yara a girl - 5 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | યારા અ ગર્લ - 5

Featured Books
Categories
Share

યારા અ ગર્લ - 5

( કેમ છો મિત્રો? આજે યારા નો પાંચમો ભાગ પ્રકાશીત કરી રહી છું. બધાજ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી " યારા અ ગર્લ " વાર્તા ને વાંચો છો અને તમારો કિંમતી પ્રતિભાવ પણ આપો છો. ખૂબ ખૂબ આભાર આપ સૌ વાચક મિત્રો નો. આજ થી આ વાર્તામાં નવા પાત્રો ઉમેરાઈ રહ્યા છે જે ચિત્રવિચિત્ર છે, થોડા નટખટ પણ છે અને બહાદુર પણ છે. આશા છે કે તમને એ ચોક્કસ થી ગમશે. Once again thank you very much friends. Now let's enter in new world......????)


વેલીન આપણે પહેલા એ જગ્યાએ જઈએ જ્યાં થી તને આ પથ્થર મળ્યો છે? હું એ જગ્યા જોવા માંગુ છું, યારા એ કહ્યું.

હા યારા આપણે પહેલા ત્યાં જઈએ. કદાચ ત્યાં થી કઈક મળી જાય જે કામ લાગે. પણ ગાડી અંદર સુધી નહિ જાય.

કઈ વાંધો નહિ. આપણે જ્યાં સુધી જવાય ત્યાં સુધી ગાડી લઈ જઈએ. પછી એને મૂકીને પગપાળા ચાલતા જઈશું, અકીલે કહ્યું.

તો પછી ચાલો નીકળીએ. અકીલે ગાડી ચાલુ કરી દીધી. ગાડી જેમ આગળ વધતી હતી તેમ જંગલની ગીચતા વધી રહી હતી. ને જંગલનું સૌંદર્ય વધુ ખીલેલું લાગતું હતું. ચારેબાજુ લીલોતરી હતી, મોટા મોટા ને જાડા વૃક્ષો હતા. કોઈ કોઈ વૃક્ષોતો એટલે ઉંચા હતા માનો આકાશ ને ના અડતા હોય. પુરા બે કલાક ની મુસાફરી કર્યા પછી એ લોકો મંદાકિની નદીના ઉદ્દગમ સ્થાને આવી ગયા.

બસ અકીલ અહીં ગાડી રોકી લે. આ એજ જગ્યા છે જ્યાં થી મને આ પથ્થર મળ્યો છે.

અકીલે ગાડી ઉભી કરી દીધી.

ત્યાં કુદરત નું સૌંદર્ય તો દેખતા જ બનતું હતું. ચારે તરફ કાચ જેવું ચોખ્ખું પાણી હતું. ને પાણી નો ધોધ તો જાણે દૂધનો ધોધ હોય એવું લાગતું હતું. કુદરતે આ જગ્યા જાણે નવરાશની પળોમાં શાંતિ થી બનાવી હોય એવું લાગતું હતું. યારા ને અકીલ તો આ બધું જોતાજ રહી ગયા.

ક્યાં ખોવાઈ ગઈ યારા? વેલીને પૂછ્યું.

વેલીન આ જગ્યા કેટલી સુંદર છે. મેં આવું સૌંદર્ય ક્યારેય નથી જોયું.

હા યારા હું કેટલા વર્ષ થી આ જંગલોમાં આવું છું મેં પણ આ જગ્યા ક્યારેય જોઈ નથી, અકીલે કહ્યું.

હા આ કુદરત ની એક કમાલ છે. ચાલો હવે, વેલીન બોલી.

થોડું ચાલ્યા પછી વેલીન બોલી, યારા આ જગ્યા એ થી મને આ પથ્થર મળ્યો હતો.

યારા એ જગ્યા ને ઝીણવટપૂર્વક જોવા લાગી. ચારે તરફ માત્ર પાણી અને ઝાડ હતા. એવું કઈ નહોતું જે અજુગતું કહી શકાય.

ત્રણેય જણ આજુબાજુ ફરી ને જોવા લાગ્યા. ત્યાં અચાનક સિંહ ની ત્રાડ સંભળાઈ. ત્રણેય જણ ડરી ગયા. ત્રણેય જણ પાછા ગાડીમાં આવી ગયા. હજુ એ ગાડીમાં બેઠા જ હતા કે તેમની સામે બે સિંહ આવી ગયા.

અકીલ જલ્દી ગાડી સ્ટાર્ટ કર, વેલીને કહ્યું.

હા હું પ્રયત્ન કરું છું ડરના કારણે અકીલ ગાડી સ્ટાર્ટ કરવામાં ધ્રુજી રહ્યો હતો.

જલ્દી અકીલ આ લોકો આપણી નજીક આવી રહ્યા છે, યારા બોલી.

ત્યાં ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. અકીલે ગાડી રિવર્સ લીધી પણ એક સિંહ તેમના પર ત્રાડકયો. પણ એ ગાડી સાથે અથડાઈ ને નીચે પડી ગયો. ત્યાં સુધીમાં બીજો સિંહ ગાડી પાછળ દોડ્યો.

અકીલે ગાડી રિવર્સમાં લઈ ને આગળ ની તરફ ગોળ ફેરવી જેથી સિંહ ડરી જાય.

પણ સિંહ એમ ડરે તેમ નહોતા એમણે ગાડી ની પાછળ દોડવાનું ચાલુ કર્યું. અકીલે ફૂલ રેસમાં ગાડી આગળ વધારી.

અકીલ સંભાળી ને આગળ રસ્તો નથી. માત્ર પથ્થરા જ છે, વેલીને કહ્યું.

પણ વેલીન બીજો કોઈ રસ્તો નથી. આપણે આગળ જ જવું પડશે. અકીલ પથરામાં ગાડી સંભાળતો ચલાવી રહ્યો હતો. તેના માટે ગાડી સંભાળવી મુશ્કેલ હતી.

બન્ને સિંહ પુરી તાકાત થી ગાડી પાછળ દોડી રહ્યા હતા.

એ ત્રણેય ની હાલત કફોડી હતી. ગાડી ઉબડ ખાબળ રસ્તા પર ચાલી રહી હતી. જીવન અને મરણ વચ્ચે રેસ જામી હોય એમ લાગતું હતું.

ત્યાં યારા એ જોર થી ચીસ પાડી, અકીલ સંભાળ પણ ત્યાં સુધી તો ગાડી એક મોટા પથ્થર સાથે અથડાઈ ને ઉપરના ભાગમાં ફંગોળાઈ ગઈ હતી. ને સીધી પાણી ના ધોધમાં અથડાઈ ગઈ હતી.

પેલા સિંહ ત્યાંજ રોકાઈ ગયા એ પાણી તરફ આગળ ના વધતા પાછા જંગલ તરફ વળી ગયા.

અડધા કલાક થી ત્રણેય જણ જમીન પર બેભાન હાલતમાં પડ્યા હતા. અકીલ ને ધીરે ધીરે હોશ આવવા લાગ્યો. એણે આંખ ખોલી પણ એને બરાબર દેખાતું નહોતું. એ માંડ માંડ ઉભો થયો. એને ચક્કર આવતા હોય એવું લાગતું હતું. એક ઝાડ ને પકડી ને એના ટેકે બેસી ગયો અને આંખો બંધ કરી દીધી.

ધીરે ધીરે અકીલે આંખો ખોલી. જેવી એણે આંખો ખોલી એની સામે એક નાનું વિચિત્ર પ્રાણી ઉભું હતું. જે નીચે થી બિલાડીના ટોપ જેવું હતું. ને એની ઉપરની છત્રી પર એનો ચહેરો હતો. જેમાં બે મોટી લખોટી જેવી આંખો હતી. બન્ને ગાલ ગુલાબી હતા અને એક નાની લખોટી જેવું ટપકું હતું કદાચ એ એનું મોં હોય શકે. બે સસલા જેવા સફેદ કાન હતા જેમાં પિંક કલર હતો. તેના માથા પર પીળા કલરની ટોપી જેવું હતું જેમાં સફેદ બરફ જેવા ટપકાં હતાં. અકીલ એકદમ એને જોઈ ને ગભરાઈ ગયો. ને જોર થી ચીસ પાડી ઉઠ્યો.

હટ હટ દૂર ખસ મારા થી દૂર ખસ. અકીલ એ પ્રાણી ને દૂર ખસવાનું કહીને પોતે દૂર ખસી રહ્યો હતો. પણ એ જેમ દૂર ખસતો હતો એમ એ પ્રાણી એની તરફ આગળ વધી રહ્યું હતું. અકીલ હવે એના થી ડરી રહ્યો હતો. એ પાછળ ખસતા ખસતા અચાનક કોઈ સાથે અથડાઈ ને નીચે પડી ગયો. એણે જોયું તો એ યારા હતી. જે હજુ પણ બેભાન હતી. અકીલ એને ભાન માં લાવવા માટે કોશીષ કરવા લાગ્યો.

યારા યારા ઉભી થા. યારા યારા અકીલ યારા ના ગાલ પર ટપલી મારવા લાગ્યો. યારા ધીરે ધીરે ભાનમાં આવવા લાગી. એણે આંખ ખોલી ને અકીલ ની સામે જોયુ.

અકીલ શું થયું? એણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ એ ઉભી ના થઈ શકી. અકીલે એને ટેકો આપી બેસાડી. એના જમણા હાથમાં વાગ્યું હતું. ત્યાં થી લોહી વહી રહ્યું હતું.

યારા તને વાગ્યું છે લોહી નીકળે છે. અકીલે પોતાનો રૂમાલ યારા ના હાથ પર બાંધી દીધો.

યારા સામે જો, અકીલે પેલું પ્રાણી તેને બતાવતા કહ્યું.

યારા એકદમ હબકી ગઈ ને એણે અકીલ ને પકડી લીધો. પેલું પ્રાણી ટગર ટગર યારા ને જોઈ રહ્યું હતું. આ શું છે અકીલ? કેટલું કેટટટટલુ વિચિત્ર છે.

હા યારા પણ મને નથી ખબર કે આ શું છે. એ ક્યારનું મને જોઈ રહ્યું છે ને હું જેમ ચાલુ એમ એ મારી સામે આવે છે.

પણ અકીલ એ છે શું? યારા એ હજુ પણ અકીલને પકડી રાખ્યો હતો. ને પછી એણે આજુબાજુ જોયું. એ એકદમ સ્ટક થઈ ગઈ.

યારા શું થયું? કેમ આમ સ્ટેચ્યૂ થઈ ગઈ? અકીલે યારા ને રીતસર ની હલાવી નાંખી.

યારા એકદમ વર્તમાનમાં આવી ગઈ. અકીલ આ જો. આ બઘું શું છે? આપણે ક્યાં આવી ગયા?

અત્યાર સુધી પેલા પ્રાણીમાં ખોવાયેલો અકીલ પહેલીવાર પોતાની આજુબાજુ નજર ફેરવે છે. તેની આંખો એકદમ પહોળી થઈ જાય છે. એને સમજ નથી પડતી કે એ લોકો ક્યાં આવી ગયા છે?

યારા યારા આ કઈ જગ્યા છે? ને આપણે ક્યાં આવી ગયા? ને ને વેલીન ક્યાં છે? યારા વેલીન નથી આપણી સાથે.

હું અહીં છું. ત્યાં વેલીન લથડીયા ખાતી ડરેલી હાલતમાં સામે થી આવી રહી હતી. જાણે એ કોઈ ના થી બચવા માંગતી હોય એવું લાગી રહ્યું હતું. એ નીચે પડવાની જ હતી ત્યાં અકીલે તેને સંભાળી લીધી.

શુ થયું વેલીન? તું આમ ડરેલી કેમ છે? ને આમ કેમ લથડીયા ખાય છે? તું બરાબર તો છે ને? અકીલે પૂછ્યું.

હા, અકીલ બસ થોડું માથું ભારે લાગે છે. ને બધું ગોળ ગોળ ફરે છે. પણ અકીલ આ આ જો. આ વિચિત્ર પ્રાણી.....

અકીલે વેલીને બતાવેલ દિશા તરફ જોયું તો પેલાના જેવું જ બીજું પ્રાણી ત્યાં ઉભું હતું જે બધા ને ટગર ટગર જોઈ રહ્યું હતું.

આ પ્રાણી અહીં પણ છે વેલીન જો, અકીલે પેલા પ્રાણી તરફ હાથ કર્યો. આ ક્યારનું આમ જોયા કરે છે. જતું પણ નથી.

ત્રણેય જણ એકબીજા નો હાથ પકડી ને ઉભા રહી ગયા અને પેલા બન્ને પ્રાણીઓ આ ત્રણેય જણ ને કૂતુહલ થી ટગર ટગર જોવા લાગ્યા.

ક્રમશ..................