nafrat se bani ek kahani pyar ki - 15 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | નફરત સે બની એક કહાની પ્યાર કી - 15

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

નફરત સે બની એક કહાની પ્યાર કી - 15

આગળ ના પાર્ટ માં જોયું કે....સવિતા બેન પાંખી ને સમર નો ભૂતકાળ કહે છે.....એ કહી ને સવિતા બેન થોડા રડવા લાગે છે....હવે આગળ....



સવિતા બેન થોડા દુઃખી થતા રડવા લાગે છે...એ સાથે પાંખી પણ સમર નો ભૂતકાળ સાંભળીને ખૂબ જ રડવા લાગે છે....કેમ કે સમર એ નાનપણમાં ખૂબ જ દુઃખ અને કષ્ટ વેઠયા હોય છે...આ સાંભળીને તેના થી રહેવાતું નથી અને તે રોવા લાગે છે....



સવિતા બેન પાંખી ને ચૂપ કરાવી ને શાંત કરે છે....ત્યાં જ પાંખી કહે છે....


"આંટી આ જ કારણે સમર સર કોઈ પર જલ્દી વિશ્વાસ નથી કરી શકતા...અને હમેંશા ગુસ્સા માં જ રહે છે ...પણ આંટી એમને કાલે ઑફિસ માંથી એક કર્મચારી ને શુ કારણ થી કાઢી નાખ્યો એ નથી સમજાતું....કેમ કે એ તો ઘણો વફાદાર હતો....."



પાંખી વાત પૂરી કરે એ પહેલાં જ સવિતા બેન બોલ્યા....


"હા પાંખી એના વિશે મને ખબર છે.... કાલે જ સમર એ કહ્યું મને...પણ એ વફાદાર નહતો જેના વિશે તને કાંઈ જ ખબર નથી....અને એની ભૂલ એ હતી કે એ કર્મચારી એ તમારી કંપની ની બધી જ ગુપ્ત માહિતી તમારી હરીફ કંપની ને આપી દીધી....જેના લીધે કંપની ને નુકસાન થવાની શક્યતા છે.... આ કારણે સમર કાલ નો ચિંતા માં છે....."



ત્યાં જ પાંખી બોલી..."ઓહહહ એટલે સમર સર આટલા ગુસ્સા માં હતા...."



ત્યાં જ સવિતા બેન બોલ્યા..."હા પાંખી એ જ કારણે સમર આટલો ગુસ્સે છે... એ કોઈ પર વગર કારણે ગુસ્સે ન થાય.....પણ ક્યારેક નાની એવી વાત માં પણ એને ખૂબ જલ્દી ગુસ્સો આવી જાય છે.....અને એના ગુસ્સા નો ઈલાજ જો કોઈ હોઈ તો એ છે પાર્થ ....સમર માટે પાર્થ બધું જ છે....અને સમર નો ગુસ્સો પણ પાર્થ જ શાંત કરે છે....સમર પાર્થ માટે કંઈ પણ કરી શકે એમ છે....બને એક બીજા ને ભાઈ થી પણ વિશેષ માને છે.....ચાલ હવે તું બેસ હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું......"



ત્યાં જ પાંખી ઉભી થતા કહે છે..."ના આંટી હવે હું જાવ મારે લેટ થાય છે...ઘરે બધા રાહ જોતા હશે....ફરી ક્યારેક આવીશ...."



સવિતા બેન એને રોકતા કહે છે કે......"ના કાંઈ જરૂર નથી....પહેલી વાર આવી છો એમ ક્યાંય નથી જવું.... તું બેસ હું હમણાં જ આવું....."



પાંખી સવિતા બેન ને ના નથી કહી શકતી.... અને ફરી બેસી જાય છે.....અને સમર ના નાનપણ ના ફોટા જોવા લાગે છે.. જેમાં સમર ખૂબ જ ખુશ અને હસતો હોય છે....તે મન માં જ વીચારે છે કે સમર સર ની ખોવાયેલી ખુશી હું જરૂર પાછી લાવીશ.....



સવિતા બેન કિચન માં પાંખી માટે નાસ્તો લેવા જાય છે....ત્યાં જ સમર આવે છે અને સવિતા બેન ને કિચન માં જોઈ ને સીધો તેમની પાસે દોડી જાય છે....અને ખૂબ જ ખુશ થતા કહે છે...



"મમ્મી એક ખૂબ જ સારા સમાચાર છે.... તમને ખબર છે જે વાત ની હું બે દિવસ થી ચિંતા કરતો હતો ...એ ચિંતા દૂર થઈ ગઈ છે....રાજેશ એ કંપની ની બધી જ જૂની માહિતી બહાર પાડી છે....નવી માહિતી વિશે એને કોઈ જ જાણ નહતી....જેના લીધે હવે કંપની ને કોઈ જ નુકશાન નહીં થાય....આ બધું હમણાં જ મને પાર્થ એ કહ્યું....પાર્થ એ અને મહેશ કાકા એ તપાસ કરી ને બધું જાણી લીધું છે.... હવે કોઈ જ પ્રોબ્લેમ નથી......



સવિતા બેન આ સાંભળીને ખૂંબ જ ખુશ થયા અને બોલ્યા....."અરે વાહ....જો મેં કહ્યું હતું ને કે તું સાચો છે તો તારી સાથે ભગવાન બધું જ સારું કરશે....જો બધું જ સારું થઈ ગયું ને હવે કાઈ જ ચિંતા ન કરતો...."



ત્યાં જ સમર જોવે છે કે સવિતા બેન એ નાસ્તા ની પ્લેટ તૈયાર કરીને રાખી હોઈ છે તો એ પૂછે છે...



"મમ્મી કોઈ આવ્યું છે આપણા ઘરે??આ નાસ્તો કોના માટે લઈ જાવ છો....."



ત્યાં સવિતા બેન કહે છે...."હા કોઈ આવ્યું છે આપણા ઘરે....ચાલ બતાવું...."



સવિતા બેન એમ કહી ને સમર ને પાંખી પાસે રૂમ માં લઈ જાય છે અને કહે છે....."જો સમર આને તું ઓળખે છે....??"



સમર તો થોડી વાર જોતો જ રહી જાય છે....અને પછી કહે છે....

"મિસ પાંખી તમે અહ્યા...??"


પાંખી કહે છે...."હા સર હું....."



હજી તો પાંખી આગળ બોલવા જાય એ પહેલાં જ સમર કહે છે.....

"ઓહ તો તમે અહીં મારા મમ્મી ને મારી ફરિયાદ કરવા આવ્યા છો.....મને નહોતી ખબર કે તમે આવું પણ કરી શકો....તમે તમારા બોસ ની ફરિયાદ લઈ ને એના ઘર સુધી પહોંચી ગયા....very good.... મિસ પાંખી....ખૂબ જ ઉમદા વિચાર છે તમારા....તમારા વિચારો ની દાદ દેવી પડે....તો શું ફરિયાદ કરી તમેં મારી હું જાણી શકું....??"



પાંખી બોલવા જતી હતી....પણ એને થયું કે જ્યારે સમર એની આટલી ખરાબ ગણતરી કરે છે તો શું કામ એને સફાઇ આપવી.... એવું વિચારી એ સવિતા બેન કહે છે કે...


"આંટી હું જાવ છું... મારે લેટ થાય છે....


ત્યાં જ સવિતા બેન સમર સામે ગુસ્સા થી જોવે છે અને પાંખી ને કહે છે..."પાંખી ઉભી તો રે બેટા.... કંઈક નાસ્તો તો કરતી જા...."



પાંખી ચાલતા ચાલતા જ સમર સામે ગુસ્સા માં જોતી બોલે છે કે....મારુ પેટ ભરાઈ ગયું સર ના આરોપ થી.... આન્ટી ધ્યાન રાખજો....અને દવા લઈ લેજો... બાય...."


એમ કહી ને પાંખી બહાર ચાલી જાય છે...ત્યાં જ સમર સવિતા બેન ને પૂછે છે કે "શુ થયું મમ્મી તમને??"



સવિતા બેન સમર પર ખૂબ જ ગુસ્સે થાય છે....અને એને પાંખી શુ કામ અહીં આવી એ વિશે બધી જ વાત કરે છે....અને કહે છે કે....



"હવે જા હજી શું ઉભો છે...બિચારી છોકરી ને દુઃખી કરી દીધી...હવે અંધારું થઈ ગયું છે એ અત્યારે એકલી ક્યાં જશે...મૂકી આવ એના ઘરે અને માફી માંગી આવ....કોઈ નું કાઈ સાંભરવું જ નથી...બસ ગુસ્સા માં બોલવા જ લાગવું છે....જા હવે જલ્દી...."



સમર સવિતા બેન ને "હા" કહી જલ્દી જાય છે....


વધુ આવતા અંકે.....


"થવા જઈ રહી છે એક નવી જ શરૂઆત......"


વાંચવા નું ન ભૂલતા.....આવતા મંગળવારે...."નફરત સે બની એક કહાની પ્યાર કી....."


"પ્રિય વાચક મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે મારી પહેલી જ શરૂઆત ને તમારો આટલો પ્રેમ અને સાથ આપ્યો..... હું તમામ વાચક મિત્રો ની ખૂબ જ આભારી છું.....આ સાથે આજે મારી પહેલી નોવેલ ના 15 પાર્ટ પુરા થઈ ગયા છે.....અને મારી નોવેલ બધા એ ખૂબ જ પસંદ કરી છે....એ બદલ તમારો ખૂબ આભાર...."


"થોડા જ સમય માં આટલી સારી સફળતા અપાવવા બદલ ખુબ ખૂબ ધન્યવાદ ... આવી રીતે જ મને આગળ પણ તમારો સાથ અને સહકાર આપતા રહેજો....અને તમારા મારી નોવેલ માટે ના મંતવ્યો પણ જરૂર થી જણાવજો....આ સાથે મારી બીજી લખેલી નોવેલ અને લેખ જરૂર થી વાંચજો...."


લઘુકથા...."એક કહાની... પ્યાર કી કુરબાની...."

પ્રેરકકથા..."સમય ની એક વાત...."

તેમજ મારા શબ્દો માં કરાયેલી મિત્રતા વિશે ની નાની એવી રજુઆત...."મિત્રતા".....

Thank you so much all......