Premnu Aganphool - 6 - 2 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 6 - 2

Featured Books
Categories
Share

પ્રેમનું અગનફૂલ - 6 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મોતની આહટ

ભાગ - 2

સલીમ ખૂંખાર ર્દષ્ટિએ તે છાંયા તરફ ક્ષણ માટે તાકી રહ્યો. પછી તેના મોંમાંથી ખતરનાક ઘુરકાર નીકળ્યો.

‘હા... આ... આ... આ...’ ઘુરકાટ કરતો માથું નમાવી તે છાંયાની સામે તેના પેટમાં માથું મારવા એકદમ આગળ ધસી ગયો.

પણ તે છાંયો તેનાથી એકદમ ચપળતાપૂર્વક એક તરફ ધસી ગયો. સલીમ એટલા જોર સાથે તેની સામે ધસી ગયો હતો. તે છાંયો એક તરફ ખસી જતા એકદમ જોરથી તે વૃક્ષના થડ સાથે ધડામ કરતો અથડાયો.

સલીમના ગળામાંથી ખોફનાક ચીસ સરી પડી. પછી તે ત્યાં જ ઢગલો થઇ ગયો.

તેને ત્યાં જ પડતો મૂકી તે છાંયો સ્ટીમબાથ તરફ દોડ્યો, હવે તેની પાસે સમય ન હતો. અચાનક સામેથી પગલાનો અવાજ પછી કોઇના આવી રહ્યાનો ભાસ થયો. તરત છાંયા એ એક વૃક્ષની આડમાં છુપાઇ કમરમાં ભરાવેલ સાયલેન્સરયુક્ત રિવોલ્વરને હાથમાં લીધી. ‘દુશ્મન હોય તો તેને ખત્મ જ કરી નાખવો, તેની સામે લડવા બેસી જશે. ત્યાં સુધી કદમનું મોત તેને ગળી જશે.’ વિચારી તેણે રિવોલ્વરને હાથમાં લઇ સામેથી દોડી આવતા રહેમાન તરફ સીધી કરી. રહેમાનના હાથમાં પણ રિવોલ્વર જોઇ તે છાંયો સમજી ગયો કે તે પણ દુશ્મનોનો સાથી છે.’ જે હોય, તે કદમનો જીવ બચાવવો હોય તો આને મારવો જ પડશે.

હોઠ ભીંસી દાંત કચકચાવી તે છાંયાએ રહેમાનના કપાળનું નિશાન લીધું. ‘ફિશ’ના આછા અવાજની વળતી જ પળે રહેમાનની ચીસ ગુંજી ઊઠી. રહેમાનના ગળામાં ગોળી લાગી હતી. તે નીચે પછડાયો ક્ષણભર માટે તરફડિયાં મારી તે શાંત થઇ ગયો.

તે મરી ગયો કે જીવતો છે તેની પરવા કર્યા વગર તે છાંયો સ્ટીમબાથ તરફ દોડ્યો. જેમાં કદમ બાથ લેવા ગયો હતો તે બાથરૂમની દરવાજા પર તાળુ લટકતું હતું, ક્ષણનોય વિલંબ કર્યા વગર તે છાંયાએ તાળાનું નિશાન લઇ ગોળી છોડી, તાળં નકુચામાં લટકી ગયું. ડ્રોપર ખોલી તે છાંયાએ ઝડપથી બાથરૂમનાં દરવાજા પૂરેપૂરા ઉઘડી નાખ્યા. ગરમ ગરમ વરાળ તેની સામે ધસી આવી.

‘કદમ... કદમ...’ ચિલ્લાતો તે અંદર ઘૂસી ગયો. સ્ટીમ બાથરૂમના ખૂણામાં કદમ ટૂંટિયું વાળીને બેઠો બેઠો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ ખાઇ રહ્યો હતો. વરાળ બહાર નીકળી જતાં જ અંદરનું ચિત્ર હવે સ્પષ્ટ દેખાતું હતું. ‘કદમ...’ રાડ નાખતાં તે કદમ પાસે ધસી ગયો અને કદમને તે બંને હાથમાં ઊંચકી ઝડપથી બહાર આવ્યો.

ઓક્સિજન વગર તરફડતાં ફેફસાં જે બંધ પડવાની તૈયારીમાં હતાં. ખુલ્લા વાતાવરણમાં આવતાં જ તેનાં તરફડતાં વલોવાતાં ફેફસાંને ધક્કો લાગ્યો. પહેલા દબાયા પછી ઊ...ઊ...ઊ... ના અવાજ સાથે કદમનું પેટ દાબ્યું. ઊંચુ-નીચું થયું અને એક શ્વાસ ખેંચાયો, બહારનો ઓક્સિજન તેના ફેફસાંમાં જતા જ મરણતોલ સ્થિતિમાં પડેલા કદમના ફેંફસાં ફરીથી બ્રિથીંગ લેવા લાગ્યાં.

હજુ તે છાંયો કદમના શરીરને હાથમાં ઉપાડી દોડતો હતો.

કદમ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેના શરીરની ચામડી જાણે બળતી હોય તેવું લાગી રહ્યું હતું, કદમે આંખો ખોલી જોયું.

તે કોઇ રૂમના પલંગ પર સૂતેલો પડ્યો હતો અને તેના પલંગની બાજુમાં પડેલી કુરશી પર ગોરા-ચટ્ટા ચહેરાવાળો યુવાન બેઠો હતો. કદમને ભાનમાં આવેલો જોઇ તરત તે ઊભો થઇ ગયો.

‘કદમ... હવે કેવું લાગે છે...?’ માથા પર હાથ ફેરવતાં તે બોલ્યો.

‘સારું... પણ હું ક્યાં છું... ? આપ કોણ છો ?’ બેઠા થવાનો પ્રયાસ કરતાં કદમે તેની સામે જોયું. તે વ્યકિતએ ઝડપથી કદમની પીઠ પર હાથ ભેરવી કદમને બેઠા થવામાં મદદ કરી.

‘કદમ... પહેલાં થોડી બ્રાન્ડી પી લે, થોડો ફ્રેશ થા, પછી તને બધી વિગત કહું છું.’ ત્યાં પડેલા કાચના ગ્લાસમાં બ્રાન્ડી નાખતાં તે બોલ્યો.

‘ઓ.કે...’ કહેતાં કદમ પછી કાંઇ જ બોલ્યા વગર બ્રાન્ડી ગટગટાવી ગયો.બ્રાન્ડની અસરને લીધે કદમ થોડીવારમાં જ ફ્રેશ થઇ ગયો.

‘કેમ લાગે છે, હવે મી. કદમ...?’ તેણે પૂછ્યું.

‘એકદમ બરાબર...’ કદમ હસ્યો પછી તેની સામે પ્રશ્નાર્થભરી ર્દષ્ટિએ જોયુ.

‘કદમ... મારું નામ રસીદ છે.’ ઇન્સ્પેક્ટર રસીદ ફ્રોમ ‘ભારતીય ઇન્ટેલીજન્સ બ્યુરો’ અને સર સોમદત્તના કહેવાથી જ હું પાકિસ્તાનમાં રહું છું. મારું ઠેકાણું ઇસ્લામબાદ છે, પણ મને આદેશ મળતાં તુરંત હું પેશાવર આવી ગયો. ઇસ્લામબાદથી પેશાવરનું ડિસ્ટન્સ 180 કિલોમીટરનું છે. તમે પેશાવર ઉતર્યા ત્યારે હું ત્યાં જ હતો. મને તમારા અલગ અલગ મેકઅપવાળા ફોટાઓ મેજર સોમદત્તે ઇન્ટરનેટ દ્વારા મોકલ્યા હતા. તેથી હું તરત તમને ઓળખી ગયો. મી. કદમ તમને ખબર ન હતી, પણ તમે પેશાવરના બચાખાન એરપોર્ટ પર ઊતર્યા કે તરત દુશ્મનોના એજન્ટો તમને ઓળખી ગયા. તેઓએ તમારી ટેક્ષીનો ઠેઠ હોટલ પામીર સુધી પીછો કર્યો હતો અને પછી તરત તમે હોટલ પામીરમાં ઊતર્યા છો તેવો સંદેશ પણ ઉપર મોકલી આપ્યો હતો. હું તમારી પાછળ જ હતો. દુશ્મનની કાર પાછળ પીછો કરતો હું અહીં પહોંચ્યો હતો. જરૂર કાંઇક અવનવું બનશે તેનો અંદાજ મને આવી ગયો હતો. તેથી જ તમે જ્યારે સ્ટીમબાથ માટે આવ્યા કે તરત સામેના ભાગમાં ગીચ વૃક્ષોના ઝુંડ અને ટેકરીઓ પાછળ હું દૂરબીન લઇ છુપાઇ ગયો હતો. જેવા તમે બાથરૂમની અંદર ગયા કે દુશ્મનના માણસોએ તરત બહારથી બાથરૂમના દરવાજાને તાળું લગાવી દીધું અને સ્ટીમબાથની ઓટોમેટીક ટાઇમર સિસ્ટમમાં પણ ગડબડ કરી નાખી. તમને ખત્મ કરવાનો સજ્જડ પ્લાન તેઓએ પહેલાંથી બનાવી રાખ્યો હતો અને કોઇ તે તરફ જાય તો તેને પહોંચી વળવા માટે દુશ્મનના માણસો રિવોલ્વર સાથે ત્યાં જ ઊભી હતાં.’ ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી એક રસીદ એક સિગારેટ કદમને આપી અને એક પોતાના હોઠમાં દબાવી પછી માચીસની દીવાસળીથી બંનેની સિગારેટ સળગાવી.

‘તમે પણ ફોર સ્કવેર પીવો છો...? અને હું સિગારેટ પીવું છુ. તેની તમને ક્યાંથી ખબર પડી...?’ સિગારેટનો એક ઊંડો દમ ભરી નાક વડે ધુમાડો છોડતાં કદમે રસીદ સામે જોયુ.

‘મને તમારો પૂરો બાયોડેટા આપવામાં આવ્યો છે. કદમ...’ કહેતાં કહેતાં હસી પડ્યો. પછી આગળ બોલ્યો, ‘કદમ જો હું થોડો પણ મોડો પહોંચ્યો હોત તો તમારું મોત નિશ્ચિત હતું અને તમને બચાવવા માટે બે માણસોને બેહોશ કરવા પડ્યા અને સમયના અભાવે એક માણસને મારી નાખવો પડ્યો. તમને બચાવવા માટે હરએક ક્ષણ કિંમતી હતી.’ કહેતાં રસીદ ચુપ થયો અને સિગારેટના ઊંડા કશ ખેંચવા લાગ્યો. ‘કદમ, સર સોમદત્તે મને તમારા મિશનની બધી બાતમી આપી છે. મારે તમને પૂરેપૂરી મદદ કરવાની છે.’

‘રસીદ... મારો જીવ બચાવવા માટે આભાર... હવે આપણે પહેલા પ્રલયને શોધવાનો છે અને પછી દુર્ગાનું અપહરણ કરી તેને ક્યાં લઇ જવામાં આવી છે તે જલદી શોધવું પડશે.’

મિ.કદમ...પ્રલયને તો મેં શોધી લીધો છે, પણ પ્રલય દુશ્મનોની નજરમાં આવી ગયો છે, પણ પ્રલયે તો પેશાવરમાં તહેલકો મચાવી દીધો છે. અહીંનો ખતરનાક ગુંડો જે પાકિસ્તાનના આકાઓ અને આઇ.એસ.આઇ. તથા આતંકવાદી સંગઠનનો ખાસ માણસ છે. તેની સાથે પ્રલય ટકરાઇ ચૂક્યો છે. અને અત્યારે તાહિરખાનના માણસો ગલી ગલીમાં પ્રલયને શોધી રહ્યાં છે.’ કહેતાં પ્રલયે નાઝીયાને તાહિરખાનના હાથમાંથી કેવી રીતે બચાવી તે બધી જ વિગતવાર વાત રસીદએ કદમને જણાવી..

‘રમજુચાચા... નાઝીયાના દાદા હતા. નાઝીયાના માતા-પિતા તો અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. રમજુચાચાએ નાઝીયાને ઉછેરીને મોટી કરી હતી. નાઝીયા એકદમ ચપળ અને ચાલાક છોકરી હતી. વળી ખુદાએ તેને ખોબેખોબા ભરીને ખૂબસૂરત બનાવી હતી. રેલવે ક્વાર્ટરની નજદીક જન્નતપોળમાં તે તેના દાદા સાથે રહેતી હતી. ત્યારે તાહિરખાન પણ જન્નત પોળમાં રહેતો હતો અને રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો હતો. ધીમે ધીંમે રેલવે મજદુર યુનિયનનો પ્રમુખ બન્યો અને પછી બધી જાતના ઊંધા ધંધામાં તે આગળ વધતો ગયો. કોઇને ધમકી દેવી હોય કે કોઇની જમીન પચાવી પાડવી હોય કે દારૂ-અફીણ, ગાંજાનો ધંધો હોય, બધું જ તાહિરખાન કરતો, રેલવે કર્મચારી અને મોટા અધિકારીઓ પણ તેનાથી ડરતા. મોટા મોટા નેતાઓનાં ઊલટં કામો, ઇલેકશન વખતે તેમની ફેવરમાં વોટિંગ કરાવવા માટે તે લોકોને ખુલ્લી ધમકી આપતો. આતી નેતાઓના તેના પર ચાર હાથ રહેતા અને તેથી મોટા અધિકારીઓ પણ તેનો ખ્યાલ રાખતા.

નાઝીયા તેની જ પોળમાં રહેતી હોવાથી પહેલાંથી જ તેની નજરમાં હતી. નાઝીયા એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી હતી. તેના પગારમાંથી તેનું તથા તેના દાદાનું ગુજરાન ચાલતું હતું.

આજકાલ તાહિરખાન પાસે નવી ઓફર આવી હતી.

અમુક આતંકવાદી સંગઠનો પાકિસ્તાનની ખૂબસૂરત છોકરીઓને ટ્રેનીંગ આપી સરહદપાર ભારતની બોર્ડર પર મોકલવા માંગતા હતા અને સંગઠનને આ કામ તાહિરખાનને સોંપ્યું હતું અને તેથી જ તાહિરખાન નાઝીયાને સમજાવી પટાવી આ કામ માટે ટ્રેનિંગ આપી ભારત બોર્ડર પર મોકલવા માંગતો હતો. તાહિરખાનની વાત સાંભળીને નાઝીયા એકદમ ક્રોધે ભરાઇ હતી અને તાહિરખાનનું અપમાન કરી ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો અને ત્યારે તાહિરખાનને કહ્યું હતું કે, ‘નાઝીયા યાદ રાખજે એક વખત તને હું ઉપાડી જઇશ.’ અને આજે ઇરાદા સાથે તે હોટલમાં આવ્યો હતો અને તેની ટક્કર પ્રલય સાથે થઇ હતી.

અત્યારે પ્રલય નાઝીયાના ઘરે નાઝીયા અને તેના દાદાની સમક્ષ બેઠો હતો. નાઝીયાએ પ્રલયને બધી જ વિગત જણાવી હતી.

‘ભાઇ... આજ તું ન હોત તો મારી પૌત્રીને તે રાક્ષસ ચોક્કસ ઉપાડી ગયો હોત અને લાખ ધમપછાડા પછી પણ નાજીયાનો પત્તો મળ્યો ન હોત. અહીંની પોલીસ પણ તાહિરખાન સાથે ભળેલી છે.’ કહેતા રમજુકાકાની આંખો ડબડબી આવી.

‘રમજુકાકા... મારી ફરજ હતી અને સામે મારી સામે કોઇપણ સ્ત્રીનું કોઇ અપમાન કરે તે મારાથી સહન થતું નથી.’

‘ભાઇ... તું ખરેખર ખુદાનો ઓલિયો છે. ભાઇ મને તારા પર ગર્વ છે, પણ ભાઇ મને કહે તો ખરો કે તું કોણ છે...? તારું નામ શું છે...?’ નાઝીયાએ પ્રલય સામે જોયું.

‘નાઝીયા... તે મને ભાઇ કહ્યો છે, એટલે જ તને સાચી વાત કરીશ. બાકી મારી વાત, મારું નામ, મારી ઓળખ માટે એકદમ સિક્રેટ રાખવા પડે. કારણ કે હું એક જાસૂસ છું.’

‘ભાઇ... મારા ખોળિયામાં જ્યાં સુધી જીવ હશે ત્યાં સુધી તારી બધી જ વાતો સિક્રેટ રહેશે. છતાં પણ તને વિશ્વાસ ન હોય તો ન જણાવો. મારે માટે તું મારો ભાઇ છે, એટલું બસ છે.’ હસતા ચહેરે નાઝીયા બોલી.

‘નાઝીયા... ખુદા પર ભરોસો રાખી તને મારી બેન મારી વાત કરું છું. હું પાકિસ્તાનનો નહીં પણ ભારતનો જાસૂસ છું.’ પ્રલયે ધડાકો કર્યો.

ક્ષણ માટે નાઝીયા અને રમજુચાચા એકદમ સ્તબ્ધ થઇ ગયાં.

પણ નાઝીયા બેચાર પળોમાં જ નોર્મલ થઇ ગઇ.

‘મને... મને હતું કે ભાઇ તું ચોક્કસ પાકિસ્તાનનો નથી. કેમ કે પેશાવરનો કોઇપણ આદમી તાહિરખાન સામે થવાની હિંમત ન જ કરે.’

‘નાઝીયા...’ પ્રલય આગળ બોલ્યો, ‘તને ખબર હશે થોડા વખત પહેલાં ભારતના અમુક વિસ્તારમાં હિન્દુ-મુસલમાન ભાઇઓ વચ્ચે ભયાનક દંગા-ફસાદ થયા હતા.’

‘હા... ભાઇ અહીંની જી.ઓ. ચેનલ દરરોજ તે લાઇવ સમાચાર બતાવતી હતી હં... પછી... ?’

‘હા... ભાઇ અહીંની જી.ઓ. ચેનલ દરરોજ તે લાઇવ સમાચાર બતાવતી હતી. હં... પછી... ?’

‘નાઝીયા... આ દંગાફસાદમાં પાકિસ્તાન સ્થિત અમુક સંગઠનનો હાથ હતો અને બાતમી પ્રમાણે આઇ.એસ.આઇ.નો તેનો પૂરો સપોર્ટ હતો. નાઝીયા દંગા ફસાદ પછી કેટલાય લોકો મૃત્યુ પામ્યા. કેટલાય લોકો બેઘર થઇ ગયા. કેટલાય ઘાયલ થયા. કેટલાય લોકો ધંધા વગરના બેબસ અને લાચાર થઇ ગયા. ત્યારે કેટલીય ધાર્મિક સંસ્થા અને સંગઠનનો આગળ આવ્યાં અને બેસહારા, ઘાયલ, બેઘર બેનેલા લોકો માટે ઠેર ઠેર કેમ્પો શરૂ થયાં. નાઝીયા આવા જ એક કેમ્પમાં દુર્ગા નામની છોકરી જે દંગાફસાદમાં તેના મા-બાપને મારી નાખવામાં આવ્યા હતા. તેનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતુ. જે મેડિકલ સાયન્સમાં ભણીને ડોક્ટર બની હતી અને તે કેમ્પમાં ઘાયલ લોકોને સારવાર આપવાની સેવા કરતી હતી. અને તે કેમ્પમાં ઘાયલ લોકોને સારવાર આપવાની સેવા કરતી હતી. હવે બન્યું એવું કે કેમ્પની સેવા બદલ દુર્ગાને સહાયરૂપે રૂપિયા આપવામાં આવ્યા તે રૂપિયા આપવામાં આવ્યા તે રૂપિયા હિન્દુ લોકોના સહાય કેમ્પમાંથી મળ્યા હતા, એ જ રીતે બીજી એક યાસ્મીન કરીને છોકરી જે મુસ્લિમ સંગઠનના સહાય કેમ્પમાં મદદરૂપ થવા કેમ્પમાં જતી હતી તે છોકરીના માતા-પિતાની પણ હુલ્લડમાં હત્યા થઇ હતી. હવે બન્યું એવું કે યાસ્મીનને આનંદ નામના એક યુવાને દંગાફસાદ વખતે બચાવી હતી અને તેને બહેન બનાવી હતી. એવી જ રીતે યાસ્મીનના કાકાએ દુર્ગા નામની યુવતીનો જીવ બચાવ્યો હતો. આનંદ યાસ્મીનને તેના કાકાના ઘરે મૂકવા ગયો ત્યારે યાસ્મીનના કાકાએ આનંદને દુર્ગાની જવાબદારી સોંપી હતી,’ એક ઊંડો શ્વાસ લઇ પ્રલયે નાઝીયા અને રમજુચાચા સામે જોયું, બંને એકદમ તલ્લનતાથી પ્રલયની વાત સાંભળહતા હતા, પ્રલયે આગળની પૂરી વાતો સમજાવી પછી કહ્યું, ‘નાઝીયા, દુર્ગાને મળેલી નોટો અને યાસ્મીને આનંદને આપેલી નોટ એક જ સિરિયલની હતી. દુર્ગા અને આનંદના ધ્યાનમાં આ વાત આવતાં જ તેઓએ હિન્દુ સંગઠનના કેમ્પમાં સક્રિય કાર્યકર મી. ગુપ્તાને આ વાત કરી. ગુપ્તા સાહેબે આ વાતને ભૂલી જઇ વાત અહીં જ પૂરી કરી નાંખવાનું જણાવ્યું. આનંદ અને દુર્ગાને સંતોષ ન થતા તેઓ ડી.એસ.પી. પાસે આ વિગત જણાવવા માટે પહોંચી ગયા. ત્યાં સુધીમાં તો આનંદને ધમકી મળવાની શરૂ થઇ ગઇ. છતાં પણ ધમકીથી ડર્યા વગર આનંદ અને દુર્ગા ડી.એસ.પી. ને મળ્યા અને બધી વિગત જણાવી. પોલીસ ખાતું એકાએક ચોંકી ઊઠ્યું અને તાત્કાલિક પગલાં લેવા માંડ્યા. પોલીસ ખાતાની તપાસમાં ચક્રો ગતિમાન થયાં પણ ત્યાં સુધી દુર્ગાનું અપહરણ કરી લેવામાં આવ્યું અને નાઝીયાબેન... દુર્ગાનું અપહરણ કરી ભારતની રાજસ્થાન સીમા બોર્ડર પાર કરી તેને પાકિસ્તાન લઇ આવવામાં આવી અને અત્યારે તેને પેશાવરમાં જ ક્યાંક છૂપાવામાં આવી છે. તેવી અમારા જાસૂસી ખાતા તરફથી બાતમી મળી છે અને એટલે જ હું દુર્ગાને છોડાવવા માટે પેશાવર આવ્યો છું.’ એક ઊંડો શ્વાસ લઇ પ્રલય ચૂપ થયો.

‘ભાઇ... તું એકદમ સીધા રસ્તા પર જ છો, આ નેક કામ માટે હું તને જરૂર મદદ કરીશ. હવે મારી વાત સાંભળી લે, ભારતથી કોઇ સ્ત્રીને પેશાવર લાવવામાં આવી છે તેન મને ખબર છે.’

નાઝીયાની વાત સાંભળી પ્રલય પોતાનુ ખુરશી પર ઊછળી પડ્યો. ‘ત...તને આ વાતની ખબર છે ? નાઝીયા બોલ... દુર્ગા ક્યાં છે... બોલ નાઝીયા...’ પ્રલયે નાઝીયાને ઝંઝોડી નાખી.

‘ભાઇજાન... અધીરો ન થા. પહેલાં મારી પૂરી વાત સાંભળ.’ ભાઇ... તાહિરખાનને તેના માટે પકડવો પડશે. તાહિરખાન જેના માટે કામ કરે છે તે સંગઠનનો મુખિયા છે, અફજલ શાહિદ...’

‘અફઝલ શાહિદ...?’

***