nafrat se bani ek kahani pyar ki - 17 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | નફરત સે બની એક કહાની પ્યાર કી - 17

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

નફરત સે બની એક કહાની પ્યાર કી - 17

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સમર ને ભૂતકાળ ભૂલી ને આગળ વધવા કહે છે....હવે આગળ.....


સમર પાંખી ને ઘરે મૂકી ને પોતાના ઘરે જાય છે....પાંખી ના પપ્પા નવીનભાઈ પાંખી ની રાહ જોઈ ને જ બેઠા હોય છે.... પાંખી ના આવતા જ તે પાંખી ને મોડું આવવા નું કારણ પૂછે છે....પાંખી સમર ના ઘર નું અને સમર ના ભૂતકાળ નું બધું જણાવે છે....અને પછી તેઓ સાથે જમવા બેસે છે....આજ પાંખી ખૂબ જ ખુશ જણાતી હોય છે....આ વાત નવીનભાઈ નોટ કરે છે....પણ તેઓ કાંઈ પૂછતાં નથી અને પોતે પણ પાંખી ની ખુશી જોઈ ખુશ થાય છે.....


પાંખી જમી ને તરત જ પોતાના રૂમ માં જાય છે....અને સુવા માટે પ્રયાસ કરે છે....પણ આજ પાંખી ની આંખ માં ઊંઘ હોતી નથી.... તેના મગજ માં સતત સમર જ ફરતો હોય છે....તે સમર ના વિચારો માં જ મગ્ન હોય છે.....તેને સમર નો ગુસ્સો પણ આજે મીઠો લાગતો હોય છે....પોતાનું સમર નું હાથ પકડવું,સમર નું એક પણ વાર હાથ મુકાવા પ્રયાસ પણ ન કરવો એ બધું જ એ યાદ કરતી હોય છે.....


બીજી બાજુ સમર પણ જમી ને પોતાના રૂમમાં જઈ ને પાંખી ના વિચારો માં જ ખોવાય જાય છે....તેને પણ રહી રહી ને પાંખી નો ચેહરો,એના ખુલ્લા ભીના વાળ,એની સુંદર આંખો,એની નાના બાળક ની જેમ વરસાદ માં ન્હાવા ની હરકત..... બધું જ યાદ આવે છે....સમર ની આંખ માં પણ આજે ઊંઘ હોતી જ નથી.....તેને આજ પાંખી ની વાતો હૃદય પર લાગી હોય છે....સમર મન માં જ જિંદગી માં આગળ વધવાનું વિચારે છે....અને પાંખી ને ફરી ક્યારેય ખોટી ન સમજવા નું નક્કી કરે છે....


સવાર પડતા જ સમર જલ્દી ઓફિસ માટે તૈયાર થાય છે.... અને નાસ્તો કરી ને ઓફિસ જાય છે.... આજે પાંખી પણ રોજ કરતા વહેલી એના બા ના ઉઠાડયા પહેલા જ ઉઠી જાય છે....રોજ કરતા થોડી વધુ તૈયાર થઈ ને નાસ્તો કરવા માટે જાય છે...પાંખી ને આટલી વહેલી તૈયાર થઇ ને આવતા જોઈ નવીનભાઈ અને સવિતાબેન અચરજ પામે છે....અને સવિતા બેન તરત જ પૂછે છે કે.....


"પાંખી શું છે આ બધું?આજ મારા ઉઠાડ્યા પહેલા જ ઉઠી ગઈ?તારી તબિયત તો ઠીક છે ને??કાંઈ થયું તો નથી ને?"


પાંખી હસતા હસતા કહે છે...."અરે ના મારી બા..હું એક દમ ઠીક છું... આજે વહેલું જવાનું છે....અને હા હવે હું રોજ વહેલી જ ઉઠીશ...."એમ કહી ને પાંખી નાસ્તો કરી ને સાંચી ની રાહ જોવા લાગે છે....સાંચી 5 મિનિટ માં જ આવે છે...પણ આજ પાંખી ને એટલું જલ્દી ઑફિસે પહોંચવું હોય છે કે એને 5 મિનિટ પણ ખૂબ જ લાંબી લાગે છે...અને સાંચી ના આવતા જ એ પાંખી ગુસ્સે થઈ ને કહેવા લાગે છે કે.....


"સાંચી આટલું લેટ હોઈ....તને સમય નું ભાન જ નથી..... હું ક્યારની તારી રાહ જોવું..... ખબર નથી પડતી જલ્દી આવવા ની....."


આ સાંભળીને સાંચી તો ચોંકી જ જાય છે...અને એ કહે છે કે, "પાંખી તારી તબિયત તો ઠીક છે ને.....તું બીમાર તો નથી ને....કેમ આજ આટલી ઉતાવળ છે તારે....શું વાત છે કે તો??"


પાંખી ને જાણે પોતાની ચોરી પકડાય ગઈ હોય એવું લાગતા એ વાત બદલવા પ્રયત્ન કરે છે અને કહે છે કે,...."અરે કાંઈ જ નહીં એ તો પછી સમર સર ગુસ્સે થાય છે એટલે જલ્દી કરું છું....બીજું કાંઈ જ નથી....અને તું મારુ મુક અને તારું કર...તું આજ કાલ કેમ બદલાયેલી લાગે છે....કાંઈક વાત છે...જે તું મારા થી છુપાવે છે....અને હમેંશા ગુમસુમ રહેતી સાંચી આજ કાલ ખૂબ જ ખુશ દેખાય છે....શું વાત છે કે મને ચાલ....અને હા એમ ન કહેતી કે કઈ જ નથી કેમ કે હું ઘણા સમય થી આ વાત નોટ કરું પણ કહેતી નથી પણ આજ મોકો છે ચાલ કહે તો શું છે આ બધું....ક્યાંક કોઈ ને પસંદ તો નથી કરવા લાગી ને....??"


સાંચી ફરીવાર થોડી ચોંકી જાય છે કે પાંખી ને આ વાત કેવી રીતે ખબર પડી.....પછી થોડી ગભરાતા કહે છે કે...."એવુ કઈ જ નથી પાંખી એ તો બસ એમ જ....અને મને કોણ પસંદ આવશે....હું તો બસ મારા કામ થી જ...."ત્યાં જ પાંખી કહે છે કે,...."થોડું પણ ખોટું બોલવા ની જરૂર નથી....સાચું બોલ કોણ છે એ જે તને પસંદ છે બોલ ને યાર હું કોઈ ને નહિ કહું પ્રોમિસ.... કે ને યાર..."


અચાનક સાંચી ના મોઢા માંથી બોલાય જાય છે કે..."પાર્થ...."આજે પાંખી એકટીવા ચલાવતી હોય છે...અને અચાનક પાર્થ નું નામ સાંભળતા તેના થી બ્રેક જ લાગી જાય છે....અને એ સાંચી ને કહે છે કે....


"શું કહ્યું તે....પાર્થ એટલે કે પાર્થ સર....પાર્થ સર તને ગમે છે.... સાચું તું પાર્થ સર ને પસંદ કરે છે....અને શું પાર્થ સર પણ તને.....તમે બન્ને એક બીજા ને પસંદ કરો છો....અરે વાહ મને તો ખબર જ નહતી....યાર મસ્ત જોડી છે તમારી....હું આજે જ પાર્થ સર પાસે પાર્ટી માંગીશ...."પાંખી એકીસાથે ઘણું બધું બોલી જાય છે....અને એ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે....


ત્યાં જ સાંચી કહે છે...."અરે પાંખી એવું કંઈ જ નથી જે તું વિચારે છે....એ તો બસ હું જ માત્ર એને પસંદ કરું છું...એના મન માં એવું કાંઈ જ નથી....અને આમ પણ એ ક્યાં અને હું ક્યાં.... અમારા બંને નો કોઈ જ મેડ નથી....તું ખોટા સપના જોવાના બંધ કર....અને હા તું કોઈ ને કાઈ જ નહીં કહે....તે પ્રોમિસ કર્યું હતું.....એટલે હવે આ વાત અહીં જ બંધ કરી દે..."


સાંચી ની વાત સાંભળીને પાંખી કહે છે કે..."તું શું કામ આવું વિચારે છે...?અને પાર્થ સર ના મન માં શું છે શું નહિ એ હું જાણી લઈશ...તું ચિંતા ન કર...અને હા હું કોઈ ને કાઈ જ નહીં કહું....બસ પાર્થ સર ની મન ની વાત જાણી લઈશ....મારી પાસે એક પ્લાન છે....અને હા આજે લંચ માટે તું ન આવતી....ચાલ હવે હું જાવ બાય....."


ત્યાં જ સાંચી કહે છે કે,....પાંખી તું શું કરવા ની છે....અને આજે હું કેમ ન આવું લંચ માટે કેહ તો મને....??"


પાંખી હસતા હસતા કાઈ પણ જવાબ આપ્યા વિના ચાલી જાય છે....સાંચી થોડી ચિંતા સાથે પોતાની ઓફિસ તરફ ડગ માંડે છે....


પાંખી ઑફિસે પહોંચે છે....આજે પાંખી વહેલી આવી ગઈ હોવા થી હજી વધુ કર્મચારીઓ આવ્યા નથી હોતા...પાંખી પોતાની ચેર પર બેસી જાય છે....હજી એની પાસે કોઈ જ કામ કરવા નું હોતું નથી.....તે આમ તેમ જોવા લાગે છે...ત્યાં જ એ જોવે છે કે એક પ્યુન સમર ની કેબીન માં ચા લઈ ને જતો હોય છે....તે ઉભી થઈ ને પ્યુન પાસે જાય છે અને કહે છે કે,...."આ ચા કોના માટે છે..."


પ્યુન કહે છે કે,..."સમર સર એ મંગાવી છે....."


ત્યાં જ પાંખી કહે છે કે,...."મને આપો હું સર ની કેબીન માં જાવ જ છું... મારે આમ પણ સમર સર નું કામ છે....હું આપી આવીશ એમને ચા..."


એમ કહી ને એ પ્યુન પાસે થી ચા લઈ લે છે....અને સમર ની કેબીન તરફ ખુશ થતા થતા ચાલવા લાગે છે....


વધુ આવતા અંકે......


શું હશે પાંખી નો પાર્થ અને સાંચી ને મળાવવા નો પ્લાન...?


કેવી રહેશે હવે પછી ની સમર અને પાંખી ની મુલાકાત....?

જાણવા માટે વાંચતા રહો..."નફરત સે બની એક કહાની પ્યાર કી...."દર મંગળવારે....