Jivan no sangath prem - 10 in Gujarati Love Stories by Surbhi Anand Gajjar books and stories PDF | જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-10

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-10

જય શ્રી કૃષ્ણ મિત્રો,(આગળ નાં ભાગ માં આપણે જોયું કે રાહુલ સંજના ને કહે છે કે હું મારા મિત્ર ના લગ્ન માં જવાનું હોવાથી હું તારા સાથે 2 દિવસ વાત નઇ કરી શકું..તો સંજના મજાક માં એમ કહે છે કે મારા 2 દિવસ ના sms બચી જશે પણ મનોમન માં એ વિચારતી હોય છે કે હું કેવી રીતે રહી શકીશ એના સાથે વાત કર્યા વગર હવે આગળ)…
આગળ નાં દિવસે રાહુલ સાથે સવારે વાત કર્યા વગર સંજના નોકરી જાય છે…આખો દિવસ એનો જતો નથી …કામ તો એ કરતી જ હોય છે પણ એનું મન કામ કરવા કરતાં ઓછું રાહુલ માં વધારે હોય છે…રાહુલ રોજ એના સાથે વાત કરતો હોય છે…પણ આજે એ રાહુલ ને miss કરતી હોય છે…બહુ જ ….બહુ જ યાદ આવતી હોય છે એને રાહુલ ની પણ એ શું કરતી એણે જ તો સંજના ને કહ્યું હોય છે કે હું વાત નઈ કરું..2 દિવસ તો એ પણ શું કરે એને એમ લાગતું કે 2 દિવસ તો જલ્દી જતા રહેશે પણ એ દિવસે એનો દિવસ જ નતો જતો…
સંજના ના ઓફિસ થી ઘરે જવાનો સમય થઈ ગયો હતો.. એટલે એ ઘરે જાવા માટે નીકળે છે.. બસ માં બેસે છે બધા ઑફિસ વાળા સાથે પણ આજે એનું મન જ કોઈની સાથે વાત કરવાનું હતું નઈ…એના સ્ટાફ વાળા પૂછતાં હતા કે સંજના શું થયું તને કેમ આમ ચૂપ ચાપ બેસી રહી છે?પણ સંજના શું બોલે એના મન માં તો રાહુલ નાં જ વિચાર આવ્યા કરતા હતા..સંજના એ વિચાર કર્યો કે હું એને sms કરી જોઉં કદાચ એ reply આપે મને…પણ રાહુલ ના પાસે સમય જ નતો.. અને એને sms જોયો પણ ખરો એને મન પણ થયું વાત કરવાનું પણ પછી એનાં મન માં થયુ કે એને એહસાસ કરાવો હોય તો હું અત્યારે એના સાથે વાત ના કરી શકું…એટલે એ સંજના નાં sms ને ટાળે છે…પણ આ બાજું સંજના ઉદાસ થઈ જાય છે…અને રાહુલ ની હાલત પણ ક્યાં સારી હોય છે.. એ પણ મન માં ને મન માં દુઃખી થતો હોય છે.. કે હું સંજના સાથે વાત નથી કરી શકતો..
સંજના ઘરે પહોંચીને ચા પીવે છે…ને પછી ઘર ના કામ માં થોડી એની મમ્મી ને મદદ કરવા લાગે છે…ત્યારે પણ એના મન માં રાહુલ ના વિચાર ચાલતા હોય છે.. કામ માં ધ્યાન નથી જતું…એની મમ્મી કહે છે સંજના તને શું થયું છે?કેમ કાંઈ બોલતી નથી.. સંજના કહે છે.. મમ્મી બોલું તો છું અજી બીજું શું બોલું…સંજના ને પોતાને જ ખબર નહોતી પડતી કે આ બધું એના સાથે શુ થઈ રહ્યું હોય છે… રાતે જમીને એ પોતાની સીરીયલ જોવે છે…પછી રાહુલ ને msg કરે છે.. good night નો…રાહુલ જોવે પણ છે…પણ રાહુલ એને જવાબ નથી આપતો…ફરીથી સંજના ઉદાસ થઈને સુઇ જાય છે..
બીજા દિવસે સવારે સંજના ઉઠે છે.. રાહુલ ને good morning નો msg કરે છે.. પણ રાહુલ નો જવાબ ના આવતાં ઉદાસ થઈને ફરીથી પોતાના કામ માં લાગી જાય છે.. ઓફિસ જવાની તૈયારી કરે છે… ઓફિસ પહોંચીને એના કામ માં લાગી જાય છે…પણ કામ માં મન લાગતું નથી…એને કામ માં પ્રોબ્લેમ આવના લીધે એનો સ્ટાફ એને ઠપકો આપે છે.. ને એ ફરીથી ઉદાસ થઈ જાય છે ને બાથરૂમ માં જઈને બહુ જ રડે છે.. રાહુલ ને યાદ કરીને કે.. રાહુલ કેમ તું મારા સાથે વાત નથી કરતો …મારા સાથે વાત કર મને તારા સાથે વાત કરવાની બહુ જરૂર છે.. તારા સાથ ની જરૂર છે…પછી ફરીથી ઑફિસમાં જઈને કામ માં વ્યસ્ત થઇ જાય છે…એવું જ 2 દિવસ થાય છે…પછી સંજના ને થોડી હાશ થાય છે કે કાલે તો રાહુલ નો sms આવશે એટલે હું વાત કરી શકીશ…પણ 3 જા દિવસે પણ રાહુલ નો કોઈ જવાબ નથી આવતો એટલે સંજના ની હાલત બહુજ ખરાબ થઈ જાય છે.. અને એ દિવસે ફરીથી સંજના ને એના ઓફિસ નાં સ્ટાફ પાસેથી ઠપકો મળે છે…જેના લીધે એ ફરીથી રાહુલ ને યાદ કરીને બહુ જ રડે છે.. કોણ જાણે ભગવાન શું પરીક્ષા બંને ની લઈ રહ્યા હોય છે?બંને બાજુ બંને તકલીફ માં હતાં…એવા ને એવા 3 દિવસ સંજના તકલીફ માં કાઢે છે…ત્યારે એને એહસાસ થાય છે…કે હું શા માટે બસ રાહુલ ને જ યાદ કરું છું…ત્યારે એને ખબર પડે છે કે..એ પણ રાહુલ ને પ્રેમ કરે છે…આખરે 4 દિવસે રાહુલ સંજના ને msg કરે છે…ત્યારે સંજના બહુ જ ખુશ થઈ જાય છે…રાહુલ નાં sms ને જોઈને …કે આખરે રાહુલ એ મને જવાબ આપ્યો…એનું મન અત્યારે તો હવા માં ઉડતું હોય છે… જાણે એની બધી જ તકલીફ દૂર થઈ ગઈ હોય એમ લાગતું હોય છે…પછી સંજના પણ રાહુલ ને જવાબ આપે છે…good morning નો…બંને વાતો એ વળગે છે..પહેલાં તો સંજના રાહુલ સાથે ઝગડે છે…કે તે 2 નાં બદલે 3 દિવસ કેમ કર્યા?બહુ જ ઝગડે છે…રાહુલ સંજના ને શાંત કરીને પૂછે છે…કે કેમ તું મને miss કરતી હતી?ને આવું સાંભળીને સંજના નું હૃદય જોરથી ધબકે ને રાહુલ ને કહે છે કે હા હું તને બહુ જ miss કરતી હતી…રાહુલ પૂછે છે…કે કેમ તું મને યાદ કરતી હતી?સંજના કહે છે…કે મને નથી ખબર કે હું તને યાદ શું કામ કરતી હતી…પણ સાચું તો એ હતું કે સંજના જાણતી હતી કે એ રાહુલ ને શું કામ miss કરતી હતી કેમ કે એ રાહુલ ને પ્રેમ કરતી હતી ..
આવી રીતે દલીલ કરી કરીને બંને એક બીજા સાથે વાત કરે છે.. આખો દિવસ બંને એક બીજાને પૂછતાં રહ્યાં કે તું મને miss કરતો હતો કે નઈ?બસ એ દિવસે રાહુલ અને સંજના બંને ખુશ હતાં કેમ કે 3 દિવસ પછી એક બીજા સાથે વાત કરવાનું મળ્યું હોય છે.. તો પણ આજે રાહુલ એ નક્કી જ કર્યું હોય છે કે.. હું આજે સંજના પાસે બોલાઈને જ રહીશ કે એ મને પ્રેમ કરે છે..એ દિવસે ગુરુવાર હતો…સંજના દર ગુરુવાર એ એના ઘર પાસે મંદિર છે…સાંઈ બાબા નું ત્યાં સંજના દર ગુરુવારે જતી હતી…તો સંજના મંદિર પાસે ઊતરી ને સાંઈ બાબા નાં મંદિર એ જાય છે…મંદિરે થી નીકળ્યા પછી રાહુલ પૂછે છે કે ક્યાં ગઈ હતી …reply નતી આપતી ને મને…ત્યારે સંજના કહે છે..કે હું મંદિરે ગઈ હતી સાંઈ બાબા નાં.. ત્યાં દર અઠવાડિયે હું જાઉં છું..રાહુલ કહે છે.. ખૂબ સરસ…
સંજના ને રાહુલ અચાનક જ પૂછી લે છે.. કે તું મને પ્રેમ કરે છે?હા કે ના?ત્યારે સંજના નાં મન માં એક ઝણઝણાટી જેવું થાય છે…એને વિચાર આવે છે કે હું શું કહું?સંજના પૂછે છે કે કેમ અચાનક મને આવો સવાલ કરે છે?તો રાહુલ કહે છે…કે તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું…તો તું કેમ મને પ્રેમ નથી કરતી?મને હા નથી કહેતી?હું જાણું છું કે તું મને પ્રેમ કરે છે.. પણ કેવા નથી માંગતી..સંજના કહે છે કે ના હું તને પ્રેમ નથી કરતી…રાહુલ કહે છે.. કે સારું તું મને પ્રેમ નથી કરતી ને તો હું પણ તારા સાથે વાત નઈ કરું..જ્યાં સુધી તું મને પ્રેમ નઈ કરે ત્યાં સુધી હું રાહ જોઇશ..અને જ્યારે તું મને પ્રેમ કરીશ ત્યારે મને કહેજે…ત્યારે હું તારા સાથે વાત કરીશ..પણ સંજના કહે છે કે..પણ વાત તો કર મારા સાથે કેમ આવું કરે છે?રાહુલ કહે છે..કે ના જ્યાં સુધી તું મને કહે નઈ કે તું મને પ્રેમ કરે છે ત્યાં સુધી હું વાત નઈ કરું..
ક્રમશ:
તો મિત્રો શું લાગે છે તમને કે સંજના પોતાનાં પ્રેમ નો સ્વીકાર કરશે કે એ પોતે રાહુલ ને પ્રેમ કરે છે?સંજના અને રાહુલ ની પ્રેમ કહાની આગળ વધશે કે પછી અહીંયા જ રુકી જશે..?જાણવા માટે વાંચતાં રહો જીવન નો સંગાથ પ્રેમ…