Chamkavo 32 stars ? in Gujarati Letter by Bipinbhai Bhojani books and stories PDF | ચમકાવો 32 સ્ટાર્સ ?

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ચમકાવો 32 સ્ટાર્સ ?

ટેંગ ટાલુ ( M.Com.) ક્લેક્ટર શ્રી ની સામે આંદોલન ઉપર ઉતર્યો આવેદન પત્ર આપીને ! આવેદન પત્ર માં લખ્યુ હતું કે ........
માનનીય કલેક્ટર શ્રી , હું એક કંપની નો શ્રમિક છું . અત્યારે લો સુગર નો પેશન્ટ હોવાથી , મારી કામ કરવાની ક્ષમતા ઉપર અસર પડવાથી અથવા તો મારી કાર્ય ક્ષમતા ઘટવા થી મને મારી કંપની માથી પાણીચું પકડાવી દેવા માં આવ્યું છે. તો તેની જવાબદારી મારી નહીં પરંતુ , મારી સરકાર (આપણી સરકાર) ની છે ! આની પાછળ નું કારણ સરકાર શ્રી તથા કલેક્ટર શ્રી એ જાણવું જરૂરી છે ! તો સાંભળો મારી આ કહાની , મારી આ કહાની બે પાર્ટ માં છે જે નીચે મુજબ છે.
પાર્ટ નંબર 1 : એક દિવસ હું જૂના એક્ટિવા માં કામ ઉપર જઇ રહ્યો હતો , ગરમી ખુબજ હતી , પરસેવો ,પરસેવો થતો હતો , માથે હેલ્મેટ પહેરી હતી , જે એમાં વધારો કરતી હતી ! એવામાં હું સી.સી.ટી .વી કેમેરા ની બાજુમાં પહોંચ્યો ત્યાં ટ્રાફીક પોલિસે મારી ગાડી અટકાવી . મે જોયું તો સાયરનો ના અવાજ ચારે બાજુ , કોઈ બોલ્યું- મિનિસ્ટર ની ગાડી નીકળી છે , મે વિચાર્યું તો હવે વાર લાગશે ઇ હવે નક્કી છે , અહી થી નીકળવામાં ! એટલે મે મારો પરસેવો લુછવા હેલ્મેટ કાઢી, રૂમાલ થી પરસેવો લૂછ્યો .થોડીવાર અકડામળ થી બચવા , હેલ્મેટ ના ત્રાસ થી બચવા , ફ્રેશ થવા , મિનિસ્ટરો નો કાફલો- નજારો જોવા હું વગર હેલ્મેટે બહાદુરી પૂર્વક ઊભો રહ્યો , મને ખબર નહીં કે કોઈ અજ્ઞાત આંખો મારી સામું જોઈ રહી છે ! અચાનક એક દિવસ હું કડક મીઠી પી ને શાંતિ થી છાપું વાચતો હતો . હું શ્રમિક હોવાથી ચા નો ભારે શોખીન , કડક મીઠી પીધા પછી જ કોઈ કામ સુઝે ! એટલા માં ટપાલીએ ડેલી ખખડાવી , જાણે ડેલી ઉપર એટેક કરતો હોય એમ ડેલી ખખડાવી બોલ્યો- ટેંગ ટાલુ જલ્દી કરો , સહી કરી કવર છોડાવો અને મને છોડો, મારે હજુ કેટલીય જગ્યાએ કવર પહોચાડવાના છે . આ નવા નિયમ પછી મારો પગાર સ્થિર થયો છે, પરંતુ મારી કામગીરી અસ્થિર થઈ ગઈ છે ! 10 ગણી વધી ગઈ છે ! ભાઈસાબ જલ્દી આવો !
હું જલ્દી ,જલ્દી ડેલીએ પહોચી , સહી કરી , કવર છોડાવી ,પેલા ટપાલી ને મુક્ત કરી પાછો પરત ઘરમાં આવ્યો , કવર જોયું , ઉઘાડયું તો તેમાં 500 રૂપિયા નો દંડ લખેલો હતો , મારો ફોટો સ્થળ ટાઇમ મુજબ હતો ! આ પહેલો કિસ્સો !
હવે સાંભળો પાર્ટ નંબર 2.........
જે પાર્ટ નંબર 1 કરતાં પણ વધારે ટ્રેજેડિક છે..... એક દિવસ ની વાત છે રૂપિયા 500 ઉછીના લઇ ને પેલો મેમો ભરી , સરકાર માં જમા કરાવી , કરજ માથી મુક્ત બની ફ્રેશ-રિફ્રેશ થઈ એક દિવસ હું ઘરવાળા ના કહેવાથી 3 કિલો ખાંડ લેવા નીકળ્યો , 3 કિલો ખાંડ અમારા માટે મહિના દિવસ નો ખોરાક , આ મહિના નો ચા નો (ટેકો) ખોરાક લેવા હું નીકળ્યો ! કરિયાણા ના વેપારી પાસે ખાંડ બંધાવી , કોથળી માં પેક કરાવી આગળ વધ્યો , બીજું કામ યાદ આવતા કોથળી હાથ માં લઇ ને હું આગળ વધ્યો , જરા આગળ જતાં કોથળી ફસકી ! સાંભળજો ક્લેક્ટર સાહેબ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ! ખાંડ દડ-દડ, દડ-દડ કરતી લીકેજ થવા માંડી ! શું કરવું ? તાત્કાલિક કોઈ ઉપાય કરવો જ પડે તેમ હતો , એટલે મે વિચાર્યું બહુ ઝડપ થી ! માથે હેલ્મેટ મે જે પહેરી હતી તે કાઢી ! એમાં ખાંડ કોથળી માથી ઢોળાઈ ન જાય એટલે કોથળી હેલ્મેટ ની અંદર મુકી ! પાછું શું કર્યું ખબર છે ? તૂટેલી કોથળી હેલ્મેટ સાથે એકટીવામાં આગળ મૂકી દીધી , આ બધુ ખુબજ ઝડપથી બની ગયું ! મે એક્ટિવા સ્ટાર્ટ કર્યું , હજુ તો સ્ટાર્ટ કર્યું ત્યાં તો એક અવાજ મારે કાને અથડાયો કડકાઈ થી બોલતો , રોફ જમાવતો ! એલા એઈ એક્ટિવા વાળા ઊભો રહે , આમ સાઈડ માં ઉભો રહે , તને કહું છું એઈ તને , સાંભળતો નથી ! જોયું તો ટ્રાફિક પોલિસ ! મે એક બાજુ સ્કૂટર ઊભું રાખ્યું ,પોલીસે મને હેલ્મેટ ન પહેરવા બાબતે પૂછ્યું , મે ખુલાસા પૂર્વક જવાબ આપ્યો ! પરંતુ મારી વાત સાંભળવામાં ન આવી ! મને મેમો ફરજિયાત ફટકારવામાં આવ્યો ! મેમો જૂના ગુના સાથે કોમ્પ્યુટર માં ટેલી થયો ! કોમ્પ્યુટરે બીજો ગુનો બતાવ્યો ! મેમો ઓફિસ માં તૈયાર થયો , પોસ્ટ ઓફિસે પહોચ્યો ! પાછો પેલો ટપાલી જે પહેલો મેમો લઈને આવેલો તે જ ડેલી માં ધડબડાટી બોલાવી બીજો મેમો સહી કરાવી પકડાવી ગયો ! માત્ર રકમ માં ફેરફાર હતો રકમ 1500 હતી ! ( બીજા ગુના ની સજા !) હવે સાહેબ આ રીતે હું લેવા દેવા વગર રૂપિયા 2000 માં આવી ગયો ! અમે લોકો મહિને રૂપિયા 150 ની ખાંડ ખાઈએ છીએ , કામ નો ટેકો મેળવવા ( કડક મીઠી પીએ છીએ ) હવે આવા બે કરૂણ બનાવ પછી અમે લોકોએ એક વરસ સુધી ખાંડ ન ખાવા નું નક્કી કર્યું ! લગભગ 6 મહિના સુધી ખાંડ પૂરતી ન ખાવા થી, કડક મીઠી ન પીવાથી મારૂ સુગર લેવલ લો થઇ ગયું ! કામ માં મારી અકાર્યક્ષમતા ના દર્શન માલિક ને થયા ! અને મને કામ માથી છૂટો કર્યો !
તો સાહેબ આ છે મારી કરૂણ કથની ! તો સાહેબ શ્રી ને મારી વિનંતી છે કે મારી આ અરજી વાંચી , સરકાર સુધી પહોચાડી, તુરત જ કોઈ નક્કર કાર્યવાહી કરે ,નહીં તો હું આમરણાંત ઉપવાસ કરીશ , જે આપની જાણ માટે ! મારા જેવા કેટલાય યુવકો આ રીતે લો સુગર નો ભોગ બની બેકાર થઇ જતાં હોય તો આ રીતે દેશ નો વિકાસ શી રીતે થઇ શકે ? પ્રોડક્સન ઉપર અસર ન પડે ? અત્યારે પ્રોડકસન આપણું ઘટતું જાય છે તેની પાછળ આવા જ કારણો જવાબદાર છે ! તમને નથી લાગતું સાહેબ ?! યોગ્ય કરશો.
લી. આપનો વિશ્વાશું ટેંગ ટાલુ (M.Com )

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)