VISHADYOG - CHAPTER - 47 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદયોગ - પ્રકરણ - 47

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વિષાદયોગ - પ્રકરણ - 47

વિરમ તે દિવસે ખેતરની ઓરડી પરથી ગયો પછી ઘરની બહાર ન નિકળ્યો તેને તેના ખેતરમાં રહેલ ઓરડી અને અંડર ગ્રાઉન્ડ રુમમાં જે સાધનો જોયા હતાં તેનાથી તે ગભરાઇ ગયો હતો. આમતો તેને તે સાધનોમાં વધુ ખબર નહોતી પડી પણ સી.સી ટીવી કેમેરા લેપટોપ જોઇને એટલું સમજાઇ ગયું હતું કે આ જે લોકો છે તે સામાન્ય નથી અને તેનું આ કામ પણ સામાન્ય નહીં હોય. તેને હવે આ કામમાં હાથ નાખવાનો અફસોસ થતો હતો પણ તે એ પણ જાણતો હતો કે હવે જો તે ના પાડે તો પેલા લોકો તેને મારી નાખીને પણ તેનું કામ પુરુ કરશે. એટલેજ તેણે મનમાં નક્કી કરી લીધુ હતું કે હવે તે લોકોને બને ત્યાં સુધી મળવું જ નથી એટલેજ તે દિવસ પછી તે બહાર નિકળ્યો નહીં. વિરમ જે વિચારતો હતો તે એકદમ સાચી વાત હતી તેની તે અંડર ગ્રાઉન્ડ ઓરડીમાં જે ખેલ ખેલાવાનો હતો તે ખુબ મોટો હતો અને તે વિચારવાની પણ વિરમની હેસીયત નહોતી. વિરમને કદાચ ત્યાં સામે હોત તો પણ અંદાજો ના આવ્યો હોત કે ત્યાં કેવી મોટી ગેમ રમાઇ રહી છે. મરવું અને મારવું એ બેજ વસ્તુમાં માનનારા વિરમને ત્યાં થનારો જોરદાર સંગ્રામ ક્યારેય સમજાઇ શકે તેમ નહોતો અને તેની આ મુર્ખામિનોજ પેલા લોકો ફાયદો ઉઠવવાના હતા. તે જ્યારે ડરીને ઘરમાં છુપાઇને બેઠો હતો તેજ સમયે પ્રશાંત કામત નિશીથનને આગળ વાત કરી રહ્યો હતો. પ્રશાંતે ફરીથી વાતનો દોર હાથમાં લેતા કહ્યું “પેલા દિવસે છોકરા જ્યારે અનાથાશ્રમ પહોંચ્યા ત્યારે અનાથાશ્રમના રહેતા બીજા એક યુવાન રોહને તે લોકોને પાછળથી ચોરી છુપીથી અંદર આવતા જોઇ લીધા હતા. રોહને તેમાંથી એક છોકરાને પકડ્યો અને વ્યવસ્થાપકને કહી દેવાની ધમકી આપી એટલે પેલા છોકરાએ બધીજ વાત કહી દીધી. આ રોહનને પહેલેથીજ મારી સાથે ફાવતું નહોતું. તેને મારી સામે બદલો લેવો હતો પણ છોકરાની વાત સાંભળી તેની ડાઢ સણકી. રોહને પહેલાતો તે છોકરાને ખુબ ડરાવ્યો અને પછી બધાજ છોકરાને વારાફરતી બોલાવી વ્યવસ્થાપકને કહી દેવાની ધમકી આપી. આ સાંભળી બધાજ છોકરાઓ ડરી ગયા. રોહને તે બધા છોકરાને કહ્યું કે “જો તમે લોકો કાલે મને સાથે લઇ જશો તોજ આ વાત હું કોઇને નહીં કરું.” આ સાંભળી બધા છોકરા તેને સાથે લઇ જવા તૈયાર થઇ ગયાં બીજા દિવસે જ્યારે હું તે લોકોને લેવા ગયો ત્યારે રોહનને જોઇને મને છોકરાઓ પર ખુબ ગુસ્સો આવ્યો પણ પછી મે સિધીજ રોહન સાથે વાત કરતા કહ્યું “જો રોહન મને ખબર છે કે તું મને પસંદ કરતો નથી અને મારી પ્રગતી તને ડંખે છે પણ તું આ મામલાથી દૂર જ રહેજે.” આ સાંભળી તે હસવા લાગ્યો અને બોલ્યો “અરે યાર, મને ક્યાં તારી સાથે કોઇ વાંધો છે. મને તો ખબર પડી કે તારે આ છોકરાઓની મદદની જરુર છે એટલે હું તારા કહ્યા વિનાજ તને મદદ કરવા આવી ગયો.” તેની ખંધાઇ જોઇ મને તેના પર ખુબ ગુસ્સો આવ્યો પણ એક તો મારી દુઃખતી નસ તેના હાથમાં આવી ગઇ હતી અને બીજુ મારી પાસે સમય નહોતો એટલે મે સીધુજ તેને કહ્યું “બોલ તારે શુ જોઇએ છે?” આ સાંભળી તેણે કહ્યું “હવે તે મુદાની વાત કરી. જો તે જે કામ હાથમાં લીધુ છે તેમાં માલ તો સારોજ મળવાનો હશે બાકી તું આમ ચોરી છુપીથી કામ હાથમાં ના લે.” આ સાંભળી મારી કમાન છટકી અને મે કહ્યું “એ તારે પંચાત કરવાની જરુર નથી તું તારે શું જોઇએ છે તે કહે.”

“હું તારી સાથે રહીશ આ કામમાં અને જે તને મળે તેમાં પચાશ ટકા મારો ભાગ.” આ સાંભળી મને તેના પર ખુબ ગુસ્સે આવ્યો પણ તેની વાતને અત્યારે કબુલ રાખ્યા સિવાય મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો છતા મે એક પ્રયત્ન કરતા કહ્યું “ઓકે તારો ભાગ મને મંજુર છે,પણ તું મારી સાથે નહીં આવે. આ કામ જેના માટે કરીએ છીએ તેને ખબર પડી જશે તો આપણું આવી બનશે.” આ સાંભળી તે હસવા લાગ્યો અને બોલ્યો “જો પ્રશાંત તું મને ઉલ્લું રમાડવાનું રહેવા દે. મને તારા પર સહેજ પણ ભરોશો નથી. હું તારી સાથેજ આવીશ આમપણ આમાથી એક છોકરાને તાવ આવ્યો છે એટલે તેની જગ્યાએ હું ગોઠવાઇ જઇશ કોઇને ખબર નહીં પડે.” આ સાંભળી મને સમજાઇ ગયું કે તેને લઇ જવા સિવાય મારી પાસે કોઇ છુટકો નહોતો. મારી પાસે સમય નહોતો નહીંતર તો હું તેને પહોંચી વળ્યો હોત. પણ મારે સમયે પહોંચવુંજ પડે એમ હતું કેમકે જો વિલીને થોડો પણ શક પડ્યો તો તે મને છોડે નહીં. એટલે મે તેને સાથે આવવા માટે મંજુરી આપતાં કહ્યં “ઓકે તું ચાલ પણ તારે હું કહું તે પ્રમાણે જ કામ કરવું પડશે.” આ સાંભળી તે ટ્રકમાં ચડી ગયો અને બોલ્યો “જો પણ કોઇ ચાલ રમવાની કોશિષ નહીં કરતો નહીંતર તને ભારે પડી જશે.” મે તેની વાત પર ધ્યાન આપ્યા વિના ટ્રકમાં આગળ જઇને બેસી ગયો અને ટ્રક પાલીતાણા તરફ ચાલવા લાગ્યો.

આગળની જેમજ અમે પગથિયા પરથી ગયાં અને બધાજ બોક્સ ઉપાડીને ડુંગરની બીજી બાજુ ઉભેલા ટ્રકમાં મુકવાં લાગ્યા. બધોજ સામાન ભરાઇ ગયો ત્યાં અચાનક મારા પેટમાં વિટ ઉપડીને હું બાજુની જાળીમાં લેટ્રીન માટે ગયો. તે પેલા છોકરાને ખબર નહોતી તે લોકો તો ટ્રકમાં બેસી ગયા અને તેની સાથે પેલો રોહન પણ બેસી ગયો. ડ્રાઇવરે અંધારામાં રોહનને ટ્રકમાં ચડતો જોયો અને તેને એવું લાગ્યું કે હું પાછળ બેસી ગયો છું. એટલે તેણે ટ્રકને જવા દીધી હું જ્યારે પાછો ટ્રક ઊભી હતી તે જગ્યાએ પહોચ્યો તો ત્યાં કોઇ નહોતું આ જોઇ હું ખુબ ડરી ગયો. મને એવુ લાગ્યું કે આમા વિલીની કોઇ ચાલ છે તે મને અહીંજ રાખી મારુ ખુન કરી નખાવા માંગે છે. હું થોડી વાર એમજ ઊભો રહ્યો અને પછી ટ્રક જે રસ્તા પર ગયો હતો તેની વિરુધ્ધ દિશામાં ભાગ્યો. તે રસ્તો ડુંગરને આટો મારીને કદમ્બગીરી ગામની બહાર જેસર રોડ પર જતો હતો ત્યાંથી મે એક બસ પકડીને ભાવનગર જતો રહ્યો. ભાવનગર જઇ હું રુમમાં જવાને બદલે એક ગેસ્ટહાઉસના રુમમાં ગયો. મને ડર હતો કે તે લોકો મારા રુમ પર મને મારવા આવશે. પણ આ વખતે મને ક્યાં ખબર હતી કે કુદરતેજ મને બચાવી લીધો હતો. બે દિવસ હું હોટલમાંજ છુપાઇને રહ્યો. ત્રીજા દિવસે જ્યારે હું હોટલના રીસેપ્શન પર બીલ ચુકવવા ગયો ત્યારે મારુ ધ્યાન ત્યાં પડેલા ન્યુઝ પેપર પર પડ્યું એ સાથેજ હું ચોંકી ગયો. ન્યુઝ પેપરના પેઝ પર અનાથાશ્રમના મારી સાથે ડુંગર પર આવેલા છોકરાઓના ફોટા હતા. મે ન્યુઝ પેપર ઉંચકી લીધુ અને સમાચાર વાચ્યા એ સાથેજ મારી રહી સહી હિમત ચાલી ગઇ અને હું ત્યા પડેલી ખુરશીમાં બેસી ગયો. તે બધા છોકરાની લાસ પોલીશને શેત્રુંજયના ડુગરમાં આવેલ જંગલમાંથી મળી હતી તેમાં બધા છોકરાના નામ લખ્યા હતા અને એક યુવાનની લાસ હતી. તેની નીચે રોહનનું નામ લખ્યુ હતું. થોડીવાર તો હું છાપુ હાથમાં પકડી એમજ બેઠો રહ્યો. હવે શું કરવુ તેનો વિચાર કરવા લાગ્યો. ધીમે ધીમે મને આખી વાત સમજાઇ ગઇ. વિલીએ કામ પત્યા પછી અમારા બધાનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યુ હશે. એટલેજ તેણે બધાને મારી નાખ્યાં. પણ મારી જગ્યા પર રોહનને મારી નાખ્યો અને સદનસીબે હું બચી ગયો. પણ હવે તે મને શોધીને મારી નાખશે. આખી વાત સમજાતા મારા મનમાં વિલી માટે એકદમ ખુન્નસ વ્યાપી ગયું. ત્યારથી મે નક્કી કરી લીધુ કે હું વિલીને છોડીશ નહીં. પણ ત્યારે હું ખુબ નાનો માણસ હતો. વીલી પાસે મારી કોઇ ઓકાત નહોતી. ત્યારબાદ હું અમદાવાદ ગયો અને મારુ નામ મે પ્રશાંત ભાર્ગવમાંથી પ્રશાંત કામત કરી નાખ્યું. થોડા દિવસની દોડધામ પછી મને એક પ્રેસમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી ગઇ ધીમે ધીમે મને તેમાં પ્રમોશન મળતું ગયું અને રીપોર્ટર અને પછી સીનીયર રીપોર્ટર બની ગયો. આ વર્ષો દરમીયાન મે સતત વિલી પર નજર રાખી. તેમાંથી મને ખબર પડી કે અમે જે બોક્સ ટ્રકમાં મુક્યાં હતાં તે ખજાનો હતો. અને તેને વિલીએ કૃપાલસિંહનાં સ્વીસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યો છે. હવે મારી પાસે ઘણી માહિતી છે તેનો હું ઉપયોગ કરી શકુ એમ છું પણ આ કામ હું એકલા હાથે કરી શકું એમ નહોતો તેના માટે મારે બીજાની મદદની જરુર હતી. પણ મદદ કરી શકે એવું કોઇ દેખાતું નહોતું. મારે તો મારી જેમજ કૃપાલસિંહનો દુશ્મન હોય તેવા માણસની જરુર હતી. એટલે હું સુરસિંહ અને વિરમ વિશે વિચારતો હતો અને મારા માણસો તે જેલમાંથી છુંટ્યા ત્યારથી તેના પર નજર રાખી રહ્યાં હતા. તેના ધ્યાનમાં તુ આવ્યો અને તારા વિશે મને વાત કરી. સુરસિંહ અને વિરમ પર મને વધુ વિશ્વાસ નહોતો તે બંને કૃપાલસિંહથી એટલા બધા ડરતા હતા કે ક્યારે આખો પ્લાન બગાડી તે કહી શકાય નહીં. તારા પર નજર રાખતા મારા માણસોએ મને જે વાત કરી તેના પરથી મે નક્કી કર્યુકે તુંજ યોગ્ય વ્યક્તિ છે મારા કામ માટે. અને એટલેજ અત્યારે તું મારી સામે બેઠો છે.” આખી વાત કરી પ્રશાંત કામતે પાણીનો ગ્લાસ ભર્યો અને આખો પી ગયો. નિશીથ તેને જોઇ રહ્યો અને વિચારવા લાગ્યો કે આમાં કેટલી વાત સાચી હશે અને આ માણસ પર કેટલો વિશ્વાસ કરી શકાય? પ્રશાંતે પાણી પીને નિશીથ સામે જોયું અને કહ્યું “હવે મે તને મારી બધીજ વાત તને કહી દીધી. બોલ હવે તારો શું નિર્ણય છે?” આ સાંભળી નિશીથે કહ્યું “તમારી વાતતો તમે કહી પણ આમા તમે કેટલું સાચુ કહ્યું અને કેટલું ખોટું તે હું કેમ નક્કી કરી શકું?” આ સાંભળી પ્રશાંતના ચહેરા પર થોડો ગુસ્સો દેખાયો પણ તરતજ તેણે હસતા કહ્યું “જો મિત્ર જે હતું તે બધુજ મે તને સાચુ કહી દીધુ. હવે ભુતકાળનું તો મારી પાસે કોઇ પ્રુફ નથી પણ મારા વર્તમાનના પ્રુફ તરીકે મારુ આ આઇકાર્ડ છે.” એમ કહી પ્રશાંતે “સબકા ન્યુઝ” ન્યુઝ ચેનલના રીપોર્ટરનુ આઇ કાર્ડ નિશીથને આપ્યું.નિશીથે આઇ કાર્ડ જોઇ નિશીથે પ્રશાંતને પાછું આપતા કહ્યું.

“તે દિવસ પછી તું વિલીને ક્યારેય પણ મળ્યો જ નથી. તું અમદાવાદમાંજ અને ન્યુઝનો પત્રકાર હોવા છતા ક્યારેય વિલીની નજરમાં ચડ્યો જ નહીં તે નવાઇની વાત ન કહેવાય?”

“મે શરુઆતના પાંચ છ વર્ષ તો ક્લાર્ક તરીકે જોબ કરી અને પછી ચાર પાંચ વર્ષ બેકગ્રાઉંડ ન્યુઝ રીપોર્ટર તરીકે જોબ કરી અને આ દશ વર્ષમાં મે મારો દેખાવ તદન બદલાવી નાખ્યો હતો અને ચહેરામાં ઘણા ફેરફાર થઇ ગયા હતા એટલે શક્ય છે કે તેના ધ્યાનમાં નહી આવ્યું હોય. હું સામેથી તો ક્યારેય તેના ધ્યાનમાં ન આવું તેની મે કાળજી રાખી હતી.” પ્રશાંતે ખુલાસો કરતા કહયું.

આ સાંભળી નિશીથે કહ્યું “ઓકે હું તમારી વાત પર વિશ્વાસ કરીશ પણ હવે તમે મને એ કહો કે હવે તમારો આખો પ્લાન શું છે? અને તેમાં મારે શું કરવાનું રહેશે?” આ સાંભળી પ્રશાંતે કહ્યું “પણ પ્લાન સાંભળ્યા પછી તું તેમાંથી છટકી નહીં શકે.” આ સાંભળી નિશીથે કહ્યું “ના એવુ નહીં. જો મને પ્લાન પસંદ આવશે તોજ હું તમારો સાથ આપીશ. પણ જો મને પસંદ નહી આવે તો હું તમાં જોડાઇશ નહીં પણ તમારો પ્લાન કોઇને નહીં કહું તેનું વચન આપું છું.” આ સાંભળી પ્રશાંત થોડીવાર વિચારમાં પડી ગયો. પછી બોલ્યો “જો હું તને મારો પ્લાન કહું છું પણ એક વાત યાદ રાખજે કે મારી આખી જિદગીની મહેનતનો આ પ્લાન છે તે ફેલ થશે તો મને બીજો ચાન્સ નહીં મળે.” આ સાંભળી નિશીથે કહ્યું “જુઓ હું તમારી સાથે નહીં જોડાઉ તો પણ તમારો પ્લાન કોઇને નહીં કહું તેની ખાતરી આપુ છું.” આ સાંભળી પ્રશાંત કામતે કહ્યું “ઓકે તો સાંભળ મારો પ્લાન આ છે” એમ કહી પ્રશાંત તેનો પ્લાન કહેતો ગયો અને નિશીથ સાંભળતો ગયો. આખો પ્લાન સાંભળી નિશીથ સ્તબ્ધ થઇ ગયો. તેને કલ્પના પણ નહોતી આ પ્લાન એટલી હદે ખતરનાક હશે કે જો તે આ પ્લાન સફળ થાય તેની દુશ્મની એવા લોકો સાથે થાય કે જે તેને ચપટીમાં મસળી નાખે. આ વિચાર આવતા નિશીથને પહેલા તો આ પ્લાનમાં જોડાવાની ના પાડી દેવાનું મન થયું પણ અચાનક તેના મનમાં એવો વિચાર આવ્યો કે તેણે તરતજ નક્કી કરી લીધુ કે તે આ પ્લાનમાં ચોક્કસ જોડાશે. આ બંન્ને વાત કરતા હતા તે બધી વાત ઇંટેલીજન્સ એજન્સીના સભ્યો એક માઇક્રોફોન દ્વારા સાંભળી રહ્યા હતા. આખો પ્લાન સાંભળી બંન્ને સભ્યોના ચહેરા પર વિજયનું સ્મિત આવી ગયું અને બન્ને એક સાથે બોલી ઉઠ્યા હવે એકશન પ્લાન અમલમાં મુકી દેવો પડશે. આ આખા ચક્કરમાં એક એક વ્યક્તિ પોતાની ચાલ રમી રહ્યો હતો પણ કોણ બાજી મારી જશે તે તો કુદરતજ નક્કી કરશે.

આખા પ્લાન સમજાવ્યાબાદ પ્રશાંતે કહ્યું “તુ તારી સાથે આવેલા મિત્રોને રવાના કરી દે એટલે આપણે કાલે અથવા પરમ દિવસે પ્લાન અમલમાં મુકીએ.”

“જો હું મારી સાથે મારા એક મિત્રને રાખીશ તેની જવાબદારી મારી રહેશે કે તે કોઇ પણ વાત લીક કરશે નહીં.” નિશીથે ચોખવટ કરતા કહ્યું.

“ઓકે પણ તેને આખો પ્લાન કહેવાનો નહીં.” પ્રશાંતે પણ શરત કરી.

“હા, એ મને મંજુર છે પણ આખા પ્લાનમાં તે મારી સાથે રહેશે.” નિશીથે કહ્યું.

આ બોલતી વખતે નિશીથ વિચારી રહ્યો હતો કે તે અહીથી જવા માટે કશિશને કંઇ રીતે સમજાવશે? કશિશની લાગણી ન દુભાઇ તે રીતે તેને અહીંથી રવાના કરવી પડશે.

“હા, મને તેનો કોઇ વાંધો નથી. પ્લાનમાં મે તને કીધુ એમ તમે સાઇટ સંભાળશો અને હું ટોટલી બેકગ્રાઉન્ડ સપોર્ટમાં રહીશ. તારે બીજુ કંઇ પુછવું છે?” પ્રશાંતે ફાઇનલ વાત કરતા કહ્યું.

“હા, આ કામ ક્યારે શરુ કરવાનું છે?” નિશીથે પુછ્યું.

“તું કાલે તારા મિત્રોને અહીંથી મોકલી દે. પછી ટારગેટ રેંજમાં આવે એટલે મિશન શરુ કરી દઇએ. કાલે સાંજે તું તમે ઉતરેલા તે હોટલ ‘રંગોલીપાર્ક” માં આવી જજે.” ત્યારબાદ નિશીથ ત્યાંથી નિકળી ગયો. અને હોટલના ગાર્ડનમાં જઇને બેઠો. તે તેના રુમમાં જતા પહેલા બધાને શું કહેવું અને કેટલું કહેવું તે વિચારી લેવા માંગતો હતો. તે જો આખી બધીજ વાત કરશે તો કશિશ કોઇ પણ હિસાબે અહીંથી જવા તૈયાર નહી થાય. તેણે પહેલા તો બધાને શું વાત કરવી? તેના પર જ વિચારોને ફોકસ કર્યા. અને તે નક્કી થયા પછી તેણે કશિશની બહેન દિશાને ફોન લગાવી થોડી વાત કરી. હવે તેને થોડી શાંતિ થઇ. આખી વાત પર તેણે ફરીથી વિચાર કર્યો અને એકદમ વ્યવસ્થિત લાગતા તે ફરીથી ઉભો થયો.

------------------**********--------------************------------******------------------

વિલી સાંજે રીસોર્ટ પર પહોંચ્યો ત્યારે ખુબ થાકી ગયો હતો. આ બે દિવસ સતત તેણે કામમાંજ કાઢ્યા હતા. બધાજ બિજનેશમેનને કૃપાલસિંહે સારી રીતે સમજાવી દીધુ હતું કે સરકાર અમારીજ બનશે અને તમે આપેલ પાર્ટી ફંડ કરતા અનેક ગણો ફાયદો તમને કરાવી આપીશું એટલે વિલીએ તે માથાકુટમાં નહોતુ પડવાનું થયું પણ પૈસાની ગણતરી અને પેકીંગ અને સીક્યોરીટીની ચિંતાએજ તેને થકવી નાખ્યો હતો. હવે કાલના દિવસના છેલ્લા બે બિઝનેસમેન પાસેથી કેસ લઇને તે પરમ દિવસે સવારે અમદાવાદ જતો રહેશે તેવુ તેણે નક્કી કરી નાખ્યુ હતું. આજે અને કાલે થઇને જે કેસ પૈસા તેની પાસે આવશે તેનાથી તેની ઇનોવાની ડીક્કીતો ભરાઇ જ જશે પણ પાછલી સીટ પણ ભરાઇ જશે. આટલા કેશ એકસાથે વિલીએ ક્યારેય જોયા નહોતા એટલે તેને થોડો ઉચાટ હતો. છતા તેને કૃપાલસિંહની સતાનો કેફ હતો કે કોની હિમત છે કે મારા અને કૃપાલસિંહના પૈસા પર હાથ નાખી શકે. એટલેજ તેણે કોઇ સુરક્ષાની વ્યવસ્થા કરી નહોતી. આજ તેની મોટી ભુલ હતી. તેનું આ અભીમાન જ તેને ડુબાડવાનું હતું. આ સતાનો નસો એક જ જટકે ઉતરી જવાનો હતો.

હવે પછીના બે દિવસમાં જે ઘટના બનવાની હતી તેનો જરા સરખો અણસાર પણ જો વિલીને અત્યારે આવ્યો હોત તો તેણે સુરક્ષાનો ચુસ્ત બંધોબસ્ત કર્યો હોત. પણ કુદરત પણ હવે હિસાબ કરવા માટે તૈયાર હતી. અને વિલીના ખાતામાંતો નકરુ ઉધાર જ બોલતું હતું એટલે તેણે ચુકવ્યા વિના છુટકોજ નહોતો.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM