Tu Aavish ne ? - 3 in Gujarati Love Stories by Yashpal Bhalaiya books and stories PDF | તુ આવીશ ને ? - ભાગ - ૩

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

તુ આવીશ ને ? - ભાગ - ૩

ત્રણ દિવસની ટુરના બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ. બધા ગરમ ચા સાપુતારાની સવારના શીતળ અને આદ્રતાભર્યા વાતાવરણની મજા લુંટતા હતા. એકાએક મિકી અવિનાશ પાસેથી પસાર થઈ. તેણે અવિનાશને ગુડ મોર્નિંગ ! કહ્યું. પણ એને ક્યાં ખબર હતી કે એની તો ગુડ નાઈટ નહોતી થઈ.

ઈન્સ્ટ્રક્ટર અમિતે મોટેથી બૂમ પાડી, "બ્રેકફાસ્ટ પતાવીને બધા અહીંયા ભેગા થાય." ત્યારબાદ તેણે દિવસ દરમિયાનનું સિડ્યુલ જણાવી દીધુ અને બધાને પાણીની બોટલ સાથે બસમાં બેસી જવા જણાવ્યું. ઝડપથી બધા બસમાં બેસી ગયા. બેની સીટમાં ચિરાગ અને અવિનાશ બાજુ-બાજુમાં બેઠા હતા. તેમનાથી ત્રણ સીટ પાછળ સાથે આવેલા વિરલ અને મિકી બેઠા હતા.


ડોન હીલસ્ટેશન ભણી બસે પ્રયાણ કર્યુ. બસના લાઉડસ્પીકરમાં ગીતો વાગતા હતા. ગીતોના સૂરની સાથે લવપ્રીત ઝુમી ઉઠ્યો, તેની સાથે બીજા બે-ત્રણ જણ પણ જોડાયા. એવામાં અચાનક વિરલની બાજુમાં બેઠેલી મિકી પોતાની જગ્યા પરથી ઊભી થઈને અવિનાશ અને ચિરાગ બેઠા હતા તે સીટ પાસે આવીને ચિરાગને ઊભા થઈ જઈ પોતાને સીટ પર બેસવા દેવા વિનંતી કરી. ચિરાગ ઊભો થઈને પાછળની ખાલી સીટ પર બેસી ગયો અને મિકી અવિનાશની બાજુમાં બેસી ગઈ. ઘટનાથી અવિનાશ ચકીત થઈ ગયો, માત્ર અવિનાશ નહીં પણ તેની સાથે આવેલા બીજા જણ પણ ચોંકી ગયા. મિકી પોતાની સાથે આવેલા વિરલની બાજુમાંથી ઉઠીને આમ અચાનક કોઈની બાજુમાં જઈને બેસી જાય વાત સૌના મનમાં પ્રશ્ન પેદા કરે એવી તો હતી . અરે ! અવિનાશ પણ મિકીનું આવી રીતનું વરતવું સમજી ના શક્યો. ગમે તે હોય, પણ અવિનાશને મિકીનું તેની બાજુમાં આવીને બેસવું ગમ્યું 'ને મિકીના મનમાં પણ કંઈ હશે તો અવિનાશની બાજુમાં આવીને બેસી હશે ને ? બાકી બસમાં તો બીજી પણ ઘણી સીટો હતી.


અવિનાશે મિકીને તેની બાજુમાં બેસવા આવવાનું કારણ પુછ્યું. પણ મિકીએ કંઈ ખાસ જણાવ્યું નહીં. અવિનાશે પોતાની બેગમાંથી વેફરનું પેકેટ કાઢ્યું અને મિકી સાથે સેર કર્યું. મિકી પોતાના મોબાઈલમાં રહેલા તેના ફોટા અવિનાશને બતાવવા લાગી. અવિનાશે મોબાઈલ મિકીના હાથમાંથી પોતાના હાથમાં લીધો અને મિકીના ફોટા જોવા લાગ્યો. પ્રત્યેક ફોટો જોતા અવિનાશ મિકીને પુછવા લાગ્યો કે, તારી સાથે ફોટામાં કોણ છે? 'ને મિકી કોઈ આનાકાની વગર જવાબ આપી રહી હતી, " બહેન છે, નાની છે, મોટો ભાઈ છે, બેસ્ટ ફ્રેન્ડ છે 'ને મારો એક્ષ છે. એક્ષ શબ્દ સાંભળતા અવિનાશનું મન થોડું ખચકાયું પણ તેના હૃદયમાં મિકી માટે રહેલો ભાવ લેશમાત્ર ઓછો થયો હતો. અવિનાશ એક પછી ફોટા જોતો જતો હતો. ત્યાં અચાનક મિકીનો માત્ર બ્રા અને બિકેની સાથેનો ફોટો આવ્યો અને મિકીએ તરત અવિનાશના હાથમાંથી પોતાનો મોબાઈલ લઈ લીધો અને કહ્યું કે, હવે આગળ નહીં. બંને એકબીજાની સામે જોઈને મલકાયા. અવિનાશે મિકીને ફોટા વિશે કશું પુછ્યું નહીં. બંને એકબીજાની બાજુમાં બેસવાનો આનંદ લઈ રહ્યા હતા. અવિનાશે ઈયરફોન કાઢી એક પોતાના કાનમાં લગાવ્યું અને બીજું વગર પરવાનગીએ મિકીના કાનમાં લગાવી દીધું. મિકીએ તેનો સસ્મિત સ્વીકાર કર્યો. તે બંનેની વચ્ચે સેરીંગ તો આવી ગયું હતું હવે કેરીંગ છે કે નહીં જોવાની વાત હતી. ઈયરફોનમાં સંભળાતા ગીતોની સાથે તે બંને વચ્ચે વાતોનો દોર પણ ચાલુ હતો. એટલામાં આવી ગયું ડોન હીલસ્ટેશન.


બધા બસમાંથી નીચે ઉતર્યા અને અકડાઈ ગયેલા પગને ઓસારો આપ્યો. મિકી અને અવિનાશ પણ ઉતર્યા. ડોનના પ્રાકૃતિક સૌંદર્યમાં બધા પોતાના ફોટા પડાવવામાં વ્યસ્ત થઈ ગયા. ઈશ્વરે ડોનમાં ઐશ્વર્ય એટલું ઠલવ્યું છે કે ત્યાં ચાડીયાને પણ ચોકઠામાં જડાઈ જવાનું મન થાય. તો વળી જીવંત માનવીની શી વિશાત કે આવા સૌંદર્યમાં પોતાની જાતને ફોટા પડાવવાથી અળગી રાખી શકે ! મિકી અને અવિનાશે પણ એકસાથે ખૂબ ફોટા પડાવ્યા. ખબર નહીં કેમ, મિકી પોતાની સાથે આવેલા વિરલને અવગણીને અવિનાશની સાથે ફરી રહી હતી. બધાએ ડોનનું પ્રાકૃતિક સૌંદર્ય લુંટ્યું, લુંટે તેમ છતાંય ખૂટે એવું તેનું સૌંદર્ય હતું. ડોન હીલસ્ટેશનથી ટ્રેકીંગ કરીને ડોન વોટરફોલ તરફ જવાનું હતું.


પૂરજોશમાં બધાએ ડોન વોટરફોલ તરફ ટ્રેકીંગ શરુ કર્યું. વાદળો સાથે વાતો થતી હતી. ત્રણ-ચાર કીલોમીટરનું ટ્રેકીંગ કર્યા બાદ દુરથી ડોન દેખાવા લાગ્યો. અવિનાશે મિકીને કહ્યુ, "ધોધમાં ન્હાવાની બઉ મજા આવશે નઈ !" પણ મિકીએ કહ્યુ,"હું નહીં ભીંજાઉ મને પાણીથી ડર લાગે છે" વોટરફોલ સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબ અડચણ ભર્યો હતો. વરસાદથી ભીંજાયેલી માટીમાં નીચે તરફ ઉતરતા લપસી જવાય એવું હતું. બધા વિઘ્નો પાર કરીને તમામ વોટરફોલ સુધી તો પહોંચી ગયા પણ બહુ ઓછાએ ડોનમાં ભીંજાવાની હિંમત કરી. અવિનાશ આગળ શું થશે એની અટકળો લગાવ્યા વગર ધોધના ધસમસતા પ્રવાહમાં ખાબકી પડ્યો. મિકી ભીંજાય નહીં રીતે બાજુમાં ઊભી રહીને ધોધને નિહાળતી હતી. જોઈને અવિનાશે તેને ધોધમાં ન્હાવા માટે આહ્વાન કર્યું. પણ મિકીએ માથુ ધુણાવીને ના પાડી. તેમ છતા અવિનાશ છેક તેની પાસે ગયો અને મિકીનો હાથ પકડીને તેને ધોધ નીચે લઈ આવ્યો. પહેલા ન્હાવાની ના પાડતી મિકી પણ અવિનાશની સાથે ધોધમાં મજા લઈ રહી હતી. ધોધના જોશભર્યા પ્રવાહમાં અવિનાશે મિકીને તેના બંને હાથથી પકડી રાખી હતી.પાણીમાં રહેલા પથ્થરની મિકીને ઠેસ વાગતા અવિનાશે તેને પોતાની બાહોમાં જકડી લીધી. જે બંને જાણે એક થઈ ગયા હતા. એવામાં ઈન્સ્ટ્રક્ટર અમિતે આદેશ આપ્યો, "પરત ફરવાનો સમય થઈ ગયો છે, બધા બહાર નીકળો !" ધ્રુજતા ડીલે બધા બહાર નિકળ્યા અને જ્યાં બસો પડી હતી તે તરફ વળતું ટ્રેકીંગ શરુ કર્યું.


બધા બસ સુધી પહોંચી ગયા. બપોરના બે થઈ ગયા હત. જમવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. જમીને ફોટોગ્રાફી અને સાઈટસીઈંગ માટે બે કલાકનો સમય આપ્યો. બાજુમાં રહેલા ગલ્લા પરથી અવિનાશ સિગરેટ લઈ આવ્યો. મિકી અને અવિનાશ ચાલીને થોડે દુર એક ઝુંપડી નજીક ગયા અને પાછળ જઈને અવિનાશે મિકીને સિગરેટ ધરી. મિકીએ ચકીત થઈને પુછ્યું," તુ અહીં સિગરેટ ક્યાંથી લઈ આવ્યો? " બાદમાં મિકીએ સિગરેટ સળગાવી, સાથે અવિનાશે પણ પીધી. અવિનાશ સિગરેટ તો નહોતો પીતો પણ પ્રત્યેક વાતમાં મિકીનો સાથ આપવા માંગતો હતો. એકબીજાની સાથે બે કલાક ક્યાં વીતી ગયા તેનું બે માંથી એક પણને ભાન રહ્યું. સાંજના સાડા પાંચ થઈ ગયા. કેમ્પસાઈટ પર પરત ફરવાનો સમય થઈ ગયો હતો. બધા બસમાં બેસી ગયા. મિકી જેમની તેમ ચિરાગને સ્થાને અવિનાશની બાજુમાં બેસી ગઈ. બધા થાકી ગયા હતા. મિકીના ચહેરા પર પણ થાક વરતાતો હતો. તેણે આંખો બંધ કરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો અને અવિનાશના ખાભા પર માથુ ઢાળીને સુઈ ગઈ. અવિનાશ પણ પોતાના ખભા પર રહેલા મિકીના માથા પર હાથ રાખીને સુઈ ગયો.


અંધારુ થઈ ગયું. ક્યારે કેમ્પસાઈટ આવી ગઈ એની કોઈનેય ખબર રહી. જમીને બધા પોતપોતાના ગ્રુપમાં ટોળે વળીને વાતો કરતા હતા. એવામાં અવિનાશ, આરતી, મિકી, લવપ્રીત, ચિરાગ વગેરે ચૌદ જણાનું ગ્રુપ સાપુતારાની ટ્રીપની બીજી અને છેલ્લી રાત્રીને યાદગાર બનાવવા માટેની મથામણમાં મશગુલ હતુ. છોકરા-છોકરીઓને એકબીજાના ટેન્ટમાં જવાની સખત મનાઈ હોવા છતાં ગ્રુપમાંથી કોઈએ આરતી, મિકી, મેઘના અને જેસિકાને પોતાના ટેન્ટમાં આવી ટ્રુથ એન્ડ ડેર રમવા માટેનો પ્રસ્તાવ મુક્યો. ચારે સાહસિક છોકરીઓના જોરે પ્રસ્તાવ પૂર્ણ બહુમતીએ પસાર થયો.


રાતના અગિયાર થઈ ગયા હતા. બધા પોતપોતાના ટન્ટમાં જઈ ઊંધી ગયા હતા. એવામાં આરતી, મિકી, મેઘના અને જેસિકા પોતાના કાનનેય પોતાના પગરવ સંભળાય રીતે લવપ્રીત, ચિરાગ 'ને અવિનાશ વાળા ટન્ટમાં ઘુસ્યા અને શરુ થઈ રમત, ટ્રુથ એન્ડ ડેર !