Hu rahi tu raah mari - 17 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 17

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 17

શિવમ પોતાના રૂમમાં હોય છે ત્યારે તેને કોઈનો ફોન આવે છે. શિવમને ડર લાગ્યો કે ફરી પાછો ક્યાક વિધિનો ફોન ન હોય. એક તો તે વિધિના લીધે પહેલેથી જ પરેશાન હતો. તેમાં પપ્પા – મમ્મી ક્યારે લગ્નની વાત છેડે તે ડરના લીધે શિવમને ઘરે આવીને પણ ક્યાય મન લાગતું હતું.
શિવમે ફોનમાં જોયું તો ફોન રાહીનો હતો. શિવમને મનમાં જ હાશકારો થયો. તેને તરત જ રાહીનો ફોન ઉપાડયો.
“ ગૂડ મોર્નિંગ.” રાહી.
“ હાઇ. ગૂડ મોર્નિંગ.” શિવમ.
“ નોકરી પર છો?” રાહી.
“ ના ઘરે આવ્યો છું.” શિવમ.
“ઓહ..ક્યારે?” રાહી.
“ બસ..આજ સવારે. માફ કરજે તને કહેવાનું ભૂલી ગયો. મારો અચાનક જ ઘરે આવવાનો પ્રોગ્રામ બની ગયો.” શિવમ.
“ અરે તું માફી કેમ માંગે છે? હું કોઈ તારી બોસ થોડી છું કે તું મારી માફી માંગે? પણ આમ અચાનક ઘરે જવાનો પ્રોગ્રામ બનાવી લીધો? બધુ ઠીક છે ને?” રાહી.
“ આમ તો બધુ ઠીક છે પણ આમ જોઉ તો કઈ જ ઠીક નથી યાર..ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું.” શિવમ.
“ કેમ વળી શું થયું?” રાહી.
“ મમ્મી-પપ્પા મારા લગ્નની જીદ લઈને બેઠા છે. તે રાત્રે હું ઘરે આવ્યો પછી ઘરેથી ફોન આવ્યો હતો. તે મારા અને વિધિના લગ્ન માટેની વાત કરવા માટે મને ઘરે બોલાવ્યો છે. હવે તે લોકોને કેમ સમજાવું કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે? અને અધુરામાં પૂરું વિધિનો પણ ફોન ગઈ રાત્રે આવ્યો હતો..” શિવમ પરેશાન થઈ બોલ્યો.
“ તું શિવમ પરેશાન ન થઈશ. તારી અને વિધિ વચ્ચે શું વાત થઈ?” રાહી.
શિવમ રાહીને તેની અને વિધિ વચ્ચે થયેલી વાતો જણાવે છે.
“ રાહી હું ખૂબ પરેશાન થઈ ગયો છું. મારુ મન વિધિને અપનાવવા તૈયાર નથી જ્યારે મમ્મી-પપ્પા મારા અને તેના લગ્નના સપના જોવે છે. તું જ કહે કે હું સ્વાર્થી બનીને મારા મનનું માનું કે પછી મમ્મી-પપ્પાને તકલીફ આપ્યા વગર વિધિ સાથે ચૂપચાપ લગ્ન કરી લઉં?” શિવમ.
“ શિવમ તું સ્વાર્થી નથી જો તું તારા મનની વાત માનીશ તો પણ. કેમ કે લગ્ન કોઈ રમત નથી કે પૂરી થઈ પછી હાર –જીત જે કઈ પણ હોય તે ભૂલીને આગળ વધી જવાનું. લગ્ન તો પૂરી જિંદગી નિભાવવાના હોય છે. લગ્ન એક જવાબદારી છે. અને હું માનું છું કે જે કામ કરવા માટે આપણે ખુદ રાજી ન હોઈએ તો તે કામમાં આપણે ક્યારેય પણ સફળ ન જ થઈ શકીએ. રહી વાત તારા મમ્મી-પપ્પાની તો તું તેમને કોઈ વાત જણાવ જ નહીં. બસ તે જેમ કીધું તેમ “તારે અને વિધિને લગ્ન નથી કરવા આ કારણ પૂરતું છે તેમને સજાવવા માટે.”રાહી.
“શું આ ઠીક રહેશે કે પછી મારે વિધિને એક મોકો આપવો જોઈએ?” શિવમ.
“શિવમ જે મે તને કહ્યું તે તારા માટે બરાબર છે.પણ તારા હદયમાં વિધિ માટે હું ભાવના છે તે તું ખુદ જ સમજી શકે. તું શાંતિથી વિચારી લે કે તારે શું કરવું છે? પછી સમજી વિચારીને તારા મમ્મી-પપ્પાને જવાબ આપજે.અને હા તેવો જ જવાબ આપજે જેમાં તું ખુશ હોય.કેમ કે આ તારા જીવનનો અગત્યનો મુદ્દો છે.” રાહી.
“ તારી સાથે વાત કરવાથી ઘણું મન હળવું થઈ જાય છે.” શિવમ.
“ મિત્ર તેનું નામ જ તો છે. હવે હું ઓફિસે જવા માટે નિક્ળુ છું. જે પણ નિર્ણય લે તે સમજી વિચારીને લેજે.” રાહી.
“ ચોક્કસ. મમ્મી-પપ્પા સાથે કોઈ વાત થાય પછી તને ફોન કરીશ કે પછી રાજકોટ આવીને જ મળીશ.” શિવમ.
“ઠીક છે. બાય.” રાહી.
રાહીના ફોન મૂકી દે છે પણ તેનું મન ઉદાસ થઈ જાય છે. તે આંખ બંધ કરી વિચારે છે તો પણ તેનું મન કોઈ જવાબ નથી આપતું.પણ તેના મનમાં અત્યારે એક જ વાત ચાલતી હતી કે શિવમ વિધિ સાથે લગ્ન કરવા માટે તૈયાર ન થાય. આ તેને શિવમની જિંદગી ખરાબ ન થાય માટે વિચારતી હોય છે કે પછી શિવમના જીવનમાં કોઈ બીજી છોકરી આવી જશે તો ?? તે માટેની બેચેની હતી. તે વાત રાહી ખુદ સમજી શકતી નહોતી. આથી તેણે આ વિષે વિચારવાનું જ માંડી વાળ્યું.
સામે શિવમની પણ કઈક આવી જ હાલત હતી જે તેણે પ્રથમ વખત અનુભવી હતી.જ્યારે રાહીએ કહ્યું કે “જો તું વિધિ સાથે લગ્ન કરવા ઈચ્છે તો કરી શકે.” ત્યારે શિવમને જાણે કોઈ પોતાનું અંગત કે જેને તે ખૂબ જ ચાહતો હોય તે તેને આ વાત કહેતું હોય તેવું લાગી રહ્યું હતું.ખબર નહીં પણ તેને રાહીની આ વાત જરા પણ ગમી નહીં. પણ અત્યારે આ વિચારવાનો સમય નહોતો. કોઈ પણ સમયે પપ્પા વિધિ વાળી વાત છેડી શકે છે માટે પપ્પાને જવાબ આપવા માટે કોઈ ચોક્કસ અને મજબૂત નિર્ણય લેવાનો હતો. શિવમનું માથું ખૂબ જ દુખી રહ્યું હતું. તેને સમજાતું નહોતું શું કરવું? આથી તેણે થોડીવાર પલંગ પર લંબાવ્યું.તે શાંત મગજે વિચારવા લાગ્યો.
*********************
બપોરનું જમવાનું પૂરું કરી શિવમ પૂરા પરિવાર સાથે બેઠો હતો.
“ શિવમ તો તે કઈ વિચાર્યું કે આપણે વિધિના પરિવારને ક્યારે મળવા માટે જવું છે? કે પછી તે લોકો આપણને મળવા માટે આવવાના છે?તમારી બંનેની કોઈ વાત થઈ આ બાબતે?” ચેતનભાઈ.
શિવમને નોહતું સમજાતું કે તે શું જવાબ આપે? તેના હોઠ જાણે ભિડાય ગયા.
“ શિવમ તારા પપ્પા તને કઈક પૂછે છે.જવાબ આપ તેને.” દિવ્યાબહેન.
“ પપ્પા કોઈ કોઈને મળવા માટે આવવાનું નથી. કે કોઈને ક્યાય જવાનું નથી.” શિવમ.
“ કેમ?” ચેતનભાઈએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું.
“ કેમ કે હું અને વિધિ લગ્ન નથી કરવા માંગતા અને આ નિર્ણય અમારા બંનેનો છે.” શિવમ.
“પણ આવું શા માટે શિવમ? અચાનક તમને બંનેને શું થઈ ગયું?ચેતનભાઈ.
“ હા બેટા આમ અચાનક તું કેમ આવી વાત કરી રહ્યો છે?” દિવ્યાબહેન.
“ મમ્મી-પપ્પા તમે વિશ્વાસ કરો મારા પર. મે જે કોઈ પણ નિર્ણય લીધો હશે તે ખૂબ જ વિચારીને લીધો હશે.તમે મારી આ વાતનું માન રાખી લો અને આગળ હવે આ બાબતે કોઈ પ્રશ્ન ન કરશો.”શિવમ.
શિવમ આટલું બોલતા હાંફી ગયો અને ત્યાંથી ઉઠી પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
“ભાઈ આ તે કોઈ વાત થઈ? મે કેટલા સપના જોયા તમારા લગ્નના. મે મારા બધા મિત્રોને આગળથી જ જણાવી દીધું અને તમે હવે આમ બોલો છો?” શિવાંશે રૂમમાં જતાં શિવમને કહ્યું.
“થઈ શું ગયું છે આ છોકરાને? હમણાંથી ખૂબ જ વિચિત્ર વાતો કરે છે.પરેશાન કરીને રાખી દીધો છે મને.મારો આટલો મોટો બીજનેસ છે છતાં આમ પરિવારથી દૂર રહી નોકરી કરે છે અને હવે આ નવું... લગ્ન ...આ તે કોઈ વાત થઈ?” ચેતનભાઈએ થોડા ગુસ્સામાં કહ્યું.
“તમે પરેશાન શા માટે થાઓ છો. હશે કઈક તો બાકી આપણો શિવમ ખૂબ સમજદાર છે. તે આમ જાણીજોઇને તો ન જ બોલે.” દિવ્યાબહેન.
“ શું સમજદાર? હું અત્યારે જ વાત કરું છું શિવમ સાથે તેના રૂમમાં જઈને.” ચેતનભાઈ.
“તમે સાંભળો..અત્યારે રહેવા દો. હું શિવમ સાથે વાત કરીશ સાંજના સમયે. શું થયું તેની માહિતી મેળવી લઇશ. પછી આપણે રાત્રે રાતે મળીને કઈક નિર્ણય લઈશું.”દિવ્યાબહેન.
“ સારું. તું તેને સમજાવી દે કે તે હવે નાનો નથી રહ્યો. આમ બાળકની જેમ વ્યવહાર કરવાનું છોડી દે. મને આ બધુ જરા પણ પસંદ નથી. બાકીની વાત રાતે કરીએ.” ચેતનભાઈ.
***********************
શિવમને છોડવા રોપવા ખૂબ જ ગમતા. આથી તે ઘરના ગાર્ડનમાં સાંજના સમયે થોડા નવા ફૂલોના અલગ – અલગ છોડવા રોપી રહ્યો હતો. ત્યાં દિવ્યાબહેન શિવમ પાસે આવે છે.
“ ખૂબ જ સરસ છે આ છોડવાઓ.” દિવ્યાબહેન.
“ હા મમ્મી હું બપોરના સમયે જ લાવ્યો પ્લાન્ટ નર્સરીમાથી.ગાર્ડન આમના ખીલવાથી ખૂબ જ સરસ દેખાશે.”શિવમ.
“શિવમ ગાર્ડન સરસ દેખાય તે માટે તું મહેનત કરે છે તેમ હું અને તારા પપ્પા પણ તારું જીવન આમ જ ખીલી ઊઠે માટે તારા લગ્નની વાત કરીએ છીએ.” દિવ્યાબહેન.
“ મમ્મી મે એક વખત તો કહી દીધું.હવે કેટલી વખત એક ને એક વાત વારે વારે કહું?”શિવમ.
“પણ બેટા થયું શું? આમ અચાનક? બાકી તું વિધિને કેટલી ચાહતો. હંમેશા તું મારી પાસે વિધિની વાતો કર્યા કરતો.તો પછી લગ્ન માટે ‘ના’ કેમ?દિવ્યાબહેન.
“કેમ કે અમારે લગ્ન નથી કરવા માટે.” શિવમ.
“શિવમ બેટા હું ‘માં’ છું તારી. તારાથી વધારે ઓળખું છું તને. ચોક્કસ કોઈક વાત તો છે જ બાકી તું આમ કહે જ નહીં.” દિવ્યાબહેન.
આ સાંભળી શિવમની આંખોમાં જળજળિયા આવી ગયા.તેને તેના મમ્મી સામે મોઢું ફેરવી લીધું.
આમ આંખો ફેરવી લેવાથી મને તારું દુખ નહીં દેખાય તેમ તું ન સમજજે. હવે મને પાક્કો વિશ્વાસ થઈ ગયો છે કે કોઈ વાત તો જરૂર છે. શિવમ બોલ શું વાત છે?”દિવ્યાબહેન.
“મમ્મી કોઈ જ વાત નથી.” શિવમ ત્યાથી જવાની તૈયારી કરે છે.
“ તને મારા કસમ છે શિવમ બોલ શું વાત છે?” દિવ્યાબહેન.
શિવમ ત્યાં જ થંભી જાય છે......
મમ્મીને સાચી વાત કહેવી કે નહીં ? શિવમ વિચારવા લાગે છે...
**********************
શિવમ તેના મમ્મીને હકીકત જણાવી દેશે કે કેમ? શિવમ અને વિધિના લગ્ન થશે કે નહીં જોઈએ આગળ..