નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના લગ્ન જેની સાથે હતા એ બીજી કોઈ નહી પણ આશા જ હતી, મનોજ લગ્ન પ઼છી સંજય ને મળીને બધુ પુછે છે સંજય બધુ કહે છે. એ વાત મનોજ વિજય અને સુજલ ને કહે છે બંન્ને જણા આશા ને હકીકત કહેવા ની વાત કરે છે, હકીકત સાંભળી આશા મનોજ સામે જોયા જ કરે છે હવે જોઈએ આગળ. .
મનોજ સામે એકધારી નજરે આશા ના જોવા થી વિજય અને સુજલ પણ ખુશ થઈ જાય છે કે હવે આશા અને મનોજ ફરી ભેગા થઈ જશે, સંજય ના પાપ નો અંત આવશે અને સંજય સાથે લગ્ન તોડી નાંખશે. પણ થોડીવાર આશા મનોજ સામે જોયા પછી અચાનક જ હસવા લાગે છે , એને હસવાનુ કારણ પુછતા એ જે જવાબ આપે છે એ સાંભળી વિજય અને સુજલ અચરજ મા પડી જાય છે અને મનોજ ના પગ નીચે થી તો જાણે જમીન જ ખસી જાય છે. આશા એ શુ જવાબ આપ્યો ચાલો જોઈએ.
આશા : તમને બધા ને શુ લાગ્યુ કે સંજયે અને મારા મમ્મી પપ્પા એ મને અંધારા મા રાખી મને કંઈ જ ખબર નથી અને હવે હુ સંજય સાથે લગ્ન તોડી ને મનોજ પાસે જતી રહીશ.
વિજય : તો તુ કહેવા શુ માંગે છે કે તને બધી ખબર હતી?
આશા : હા મને બધી ખબર હતી મને એ પણ ખબર હતી કે મનોજ ના ફોન મા મારા બધા જ નંબર બ્લોક છે. હુ કંઈ ગાંડી ન઼થી કે મને એટલુ પણ ખબર ના પડે .
સુજલ : તો તુ જાણતી હતી બધુ તો પછી લગ્ન માટે કેમ તૈયાર થઈ શુ તુ મનોજ ને પ્રેમ નોહતી કરતી?
આશા : કરતી હતી પણ એની રહેણી જોઈ અને સંજય ની રહેણી જોઈ તો મારા મન મા થયુ કે હુ મનોજ કરતા સંજય સાથે વધારે ખુશ રહીશ. અરે સંજય ની સામે મનોજ ની શુ ઓકાત છે અને એની છોડો તમારી પણ શુ ઓકાત છે. અરે હમણા સંજય મારી માટે ઊભા ઊભા બંગલો ખરીદી લે મનોજ ની એટલી ઓકાત છે?
વિજય : બસ આશા હવે તુ વધારે બોલી રહી છે. સાચા પ્રેમ ની તને કદર નથી.
આશા : જરુરિયાતો રુપિયા થી પુરી થાય પ્રેમ થી નય. અનાજ રુપિયા થી આવે પ્રેમ થી નય.
સુજલ : તો તારા મન મા રુપિયા જ બધુ છે પ્રેમ કંઈ નહી? અરે રુપિયા થી માણસ પલંગ ખરીદી શકે પણ ઊંઘ નય, રુપિયા થી માણસ બંગલો ખરીદી શકે પણ મન ની શાંતિ નય એ તો પ્રેમ થી જ મળે છે.
આશા : મને પ્રેમ ના પાઠ ના ભણાવશો હુ કંઈ નાની છોકરી નથી તો કંઈ સમજી ના શકુ.
વિજય : બસ આશા હવે તારુ બોલવાનુ વધારે થાય છે.
મનોજ : રહેવા દો મિત્રો જેની આંખો મા રુપિયા નો નશો હોય એ પ્રેમ ની કદર ના કરી શકે ચાલો આપણે જઈએ.
પછી બધા બહાર નીકળી જાય છે, વિજય અને સુજલ પણ સંજય સાથે દોસ્તી તોડી નાખે છે એ બધા જાન ની બસ મા નય પણ બીજી બસ મા બેસી ઘરે જાય છે. મનોજ ને આ બધી વાત નો એવો આઘાત લાગે છે કે એ ૭ મહિના સુધી એ આઘાત મા જ રહે છે. પછી એના મમ્મી પપ્પા વિજય ના પરિવાર સુજલ ના મદદ થી એ આશા ને ભુલી ને આઘાત માથી બહાર આવે છે, અને પહેલા જેવો થઈ જાય છે, વિજય ના મમ્મી પપ્પા એક સારી છોકરી સાથે એના લગ્ન ગોઠવી દેય છે, હવે મનોજ સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ ને એના પરિવાર ના સપોર્ટ મા અને એની પત્નિ ના પ્રેમ મા જીવન પસાર કરવા મા વ્યસ્ત થઈ જાય છે.
બસ અહી હુ આ ધારાવાહિક સમાપ્ત કરુ છુ. પણ મિત્રો બસ એટલુ જ કહેવા માંગુ છુ કે મિત્રતા નો સંબંધ બધા સંબંધો થી અલગ છે. એક મિત્ર ના રનપ મા આપણને એક સાચો સાથી મળે છે જે આપણા દરેક સુખ દુખ મા સાથ આપે છે જેમ કે વિજય અને સુજલ. અમુક મિત્રો એવા પણ હોય છે કે જે આપણી સાથે કાયમ દગો કરવાનુ વિચારતા હોય જેમ કે સંજય. મિત્રો વિજય અને સુજલ જેવા બનાવો જે તમારો સાથ ક્યારેય ના છોડે. સંજય જેવા દગાબાજ મિત્રો થી દૂર રહો. પ્રેમ પણ એની સાથે કરો કે જે તમારી લાગણી સમજે એ પ્રેમ ને મહત્વ આપે, રુપિયા ને નહી, જે તમારી પરિસ્થિતિ નો ફાયદો ના ઊઠાવે તમારા દરેક સારા નડતા સમય મા સાથ આપે. બસ મારી ધારાવાહિક નો ઉદ્દેશ્ય એ જ છે કે લોકો સારા નડતા માણસો ને ઓળખે . આ વાત મે મારી આગળ ની ધારાવાહિક "વફા અમે કરી બેવફાઈ તમે કરી" એમા પણ કહી હતી. મિત્રો તમને આ ધારાવાહિક કેવી લાગી એનો રિપ્લાય જરુર આપજો જેથી મને આગળ નવી ધારાવાહિક રજુ કરવાની પ્રેરણા મળે.
તો મિત્રો ફરી મળીશુ નવી ધારાવાહિક સાથે ત્યા સુધી આવજો. . . . . . . . . . . . . . .