Prem ni saja - 14 in Gujarati Love Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમ ની સજા - ભાગ-૧૪

Featured Books
Categories
Share

પ્રેમ ની સજા - ભાગ-૧૪

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના લગ્ન મા મનોજ, વિજય, સુજલ બધા જ મિત્રો રાજી ખુશી થી જાય છે, બોવ ધમાલ મસ્તી પણ કરે છે , લગ્ન સ્થળે પહોચી ને એ ત્રણેય જણ જમવા જાય છે ત્યારે એમને બૂમો સંભળાય છે એ બધા ને લાગે છે કે દુલ્હન ચોરી મા આવી રહી છે, એટલે એ લોકો જલ્દી જમી ને ચોરી બાજુ જાય છે, ચોરી મા પહોંચતા જ મનોજ દુલ્હન ને જોઈને બેસી જાય છે વિજય અને સુજલ પણ દુલ્હન ને જોઈને આંચકો લાગી જાય છે હવે જોઈએ આગળ.
મનોજ, વિજય, સુજલ દુલ્હન ને જ જોયા કરે છે શુ દુલ્હન એટલી સુંદર હતી કે એ લોકો એને જ જોયા કરતા હતા? ના અવુ કંઈ નહતુ પણ એ દુલ્હન બીજુ કોઈ નહી પણ આશા હતી. મનોજ ને વિશ્વાસ નહતો આવતો એણે વિધી મા બેઠાલા સામે જોયુ , વિધી મા પણ આશા ના મમ્મી પપ્પા જ હતા. મનોજ ની હાલત એવી હતી કે કાપે તોય લોહી ના નીકળે, વિજય અને સુજલ મનોજ ની સામે જોઈ રહ્યા કે મનોજ કંઈ અવળુ ના કરે. મનોજ વિચારતો જ રહી ગયો કે આ હકીકત છે કે સપનુ, જે મને એમ કહેતી હતી કે તારા સિવાય કોઈ ની સાથે લગ્ન નહી કરુ અને આજે એ લગ્ન કરી રહી છે? અને આ સંજય મારો મિત્ર એને ખબર હતી બધી તો પણ એણે આવુ કર્યુ ? વિજય અને સુજલ લગ્ન પુરુ થતા સુધી મનોજ સાથે જ બેસી રહ્યા. લગ્ન પતી ગયુ એટલે મનોજે વિજય ને કહ્યુ કે સંજય સાથે એકલા મા મારે વાત કરવી છે. વિજય સંજય પાસે ગયો અને સંજયને મનોજ ની વાત કરી સંજયે કહ્યુ થોડીવાર પછી હુ તને કહુ એટલે એને સામે ના રુમ મા મોકલજે . વિજયે મનોજ ને જઈને કહ્યુ પછી બધા ત્યા બેસી રહ્યા થોડીવાર પછી સંજય ચોરીમાથી બહાર નીકળતો હતો ત્યારે વિજય ને ઈશારો કરી મનોજને મોકલવા કહ્યુ. મનોજ સંજય ની પાછળ રુમ મા ગયો, રુમ મા સંજયની સાથે એના બનેવી, એના પીતરાઈ ભાઈઓ હતા એટલે એ એ લોકો ની સામે જોવા લાગ્યો, સંજય સમજી ગયો કે મનોજ કેમ શાંત ઊભો છે એટલે સંજયે બધા ને બહાર જવા કહ્યુ.
સંજય : હા મનોજ બોલ શુ કામ હતુ મારુ?
મનોજ : સંજય તુ મારા ભાઈ જેવો થઈને મારી સાથે આવુ કર્યુ ? મે તારુ શુ બગાડ્યુ હતુ? તુ તો બધુ જાણતો હતો છતાય આશા સાથે લગ્ન કરવા તૈયાર થયો?
સંજય : ભાઈ માને છે તુ મને? ભાઈ માનતો હોત ને તો મારા મન ને સમજતો, કોલેજ મા જ્યારે આશા સાથે ફ્રેન્ડશિપ કરવાની વાત કરી ને તો તુ મને લાફો ના મારતો મારી હેલ્પ કરતો.
મનોજ : પણ તને કેમ લાફો માર્યો એ તો તને બધા એ કહ્યુ હતુ અને તે પણ તો એ વાત સ્વિકારી હતી કે ભૂલ તારી હતી
સંજય : હા સ્વિકારી હતી પણ એટલા માટે કે હુ વાત આગળ વધારવા નહતો માંગતો અને આશા ની નજરો મા પડવા નહતો માંગતો, તારા લાફા નો બદલો લેવા માંગતો હતો હુ એ મોકો શોધી રહ્યો હતો ને એ મોકો મળી ગયો મને જ્યારે મારા જન્મદિવસ ની પાર્ટી મા મને આશા ના પપ્પા એ આશા સાથે લગ્ન ની વાત કરી. હુ એ ટાઈમે તમારા સંબંધ ની વાત એના પપ્પા ને કરી દેતો પણ એટલે ના કરી કે એ ટાઈમે આશા તને પ્રેમ કરતી હતી મને બીક હતી કે આશા તારી સાથે ભાગી ને લગ્ન ના કરી લે અને હુ આશા ના મન મા જગ્યા બનાવવા માંગતો હતો અને તને દૂર કરવા માંગતો હતો. અટલે જ મે પછી એના પપ્પા ને બહાર બોલાવી મારી બધી જ યોજનાઓ સમજાવી .
મનોજ : વાહ દોસ્ત વાહ અરે તારે બદલો જ લેવો હતો તો મને મો પર કહી દેતો આ બધુ કરવાની શુ જરુર હતી?
સંજય : નાનપણ થી મારા ઘર મા કોઈ દિવસ કોઈ એ મારી પર હાથ નહી ઉઠાવ્યો અને તે મારી પર હાથ ઉઠાવ્યો? હુ ધારતો તો તને ય તારી ઓકાત બતાવી શકતો હતો પ઼ણ હુ તને એવી જગ્યા એ મારવા માંગતો હતો કે એ ઝખ્મ તુ જીંદગીભર ના ભુલે.
મનોજ : ભલે દોસ્ત તારા મન મા આટલુ ઝેર ભરેલુ જ છે તો હવે એ પણ કહી દે કે તે આવુ બધુ કેવી રીતે કર્યુ?
સંજય : તો સાંભળ આશા ના પપ્પા એ જે દિવસે મને લગ્ન ની વાત કરી એ દિવસે તો મે કંઈ ના કહ્યુ પણ એમનો નંબર લઈ લીધો અને પછી એકદિવસ એના પપ્પા એ મને મેસેજ કરી ને કહ્યુ કે મારે તને મળવુ છે તુ ટાઈમસર આવી જજે. અને એ દિવસે મે એમને મળ્યો તારા અને આશા ના સંબંધ વિશે એમને શક તો હતો જ મે પણ એમને તમારા સંબંધ ની બધી વાત કરી, એના પપ્પા તો તારી સાથે ઝઘડો જ કરવાના હતા પણ મે એમને ના પાડી અને કહ્યુ કે હમણા એ લોકો નો સંબંધ બોવ મજબુત છે જો હમણા તમે કંઈ પણ કરવા જશો ને એ લોકો ભાગી જશે તો ઈજ્જત તમારી જશે, તમે એમ કરો કે ત્યાથી પહેલા ઘર બદલી નાખો આમ પણ પરિક્ષા ના લીધે રજાઓ પડી જશે, જેટલા દિવસ કોલેજ ચાલુ છે એટલા દિવસ આશા કોલેજ મા નય આવી શકે એમ પ્રિન્સિપાલ સર ને મળી ને બહાનુ કાઢી કહી દેજો. પછી પરિક્ષા મા તમે જોડે જ આવજો ને આશા ને લઈને જ જજો એટલે મનોજ ને આશા એકબીજાને મળી ના શકે મનોજના ફોન મા હુ તમારા બધા ના નંબર બ્લેકલિસ્ટ મા નાંખી દઈશ એટલે આશા જ્યારે પણ ફોન કરશે ત્યારે મનોજ નો ફોન વ્યસ્ત બોલશે ને આપણે આશા ને કહી શકીશુ કે મનોજ હવે બીજી છોકરી સાથે બોલે છે અને તારી સાથે સંબંધ રાખવા નય માંગતો. જ્યારે અંબાજી જવા વિજય નો ફોન આવ્યો મારી પર તો મને શક ગયો કે તમને બધી ખબર પડી ગઈ છે કે આશા ક્યા છે એટલે મે એના પપ્પા ને કહ્યુ કે ત્યાથી પણ ઘર બદલી નાખો અમારા આવતા પહેલા અને એ પણ કામ થઈ ગયુ અને ફાયનલિ આશા ને મનાવવામા હુ કામયાબ રહ્યો ને આજે અમારા લગ્ન પણ થઈ ગયા , જો તુ મારી સાથે દોસ્તી નય રાખે તો મને કંઈ ફરક નય પડે સમજ્યો હવે તુ જ઼ઈ શકે છે.
મનોજ : સારુ દોસ્ત દોસ્તી નુ આવુ પરિણામ આપવા બદલ તારો આભાર.
મનોજ ત્યાથી નીકળી ને વિજય અને સુજલ પાસે આવે છે અને બધી જ વાત કરે છે. એની વાત સાંભળી બંન્ને સંજય પર ગુસ્સે થઈ જાય છે.
સુજલ : સાલો આપણા જ ગૃપ મા રહી ને આપણી જ મેથી મારતો રહ્યો આપણને શુ ખબર કે જેને આપણે ભાઈ જેવો મિત્ર માનતા હતા એ કાળો નાગ નીકળશે.
વિજય : તારી વાત સાચી છે ભાઈ પણ આપણે એમ કરી શકીએ છે કે આશા આ બધી વાત થી અજાણ છે એને બધુ કહીશુ તો હોઈ શકે કદાચ આશા હમણા જ સંજય સાથે છુટ્ટુ કરી લેય, આમ પણ એ મનોજ ને ખૂબ જ પ્રેમ કરતી હતી, હકીકત સાંભળી કદાચ એની આંખો ખુલી જાય અને કોણ સાચુ છે ને કોણ ખોટુ છે એ સમજી જાય.
સુજલ : હા ચાલો આપણે બધા જ આશા પાસે જઈએ.
મનોજ ને પણ એમ થયુ કે કદાચ આશા નુ મન બદલાઈ જાય સાચુ સાંભળી ને. એ બધા આશા પાસે જાય છે. આશા ને એકલા મા વાત કરવાની કહે છે આશા એની બહેનો ને બહાર મોકલી દે છે. વિજય અને સુજલ બધી જ વાત આશા ને કરે છે આ બધુ સાંભળી આશા મનોજ બાજુ થોડીવાર એક નજરે જોયા જ કરે છે , મનોજ ના મન મા લાગ્યુ કે આશા સાચુ સાંભળ્યા પછી પરિવર્તન લાવી રહી છે એને પસ્તાવો થઈ રહ્યો છે. હમણા જ એ મને આવી ને બા઼ઝી પડશે એમ વિચાર કરે છે.
આશા ને સાચુ ખબર પડી ગ઼ઈ તો શુ આશા પાછી મનોજ ની થશે? શુ આશા સંજય સાથે લગ્ન તોડી નાંખશે? આગળ કોઈ નવી મુસિબત આવશે? જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . .