളുടെ വലയിൽ നിന്ന് മുക്തനായി. മുഖത...

Categories
Share

રહસ્ય - ૨.૫

લબુઅન બાજો પોહચી ગયા હતા. સફરમાં ખૂબ જ થાક લાગ્યો હતો. આ એક મિશ્રિત ટાપુ લાગતો હતો. પ્રવાસ,માછીમારી,કુદરતી સંસાધનોનું કેન્દ્ર રહ્યું હતું.આકાશ સ્વચ્છ હતો. અમને કોઈ લેવા માટે આવ્યું ન હતું! તે જાણીને અમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. મૈ અને રાજદીપે જાતે જ હોટેલ બુક કરી આરામ કરવાનું નકકી કર્યું હતું.અહીંની જીવન શૈલી ગમી જાય તેવી હતી.
ટાપુ પ્રવાસન અને માછીમારી બને માટે હતું. લીલું સમુદ્ર અને ટાપુની આસપાસ સમુદ્રની અંદરથી ફૂટી નીકળેલા પહાડો! મીઠી ખુશ્બૂદાર રેતી! ન્યૂડ આકાશમાં સુતેલા રૂપાળા જીસમો! અહીંની એક આગવી ઓળખ હતી. અહીં મોટા ભાગના ટાપુઓ અને અહીંના રહેવાસીઓનો મૂળ વ્યવસાય માછીમારી અને પ્રવાસન પર આધારિત છે. તો અહીંની સફારી જીવન પર રિસર્ચ કરતી કેટલીક સંસ્થાઓ પણ! અમે હવાઈમથકની બહાર થોડા અંતર સુધી રાજદીપના કહેવા મુજબ પગે ચાલ્યા!

"સાલાઓને ફોન કરીને કેહશું કે જલ્દીથી અમને લેવા આવો નહિતર અહીં અમે ફરી-ફરીને નીકળી જઈશું...." અજયે મજાકિયા મૂળમાં કહ્યું.

"વાત તો તારી સાવ સાચી છે.જગ્યા તો બહુ સુંદર છે. મારુ તો બાળપણથી સપનું હતું ,કે આવા જ કોઈ ટાપુ પર મારુ ઘર હોય! રોજ માછીમારી જાતે કરું! એક સપનાની રાજકુમારી હોય! પર્વતની ઉપર અમારું ડ્રિમ હાઉસ હોય સમુદ્રની પાસે એક નાનકડી હોળી હોય! "રાજદીપે હસતા હસતા કહ્યું.

"વાહ ભાઈ! આપ તો છુપે રુસ્તમ નિકલે.... કોઈ તો હોગી આપકી મેહબુબા?" અજયે કહ્યું.

"હા પાસ્ટ તો બધાનો હોય,મારો પણ હતો !" રાજદીપના ચહેરાની રેખાઓ બદલાઈ નહી! ઊલટું તેના ચેહરા પર એક અનોખો તેજ ફેલાઈ ગયો,લાગતું હતું ખૂબ જ દિલથી ઈશ્ક કર્યો છે સાહેબે..અજયને રાજદીપની સ્ટોરીમાં રસ પડ્યો પણ હોટેલ આવી ગઈ! રૂમ રાજદીપે બુક કરી રાખ્યા હતા. એવું તેણે રસ્તામાં ચાલતા ચાલતા કહ્યું હતું. વિશાળ હોટેલ હતી. રીસેપ્શન પર ચાઈનીઝ જેવી લાગતી યુવતીએ અમને ચાવી આપી! સાથે બે વ્યક્તિ અમારું સમાન લઈને ઉપર આવતા હતા. પારદર્શક લિફ્ટમાંથી નીલા અમુદ્રનો અદભુત નજારો દેખાઈ રહ્યો હતો.
ઓરડો ખોલ્યો...

" સરપ્રાઈઝ....." બહુ પરિચિત આવજો અને ચહેરાઓ એક શૂરમાં જ બોલી ઉઠ્યા!

"બે તમે લોકો અહીં કેવી રીતે ક્યારે?" કહેતા જ અજય, વિજય અને કલ્પેશને ભેટી પડ્યો.

"સાલાઓ સુધારયા નથી, હજુ એવા જ ઠળકી છો....! અજયે કહ્યું.

"અરે, અંગ્રેજોને આપણા જેવા દેશી બનાવી દઈશું પણ આપણે! વટથી ગુજરાતીઓ ભાઈલા! ના બદલાઈએ એટલે ન જ બદલાઈએ...." કલ્પેશે ટણી કરતા કહ્યું.

અહીં નવાઈની વાત એ હતી કે બધા સાથે પ્રિયા પણ આવી હતી. પ્રિયાએ અજયને ઇગ્નોર કર્યો હતો. તેણે હાય હલ્લો, સુધા ફોર્મલીટ પણ ન કરી!

"મારી ડો. ડેવિડશનથી વાત થઈ ગઈ છે. સવારે આપણે અહીં એક બોટ લેવા માટે આવવાની છે." રાજદીપે કહ્યું.

"મને કંઈ સમજાયું નહીં? શું આ બધું તમારા બધાનું પ્લાન હતું?" અજયે કહ્યુ.

"હા અમને બધાને બધી જ ખબર હતી!" કલ્પેશ બોલી ઉઠ્યો.

"બધાને નહિ! મારા સિવાય બધાને બધી ખબર હતી! "અજયે શબ્દો સાથે રમત કરતા કહ્યું હતું.

"ઠીક છે. સાંજે ટાપુ પર ટહેલી આવીશું! હાલ આરમ કરી લઈએ જોઈ લઈએ કે લબુઅન બાજો શું બલા છે." રાજદીપે કહ્યું.

"મને તો આ અમારા કામની જગ્યા લાગે છે નહીં કે આ અજલા જેવા ગામડાઈ અને બોરિંગ માટે...." કલ્પેશ ટોન્ટિંગ કરતા કહ્યું.

"ભુલિશ નહિ, દેશ-વિદેશની અલગ અલગ જગ્યાએ જઈએ તે અંગે બ્લોગ, આર્ટિકલ લખું છું. ખાઈ લેવા જેટલું સરળ નથી." અજયે પોતાન બચાવમાં કહ્યું.

"તમે બને મળતા જ શરૂ થઈ ગયા?" વિજયે કહ્યું.

ફાઇનલી સફર માટે મજીદ સિવાય બધા અહીં હાજર હતા. જ્યારે અજય નીકળો હતો. ત્યારે તેણે સપને પણ નહીં વિચારયું હોય! ખરુંને? તેણે તો પ્રયત્ન પણ ક્યાં કર્યા હતા?


****

મને તો આ જાયન્ટ ટાપુની સાથે સાથે ડોક્ટર ડેવીડશન પણ બહુ વિચિત્ર લાગતો હતો. માથે ગોળ ટોપી પહેરી હોત તો જુરાસિક પાર્ક ફિલ્મમાં આવતા કેરેકટર ડૉ. જોન આલ્ફ્રેડ હેમન્ડ, (ત્રાસસેસર કેનન), જુરાસિક પાર્કના સીઇ.ઓ અને નિર્માતા હતા. તેંના જેવો જ વિચિત્ર! પેટ જેઠાલાલથી પણ વધુ બહાર હતો. હાઈટ અને શરીર પણ મોટા ભાગે મળતા આવતા હતા. તે વાતની વચ્ચે જ જોરજોરથી અજીબ રીતે હસ્તો હતો. બહુ હસમુખો માણસ હતો? કે વિચિત્ર તે પુરાવાનો વિષય છે.

ક્રમશ.