Chis - 42 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 42

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ચીસ - 42

મહેલમાં બાદશાહ પાછા ફર્યા ત્યારે એક ઘટના એમનુ ખૂન ઉકાળી નાખે એવી બની હતી. બાદશાહ અને નાની રાણીના નવાબજાદાને પોતાની ખુલ્લી બોડીની ગાડીમાં વિક્ટોરિયા જખ્મી દશામાં લઈને આવી.
વિક્ટોરિયાનુ કહેવું હતું કે કોઈ અજાણ્યા માણસો એ ઘેરીને નવાબને ઢોર માર માર્યો હતો...
બાદશાહ મહેલમાં આવ્યા ત્યારે નવાબને જખ્મી જોઈ ઉછળી પડ્યા...!
" શહજાદે કો મારને કી જુર્રત કીસને કી હૈ..?
ઇતને તાકતવર હોને કે બાવજૂદ કિસને હમારે બચ્ચે પર હાથ ડાલા હૈ..?
બાદશાહ એ તરત જ પોતાના ગુપ્ત સલાહકારોની મીટીંગ બોલાવી...
ગુપ્ત મંત્રીવર કે જેઓ દુશ્મનોની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. એમને પોતાનો મત રજૂ કર્યો.
નવાબ અપને પડોશી નગર કે માલિક બાદશાહ ઝફર કી બેટી સે મહોબ્બત કર બેઠે હૈ..! ઈસ બાતકા આપકો ઈલ્મ હૈ..!
હા બાદશાહે એ વાત કબુલી..
મગર ઝફર અપની બેટી ઓર નવાબજાદે કી મહોબ્બત કો લેકર જરા ભી ફીક્રમંદ નહિ હૈ..! ઉસને તો વાદા કિયા હૈ કિ શાહિન ઓર નવાબ કા નિકાહ હોગા....!
મુજે ઉસ ફરેબી ઇન્સાન કી બાતો પર એતબાર નહી હૈ જહાંપનાહ..! વો કુછ ભી કર સકતા હૈ અપની બચ્ચી કી નજરો મેં કોઇભી બાપ અપને આપ કો ગીરાના નહિ ચાહેગા..! યકીનન મહોબત કી બાતો કો સ્વીકાર કરને કે બાદ ઉન્હોને અપને નવાબ કો રાસ્તે સે હટાને કી સોચી-સમજી સાજીશ કે તહત ઇસ હાલ મેં પહોંચાયા હૈ..!
લગભગ બધાએ એકજ વાત કબુલી.. માનો ન માનો આ એક જ બાદશાહ એવો હતો જે સુલતાનનો કિલ્લો હડપ કરી લેવા માંગતો હતો... સુલતાનને એ વાતની ખાત્રી તો હતી જ પરંતુ જ્યારે નવાબ ગુલબદન એટલે કે શાહિનની સમંદર જેવી આંખોમાં ડૂબી ગયો તો બાદશાહ ઝફર તરફ દોસ્તીનો હાથ લંબાવી દુશ્મનાવટ ને જન્મતા પહેલા જ દફનાવી દીધી હતી...
પરંતુ ઝફરની નજરમાં ખોટ હતી એટલે બાદશાહ સુલેમાન પણ પોતાના સલાહકાર રાજના ખાસ મેમ્બરની વાત માની ગયો......
સેનામાં રહેલા સેનાધિપતિ અને ખાસ ગુપ્તચર એવા અફસર આલમેં કહ્યું.
જબ તક હમ શહજાદે પર હુમલા કરને વાલે કા પતા લગા નહીં લેતે તબતક હમે કોઈ બાત છેડની નહીં હૈ..!
"હા વો તો બિલકુલ સત્ય કહા તુમને..? હમ ઐસા હી કરેંગે..!"
વો તો અચ્છા હોગા વિક્ટોરિયા મેડમ કા જિન્હોને એન વક્ત પર આકર શહજાદેકી જાન બચાઈ વરના ઉન હુમલાખોરો સે કોન બચાતા..!
હમે લગા થા યે ફિરંગી હમે લૂટને આયે હૈ મગર વિક્ટોરિયા હમારે બચ્ચે કે લિયે ફરિશ્તા બન કર આઈ..!
"જહાંપનાહ બુરા ના માને તો એક બાત હૈ ઔર બતાના ચાહતા હું..!"
"જલ્દી બતાવો...! " બાદશાહને સેનાપતિકો ધ્યાન સે દેખા.
આપકે બડે સાલેજી બડી બેગમ કે ભાઈજાન.. અપને શહેજાદે કો લેકર શરૂઆત સે હી નાખુશ હૈ.. શહજાદે પર હમલા હુઆ હૈ.. તો હમે ભી સચ કા પતા લગાના હૈ કી આખીર કસૂરવાર કોન હૈ..?
બાદશાહે મશવરો કરીને બધાથી અલગ થયા.. એમને સત્યને પોતાની સામે રજુ કરવાની સૂચના આપી દીધી હતી..
શાહીન ને મળવા ગયેલા નવાબ પર પાછળથી હુમલો થયો બાકી તલવારબાજી અને કુસ્તીમાં 10 જણાને ભારે પડે એવો નવાબ એમ કાચો પડે એવો નહોતો...
વિક્ટોરિયા ને બેહોશ હાલતમાં એ જંગલમાંથી મળી આવ્યો હતો એવું એનું કહેવું હતું.
વાત આખરે શું હતી એ બાદશાહને ખબર જ હતી....
શાહજાદા ના જખ્મો પર દવા લગાવાઈ રહી હતી.. બાદશાહ જ્યારે મહેલમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં હાજર વિક્ટોરિયાએ એક નવી જ વાત કરી જે સાંભળીને બાદશાહ માથું ભમી ગયું.. વિક્ટોરિયા નું કહેવું હતું કે અંગ્રેજ અમલદારોની ટુકડી પ્રદેશમાં આવી રહી છે બધા ફિરંગીઓ એ આપણી નગરીની રજે રજ માહિતી એકઠી કરી લીધી છે..... અને હવે એ લોકો રાજાઓને આપસમાં લડાવી એકતાનું ખંડન કરી રહ્યા છે..!
એટલે જ નવાબને ક્યાંય બહાર જવા દેવાની છૂટ નથી .
વિક્ટોરિયાએ કહ્યું કે બધા અમલદારો મળીને કંઈક નવું કરવા જઈ રહ્યા છે..
મને સો ટકા ખાતરી છે કે આ લોકોનુ બહુ મોટું ષડયંત્ર છે જેમાં તમે ફિટ બેસતો નથી..!
પણ હું બધું બરોબર કરી દઈશ...! બાદશાહની નજર અત્યારે ફિરંગીઓ ના આગમન તરફ હતી ફિરંગી અને એક સાથે એક જગ્યાએ મોતના ઢેર માં ફેરવી દેવાનુ વિચારી લીધ.