Bus Station - 1 in Gujarati Fiction Stories by Mehul Dodiya books and stories PDF | બસ સ્ટેશન - 1

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

બસ સ્ટેશન - 1

શિયાળાની મસ્ત ગુલાબી ઠંડી ચાલી રહી હતી. દરેક વર્ષેની જેમ મિહિર આ વખતે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. આમ તો સામાન્ય રીતે તે સાપુતારા કે આબુ જાય છે પરંતુ આ વર્ષે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. ગ્યારાને પણ વેકેશન ચાલતું હતું અને આરતીને પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે જૂનાગઢ, લીલીપરિક્રમા કરી આવીયે અને થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવિયે. પહેલા તો કાર લઈને જ જવાનું નક્કી કરીયું પરંતુ મિહિરની ઇચ્છા હતી કે સંપૂર્ણ સાદગીથી આ ટ્રીપ કરે. જેમ સામાન્ય માણસ એસ.ટી બસની મુસાફરી કરે એ જ રીતે તેઓ પણ કરે છે અને ગરીબ લોકોની વચ્ચે રહીને એમના વિશે થોડું જાણે, શીખે અને જીવનમાં થોડુંક ઉતારે, ગ્યારને પણ ગરીબી શુ એમની ખયાલ આવે. એટલે ગરીબ માણસોની જેમ તે પણ એસ.ટી બસની ભીડમાં પીસાવવા માંગે છે. મિહિર ટિકિટ બુક કરવા માટે બરોડા ડેપોમાં પોહચે છે જો કે તે મોબાઈલથી ટિકિટ બુક કરાવી શકતો હતો છતાં ડેપો એ પોહચે છે રિઝર્વેશન ની લાંબી કતાર લાગેલી હોય છે મિહિર આ કતાર જોઈને અચંબામાં મુકાય છે. છતા એ પણ લાંબી લાઇનમાં જોડાય છે મિહિરને આ બધું એમની જૂની સ્મૃતિને તાજી કરાવતી હતી. કારણ કે એક સમયમાં મિહિરે પણ આવી લાંબી લાઇનમા ઉભો રહીને પાસ કઢાવ તો, એમને એમના સંસ્મરણો તાજા થતા હતા. ત્યાં લાઇનમાં ઉભા રહેલા લોકોના ઝગડા, મારામરી, બસ ની આવન જાવન, બસની રાહે ઉભેલા મુસાફરો, મિહિર ધ્યાન પૂર્વક જોતો હતો અને મનમાં ને મનમાં અટહાસ્ય કરતો હતો. એવામાં એક નાનું બાળક, તૂટેલા-ફૂટેલા, ધૂળની વિભિન્ન આકૃતિ વાળી કુરતું પહેરીને મિહિર પાસે આવીને ઉભી રહી ગઈ. ધૂળથી ભરેલા વાળ પર એક હાથ ફેરવતા ફેરવતા, બીજા હાથે મિહિર તરફ ફેલાવીયો. મિહિર આ કરુણતા જોઈને કમકમી ઉઠયો. મિહિર એક બે પળ માથે સ્તબ્ધ બની ગયો. મિહિરની આગળ ઉભેલા એક વ્યક્તિએ ભિખારીને જોઈને જવાબ આપીયો.

'હાલેય... હમણાં તને ૧૦ રૂપિયા આપ્યાં ને નિકલ હાલ..'

'સા'બ.... સા'બ.... એ તો માલા નાના ભાઈ ભૂયખો હતો, તો મેં દૂધ લીધું..
સા'બ મેં ને માલા મા એ ચાર દિ થી કાંઈ ખાધું નથી, સાબ મને ખવડાવો....
સા'બ દયા આલો...'

આજીજી કરતી નાની બાળા બોલી. તેમની આગળ ઉભેલો વ્યક્તિ કશું બોલે એ પહેલા મિહિર ફટાક કરતું પર્સ કાઢીયું અને ૧૦૦ રૂપિયાની નોટ કાઢી ને બાળાને આપી. તે છોકરી આશીર્વાદ દેતી દેતી દોટ મૂકી. લાઇન ખૂબ લાંબી હતી એમના રિઝર્વેશન નો સમય પણ થઈ ગયો હતો. થોડો સમય તે ત્યાં લાઇન માં જ ઉભો રહે છે પરંતુ તેમના મનમાં એ બાળા વસી ગઈ હતી. એમની કરુણતા મિહિરથી ભૂલી શકાય તેમ નોહતી. મિહિર અચાનક તે ભીડ માંથી બહાર નીકળે છે અને બસ સ્ટેન્ડમા એ છોકરીને શોધવા લાગે છે. મિહિર એક પ્લેટફોર્મ થી બીજા એમ બાર પ્લેટફોર્મ પર ફરે છે પરંતુ એમને એ બાળા દેખાતી નથી. એ બાર નંબરના પ્લેટફોર્મ પર નિરાશ થઈને ઉભો હોય છે ત્યાં તેમનું ધ્યાન એક ચેર કેસ પર પડે છે. વિખરાયેલા વાળ, ઘણા દિવસથી નાહિયા ન હોય એવા, ધૂળ જાને એમના કપડા હોય એવા એક પુરુષ, એમના પેટ પર દોઢ વર્ષનું બાળક રમતું હતું અને એ પુરુષ એમની સ્ત્રીના ખોળામા માથું રાખીને સૂતો હતો. કપરી પરિસ્થિતિ હોવા છતાં, એ ખુશખુશાલ હતા. એમના મુખ પરથી લાગી આવતું હતું કે તે કોઈ શિષ્ટ પરિવાર માંથી આવી રહિયા છે અને સમય ની મોટી ઠોકર ખાધેલ છે. મિહિરની ઘણી ઇચ્છા હતી કે તેના જીવન અને આ કપરી પરિસ્થિતિ કેમ બની. !

નાની બાળા બહારથી કશોક નાસ્તો લઈ આવી હતી, એ આવી અને એમના મા-બાપને એ નાસ્તાનું પડીકું હાથમા આપે છે, પુરુષ નાના બાળકને પેલી સ્ત્રીને આપે છે અને ઉભો થાય છે ઉભા થતા જ નાની બાળાને એક જોરદાર તમાચો મારે છે...! મિહિરના મનમાં ને મન આશ્ચર્યચકિત થઈ ઉઠીયો કે શા માટે ...?

'આ શુ લઇ આવી ? તને ના પાડી હતી ને કે ભીખ નથી માગવાની આપડે...!' કેમ નથી સમજાતું તને...!'

નાની બાળા તમાચા વાળા ગાલ પકડીને રડવા માંડે છે, કશું બોલે એ પેલા બીજો તમાચો ચડાવી દીધો. એમના પિતા ના આંખમા પણ આંસુની ધારા વહેતુ હતી, છતાં એ શાંત થવાના બદલે ગુસ્સે થાય છે, મિહિર આ બધું જોઈને તેના મનમા પ્રશ્નોની જ્વાળામુખી ફાટી. મિહિર હવે વધુ કુતુહલ બને છે. ખરેખર આ બધું શુ બની રહીયુ છે મિહિરના કશું સમજી શકતો નથી, મિહિર માત્ર સ્તબ્ધ બની, પિલર પાછળ ઉભો રહીને જોયા કરે છે.

'પા...પા... તમે ને મમીએ ચાળ દિ' થી કાંઈ ખાધું નથી. હું ન દેખી ચકું..' ડુસકા ભરતી ભરતી નાની બાળા બોલી

'તો શુ છે? તારી માઁ.. મરી ગઈ? હું મરી.. ગયો? તું મરી.. ગઈ?' અચકાતા અચકાતા પુરુષ બોલીયો, આગળ કશું બોલે એ પેલા બાળા આવી એના પિતાના મુખ પર હાથ મૂકે છે.

'આવું ના બોલો... હું જીવવું સુ ત્યાં ચુધી કાંઈ નઈ થવા દઉં.. ભલે તમે મારો...!'

નાની બાળા રડતા રડતા બોલી. એમના પિતા એ એમના હાથ પકડી, એમને ગળે લગાડીને જોર જોર થી રડવા લાગીયો. એમની પત્નીની આંખોમાં પણ આંસુ હતા. મિહિરના આંખ પણ ભરી આવી કે આવડી અમથી ઉંમરમા કંઈ રીતે કોઈ આટલું વિચારી શકે? આટલી ઉંમરે આટલી બધી ચિંતા કંઈ રીતે કોઈ કરી શકે? એક પુરુષ આમ બધા વચ્ચે કઈ રીતે રડી શકે?

'બેટા... સમયની ઠોકર લાગી છે,જે સમયે આપણે રોડ પર પોહચાડિયા છે તો હવે એ સમય, આપણું નસીબ નક્કી કરશે, જીવશું કે મરશું..!'

મિહિર હવે એમની પાસે જાય છે અને એ ભાઈની બરોબર બાજુમા જઈને બેસી જાય છે. મિહિરના નવા કપડા જોઈને એ ભાઈ થોડો બાજુમાં ખસડાય છે નાની બાળા મિહિરને જોઈને એમના પિતા ને કહે છે કે આ પેલા સા'બ છે જેને મને ૧૦૦ રૂપિયા આપીયા અને હું નાસ્તો લઈ આવી. એમના પિતા એ મિહિર તરફ જોઈને, નાનકડી સ્મિત સાથે હાથ જોડે છે. મિહિર આંખોના પલકાર સાથે સ્મિત આપે છે. મિહિરને એમના જીવન વિશે જાણવું હતું, એમના મનમાં ઉઠેલા પ્રશ્નોના જવાબ મેળવવા હતા પરંતુ શરૂઆત કેમ કરવી એ ખ્યાલ આવતો નોહતો, મિહિર વિચારતો હતો ત્યાં નાનીબાળા એ પડીકું ખોલીયુ અને ખાવવાનું શરૂ કરે છે.

મિહિર વિચારોમાં ખોવાયેલો હતો, એમના મનમાં ઉઠેલા પ્રશ્નોનો જવાબ મેળવવા કંઈ પણ કરવા તૈયાર હતો, પરંતુ વાતની શરૂઆત ક્યાંથી કરવી એ જ સમજાતું નોહતું. મિહિર એ ભાઈ તરફ જુએ છે કશુંક બોલવા હોઠ ફડાવે છે પરંતુ કશું બોલી શકતો નથી, આવુંને આવું એમને ૨ ૪ વાર કરીયું. મિહિર વિચારવામાં મસ્ત હતો ત્યાં અચાનક આરતીનો કોલ આવે છે..

ટ્રીન... ટ્રીન.... ટ્રીન..... ટ્રીન....

મિહિર અચાનક આવેલા કોલથી ડરી જાય છે, અને અચકાતા અચકાતા કૉલ ઉઠાવે છે..

'હેલો... હ..હાજી કોણ...? '
'હે.... શુ કીધું...! તમે મને નથી ઓળખતા...!!' સામેથી પ્રતિઉતર આવીયો. મિહિર મોબાઈલ કાન પર થી લઈને સ્ક્રીન પર જુએ છે,

'ઓહ... આરતી બેટા.. બોલને..' મિહિર હોંશમા આવતા

'તમે ક્યાં છો ? કેમ આવું reaction આપીયુ ? તમે સ્વસ્થ તો છો ને..?' ચિંતા વ્યક્ત કરતા આરતીએ કહીયું.

'હા, dear હું એકદમ મજામા છું. કેમ કોલ કરીયો ? કંઈ મગાવું છે બજાર માંથી ? '

'ના.. રે.. આતો તમે ૪ વાગિયા ના ગયા છો તો કેમ હજુ આવિયા નથી એ જાણવા કોલ કરેલો, થઈ ગઈ ટીકીટ બુક?'

'ના.. થોડી કામ આવી ગયું એટલે રહી ગયું. સોરી હવે આપણે પરમદિવસે નીકળીશુ.'

'ગ્યારા એ તો બેગ તૈયાર કરીને હોલ માં બેઠી છે. કે છે કે આજે જવાનું છે. લ્યો હું એમને આપું..'

મિહિર ના મનમાં અત્યારે માત્ર પેલા પુરુષના જ વિચાર આવતા હતા. વાત કરવાના મૂડ મા નોહતો છતાં કરે છે.

'papa.. where are you?'

'my son, I am at the department.'

તો આપણી trip નું શુ થયું ? Papa tell me, today we're going! Na ! નારાજગી દર્શાવતા ગ્યારા એ પુછીયું.

'ના બેટા...!'

'Papa, you have promised me, why do you change the plan?' ગ્યારા રડતા રડતા બોલી

મિહિર કંટાળી કોલ કટ કરીયો. મિહિર જવાબ આપવા સક્ષમ નોહતો. એ હજુ બસ સ્ટેન્ડમા જ બેઠો છે ૧૫ થી ૨૦ મિનિટ થઈ ગઈ છતાં પેલા ભાઈ સાથે કોઈ વાત થઈ નહિ. આ સમયમાં આરતી દ્વારા ૨૦ જેવા કોલ કરેલા પરંતુ મિહિરે રિસીવ કરીયા નહિ. હવે આરતી પણ ચિંતામા મુકાય છે કે મિહિર બરોબર નથી. ડીપાર્ટમેન્ટ નો સમય તો ક્યારનો પૂરો થઈ ગયો હતો છતાં આરતી અને ગ્યારા કાર લઈને ત્યાં પોહચે પરંતુ ત્યાં મિહિરની કાર હોતી નથી અને ડિપાર્ટમેન્ટ પણ બંધ હોય છે. આરતી પણ હવે ગુસ્સે ભરાય છે.

(ક્રમશ)