Prem Angaar - 36 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 36

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 36

પ્રકરણ : 36

પ્રેમ અંગાર

વિશ્વાસ માં ગયા એટલે તરત જ આસ્થાનાં ખોળામાં માથું નાંખી સોફા પર જ સૂઇ ગયો. આસ્થાને ખૂબ વ્હાલ કરી ચૂમી લીધી. હોઠનાં વિરહ છૂટ્યા એણે આસ્થાનું માથું પોતાનાં તરફ નમાવી એનાં હોઠ સાથે હોઠ મિલાવીને મધુર રસ પીવા લાગ્યો. ક્યાંય સુધી બસ પ્રેમ કરતો રહ્યો. આસ્થાને વ્હાલથી ખૂબ સહેલાવતો રહ્યો. આસ્થાએ કહ્યું “એ મારાં ચિત્ત ચોર કાબૂ રાખો મારાં પણ પછી સંયમનાં બાંધ છૂટી જશે. વિશુ ખૂબ પ્રેમ કરું કરી એણે વિશ્વાસને ખૂબ પ્રેમ કરવા માંડ્યો. બે હૈયા આજે પ્રેમમાં મદહોશ થઇ ગયા.”

વિશ્વાસે આસ્થાને ઉંચકીને અંદર રૂમમાં લઇ ગયો અને... અપાર પ્રેમ કરવા લાગ્યો. આજે બન્ને જાણે અધૂરા અતૃપ્ત જીવ એકબીજાને અપાર પ્રેમ કરી ચૂમી તનની તરસ છીપવવા લાગ્યા અને સંપૂર્ણ તૃપ્તિનાં માર્ગે ગયા. આસ્થાએ વિશ્વાસને કહ્યું “વિશુ તમે ના હોવ ત્યારે બસ તમારી યાદોમાં તમારી તરસ તડપ બધી ભેગી જ કરું તમે મળો ત્યારે તૃપ્ત થઊં, વિશુ થોડોક સમય પછી લગ્ન કરી લઇએ. આમ લગ્ન પહેલાંનો આ સંબંધ થોડો ખટકે છે. ભલે આપણે એક જીવ છીએ. વિવાહ થઇ ગયા છે પરંતુ વિશ્વાસે અટકાવીને કહ્યું “એય આશુ આપણા જીવ મળી ગયા એટલે લગ્નથી વધુ જ થઇ ગયું કોઇ શરમ સંકોચ કોઇ ખચકાટ ના રાખ હવે આપણે એકબીજાનાં જ. માં કહેશે ત્યારે લગ્ન પણ કરી જ લઇશું મારા જીવ હવે આપણે કદી જુદા નહીં જ થઇએ. ખૂબ પ્રેમ કરું તને આશુ. આમ બન્ને પ્રેમી એકબીજામાં પરોવાઈ પ્રેમ મગ્ન થઇ ગયા.”

આસ્થા કહે વિશુ તમારે યુ.એસ કેટલા સમય માટે જવાનું છે ? તમે ક્યારે પાછા આવશો અહીં ? વિશ્વાસે કહ્યું, “આશુ ખાસ નક્કી નથી પરંતુ મને લાગે લગભગ છ મહિનાં જેવું થશે પ્રોજેક્ટ જેટલો વહેલ પુરો થાય તો એનાથી વહેલો પણ આવી શકું. આસ્થા વિશ્વાસને વળગી ગઇ. કેમ વિશુ આટલો વિરહ આપો ? પણ હું સમજું છું આપણા જીવનમાં પ્રગતિ તમારી ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે તમારી પ્રગતિમાં મારું પણ સુખ અને આનંદ સમાયેલું છે. ભલે આકરો વિરહ લાગશે પણ હું તમને ખુશી ખુશી જવા કહું છું. અહીંની મારી કે માં ની ચિંતા વિના નિશ્ચિત થઇને જાવ. તમારા નામ પ્રમાણે મને અમાપ વિશ્વાસ છે. મે એવા માણસને પ્રેમ કર્યો છે કે એનાં પ્રેમમાં જ મને સંપૂર્ણ તૃપ્તિ-સ્વર્ગીય સુખ અને મોક્ષની અનૂભૂતિ છે. વિશુ તમારા જીવમાં મારો જીવ ભળી ગયો અરે ! આ જીવનો ઓરા તમારા જીવનાં ઓરામાં લુપ્ત થઇ ગયો બધું જ એક જ એક તનમાં વિરહ નહીં સહેવાય ?”

વિશુ કોઈ ચિંતા વિના સરસ કરી માં નું નામ રોશન કરીને આવો. હું તમારા આવવાની આંખો પ્રસારી રાહ જોઇશ. તમારા આગમનનાં એંઘાણ મને આવી જશે. તમારા વિરહનો તાપ હું સહી લઇશ. આટલો જ પ્રેમ વિશ્વાસ છે. એમાં દૂરી પણ નહીં અનુભવાય. તમારા નામની માંગ ભરી છે એ ક્યારેય નહીં લજવાય. આપણે એવો પ્રેમ કર્યો છે કે જેની કુદરત સાક્ષી છે. માં બાપની કમી ના મહેસુસ થાય એવા માં છે એમનો પણ ખૂબ પ્રેમ છે કાળજી છે

વિશુ હું અહીં વેદનાં ક્લાસ ચાલુ કરીશ નાનાં નાનાં છોકરાઓ વૈદીક જ્ઞાન આપવાનું કામ કરીશ. દાદુનાં સિંચેલા જ્ઞાન અને સંસ્કાર હું બાધાને મળે એવો સેવા યજ્ઞ કરીશ. તમે આવો ત્યાં સુધી આપણી બન્ને ખેતરવાડીની કાળજી લઇશ. માં ની સંભાળ લઇશ સેવા કરીશ અને તમારાં આવવાની રાહ જોઇશ.

વિશ્વાસ આસ્થાનો મીંટ માંડી પ્રેમથી સાંભળી રહ્યો અને આસ્થાને વ્હાલથી બાથ ભરી ચૂમી લીધી. વિશ્વાસે કહ્યું “હું કેટલો નસીબ વાળો છું મને તારા જેવી પ્રિયતમા પત્નિ મળે. સમજુ, સંસ્કારી અને પ્રેમાળ. મને માં બાબાએ બધું જ આપી દીધું. ખૂબ પ્રેમ કરું કરતો રહીશ મારો પ્રોજેક્ટ પુરો થાય તરત જ હું તારી પાસે આવી જઇશ કોઇ રાહ નહીં જોવરાવું. મારું પણ દીલ તડપતું હશે તમે મળવા પ્રેમ કરવા હું તરત આવી જઇશ.”

આ પ્રોજેક્ટમાં મારું ભણતર, ટ્રેઇનીંગ, કાકુથે આપેલા જ્ઞાનનાં ભંડારની મદદથી મને ખૂબ શ્રધ્ધા છે હું સરસ પ્રોજેક્ટ કરીશ અને માં બાપનું નામ રોશન કરીશ એમાં કાકુથે સમજાવેલા નિયમો અને જ્ઞાનનો સિંહ ફાળો હશે, પંચતત્વ, એનાં નૈસર્ગીક સમિકરણ અને પરિવર્તિત સૂક્ષ્મ શક્તિમાં મારો ગહન અભ્યાસ છે જ જે મને ખૂબ જ મદદ કરી રહ્યો છે. આસ્થા આઈ લવ યુ અને બન્ને જીવ એકબીજામાં ફરી પરોવાઈ ગયા.

આસ્થા વિશ્વાસ કંપે જઇને બધું જોઇ આવ્યા ગોવિંદ ગૌરી બન્નેને મળી ખૂબ ખુશ થઈ ગયા. કહ્યું અહીંની ચિંતા ના કરશો. આસ્થા બહેન તો અવારનવાર આવે જ છે અને મંદિરમાં સફાઇ રાખીએ છીએ જશુકાકા આવીને રોજ સેવા પૂજા કરે છે. આ સ્વસ્થ થઇને બન્ને મંદિર ગયા અને અર્ધનારીશ્વર સ્વરૂપ માં બાબાના આશીર્વાદ લીધા.

આસ્થા વિશ્વાસ અને માં અંબાજી આવ્યા નાના નાનીને મળીને વિશ્વાસને ખૂબ આનંદ થયો નાના નાની તો વિશ્વાસને મળી ઘેલા ઘેલા થઇ ગયા નાનાની તબીયત નાદુરસ્ત હતી છતાં જાણે આજે જોર આવી ગયું હતું અંબાજી માં નાં દર્શન કરી નાના-નાનીને મળીને સાથે સાંજે જમીને રાણીવાવ આવી ગયા.

આજે વિશ્વાસને એક અગમ્ય અજંપો પરેશાન કરી રહ્યો હતો. એને સમજાતું નહોતું આમ મને કેમ થાય છે ? એ બહાર આવી અવકાશ તરફ મીટ માંડીને જોઇ રહ્યો એ હાથ લાંબા કરીને ઇશ્વરને પૂછી રહ્યો આજે મને આવો અગમ્ય અહેસાસ શેનો થઈ રહ્યો છે જે મને અંદર પીડા આપી રહ્યો છે ? શું અમગંળ કંઇ થવાનું છે પ્રભુ મને સાંત્વના આપો કે પછી કાલે મારે પાછા ફરવાનું છે અને આ મારા પ્રિયજનોથી વિરહ વેઠવાનો છે એની પીડા છે ? મારા જીવનમાં શું થવાનું છે ? કે મેં આસ્થાથી કંઇ છૂપાવ્યાનો ડર છે ? કંઇક ખોટું કર્યાનું પાપ આચર્યાની સંવેદના પીડા બની ઉભરી આવી છે ? કેમ આમ થાય છે ?

વિશ્વાસનાં ખભા ઉપર પાછળથી હાથ મૂકાય છે એ એકદમ પાછળ ફરીને જુએ છે આસ્થા ઉભી છે એણે કહ્યું એય વિશુ આટલા પરોઢમાં કેમ આમ બહાર આવી ઉભા છો ? તમારો ચહેરો કેમ ઉદાસ છે ? શું વિચારોમાં છો ? કોઇ ચિંતા છે ? વિશ્વાસે આસ્થાને વ્હાલથી બાથ ભરી કહ્યું “આશુ ના હવે પાછા જવાનો સમય નજીક આવ્યો તમને લોકોને છોડીને પાછા જવું ગમી નથી રહ્યું. વિરહની વેદના હમણાંથી જ પીડા આપી રહી છે.”

વિશુ હું આખી રાત ઊંઘી નથી બસ તમારાથી આમ થોડા સમય માટે જુદા થવું આકરું લાગી રહ્યું છે. વિશુ પણ જીવનમાં જે જરૂરી કામ છે એ કરવા પણ અનિવાર્ય છે. તમે ચિંતિત ના રહો તમારે ઘણાં કામ કરવાનાં છે. આવો ચાલો અંદર આરામ કરો. હું તમને સરસ સુવરાવું છું. વિશ્વાસ અને આસ્થા ઘરમાં ગયા. પલંગમાં આસ્થાનાં ખોળામાં માથું મૂકી વિશ્વાસ સૂઇ રહ્યો આસ્થાની આંખમાં આંખ પરોવી જોઇ રહ્યો પ્રેમ અમી રસ પી રહ્યો. વિશ્વાસે કહ્યું “આશુ આઈ લવ યુ પ્રોજેક્ટ પુરો કરી હું તરત પાછો આવી જઇશ. આવીને તરત જ આપણે લગ્ન કરી લઇશું પણ એક વાત માનીશ ?આપણે માંબાબા સામે એમને સાક્ષી રાખી ગાંધર્વલગ્ન કરી લઇએ. ભલે પછી માંની ઇચ્છા પ્રમાણે ધામધૂમથી લગ્ન કહીશું. કાકુથ અને વસુમાંના મૃત્યુને જે સમય થયો છે એ સામાજીક રીવાજ અને એમનાં મૃત્યુ અને શોકનાં માનમાં એક ઓચિત્ય દાખવી ધામધૂમથી લગ્ન પછી કરીશું. એ લોકોનાં સંપૂર્ણ આશીર્વાદ હતાં. પણ મને ઊંડે ઊંડે ઇચ્છા છે હું પરદેશ જઉં પહેલાં આપણે મા બાબાની સામે મંદિરમાં પ્રેમને સાક્ષી બનાવીને સંસ્કારની વેદીમાં વફાદારીનાં શ્લોક બોલીને સપ્તપદીનાં સાત ફેરા કરીને એક થઇ જઇએ અને એ પણ આજે જ.

આસ્થા કહે હા વિશુ ચાલો આમ જીવ તો એક થઇ ગયા જ છે તો આ સંસ્કારથી પણ એક થઇ જઇએ. પ્રેમ તો આપણે કરીએ જ છીએ એ પ્રેમને સપ્તપદીનાં સંસ્કારથી એક સૂત્રે બાંધી દઇએ. તો પછી પરોઢ થઇ છે હું ન્હાઇને પરવારું તમે પણ પરવારો અને માં ની રજા આશીર્વાદ લઇને અર્ધનારીશ્વરનાં મંદિરે જઇ આ કાર્ય પણ પૂર્ણ કરીએ.”

*****

કમ્પા ઉપર આવેલા પોતાની વાડી ખેતરમાં અર્ધનારીશ્વરનાં મંદિરે આવીને આસ્થા વિશ્વાસે પૂજા કરી. માં બાબાની સામે હાથમાં હાથ પકડી સદાય પ્રેમ વફાદારીનાં વચન આપ્યા લીધા. એકબીજાનાં હાથે નાડાછડીને પ્રતિક બનાવીને પ્રેમબંધન સ્વીકાર્યા. વિશ્વાસે માં ને ચઢાવેલ કંકુથી આસ્થાની માંગ ભરી અને કપાળે ચુંબન કર્યું બન્નેએ એકબીજાનાં હાથ પરોવી માં બાબાને નમસ્કાર મુદ્રા બનાવીને ચરણોમાં નમસ્કાર કરી સંપૂર્ણ આશીર્વાદ લીધા.

આસ્થાએ સપ્તપદીની વિધીની જેમ વિશ્વાસનાં ચરણોમાં પડી આશીર્વાદ લીધા. વિશ્વાસે બાથમાં ભરી ચૂમી લીધી અને આશિષ આપ્યાં. સપ્તપદીનાં સંસ્કાર એક અનોખી પરીભાષામાં એમણે અંગીકાર કર્યો. માં બાબાને પગે લાગી એ લોકો કાકુથનાં ઘરમાં આવ્યા આજે આસ્થા વિશ્વાસ બન્ને ખૂબ જ આનંદમાં હતા. ગોવિંદકાકા ને ગૌરીએ બન્નેને ચા-નાસ્તો કરાવ્યો. આસ્થાને અહીં આવેલી જોઇ બન્ને ખૂબ ખુશ હતાં. આસ્થાએ કહ્યું કાકા હું આવતી જતી રહીશ હવે વિશ્વાસ પરદેશ જવાનાં છે. માં એકલા છે અને મને પણ એમની સાથે સારું લાગે છે. તમે અહીં છો જ મારે કોઇ ચિંતા નથી.

ગોવિંદકાકા કહે બહેન તમે નિશ્ચિંત રહો અહીં જશુકાકા પણ આવતા જતા રહે છે કોઇ અગવડ નથી અને તમે સમજાવ્યું છે એ પ્રમાણે વાડીનાં જે કંઇ પૈસા અમે ગામની બેંકમાં જમા કરાવીએ છીએ અમારાં ખર્ચનાં તથા અહીંનાં ઇલે.બીલ વગેરેનાં પૈસા રાખીને બધું ચલાવીએ છીએ. આસ્થા કહે “તમારે કંઇ પણ જરૂર પડે જણાવજો તમને જે મોબાઈલ આપેલો છે એનાથી તરત મને વાત કરજો તમને આ મોબાઇલ ફોન હવે ફાવી ગયો છે ને ? ગોવિદંકાકા કહે “હાં બહેન ફાવે છે આ સગવડ સારી કરી દીધી. આપણે ગમે ત્યારે વાત થઈ શકે છે. સારું તમે લોકો આરામ કરો. હું વાડીમાં જઇને આવું છું આજે ત્યાં પાણી વાળવાનું ચાલુ કરેલ છે.

વિશ્વાસે આસ્થાને કેડથી પકડીને પોતાનાં તરફ ખેંચી અને કસીને હોઠ પર ચુંબન આપી દીધું. વિશુ શરમાવ અહીં વરન્ડામાં ? કોઈ જોઇ જશે નહીં સારું લાગે. વિશ્વાસે એને ઊંચકી જ લીધી અંદર રૂમમાં લઇ આવ્યો.

પ્રકરણ 36 સમાપ્ત……

આસ્થા વિશ્વાશનાં ગાંધર્વ લગ્ન અને પ્રેમપ્રચુર પ્રેમ વિલાસ..પ્રકરણ 37 વાંચો….