Fashion ane Vyasan in Gujarati Comedy stories by Gunjan Desai books and stories PDF | ફેશન અને વ્યસન

Featured Books
  • ബ്രാം സ്റ്റോക്കറുടെ ഡ്രാക്കുള

    ഡോക്ടർ സിവേർഡിന്റെ ഡയറി എന്ന അധ്യായത്തിൽ നിന്ന്... മീന വിറച്...

  • SEE YOU SOON - 4

    നിർബന്ധപൂർവ്വം ഗൗരിക്ക് അല്പം വെള്ളം കുടിക്കാൻ കൊടുത്തപ്പോൾ...

  • ജെന്നി - 3

    ജെന്നി part -3-----------------------(ഈ part വായിക്കുന്നതിന്...

  • മണിയറ

    മണിയറ  Part 1 മേഘങ്ങൾ തിങ്ങി നിറഞ്ഞ ആകാശത്ത്,കിഴക്കേ മാനം മു...

  • ഡ്രാക്കുള

    കഥ കേൾക്കുവാനായി വീഡിയോ ക്ലിക്ക് ചെയ്യുക ബ്രാം സ്റ്റോക്കറുടെ...

Categories
Share

ફેશન અને વ્યસન


ફેશન અને વ્યસન

આ બન્ને વસ્તુઓ આજે સમાજમાં જીવનધોરણ નો પર્યાય બની ગયેલ છે. વ્યક્તિ પાસે સારાં ચાર પાંચ વિચારો ના હોય તો ચાલે પરંતુ સારાં આઠ દસ જોડ કપડાં હોવાં જરૂરી છે. ફેશન એટલે તમે જેવાં દેખાવ છો એનાં કરતાં સારાં દેખાવવાની પ્રક્રિયા.
જી હાં, હું ફેશન ને પ્રક્રિયા માનું છુ. ફેશન માં કોઈ એક બાબત નહીં પણ અનેક તબક્કા હોય છે.!જેમાં માથા થી લઈને પગ સુધી નાં તમામ અંગો સજાવવામાં આવે છે. આજની એકવીસમી સદી ની નવી પેઢી ને ભ્રમ છે કે પાર્લર વગર બ્યુટી નથી તેથી બ્યુટી પાર્લરમાં જઈને પોતાની બ્યુટી વિકસાવે છે. આ વલણ નો સીધો ફાયદો જુદી જુદી કંપનીઓ એ લીધો. તમે જનરલ સ્ટોર્સ માં મુલાકાત લો તો 60 થી 70% વસ્તુ ઓ ‘બ્યુટી’ ને લગતી હોય છે. 20 રુપિયા નાં ક્રીમ માં જો બ્યુટી આવતી હોત તો ભારત માં ‘આકર્ષક વ્યક્તિ ‘ ઓની લાઈનો લાગત. આજે માથાં ના વાળથી લઈને પગનાં નખ સુધી ફેશન માં રંગાયેલી પેઢી જોવાં મળે છે. જાણે હરતું ફરતું ઈન્દ્રધનુષ જ જોઈ લો.! હવે ઈન્દ્રધનુષ જોવાં માટે ચોમાસા સુધી રાહ જોવાની જરૂર જ નથી. દરેક ગામની કે શહેર ની ગલીઓ માં આવાં હરતાં ફરતાં ઈન્દ્રધનુષ જોવાં મળશે જ. એકબાજુ મોંઘાદાટ પાર્લરમાં પણ બ્યુટીફુલ બનાવવામાં આવે અને એકબાજુ 20 રુપિયા ની ક્રીમ વાળા પણ બુમો પાડે કે એક અઠવાડિયા માં બ્યુટીફુલ બનાવશું. સાલું સમજાતું નથી કે બ્યુટી માટે 20 રુપિયા ખર્ચવાના કે 2000? પણ આ વાતથી એટલું સ્પષ્ટ થાય છે કે બ્યુટીફુલ બનવાની લ્હાયમાં બ્યુટીફૂલનું તો ખબર નથી પણ આપણે ક્યાંકને કયાંક ‘ફૂલ’ જરુર બની જઈએ છીએ. દિવસ નાં સફેદ આકાશ માંથી અમાસની રાતની જેવું કાળું આકાશ બનાવવામાં પુનમ નાં ચંદ્ર ને આમંત્રણ આપવાં વાળાની કમી નથી. આ વાક્ય જેમને વીત્યું હશે તેઓ તરત સમજી જશે. ફેશન પણ કેવી કયારે બદલાઈ જાય એ જ નથી સમજાતું. આ વસ્તુ ‘આઉટ ડેટેડ’ છે, આ ‘ફેશન તો વર્ષો જુની’ છે. અલ્યા તું ‘આઉટડેટેડ’ છે, ‘વર્ષો જુનો’ છે ભગવાને કહ્યું કે તને અને બદલવાની જરૂર છે?

હવે થોડી વાત વ્યસન ની પણ કરીએ,

વ્યસન એટલે જે તત્વો ની શરીર ને જરૂર નથી એવાં તત્વો નું સેવન. કોઈક પોતાનો 'ગમ' ભુલાવવાં વ્યસન કરે છે તો કોઈક ‘બેગમ’ ભુલાવવાં, કારણ જે હોય તે પણ વ્યસન કરવાથી ફાયદો થાય કે નુકસાન એ તો વ્યસની જ જાણે. બે રુપિયા નું પડીકું એવું વટથી મોંમાં નાંખે કે જાણે જીવનનું અમૃત હોય. માણસ ‘માવા’ અને ‘જાવા’ માં એટલો બધો વ્યસ્ત છે કે એની પાસે ‘ખાવા’ માટે પણ સમય નથી. આખરે વાત રુઆબની છે ને! અમુક લોકો પોતાનાં વ્યસની પરાક્રમો ની વાતો એવી રીતે કરતાં હોય કે એમની સામે હિટલર પણ નાનું છોકરૂં લાગે. અને ખરેખર ખુબ જ સાહસિક વાતો હોય! ઘડીક તો થાય કે સેનાની ત્રણે પાંખો નું સંચાલન સોંપી દેવું જોઈએ. આવાં નીડર અને સાહસિક યુવાધન જો ચાહે તો દુશ્મનો નો એક જ વાર માં ખાત્મો બોલાવી શકે, કેમકે વ્યસન પછી તો દરેક વ્યસની પોતાને મહાન પરાક્રમી માને છે.
વ્યસની વ્યક્તિ ની એક આખી અલગ જ દુનિયા હોય.તે હંમેશા પોતાની મસ્તીમાં જ રહે છે. એને ગામ માં કેટલાં મહોલ્લા છે એની ખબર નથી હોતી પણ ગામમાં કેટલાં અડ્ડા ઓ છે, કયાં ખૂણે કોનો અડ્ડો એની સચોટ માહિતી મળી રહે. ધન્ય છે એમનું સામાન્ય જ્ઞાન.
અલબત્ત અહીં ફેશન અને વ્યસન નાં ગુણગાન ગાવા નથી બેઠાં પરંતુ સમાજની જે કડવી વાસ્તવિકતા છે જે કટુ સત્ય છે એની વાત કરવી છે.
એક વ્યસની ને મેં પૂછેલું કે તમે આ ખાવા છો તો તમને કઈંક થઈ જશે એનો ડર નથી લગતો? તો એમણે જે જવાબ આપ્યો એ જાણીને થયું કે આ હિસાબે તો માવા ગુટખા મફત માં મળવા જોઈએ! એમણે જવાબ આપ્યો કે ભાઈ, મરવાનું તો છે જ આજે કે કાલે, તો ખાઈ પી ને જલસા કરીને નહિં માં મરીએ? અને જે નથી ખાતાં એમને પણ જાત જાતનાં રોગો તો થાય જ છે ને તો આપણને તો બહાનું મળશે કે ખાતો હતો અને થયું! ઘડીક તો મને લાગવા માંડ્યું કે આ મને પણ ખાતો કરી દેશે તેથી એમનાં ‘આદર્શ વિચારો’ ને માન આપીને ત્યાંથી રવાના થવાંનું યોગ્ય માન્યું. પણ એની વાતો માં તથ્ય તો છે, ભગવાન ને પણ ઊંચકવા કોઈક બહાનું તો જોઈએ જ ને! આતો થઈ એકની વાત, આવાં ‘ઉચ્ચ વિચાર ‘ ધરાવતાં કેટલાંય ‘તત્વચિંતકો’ આપણી આજુબાજુ ફરતાં હોય છે. બસ એમને ઓળખવાની જ જરૂર છે! કહેવું ઘટે કે વ્યસની વ્યસન નથી ખાતો પણ વ્યસન વ્યસની ને ખાય છે.
વ્યસન નાં કારણે કેટલાંય કુટુંબો, ઘરો,પરિવારો ઊજળી ગયાં છે. ફેશન અને વ્યસન માં આખેઆખી સંસ્કૃતિ નાશ થઈ રહી છે. જે ભગવાને આપ્યું છે એમાં ખુશ રહો, એમાં ચેનચાળા કરવાં જશો તો જે છે એ પણ નહીં રહે.
વ્યસન અને ફેશન ફકત ગુટખા કે મેકઅપ માં જ જોવાં મળે એવું નથી ટેકનોલોજી માં પણ આ બન્ને તત્વો ની પધરામણી થઈ ગઈ છે. કોઈપણ વસ્તુ હોય એની આદત પડી જાય એટલે વ્યસન જ કહેવાય. બ્યુટી પાર્લરમાં કલાકો વિતાવ્યા પછી પણ એ વાતની તો ખાતરી નથી જ હોતી કે તમે હંમેશા ‘બ્યુટીફુલ’ જ રહેશો! કેટલીક દુકાનો માં પાટીયા મારેલાં હોય છે કે, ‘ફેશન કે ઈસ દૌર મેં ગેરંટી કી ખ્વાહિશ મત રખીએ’ એમની વાત પણ સાચી છે. જ્યાં આટલાં અમૂલ્ય દેહ ની ગેરંટી નથી ત્યાં મામુલી તુચ્છ વસ્તુ ઓની ગેરંટી કેવી રીતે હોય? અને સંજોગ તો જુઓ, જે દેહ ની ગેરંટી નથી એ જ દેહ ગેરંટી વગરની વસ્તુઓ પણ બનાવે છે.! ફેશન અને વ્યસન થી કઈંપણ બદલાવવાનું નથી, બદલાશે તો ફકત તમારૂં જીવન, તમારી આર્થિક પરિસ્થિતિ. ફેશન અને વ્યસન નો રાફડો પાશ્ચાત્ય સંસ્કૃતિ માંથી ફાટયો છે. આજે ટુંકા કપડાં અને મોંઘાદાટ પીઝા એ ફેશન બની ગયાં છે. અને એનાં પરિણામ સ્વરૂપ દાળભાત અને સાડી ભૂલાય રહ્યાં છે. ટુંકા વસ્ત્રો એટલે ફેશન, ફાટેલાં વસ્ત્રો એટલે ફેશન. સમજાતું નથી કે લોકો કરકસર કરે છે કે ગરીબી વધી ગઈ છે?
જે આપણો પરંપરાગત પોષાક છે તેને વર્ષે માં એકવાર પહેરીએ છીએ એ પણ ભાડે લઈને. આનાથી મોટી કઠિનતા બીજી કઈ હોઈ શકે કે જે સંસ્કૃતિ આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે એ ભાડે મળવાં લાગે! સાલું સમજાતું નથી કે ફેશન નું વ્યસન છે કે વ્યસન ની ફેશન! ખેર, જે હોય તે પણ નોંધવું ઘટે કે ફેશન અને વ્યસન કાંઈ આજકાલ નાં નથી વર્ષો થી માણસ ની આજુબાજુ ભરડો લીધો છે. જમાના અને માણસો ની સાથે ફેશન અને વ્યસન માં પણ પરિવર્તન આવ્યું છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે તો ફેશન અને વ્યસન પણ કેમ બાકાત રહે? પણ આ બે ની જરુરિયાત શું છે? શું આ બંન્ને થી જ માણસ ની ઓળખ થાય? રોજની પાંચ પડીકી ખાતો હોય તે ગરીબ અને દસ ખાતો હોય તે પૈસાદાર એવું માનવું યોગ્ય ખરું? બાહ્ય ફેશન કરતાં આંતરિક ફેશન રાખો. આંતરિક ફેશન એટલે સદગુણો. ના પણ અહીં તો બાહ્ય દેખાવ જ જોઈએ. સાથે હોય તો વટ પડવો જોઈએ ને! લગ્ન માટે પણ છોકરો છોકરી હિરો- હિરોઈન જેવી જોઈએ.ભલે ને ખાવાનું બનાવતાં ના આવડે કે કોઈપણ કામધંધો કરતો ના હોય. આજે બધાએ પ્રભાવ પાડવો છે. પણ સ્વભાવ બદલ્યાં વિના. તમે તમારી આંતરિક ફેશન બદલો એટલે કે સદગુણો નું આચરણ કરો તો કોઈપણ વ્યસન કે વિનાં કે બાહ્ય ફેશન વિના પ્રભાવ પાડી શકશો.એનાં માટે કોઈ પાર્લરમાં જવાની જરૂર નથી તેમજ નથી કોઈ પૈસા ખર્ચ કરવાની, બસ સારા માણસોનો સંગ રાખો અને સારું આચરણ કરો. બાકીનું બધું આપોઆપ મળી જશે.