chis - 38 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 38

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ચીસ - 38

બાદશાહ શીશમહેલના રહસ્યમય કમરાઓનો ત્યાગ કરી બહારની બાજુ આવી ગયો બાદશાહ સુલેમાનની ચાલ માં અત્યારે સ્ફૂર્તી આવી ગઈ...!
જેટલા કમરા ભીતર હતા એટલા જ કમરા બહાર પણ હતા....
બાહરી હિસ્સો મહેલના આલિશાન મિનારાના લીધે શોભતો હતો. શાહી કમરાઓનો ઠાઠ ઊડીને આંખે વળગતો હતો. અઘોરીના રહસ્યમય કમરાની દિવારમાંથી જે રસ્તો બહાર આવ્યો હતો એ કમરામાં પણ અઘોરી ને જોઈતી વસ્તુઓનો ખડકલો મોજુદ હતો. દિવાર એવી રીતે દીવારમાં ભળી ગઈ હતી કે કોઈપણ માણસ સપને પણ ના વિચારી શકે આ શાહી ખંડની દિવારમાં પણ રસ્તો હોઈ શકે છે.
આ રહસ્યમય કમરામાં બાદશાહે ભૂગર્ભમાં એક તહખાનું બનાવ્યું હતું. એ તહખાનામાં બેશકિમતી ખજાનનો ભંડાર હતો.
ખજાનો મહેલની મૂડી હોવાથી બધાની નજરથી બચાવીને રખાયો હતો બાદશાહ સુલેમાન નહોતો ઈચ્છતો કે પોતાના જીવતેજીવ ખજાનાના ભંડારની માહિતી પોતાના પુત્રને પણ મળે..
રાજગાદીનો નશો એવો હતો કે ક્યાંય કોઈ ભાઈ-ભાઈનો નહોતો ને ક્યાંય કોઈ પુત્ર બાપનો નહોતો..!!
રાજગાદી સંભાળનારે સાવધ રહવુ ખૂબ જરૂરી હતુ.
ખજાનાને અંગ્રેજ સલ્તનતની નજરોથી બચાવવો જરૂરી હતો.. એટલે જ તો અઘોરીનો સહારો લેવો પડ્યો હતો.
વિક્ટોરિયા મોહજાળની માયા ફેલાવી રહી હતી. સુલેમાન એટલો મૂર્ખ નહતો કે કોઈપણ અજાણી વિદેશી રૂપસુંદરીને જોઈ ડગમગી જાય.. પરંતુ જે રીતે સુલેમાન સાળવી વર્તી રહ્યો હતો એ એની યોજનાનો જ એક ભાગ હતો.
અંગ્રેજ અમલદારોને જીતનો જશ્ન મનાવવા દેવા એ માગતો હતો. વિક્ટોરિયાની જાળમાં ફસાઈને એ લોકોની નજરમાં પોતાની જાતને મૂર્ખ સાબિત કરવા માગતો હતો બાદશાહ પોતાની ચાલમાં સફળ હતો.
પોતે એવું સમજતો હતો કે એને મહાત કરવો જેવી-તેવી સલ્તનતનુ ગજુ નહોતુ. પોતાની બુદ્ધિ પ્રતિભાના જોરે એ અજય હતો. ઘણા રાજાઓ એના પ્રદેશ પર હુમલો કરીને થાફ ખાઈ ગયેલા. શીશમહેલમાંથી બહાર નીકળતી વખતે બાદશાહ અંગ્રેજો સાથેની રમત પર પૂરો વિચાર કરી ચૂક્યો હતો.
જેમાં અઘોરી અને વિષકન્યાઓનો સાથ એના માટે વરદાન સાબિત થવાનો હતો.
અંગ્રેજીનો બચ્ચો એના રજવાડા પર આંખ ઉઠાવી જોઈ શકવાનો નહોતો.
મહેલના બાકીના કમરા બાદશાહની ઐયાશીના જીવતાજાગતા નમુના હતા.
કામુક સુંદરીઓની અર્ધનગ્ન પ્રતિમાઓ અહીંના ઘણા ખંડોમાં જોવા મળતી હતી. શાહી મખમલી બિસ્તરો અને આકર્ષક રાચરચિલુ મોજુદ હતું.
આ એ જ કમરાઓ હતા જેમાં બાદશાહ ઘણી અલગ અલગ સ્ત્રીઓ સાથે અહીં સમય વિતાવતો..
શીશમહેલ પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલો હોવાથી અહીં આવ્યા પછી જન્નતમાં આવી ગયા હોઈએ એવો અહેસાસ થતો. પ્રાંગણમાં વિશાલ ગાર્ડન હતો. અનેક જાતના ફૂલોથી વાતાવરણ મહેકી ઉઠ્યુ હતુ.
એક વહેતુ ઝરણું પર્વત પરથી સીધું મહેલના પ્રાંગણ જોડેથી પસાર થતુ. બાદશાહે એવી તરકીબ અજમાવેલી કે ઝરણાનું પાણી પ્રાંગણમાં બનાવેલી એક નાનકડી ઝીલમાં થઈને વહેતુ જાય...
અપ્સરા જેવી યુવતીઓ શાહી વસ્ત્ર પરિધાન કરી નિર્મળ જળમાં ઉતરી જતી. બાદશાહ ઝીલની ફરતે બનાવેલી બેઠકો પર બેસીને આંખને ઠારતા નજારાને જોયા કરતો.
અત્યારે બહાર નીકળતી વખતે બગીચાની આહલાદકતાનો નશો બાદશાહની આંખોમાં પ્રવેશી ગયો.
બાદશાહનો ધોડો 'કાલી' આ જંગલ પ્રદેશમાં છુટ્ટો ફરતો. 'કાલી' ની જરૂર હોય ત્યારે જ બાદશાહ એને શહેરના મહેલ માં રાખતા.. કાલીને બોલાવવા માટે બાદશાહ પોતાની એક આંગળી વડે સીટી મારતા... એમજ મહેલના કમ્પાઉન્ડની બહાર આવી બાદશાહે એક આંગળી વડે સીટી મારી.. એકજ વારના પ્રયાસમાં બાદશાહને ઘોડાના ડાબલા વાગતા સંભળાયા..
માત્ર ચારેક મિનિટ ગઈ હશે કે કાલી મહેલના દરવાજે આવીને ઊભો રહી ગયો. બાદશાહે એના કપાળ પર હાથ પસવાર્યો. ત્યાર પછી સંભાળી એની ઉપર અસવાર થઈ ગયા.
કાલી કોઈ પાછળ પડ્યું હોય એમ ભાગવા લાગ્યો. કદાચ જે કાલી જોઈ શકતો હતો એ બાદશાહની નજરે ચડ્યું ન હતું.
સુવર્ણની પૂતળી જેવી લાગતી ભૈરવી વાયુ વેગે પાછળ આવી રહી હતી.. જેનો અણસાર સુધ્ધા બાદશાહને નહોતો.

...