Hasina - the lady killer - 11 in Gujarati Fiction Stories by Leena Patgir books and stories PDF | હસીના - the lady killer - 11

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

હસીના - the lady killer - 11

માફ કરશો આ ભાગને મોડો પ્રકાશિત કરવા બદલ... આપ સૌનો પ્રેમ મળતો રહેશે એ આશા સાથે ફરી ચાલુ કરી દીધી છે નોવેલ લખવાની....
આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ અને નિખિલ જાસ્મીન ઉર્ફ હસીનાના ઘેર જાય છે અને હસીના પણ દરવાજો ખોલવા જાય છે, હવે આગળ,

ચેપ્ટર 11 - હિન્ટ બ્લિન્ક

હસીના દરવાજો ખોલે છે તો સામે એક નાનકડો છોકરો હાથમાં આરતીની થાળી લઈને ઉભો હોય છે અને ડરીને કહે છે, ' ભાઈ , આરતી કરવા ચાલો'
હસીના : હા હું આવું છું તું જા અને ભાઈ નહિ દીદી કહેવાનું મને ઓક્કે
એ છોકરો ડરતા ડરતા હા પાડીને નીકળી જાય છે,
આ બાજુ જયરાજ અને નિખિલ દરવાજો ખખડાવે છે પણ કોઈ ખોલતું નથી એટલે દરવાજો તોડવાની ગણતરી સાથે જયરાજ ધક્કો લગાવવા જતોજ હોય છે ત્યાંજ એક નાની છોકરી દરવાજો ખોલે છે,
છોકરી : કોનું કામ છે આપને પોલીસવાળા અંકલ??
નિખિલ જયરાજની વાત કાપીને કહે છે,
નિખિલ : એ છોકરી જા અને જાસ્મીન ને બોલાવ જલ્દી,
એટલામાં એક ઘરડા માજી આવે છે અને કહે છે કે જાસ્મીન મારી પૌત્રી હતી અને એને મરી ગયાને 2 વર્ષ થઇ ગયા છે આપને શું કામ પડ્યું એનું??
જયરાજ : એક મિનિટ શું કીધું માજી તમે!! જાસ્મીન મરી ચૂકી છે? !! નિખિલ મને લાગે છે કે તું હવે સાચેમાં મને ગુમરાહ કરી રહ્યો છું... સારુ માજી માફ કરશો તમને તકલીફ આપી અમે નીકળીએ અહીંથી....
રસ્તામાં નિખિલ જયરાજને વાત કરે છે,
નિખિલ : જુઓ સાહેબ હવે હું જે કાંઈ પણ કહીશ એને તમારે સાચું માનવુંજ પડશે કેમકે મારી પાસે બીજો કોઈ પુરાવો નથી મને નિર્દોષ સાબિત કરવાનો, જાસ્મીન મારી નવી સેક્રેટરી માટેના ઇન્ટરવ્યૂ માટે આવી હતી એ હતી જ સુંદર અને એની મારકણી અદાઓથી હું ઘાયલ થઇ ગયો તો એટલે મેં એને તરત જ રાખી લીધી કાંઈ જોયા જાણ્યા વગર જ, બીજા દિવસે અમે લોકો બપોરે હોટેલમાં ગયા તા ત્યારે હું બાથરૂમમાંથી બહાર આવ્યો તો એ મારા ફોનમાં કંઈક કરી રહી હતી, મને બહુજ ગુસ્સો આવ્યો પણ એણે મારો ગુસ્સો ઠંડો કરી દીધો ઘડીકમાંજ પછી અમે નીકળી ગયા ઓફિસે આવવા, ઓફિસ આવ્યા પછી એણે ઘેર જવાનું બહાનું કર્યું એટલે મેં પણ એને રોકી નહિ અને પછી મેં સાંજે એને ફોન કર્યા પણ એનો ફોન જ બંધ આવતો હતો તેમજ બીજા દિવસે એ ઓફિસ પણ ના આવી, તમે જયારે કીધું કે છેલ્લો ફોન આસ્થાએ મને કર્યો તો ત્યારે હું સમજી ગયો કે જાસ્મીન જ આ બધા પાછળ જવાબદાર છે..
જયરાજ : સારુ ચાલ નિખિલ હું માની લઉં કે જાસ્મિને આ બધું કર્યું છે તો જાસ્મીન જતી ક્યાં રહી?? તારી ઓફિસમાં સીસીટીવી તો હશેજ તો એમાં જાસ્મીન નો ચહેરો દેખાય એવી વ્યવસ્થા કર, મને એ ફૂટેજ કલાકમાં જોઈએ... તમે જે હોટેલમાં ગયા તા એની પણ ફૂટેજ નિકળાવ, હોટેલ માં મારો કોન્સ્ટેબલ આવશે ફૂટેજ માટે તું જા અહીંથી, અને મને રાતે મળજે,
જયરાજ નિખિલને આસ્થાના ઘેર મૂકીને જીપને પાછી પોલીસ સ્ટેશને જવા દે છે

*********************

આ બાજુ હસીના જાસ્મીનની સાથે ફોન પર વાત કરતી હોય છે,
જાસ્મીન : દીદી જયરાજ અને નિખિલ આવ્યા તા મારા જુના ઘરે,
હસીના : (ખોટી મુસ્કાન સાથે )ભલે આવ્યા પણ ખાલી હાથજ પાછા વળ્યાં હશે,
જાસ્મીન : દીદી હું તમારી પાસે આવી જઉં મને બહુ ડર લાગી રહ્યો છે...
હસીના : પાગલ છોકરી તારી ઉપર હસીનાનો પડછાયો છે તારું કોઈ કંઈજ નહિ બગાડી શકે,
જાસ્મીન : પણ દીદી નિખિલે મને જોયેલી છે તેમજ સીસીટીવીમાં પણ મારો ચહેરો પકડાઈ જશે,
હસીના : જાસ્મીન શું કરવા આટલું ટેન્શન લઇ રહી છું, મારા માણસો બધું ઠીક કરી દેશે, તારો ચહેરો સીસીટીવીમાં તો આવશેજ નહીં તેમજ નિખિલના માઈન્ડમાંથી પણ નીકળી જશે, તું જરાય ચિંતા ના કરીશ...
જાસ્મીન : દીદી તમારો ખૂબ ખૂબ આભાર, કાંઈ કામ હશે તો ફોન કરીશ,
હસીના : હા સારુ
ફોન મૂકીને હસીના પોપ્યુલર અભિનેત્રી અનુષ્કાના ફોટાવાળું મેગેઝીન હાથમાં લે છે અને બાજુ માં રહેલી પેનથી અનુષ્કાના ફોટાને બગાડી નાખે છે અને બબડે છે,
'આ તારું છેલ્લું મેગેઝીન રહેશે મોડેલિંગનું કેમકે હવે તો તારી ડેડ બ્યૂટી જ લોકો જોશે', હાહાહા
હસીના : આ જયરાજ ખબર નહીં કેમ કોઈ વસ્તુ ન્યૂઝમાં આવવા નથી દેતો, મારે ખોટું કરતી દરેક છોકરીમાં ડર પેદા કરવો છે, લાગે છે મારેજ કંઈક કરવું પડશે હવે, અનુષ્કા બેબી તું મને સાથ આપીશ ને એમાં?? હમ્મ ? હાહાહા
*********************

આ બાજુ જયરાજ પોલીસ સ્ટેશનમાં આવે છે અને કિશન પાસે જઈને કહે છે,
જયરાજ : કિશન કાંઈ હાથમાં આવ્યું કે હવે એ હસીનાનો નવો ટાર્ગેટ કોણ હશે?? મીડિયામાં હવે આ વાત વધારે છુપી નહીં રહે, ડીસીપી સાહેબ નો મારી પર ફોન પણ આવી ગયો છે, સવારે એમને મળવા જવાનુ છે અને એમને જવાબ આપવાનો છે કે શું કર્યું આપણે અત્યાર સુધીમાં? !!
કિશન : અરે શાંત થા જયરાજ, બેસ તો ખરો ઘડીક, સવારનો દોડાદોડી કરે છે પહેલા શાંતિથી બેસ, બધું થઇ જશે, જો રાહુલ તને કંઈક કહેવા માંગે છે સાંભળ...
રાહુલ : સાહેબ સૌથી પહેલું મર્ડર થયું સુનિતાનું જે એક મોડેલ ની સાથે સાથે કોલગર્લ પણ હતી, એની જોડે મળેલા લેટર મુજબ એના જેવીજ એટલે મોડેલ અને કોલગર્લ બેઉ અને બેઉ ફ્રેન્ડ પણ હતી એટલેકે નિશિકા, નિશિકા જોડે મળેલા લેટર મુજબ આ વાક્ય વાંચો સાહેબ, 'દરેકને એમ હોય છે કે એનો ભગવાન એને બચાવી લેશે... એટલેકે સાહેબ આસ્થા પંડ્યા, આપણને ભગવાન ઉપર આસ્થા હોય છે ને એમ,
જયરાજ : સારી વાત છે રાહુલ કે તું હસીનાની હિન્ટ્સ શોધી ચુક્યો પણ હવે એ કોઈ કામના નથી રહ્યા કેમકે જેના મર્ડર થવાના હતા એ લોકોના થઈજ ગયા, હવે કોનું થશે એ પહેલા આપણે એને બચાવવાની છે,
રાહુલ : અરે સાહેબ એ પણ થઈજ જશે જુઓ આસ્થાની જોડે મળેલા લેટર મુજબ કોઈ સુંદર છોકરી છે એનો નવો ટાર્ગેટ
જયરાજ : એતો મને પણ ખબર પડીજ ગઈ રાહુલ પણ સુંદર છોકરીઓની તને શું કમી લાગે છે અમદાવાદમાં...
જ્યાં જોઇશ ત્યાં સુંદર છોકરીઓ જ જોવા મળશે એમાંથી હસીનાને કોણ સુંદર લાગ્યું એ નથી તું જાણતો કે નથી હું...
કિશન : એક મિનિટ જયરાજ તું થાપ ખાય છે આ બાબતે સુંદર એટલે કે કોઈ અભિનેત્રીની વાત કરતી હોઈ શકે હસીના... કેમકે એણે કીધું તું કે સુંદરતા બાહ્ય અને આંતરિક હોવી પણ જરૂરી છે એટલે નક્કી એ કોઈ અભિનેત્રીનીજ વાત કરે છે,
જયરાજ : હા કિશન સાચું કીધું તે, રાજુ ને કહીને શહેરની દરેક નવી અભિનેત્રીને સંદેશો પહોંચાડે કે તેઓ હમણાં સુરક્ષિત નથી અને બની શકે તો હમણાં એકલા બહાર જવાનુ ટાળે...
કિશન : તું બેસ જયરાજ હું કહેતો આવું છું રાજુને આ મેસેજ ફરતો કરવા, અને હા જયરાજ મારે હવે નીકળવું પડશે કેમકે ઘેર મમ્મી એકલા છે, નીતા (પત્ની ) એના પિયર ગઈ છે બે દિવસ..
જયરાજ : હા વાંધો નહીં જા, રાહુલ તું પણ જઈ શકે છે એમ પણ હવે પોલીસ સ્ટેશનમાં રહીને કંટાળ્યો હોઈશ,
રાહુલ અને કિશન બંને જય હિન્દ કહીને નીકળી જાય છે.
જયરાજ બેલ મારીને કોન્સ્ટેબલને બોલાવે છે...
દિલીપ : બોલો સાહેબ...
જયરાજ : દિલીપ મેં મોહનને હોટેલ માં અને નિખિલની ઓફિસ માંથી સીસીટીવી ફૂટેજ લાવવાનું કીધું તું કલાકમાં, જરાં એને પૂછ ક્યાં અટવાઈ ગયો છે??
દિલીપ : હા સાહેબ પૂછીને આવું અને ચા પણ લાવું...
જયરાજ : હમ્મ જલ્દી કર
થોડીવાર રહીને દિલીપ ચા સાથે હાજર થાય છે...
જયરાજ ચા પીને કપ પાછો મૂકે છે ત્યાં એને એક ઝબકારો થાય છે.. પડી ગઈ ખબર કે હસીનાએ એના છેલ્લા લેટરમાં કોને મારવાની વાત કરી છે !!
હસીના હવે તારો આ ખૂની ખેલ ખતમ .. ચાલુ તે કર્યું તું હવે એને પૂર્ણ હું કરીશ.....


જયરાજને કઈ રીતે ખબર પડી કે હવે હસીના કોનો શિકાર કરવાની છે??? હસીના પકડાઈ જશે?? હસીનાનો ખૂની ખેલ ચાલુ રહેશે કે પૂરો થશે એ જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ....