ખમ્મા મારા વીરા.
એમ્બ્યુલન્સ,એમ્બ્યુલન્સ, એ કોઇ એમ્બ્યુલન્સને બોલાવો,પ્લીઝ,પ્લીઝ. શીખાએ રડતા રડતા,પીડાથી ત્યાં બુમો પાડી.
વીર, વીર ત્યાં મંદિરના હોલમાં વચ્ચે ઘાયલ થઇને અર્ધબેભાન અવસ્થામાં પડ્યો છે.
વીરની બાજુમાં એક તરફ તેની ,
તેની નાની ચાર વર્ષની દીકરી મિશરી બેઠી છે,
અને ત્યાં એ હીબકા ભરી ભરીને રડી રહી છે.
અને બીજી તરફ તેની બહેન રાધા બેઠી છે.
અને એ ત્યાં રડતા રડતા ગુસ્સાથી વીર,વીર,વીર,નામની ચીસો પાડી રહી છે.
અને એ ત્યાંજ, ત્યાંજ રડતા રડતા બેહોશ થઇ જાય છે.
મંદિરના હોલમાં હવે થોડીકવાર શાંતિ થઇ જાય છે, અને એ શાંતિમાં ત્યાં હવે ફક્ત વીરના પરિવારનો રડવાનો અવાજ ગુંજી રહ્યો છે.
ત્યાં આસપાસ માણસોની ભીડ એકઠી થઇ ગઇ છે, અને એ ભીડ ત્યાં મુક દર્શક બનીને ઊભી છે,
એ ભીડમાં થી એક સજ્જન માણસ ત્યાં ઘાયલ અવસ્થામાં પડેલા માણસ તરફ જોવે છે., કે ત્યાં એ ઘાયલ માણસની હાલત બહું નાજુક છે, અને તેની નાની દીકરી તેના પપ્પાના માથામાં હાથ ફેરવી રહી છે.
અને તેના નાના,નાના હાથ,
અને તેણે પહેરેલુ નાનું સફેદ ફ્રોક તેના પપ્પાના નીકળતા લોહીથી લાલ થઇ ગીયુ છે.
અને એટલે એ સજ્જન માણસને ત્યાં એ ગંભીર પરિસ્થિતિનો ખ્યાલ આવી જાય છે.,અને તેના હ્રદયમાં રામ વસે છે.
એ તાત્કાલિક જ એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કરે છે.
એ શહેરનું પ્રસિદ્ધ મંદિર છે, એટલે ઘટનાની ખબર શહેરમાં વાયુ વેગે ફેલાઈ છે.
થોડીકવારમાં જ ત્યાં મીડિયાવાળા માઇક, અને કેમેરા લઇને આવી પહોંચે છે.
અને એ શહેરના પ્રસિદ્ધ મંદિરમાંથી લાઇવ પ્રસારણ ચાલુ થઇ જાય છે.
એક પત્રકાર ત્યાં ટોળામાંથી એક સજ્જન માણસનુ ઇન્ટરવ્યૂ લે છે.
પત્રકાર :- હા, તો અહીં આપણી સાથે વાત કરવા માટે તૈયાર છે, શ્રી કનુભાઈ કડીયા.
હા, હાતો કનુભાઈ આપ જણાવશો કે ખરેખર વાસ્તવમાં ઘટના શું હતી ?
કનુભાઈ :- હા એ લોકો મંદિરમાં કઇક વીધી કરાવવા માટે આવેલા., ને, ને ઈમાં કઇક માથાકૂટ થતા, ઈ ભાઈને ગંભીર ઇજા આવી સે.
" એટલીવારમાં ત્યાં પોલીસ પણ આવી પહોચે છે, એ મંદિરમાંથી ભીડને દુર કરે છે, અને પોતાની ઈન્કવાયરી શરૂ કરે છે. "
પત્રકાર :- હા, હાતો આપ જોઈ રહ્યાં છો, અહીં મંદિરમાં એક નિર્દોષ માણસને બેરહેમીથી પીટવામાં આવ્યો છે.
" અને હવે ત્યાં ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચે છે."
પત્રકાર :- તો આપ જોઈ શકો છો,અહીં અમારા કેમેરામાં, અહીં એમ્બ્યુલન્સ આવી ગઇ છે, એટલે ઘટના ? , ઘટના અહીં ઘણી ગંભીર છે.
પત્રકાર :- હાતો આપ લોકો અહીં ઘટના સ્થળ પર હતા ?, અહીં કોઇએ એમને બચાવવાની કોશિશ ના કરી?
કનુભાઈ :- ના, ના બેન એવું જરાય નથ,અમ લોકોએ એમને બચાવવાની કોશીશ કરી સે., પણ,પણ ઇમા એવું થયુસ કે, ઈ, ઈ વીરભાઈએ પહેલાં કઇક ગુસ્સામાં આવીને મહંત ઉપર, ને મંદિરમાં ભગવાનની મુર્તી સામે ચપ્પલનો ઘા કર્યો સે.,
એમાં મંદિરમાં મહંતના માણસો ગુસ્સે થીયા.,ને પછી ઈ માથાકૂટમાં ઈ ભાઈને થોડીક ગંભીર ઇજા આવી ગઇ સે.
પત્રકાર :- હાતો આપ જોઈ રહ્યા છો અહીં, અહીં મંદિરમાં ચપ્પલનો ઘા થયો છે.
હા પણ શું કામ ?, એ ચપ્પલનો વાર કોના તરફ હતો ?, ભગવાન તરફ ?, કે, કે પછી કોઇ અંધશ્રદ્ધા તરફ ?
હાતો અહીં સવાલો ઘણા છે, અને આપણે હવે આગળ થોડીકવારમાં એ સવાલોના જવાબ શોધીશું., તો આપ જોતાં રહો ડાયરેક્ટ ન્યૂઝ ટીવી, ગ્રાઉન્ડ ઝીરો પરથી મારી સાથે., હું રાગીની, કમેરામેન ઉત્પાત સાથે.
" એ પછી એમ્બ્યુલન્સ વીર અને તેના પરિવારને લઇને હોસ્પિટલમાં પહોંચે છે., વીરની હાલત હજુ પણ નાજુક બનેલી છે.
હોસ્પિટલમાં પહોંચી શીખા ત્યાં મિશરીને લઇને સીધી હોસ્પિટલના મંદિરમાં જાય છે.
ત્યાં, ત્યાં શીખા વીરના સ્વાસ્થ્ય માટે, અને વીરની સલામતી માટે પ્રાર્થના કરે છે.
એટલીવારમાં ત્યાં એક અખબારની પત્રકાર આવે છે, તે પણ શીખાની સાથે ત્યાં મંદિરમાં પ્રાર્થના માટે ઊભી રહે છે.
અને એ ત્યાં શીખાને વીરના ખબર પુછે છે., પછી પોતાનો પરિચય આપે છે. "
પત્રકાર :- જી મારું નામ અવની છે.,અને હું જન સંવાદ પત્રિકાની પત્રકાર છુ.
હું જાણું છુ, આપ,આપ અત્યારે બહું ડિસ્ટર્બ છો., હું આપની સ્થિતિ સમજી શકું છું., પણ આપને વાંધો ના હોય તો હું આપની સાથે થોડીકવાર વાત કરી શકું ?
શીખા :- હા, હા પણ પ્લીઝ આપ પેલી મંદિરની ઘટના વિશે મને કોઇ સવાલ ના કરતાં., એ વિષય પર હું અત્યારે કોઇ ચર્ચા કરવા સક્ષમ નથી., શું સાચું છે?, શું ખોટું છે?, શું પાપ છે?, શું પુન્ય છે?,એ બધું અત્યારે મને કાઇ સમજાતું નથી.,
અત્યારે તો બસ હું એટલું જ જાણું છું., કે, કે મારા પતિ અત્યારે બહુ સીરીયસ છે., અને એમને કઇ થઇ જશે તો ?, તો ? તો હું હું, હું ?
" હું, હું બોલતા બોલતા, શીખાનો અવાજ રુંધાવા લાગે છે.,અને શીખા ત્યાં રડી પડે છે.
અને ત્યાં તેની નાની દીકરી મિશરી, એની મમ્મી શીખાના ગાલ પર હાથ ફેરવે છે."
અવની :- ના પ્લીઝ આપ રડો નહીં, પ્લીઝ,પ્લીઝ વીરભાઈને કઇ નઇ થાય., ડોક્ટર એનું કામ કરી રહ્યા છે, તમે હવે એ મંદિરની ઘટનાને યાદ ના કરો.
તમે, તમે આ નાની મિશરીની સામે જુઓ તમારે એને પણ સંભાળવાની છે, ભગવાન પર વિશ્વાસ રાખો.
ભગવાનનું નામ સાંભળતા જ શીખા સામે મંદિરમાં રહેલી ક્રિષ્ન મુર્તી તરફ નજર કરે છે.
શીખા :- મને તો ભગવાન પર, મારા, મારા ક્રિષ્ન કનૈયા પર પુરો વિશ્વાસ છે, પણ હું શું કરુ?, એમને કોઈ ભગવાન પર વિશ્વાસ જ નથી., એ હમેશાં ભગવાન,અને ધર્મની વિરૂદ્ધ જ બોલે છે, મારા લાખ કહેવાથી પણ એ ક્યારેય મંદિરે નથી આવતા, હું કહું છું ત્યારે એ મંદિરે નથી આવતા, પણ હમણાં મે તેને ના પાડેલી કે તમે ત્યાં મંદિરમાં ના આવતા , પણ તે ના માન્યા, અને પરાણે જીદ પકડીને તે આવ્યા.
"" ફરી શીખાનો અવાજ રુંધાવા લાગે છે, તેનો ચહેરો રડમસ જેવો થઇ જાય છે, અને હવે તેની નાની દીકરી મીશરી તેના ખોળામાં આવીને બેસી જાય છે.""
અવની :- ના પ્લીઝ પ્લીઝ હવે આપ એ મંદિરની ઘટનાને ફરીવાર યાદ ના કરો.
"" અવની અને શીખા થોડીવાર ત્યાં ચુપ થઇ જાય છે, અને પછી અવની નાની મિશરીને બોલાવીને તેના ખોળામાં બેસાડે છે, અને તેને વ્હાલ કરતાં કરતાં ચર્ચાને આગળ વધારે છે.""
અવની :- એટલે,એટલે વીર સ્વભાવે નાસ્તિક છે ?
શીખા :- હા , હા એ સ્વભાવે તો પહેલેથી જ નાસ્તિક છે.
"" શીખા હવે થોડીક શાંત થાય છે.""
અવની :- તો આપ એમની સાથે ? , આપ એમને મેનેજ કેવી રીતે કરો ? , એટલે તમે આટલા આસ્તિક, અને એ નાસ્તિક છે, તો , તો પછી આપ બન્ને વચ્ચે મતભેદ કે ઝઘડો ના થાય?, અને તમને પહેલેથી જ ખ્યાલ હતો,
તો આપ બન્નેના લગ્ન કેવી રીતે શક્ય બન્યા?
"" અવનીએ શીખા પર સવાલોના ઢગલા કરી દીધા, અને હવે શીખા પણ આગળ વાત કરવા થોડીક ઉત્સાહિત થાય છે, મિશરી હવે ત્યાં હોસ્પિટલમાં જ બીજા નાના બાળકો સાથે રમવામાં વ્યસ્ત થઇ જાય છે, શીખા હવે ચર્ચાને ફલેશબેકમાં લઈ જાય છે. ""
શીખા :- હા એ મને પહેલેથી જ ખબર હતી., અને પહેલાં પણ અમારા વિરોધી સ્વભાવને કારણે મતભેદ તો થતા જ રહેતા, અને હજી પણ થતા રહે છે, ક્યારેક કોઈ ધાર્મિક વાત પર અમારે વિવાદ થાય છે, અને અમે બન્ને ઝઘડી પડીએ છીએ, અને એકબીજાથી રીસાઇ જઇએ, અને પાછા માની પણ જઇએ, બસ આવી રીતે અમારું જીવન ચાલ્યા કરે.
અવની :- એટલે કેવાં વિષય પર આપ બન્ને ઝઘડો છો ? , કોઇ એવો વિષય કે એવો બનાવ યાદ હોય તો આપ મારી સાથે શેર કરશો?
શીખા :- હા, હા એક હમણાં થોડાક દિવસો પહેલાંની જ ઘટના છે, અમારે રામજીના મંદિર વિશે ઝઘડો થયેલો.
અવની :- રામમંદિર વિશે ?, શીખાજી એક મિનિટ આપણે અંદર રૂમમાં જઇને ચર્ચા કરીએ.
"" એટલામાં ત્યાં વીરના મમ્મી હોસ્પિટલમાં આવી પહોંચે છે, અને શીખા તેમને બધી પરિસ્થિતિથી અવગત કરાવે છે., અને અવની અને શીખા બાજુના રૂમમાં જઇને બેસે છે, ત્યાં એ એની બેગમાંથી મિશરી માટે બીજા કપડાં કાઢે છે, અને મિશરીના કપડાં ચેન્જ કરી દે છે., મમ્મી હવે ત્યાંથી મિશરીને લઇને વીરને જોવા, મળવા માટે જાય છે.""
અવની :- હા તો આપણે વાત કરતાં હતા પેલા રામજી મંદિર વિશે?
શીખા :- હા હમણાં એકવાર અમારે શોપિંગ કરવા માટે બજારમાં જવાનું થયું, મિશરીને મેં નવું ફ્રોક પહેરાવી ને તૈયાર કરી દીધી, વીરને રવિવારની રજા હતી, એટલે અમે બજારમાં એક શોપિંગ મોલમાં ગયા, વીરે ત્યાં તેમની બાઇક દુર બીજા રસ્તે પાર્ક કરી.,
શોપિંગ મોલમાં અમે ફરતા હતા, ત્યાં અમારી મિશરીનું ધ્યાન એક સુંદર ક્રિષ્ન ભગવાનની મુર્તી પર પડ્યુ., તેણે તેના પપ્પા પાસે જીદ કરી કે, કે માલે તે મુલતી જોઈએ જ., વીરે વીરે તેને સમજાવતા કહ્યું બેટા એ મુર્તી ના લેવાય, તુ બીજા રમકડા જો એ તને લઇ દઉ.
પણ એ ક્રિષ્ન મુર્તી મિશરીના મનમાં વસી ગઇ હતી, તે નાજ માની, અને તેણે જીદ કરીને એના પપ્પા પાસેથી તે મુર્તી લેવડાવીજ.,
એ મુર્તી અને બીજી બધી શોપિંગ કરીને અમે મોલમાંથી બહાર નીકળ્યા, બહાર બહું તડકો હતો, મેં મિશરીને ત્યાં મોલમાંથી નવા લીધેલા નાના કાળા ચશ્મા પહેરાવ્યા, અને મેં તેને કહ્યું કે આ મુર્તી મને આપી દે, લાવ હું આને અંદર બેગમાં મૂકી દઉ, પણ તે ના માની , તેણેએ મુર્તી નો આપી.,
એ મુર્તીને તેણે પોતાના હાથમાં જ રાખી,મુર્તી થોડીક નાની હતી, પણ તેના હાથ કરતાં મોટી હતી, અને તેના નાના હાથમાં એ સમાતી પણ નહોતી, તેણે એ મુર્તીને તેની છાતીએ ચોટાડીને રાખી હતી.,
બહાર રસ્તાઓ ઉપર જોયું તો ઘણો પોલીસ બંદોબસ્ત હતો, મને થયું કે કદાચ કોઈ પોલીટીકલ રેલી નીકળવાની હશે, અમે રસ્તાની એક બાજુ ઊભા હતા, ત્યાં વીરે અમને કહ્યું , તમે અહીં ઊભા રહો, હું હમણાં જ સામેથી બાઇક લઇને આવું છું, એમ કહીને તે બાઈક લેવા ગયા.,
ત્યાં , ત્યાં તો સામેથી અસંખ્ય માણસોની રેલી આવી પહોંચી, એ લોકો જય શ્રી રામ, જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા,અને ત્યાંની આખી બજાર જય શ્રી રામના નારાઓ સાથે ગુંજવા લાગી.,
મેં, મેં મારી મિશરીનો હાથ મજબૂત પકડેલો, પણ મિશરી સામે તેના પપ્પાને જતા જોઈ રહી હતી, અને તે ત્યાં રડવા લાગી, એણે તો તેની સાથે જવાની જીદ કરી, મારા એક હાથમાં શોપિંગ બેગ હતી, અને બીજા હાથે મિશરી.,
ત્યાં, ત્યાં તો મિશરી મારો હાથ છોડાવીને તેના પપ્પાની તરફ ભાગવા લાગી, અને એટલીવારમાં જ પેલી રેલી ત્યાં રસ્તા પર આવી પહોંચી, મારી મિશરી એ રેલીમાં માણસોના ટોળા વચ્ચે આવી ગઇ, હું બધો જ સામાન મુકીને તેની પાછળ દોડી તેને શોધવા, થોડીકવારમાં તે રેલી ત્યાંથી પસાર થઇ ગઇ.,
મેં જોયું તો મારી મિશરી, મિશરી ત્યાંજ રસ્તા વચ્ચે ઊભી છે, તેના ચશ્મા નીચે પડી ગીયા છે, અને તેની ક્રિષ્નની મુર્તી પણ નીચે પડી છે,
તે, તે મુર્તી ટુટી ગઇ હતી, તેના ટુંકડા નીચે રસ્તા પર પડ્યા હતા.,
અને આ જોઇને મારી દિકરી, મારી મિશરી હીબકે ને હીબકે રડી રહી હતી, એ કોઈ દિવસ રમકડાના ટુટવા પર પણ ક્યારેય આટલી નહોતી રડતી, પણ ? , પણ કેમ કોણ જાણે એ ક્રિષ્નની મુર્તી સાથે તેને શું માયા બંધાણી હતી.,
એ તો જમીન પર પડેલા ત્યાં એ મુર્તીના ટુકડા વીણવા લાગી, હું ત્યાં તેની બાજુમાં જ ઊભી હતી, એટલીવારમાં વીર ત્યાં બાઇક લઈને આવી પહોંચ્યા.
વીરે ત્યાં આવીને સીધી બાઇકને પાર્ક કરી, અને મારી તરફ ગુસ્સાથી જોયું, અને તે મિશરીની પાસે બેઠા, એ હજી પણ રડી રહી હતી., અમારી મિશરીએ રડતાં રડતાં ત્યાં, ત્યાં એ ક્રિષ્નની મુર્તીના ટુકડા ભેગા કર્યા,
અને તેના પપ્પાના હાથમાં મૂક્યા.,
પછી,પછી વીરે મિશરીને સમજાવી ફોસલાવીને ચુપ કરાવી.,અને પછી અમે તે મુર્તીના ટુકડા લઈને ઘર તરફ ગયા.,
ઘરે પહોંચીને અમે પહેલાં મિશરીને ઉપર તેને રુમમાં સુવડાવી, તેને સુવડાવીને હુ નીચે હોલમાં આવી, હું વીરની સામે બેઠી, વીરે, વીરે ગુસ્સાથી મારી તરફ જોયું, અને મને પુછ્યુ, શું થયું હતું?, કેમ કરતા એ મુર્તી તુટી?
મેં કહ્યું, વીર એ મિશરી, મિશરી તમારી પાછળ દોડી,અને એ રેલીની વચ્ચે આવી ગઇ.,
વીરે ફરી પુછ્યુ, એ રેલી કોની હતી?
મેં કહ્યું, એ કદાચ કોઈ ધાર્મિક કામ માટેની રેલી હતી, એ લોકો જય શ્રી રામ, જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા, અને કઇક મંદિર બનાવવાના નારા પણ લગાવી રહ્યાં હતા.,
વીરે પછી વાદવિવાદ ચાલું કર્યો,અને મને કહ્યું,
શીખા, શીખા તું અજાણી ના બન, તને ખબર છે, તું પણ ન્યૂઝ ચેનલ જોવે છે, અને અખબારની હેડલાઈન્સ વાચે છે.,એ કોઇ,એ કોઇ ધાર્મિક રેલી નહોતી, એ પોલીટીકલ રેલી હતી, અને એ લોકોને,એ ભક્તોને ખાલી મંદિર મસ્જિદમાં જ રસ છે.,
અને એ મંદિર મસ્જિદના ઝઘડામાં દેશ અને દેશની જનતા જાય ભાડમાં, આ આ દેશમાં ધાર્મિક સ્થળો હવે સ્વયં એક સમસ્યા છે., અને આ લોકો ત્યાં સમસ્યાના હલ શોધે છે,
બસ એ, એ લોકોને બનાવવા છે તો ખાલી મંદિરો, અને એ પણ મારી મિશરી,આપણી આપણી આ ફુલ જેવી દિકરીની ક્રિષ્નની મુર્તી તોડીને.,
પછી મે કહ્યું , ના વીર એવું નથી, ભુલ મારી જ છે, એ મિશરી મારો હાથ છોડાવીને...,
વીરે કહ્યું, હા તો વાંક તારો એકનો છેને,એ બધા તો નિર્દોષ છે?, અને અને તું તો એનો બચાવ કરીશ જ કારણકે એ લોકો આસ્તિકો છે., અને હા, હા ખૂબ ખૂબ આભાર એ લોકોનો, એણે મારી ફુલ જેવી દીકરીની ખાલી મુર્તી જ તોડી., ત્યાં, ત્યાં મારી દિકરીને કઇ થઇ ગયું હોત તો?, મારી દીકરી, મારી દીકરી....,
"" વીર દીકરી, દીકરી બોલતા બોલતા રડવા લાગ્યા, અને પછી મેં તેને સંભાળ્યા, એ પછી અમારી વચ્ચે ખૂબ ચર્ચા થઇ,પણ હું એમના કોઇ તર્કોનો જવાબ ના આપી શકી.""
અવની :- તો, તો તમારી વચ્ચે આટલા મતભેદ છે, તો પછી કોઇ તો એવી કડી હશે, જે આપ બન્નેને જોડતી હોય?, આપ એકબીજાને કોલેજના દિવસોથી જ ઓળખતા હશો?
શીખા :- હા અમે એકબીજાને કોલેજના દિવસોથી જ ઓળખીએ છીએ , વીર કોલેજમાં સૌથી હોશિયાર સ્ટુડન્ટ હતો, એટલે કોલેજમાં તો તેનાથી ઘણી છોકરીઓ પ્રભાવિત હતી.,
તે તે ભલે નાસ્તિક હતો પણ તેને ધર્મનું, શાશ્ત્રોનું આસ્તિકો કરતાં પણ વધુ જ્ઞાન રહેતું, એ વક્તા પણ બહું સારો હતો, ક્યારેક ક્યારેક કોલેજમાં ધર્મના વિશે ચર્ચાઓ થતી ત્યારે તેને એ ચર્ચામાં કોઈ હરાવી ના શકતું.,
એ ચર્ચાઓમાં તમામ આસ્તિકો, જે આસ્થાઓ દ્વારા તર્કો આપતા એ તમામ તર્કોને વીર, વીર પોતાના તર્કોની તલવારથી કાપી નાખતો.
અવની :- અને તમે પણ કોલેજમાં એ ચર્ચાઓમાં ભાગ લેતા હશો?
શીખા :- ના, ના હો નાસ્તિકો સાથે ચર્ચા કરીને મને બહું ગુસ્સો આવે, હું હુંતો આવી ચર્ચાઓથી દુર જ રહેતી,અને આવી બધી ચર્ચાઓ હું દુરથી જ સાંભળતી.,
પણ હા મને વીરની આવી બધી ચર્ચાઓ સાંભળવી ગમતી, તે ચર્ચા હમેશાં પ્રેમથી કરતો, ચર્ચામાં એ ક્યારેય કોઇનુ દીલ દુભાય એવું ના બોલતો., એ એ ફકત આવા ધાર્મિક વિષયોમાં પોતાની અસહમતી દર્શાવતો અને પછી પ્રેમથી બધા પાસેથી માફી પણ માંગી લેતો.,
એ ક્યારેય, ક્યારેય કોઇની સાથે ઝઘડો ના કરતો, તે એકદમ શાંત પ્રકૃતિનો માણસ , એટલે કોલેજમાં એ બધાનો ફેવરીટ પણ રહેતો.
અવની :- અને કોલેજમાં વીરને ફેવરીટ તો તમે જ હશો ? , અને તમે વીરથી આટલા દુર રહેતા, તો પછી તમે નજીક કેવી રીતે આવ્યા?, પહેલાં પ્રપોઝ તો સ્વાભાવિક છે, વીરભાઈ એજ કર્યુ હશે ?
"" પ્રપોઝનું નામ આવતા, શીખાના ઉદાસ ચહેરામાં સ્મિત આવી જાય છે.""
શીખા :- હા, હા કોલેજમાં મારા કરતાં પણ વધુ સુંદર છોકરીઓ ઘણી હતી, પણ ખબર નઇ વીર કેમ?, મારી , મારી પાછળ? ,
અને હા પછી પ્રપોઝ તો એ અઠવાડિયે પંદરવાર કરતાં, હા અને તેમની સ્ટાઇલ પણ અનોખી.,
એ એ કહેતા શીખા તને મારી બહું ચિંતા રહે છે, મારા વગર તું નહીં જીવી શકે.
જો આપણે દુર થઇ જઇશું તો તને કાયમ મારી ચિંતા રહેશે, એટલે કહું છું ચાલ આપણે લગ્ન કરી લઇએ.
"" શીખાનો જવાબ સાંભળીને અવની પણ હસી પડે છે.""
અવની :- આ વળી કેવો પ્રપોઝ વિચિત્ર?,અને તમારી મિત્રતા?, તમારી મુલાકાત કેવી રીત થઇ?
શીખા :- હા, એ કોલેજમાં તો અમે એકબીજાને દુરથી જ ઓળખતા,
પણ એક દિવસે મેં વ્રત રાખેલું, હું અને મારી ફ્રેન્ડસ સાથે શહેરના એક મંદિરમાં પુજા માટે ગયેલા., ત્યાં મે જોયું તો વીર ત્યાં મંદિરમાં બેઠો હતો., અને એ પણ ભગવાનની મુર્તીની સામે પીઠ કરીને, આસપાસ જોયું તો તેના મિત્રો પણ હતા.,
તે દિવસે મારાથી ના રહેવાણું અને મારાથી વીરને કહેવાય ગીયુ કે, કે વીર આપણે મંદિરમાં ના આવતા હોય તો,આપણે પહેલાં મંદિરના નિયમો શીખી લેવાય આમ મંદિરમાં ભગવાનને પીઠ દેખાડીને ના બેસાય, પાપ લાગે.
અવની :- હા, હાતો પછી એમણે શું જવાબ આપ્યો?
શીખા :- હા એતો ચૂપ રહેજ નઇ,
તો, તો એ કહે કે પાપ લાગશે?,
અને મને ? , શીખા તને તો મારી બહું ચિંતા?, અને હા તો હું તમારા ભગવાનને પીઠ નથી દેખાડતો, પણ એ ભગવાન મને પીઠ દેખાડી રહ્યાં છે, હું તો અહીં સીધો જ બેઠો છું, જરાક તપાસ કરાવો એ હશે તો કદાચ મારી સામે પણ બેઠો હશે.,
વીર ત્યાં મંદિરમાં તેમના મિત્રોના કહેવાથી આવેલા, એ પછી તો વીર જ્યારે પણ કોલેજમાં મને મળતો ત્યારે ? , ત્યારે છેલ્લે એકજ વાત કે, કે શીખા તને મારી બહું ચિંતા રહે છે, મારા વગર તું નહીં જીવી શકે, જો આપણે દુર થઇ જઇશુ તો, તો તને કાયમ મારી ચિંતા રહેશે, એટલે કહું છું ચાલ આપણે લગ્ન કરી લઇએ.
" આ વાત પર શીખા અને અવની બન્ને હસવા લાગે છે, અને હસતાં હસતાં ચર્ચાને આગળ વધારે છે."
અવની :- વીરના પરિવારમાં બીજુ કોણ કોણ છે?, અને તેના પરિવારમાં વીરની સૌથી નજીક હોય એવું કોણ રહ્યું છે ?
શીખા :- તેનો પરિવાર નાનો પરિવાર, સુખી પરિવાર છે, વીર તેની સિસ્ટર રાધા અને તેની દાદીની ખૂબ નજીક છે, તેના મમ્મી સ્કૂલ ટીચર હતા, એટલે એ બાળકો માટે બહું સમય ના ફાળવી શકતા, એટલે એ તેની દાદીની સાથે જ મોટો થયો છે.,
તેના દાદી સ્વભાવે બહું આસ્તિક હતા, તેમને ધર્મનું શાસ્ત્રોનું બહું જ્ઞાન રહેતું, એ વીરને બધી ધાર્મિક કથાઓ ખૂબ સંભળાવતા.,અને વીરને આવી કથાઓ સાંભળવી પણ બહું ગમતી,અને કદાચ એટલે જ વીર પાસે આટલું ધાર્મિક નોલેજ રહેતું.
" બન્નેની ચર્ચા ચાલતી હતી ત્યાં,
ત્યાં રૂમમાં વીરના મમ્મી આવે છે,
શીખા હવે મમ્મીને અવનીની ઓળખાણ આપે છે."
અવની :- વીરને શાસ્ત્રોનું આટલું જ્ઞાન છે તો પછી એ નાસ્તિક કેમ છે?,અને પહેલેથી જ છે, કે કોઇ એવી ઘટના?
" અવનીનો સવાલ સાંભળી હવે ચર્ચામાં મમ્મી પણ સાથે જોડાઈ છે."
મમ્મી:- હા એ પહેલેથી જ મારા વીરનો સ્વભાવ આવોજ છે, તેને નાનપણથી જ પ્રશ્નો પુછવાની ટેવ, અમે તેને જવાબ આપી આપીને થાકી જઇએ, પણ તેના સવાલોનો કોઇ અંતજ ના આવતો.,
એ હમેશાં તેના દાદીને પ્રશ્નો પુછ્યા કરતો,અને દાદી તેના પ્રશ્નોના જવાબ આપ્યા કરતા,
અને એ વીરને બધી ધાર્મિક કથાઓ સંભળાવતા., એ પછી વીર જેમ જેમ મોટો થતો ગયો તેમ એ નાસ્તિક થતો ગયો.,
તેના પર તેના પપ્પાનો પણ થોડોક પ્રભાવ પડ્યો, એ પણ સ્વભાવથી થોડાક નાસ્તિક હતા, પછી તો એ પણ અમને,
અમને છોડીને જતા રહ્યા.
" વીરના ફાધરની વાત આવતા મમ્મીની આખના ખૂણા ભીના થઇ જાય છે."
મારી દીકરી તો હજી આઠ વર્ષની હતી,અને વીર તેર વર્ષનો હતો, ત્યારે તેઓ એક એક્સીડેન્ટમાં....,
" મમ્મીના આંખના ખૂણામાં રહેલા આંસુ હવે સરકીને તેના ગાલ પર આવી જાય છે,એટલે શીખા હવે મમ્મીને સંભાળે છે.""
અવની :- આપની દીકરી રાધા તો હાલ સાસરે હશે?, રાધાને કોઇ તકલીફ છે?, તેને આપે કોઇ ડોકટરને બતાવ્યું?
મમ્મી :- ના, ના મારી રાધાને કોઇ બિમારી નથી.
" મમ્મીએ થોડાક ગુસ્સાથી જવાબ આપ્યો, અને તેનો સ્વર પીડાથી થોડોક ભારે થઇ ગયો, શીખાએ મમ્મીના હાથ પર હાથ મૂક્યો.""
હા એ હાલ સાસરે છે, તેને કોઈ બિમારી નથી, મારી દીકરી તો કાયમ હસતી ખેલતી જ રહેતી, હમણાં ચાર વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા છે, લગ્ન પછી તેના ઘરમાં તરત પારણું પણ બંધાણુ., અને તેની ઘેર દીકરીનો જન્મ થયો, એ ઢીંગલી અસ્સલ મારી રાધા જેવી જ લાગતી હતી, તેના જેવું જ એ કાલુ કાલુ બોલતી, તેના માટે મારી રાધાએ નવા નવા કપડાંનો કબાટ ભરીને રાખ્યો હતો.,
અને હજી તો એ બે વર્ષની હતી ત્યારે જ મારી રાધાએ તેના માટે એડવાન્સમાં પાંચમા વર્ષ માટે પણ કપડાં ખરીદી રાખેલા.,
અને તેના માટે રમકડાનો તો ખજાનો પણ રાખેલો, એ ચાલવા પણ લાગી હતી, તેના માટે અમે બબ્બે નાની બાબા ગાડી લાવેલા.,
અને તેમાં બેસીને એ આંખા ઘરમાં ચક્કર મારતી, અને ખુશ ખુશ થઈને કેવા કુંદકા મારતી, અને એ તેની માંની આંગળી પકડીને પણ ચાલતી ઘરમાં, ઘરમાં તે દિવાલને ટેકે પણ ચાલતી.,
એને અમે પગમાં ઝાંજર પહેરાવી હતી, એ ઝાંજરનો અવાજ સાંભળીને એ ખડખડાટ હસતી,પણ એક દિવસ,એક દિવસ....,
" એક દિવસ બોલતા જ મમ્મી થોડીકવાર ચુપ થઇ જાય છે, તેને કઇક બોલવું છે, પણ તેની, તેની જીભ તેનો સાથ નથી આપતી, અને
બોલતાં બોલતાં એ રડી પડે છે, અને કહે છે, કદાચ કદાચ, કુદરતને તેનું હસવું મંજૂર નહીં હોય.
" રડતાં રડતાં મમ્મીનો અવાજ હવે રૂંધાવા લાગે છે, શીખા મમ્મીનો હાથ હાથમાં લઇને તેને ચુપ રહેવાનું કહે છે, અને હવે શીખા વાત આગળ વધારે છે. "
શીખા :- નેન્સી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે, ત્યારે તેને કોઈ ગંભીર બિમારી લાગુ પડી, અમે તેને બચાવવા માટે બધા ડોક્ટરોને બતાવ્યું, અને બધા જ દવાખાના, હોસ્પિટલોમાં અમે ફરી વળ્યાં, બધા જ પ્રયાસ કર્યા પણ નેન્સી બચી નઇ.
" શીખાની આંખો પણ હવે ભીની થઇ જાય છે, અવની પણ હવે આગળ કોઇ સવાલ નથી કરતી, થોડીકવાર ત્રણેય ચુપચાપ બેઠા રહે છે."
" નાની મિશરી ત્યાં રૂમમાં રમવામાં વ્યસ્ત છે, રમતાં રમતાં મિશરી હવે તેની મમ્મી પાસે આવે છે, અને એ મમ્મીને પુછે છે, મમ્મા મમ્મા પપ્પા ક્યાલે આવશે?, મમ્મા ચલને આપલે પપ્પાને લઇને ઘલે જાઇ.
મિશરી વાત કરતાં કરતાં જ મમ્મીના ખોળામાં લપાઇ જાય છે, અને એટલીવારમાં ત્યાં ડોક્ટર આવે છે,અને એ કહે છે પેશન્ટનું ઓપરેશન સફળ થઇ ગીયુ છે, થોડોક સમય પછી એમને હોશ આવી જશે.
શીખા અને મમ્મી હવે રાહતનો સ્વાસ લે છે.
શીખા રાહતનો સ્વાસ લેતા ડોક્ટરને ફરી પુછે છે, કેટલી વારમાં?
ડોક્ટરે કહ્યું, બસ થોડોક સમય લાગશે,
હા પણ એમને હજુ આરામ કરવો પડશે, ઘાવ માથાની સાઇડમાં હતો,એમને સ્વસ્થ થવામાં હજૂ ટાઈમ લાગશે.
ફરી મમ્મીએ પુછ્યુ, સાહેબ સાહેબ હવે અમે વીરને મળી શકીએ ?
ડોકટરએ કહ્યું, હા પણ હમણાં નહીં પેશન્ટના હોશમાં આવ્યા બાદ.
ડોક્ટરના ગયા બાદ મમ્મી અને શીખા ફરી ત્યાં હોસ્પિટલના મંદિરમાં જાય છે, અને મનોમન ભગવાન પાસે આભાર માને છે, અને ભગવાનની પાસે પ્રાર્થના કરે છે.
અવની તો ત્યાંજ નાની મિશરીની સાથે વાતો કરે છે, અને તેને વ્હાલ કરે છે, એટલામાં શીખા અને મમ્મી ત્યાં આવે છે, મિશરી દોડીને શીખા પાસે જઇને ફરી તેના ખોળામાં બેસી જાય છે, અવની હવે વાતચીત આગળ વધારે છે. "
અવની :- એટલે રાધા, રાધા બહેનને દિકરી નેન્સીના જવાનો બહું આઘાત લાગ્યો, એટલે કદાચ માનસિક ડિસ્ટર્બ રહે છે?
શીખા :- હા નેન્સીના ગયા પછી તેનું જીવન જાણે સુનુ સુનુ થઇ ગીયુ હતું, રાધા ઘરમાં સાવ એકલી પડી ગઇ હતી, એ બસ ઘરમાં ગુમસુમ થઇને બેસી રહેતી.,
એ,એ નેન્સીના ફોટા સામે જોયા કરતી, બહાર જવાનું તો સાવ એણે બંધ કરી દીધેલુ, ઘરમાં પણ એ કોઇની સાથે વાતચીત ના કરતી,
બસ, બસ ચુપચાપ ઘરમાં જ બેસી રહેતી, અને નેન્સીના રમકડાઓ જોયા કરતી.,
આમ કરતાં કરતાં રાધા ડીપ્રેશનમાં સરી પડી, એ એ ઘરકામ પણ બરાબર ના કરી શકતી,
અને કામ કરતાં કરતાં એ ક્યાંક ખોવાઈ જાય, રસોઈમાં ક્યારેક મીઠું નાખવાનું ભુલી જાય, તો ક્યારેક હળદર, તો ક્યારેક ગરમ કરવા મૂકેલુ દુધ ઉભરાઇ જાય તો પણ એને ખ્યાલ ના રહે.,
એટલે એના પરિવારમાં પણ મુશ્કેલીઓ થવા લાગી, એ લોકોએ ઘરકામ માટે નોકર રાખી લીધા, અને એ પછી એક દિવસ હું અને વીર ત્યાં રાધાની ઘરે ગયા ત્યાં,ત્યાં જઇને જોયું તો રાધા કોઇ નાની ઢીંગલીને ખોળામાં સુવડાવીને કઇક બકવાસ કરી રહી હતી.,
રાધાએ વીર તરફ જોયું અને તે ઊભી થઇને પેલી ઢીંગલીને સાથે લઇને તે વીર પાસે આવી, તેણે અમને સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું, અમે જોયું તો તેના હાથમાં કોઈ દોરા ધાગા બાંધેલા હતા.,
તેના, તેના કપડાં અસ્તવ્યસ્ત થઇ ગીયા હતા, તેનું શરીર સાવ સુકાઈ ગયુ હતુ, માથાના વાળ પણ અસ્તવ્યસ્ત હતા, કદાચ ઘણા દિવસોથી વાળમાં તેલ પણ નહોતું નાખ્યું.,
વીર ત્યાં રાધાની નજીક જઇને બેઠા, તેના માથા પર હાથ ફેરવ્યો, અને વીરને જોઈને રાધા, રાધા ત્યાં રડવા લાગી.,
ત્યારે, મેં પહેલી વાર વીરની આંખોમાં એટલી લાચારી જોઈ હતી.,
એટલીવારમાં ત્યાં ધર્મેશ કુમાર રાધાના પતિ, અને સસરા સોહન લાલ ત્યાં આવ્યા.,
વીર રાધાને ચુપ કરાવે છે, પછી ધર્મેશ કુમાર અને સોહન લાલના આગ્રહથી અમે બહાર ફળીયામાં જઇને બેઠા.,
ત્યાં એ લોકોએ રાધા વિશે વાત શરૂ કરી કે, કે ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી રાધા આવાં પાગલપન નો શિકાર છે, લોકો તેને, તેને કોઈ બીજુ વળગાણ હોય એવી વાતો કરે છે.
વીરે કહ્યું, પ્લીઝ પ્લીઝ આપ લોકો આવી વાતો ના કરો, તમે બીજા લોકોની વાતો ના સાંભળો, અને એ લોકોની વાતોમાં ના આવો.,
રાધાને એવું કઇ નથી એ હજી હમણાં થોડીક દિકરીના જવાના આઘાતમાં છે , થોડાક સમય પછી એ નોર્મલ થઇ જશે.
પણ,પણ એ લોકો રાધાને કોઇ બાબા કે ભુવા પાસે લઇ જવાની વાત કરી રહ્યા હતા.
અવની :- તો આપ લોકો રાધા બહેનને કોઇ મનો ચિકિત્સક પાસે લઈને ના ગયા?,
અત્યારે તો આવી ડિપ્રેશનની સમસ્યા ઘણી સામાન્ય છે, અને એ ક્યારેક ક્યારેક લોકોમાં જોવા મળે છે, અને આનો યોગ્ય ઇલાજ પણ થાય છે.
શીખા :- હા અમે બન્નેએ આવો નિર્ણય કરેલો, તે દિવસે અમે રાધાને મળીને ઘરે આવ્યા ત્યાં , ત્યાં રાધા બહેનની હાલત જોઇને વીર, વીર તો એકદમ તુટી ગીયા, અને ઘરે આવીને એતો રડવા લાગ્યા, મેં તેને આશ્વાસનો આપીને સંભાળ્યા.
ત્યારે મેં તેને કહ્યું, ભગવાન પર વિશ્વાસ રાખો વીર, મને મારા કૃષ્ણ કનૈયા ઉપર પુરો વિશ્વાસ છે, રાધા બહેનને જલ્દી સારૂ થઇ જશે.
ત્યારે પહેલીવાર મેં વીરને ચુપ રહેતા જોયા, ભગવાનનું નામ સાંભળતા વીર અમારા ઘરમાં રહેલા મારા કૃષ્ણ મંદિર તરફ જોવે છે.
અને વીર ઊભા થઇને ત્યાં મંદિર તરફ જાય છે, તે ભગવાનની સામે કોઇ હાથ નથી જોડતા,
કે નથી તેના પગમાં પડતા, બસ વીર ત્યાં કૃષ્ણની પ્રતિમા સામે ટગર ટગર જોયા કરે છે.
મેં એ પહેલાં વીરને ક્યારેય જીવનમાં હારતા નહોતા જોયા, ક્યારેય આટલા, આટલા લાચાર નહોતા જોયા, એ પછી અમે રાધાને કોઇ સારા મનોચિકિત્સક પાસે લઇ જવા માટે ચર્ચા શરૂ કરી, અને અમે અમારા મિત્રોને ફોન કરીને સારા સાઇકીયાટ્રીસ્ટ અંગે માહિતીઓ ભેગી કરી.
સવારમાંથી જ અમે બન્ને જણા શહેરના સારા સાઇકીયાટ્રીસ્ટોની ખોજ માટે નીકળી પડ્યા,
ઘણા ડોક્ટર વિશે તપાસ કરી, અને અમે ત્રણ ડોક્ટરો ની એપોઇમેન્ટ લઇને મુલાકાત પણ કરી, રાધા બહેન અને તેની સ્થિતિ અંગે ચર્ચાઓ કરી.,
એમાંથી ત્રણેય ડોકટરોએ અમને કહ્યું કે આપ ચિંતા ના કરો આ એક સામાન્ય ડિપ્રેશન હોય છે, સામાન્ય સ્થિતિઓમાં માણસ કોઇ પણ મોટા દુઃખ, કે હ્રદયના આઘાતમાંથી સમય સાથે બહાર આવી જતો હોય છે.
પણ ક્યારેક, ક્યારેક અમુક પરિસ્થિતિઓમાં આવા ડીપ્રેશનના પેશન્ટ પર તેની આસપાસના માહોલનો પ્રભાવ પડે છે, આના માટે આપને અમુક ટ્રીટમેન્ટની જરૂર પડશે, અને આપની બહેન જરૂર નોર્મલ થઇ જશે.
પછી અમે એક સારા ડોક્ટર પાસેથી ચાર દિવસ પછીની એપોઇમેન્ટ પણ લીધી, અને પછી અમે બન્ને દિવસભર ડોકટરોની મુલાકાત કરી થાકીને ઘરે આવ્યા.
વીરના ચહેરા પર હવે થોડીક ખુશી દેખાઈ રહી હતી, પછી અમે બન્નેએ નિર્ણય કર્યો કે, કે પહેલાં રાધાની ઘરે જઇને ધર્મેશ કુમારને આ વાતની માહિતી આપી આવીએ.
સવારમાં જ અમે રાધાની ઘરે ગયા પણ ત્યાં?, ત્યાં વાતાવરણ કઇક અલગ જ પ્રકારનું હતું, એ લોકોએ ઘરમાં કોઈ બાબા કે ભુવાને બોલાવ્યો હતો, એ ભુવો ધર્મેશ કુમાર અને સોહન લાલ સાથે કઇક વિચિત્ર પ્રકારની ચર્ચાઓ કરી રહ્યો હતો.
હું અને વીર બહાર ફળીયામાં બેઠા, પછી એ લોકો પોતાની ચર્ચા પતાવી, ભુવાને વળાવીને અમારી પાસે આવ્યા.,
વીરે ત્યાં રાધાના ઈલાજ માટેના પ્રોગ્રામ વીશે, અને ડોક્ટરની એપોઇમેન્ટ વીશે વિગતમાં વાત કરી, પણ એ લોકોએ ત્યાં કઇક અલગજ પ્રકારનો નિર્ણય કરીને રાખેલો.
તે લોકોએ કહ્યું, આપ લોકો રાધાને ઈલાજ માટે લઈ જાઓ તેનો અમને કોઇ વાંધો નથી
પણ,પણ હમણાં જ અમારે એક ભુવા મહારાજ સાથે વાત થઈ છે, તેણે અમને એક સામાન્ય વિધી કરવા જણાવ્યું છે, એટલે આવતી કાલે અમે લોકો રાધાને ભુવા મહારાજની સલાહ અનુસાર એક મંદિરમાં લઈ જવાના છીએ.
એ પછી, એ પછી આપ લોકો રાધાને ઈલાજ માટે ડોકટર પાસે લઇ જઇ શકો છો.
એમની આ વાત સાંભળી વીરને ખૂબ ગુસ્સો આવ્યો તે, તે થોડાક ઉચા સ્વરે બોલ્યા,
તમે?, તમે પણ આવા, આવા ભુવા, આવા અંધવિશ્વાસમાં વિશ્વાસ કરો છો?
વીરને ત્યાં ગુસ્સે થતા જોઇને મેં, મેં વીરનો હાથ પકડીને તેને ત્યાં ચુપ રહેવા ઇશારો કર્યો,
પછી મેં ત્યાં ધર્મેશ કુમારની વાત પર સહમતિ આપી અને અમે ત્યાંથી રજા લીધી.
વીર આખા રસ્તે મારી જોડે કાંઇ પણ ના બોલ્યા, એટલે હું તેમની આ ખામોશી અને આ ગુસ્સો સમજી ગઇ, અને આ પરિસ્થિતિ સમજી ગયા પછી મેં પણ વીરનો સામનો કરવા માટે હિમ્મત ભેગી કરી લીધી.
અવની :- એટલે વીરભાઈને તમે ત્યાં ગુસ્સામાં બોલતા રોક્યા ટોક્યા તો, તો ત્યાં વીરભાઈ ત્યાં ચુપ રહી ગીયા?, એમણે ત્યાં તમારો વિરોધ ના કર્યો?
શીખા :- ના વીરને સમજાવવા માટે મારો ઈશારો જ કાફી હોય છે, વીર ક્યારેય બહાર કોઇ બીજાની સામે મારો વિરોધ, કે મારુ અપમાન ના કરે, એ એમની એક મર્યાદા છે.
પણ પછી,પછી અમારા ઘરે પહોચતાજ વીરનું એ મૌન જવાબ દઇ ગયુ, વીરે ત્યાંનો બધો ગુસ્સો ઘરે આવી મારા પર ઉતાર્યો.
શીખા, શીખા આપણે અહીંથી શું નક્કી કર્યુ હતું?, તે શુકામ ત્યાં એ લોકોના ભુવા વાળા પ્લાન પર સહમતિ આપી?, અને મને, તે મને શુકામ ત્યાં બોલતા રોક્યો?
હું જવાબમાં કાઇ ન બોલી, પણ અંદરથી મારા સાસુ, મમ્મી બહાર આવ્યા.
અને એમણે વીરને ઠપકો આપતા કહ્યું, વીર તું ચુપ જ રહેજે, શીખાને મેજ કહ્યું હતું, તને તને ટોકવાનું, મમ્મીનો ઠપકો સાંભળીને પછી ગુસ્સાથી વીરે મારી તરફ જોયું.,
" મમ્મી મારા પક્ષમાં આગળ બોલ્યા."
બેટા રાધા હવે એના સાસરે છે, અને એ લોકોનો રાધા પર હવે આપણી કરતાં વધુ હક છે બેટા, બેટા પહેલાં એ લોકોને એમની જીદ પુરી કરી લેવા દે, એમના મનનું સમાધાન કરી લેવા દે પછી, પછી આપણે રાધાને ડોક્ટર પાસે લઇ જઇશું.
" મમ્મીની આ વાત સાંભળી વીરને ફરી ગુસ્સો આવ્યો, અને એ બોલ્યા."
મમ્મી, મમ્મી પણ એ લોકો દોરા ધાગા, ભુત ભુવાના ચક્કરમાં પડ્યા છે, અને એ લોકો મારી બહેનને,આપણી આપણી રાધાને આમનેઆમ પાગલ કરી મૂકશે.,
અને શીખા, શીખા જો મારી રાધાને કાઇ પણ થયું, તો હું કોઇને, હું કોઇને નહીં છોડુ, હું કોઈને માફ નહીં કરૂં.
" વીર આક્રોશમાં આવીને બોલતા બોલતા જ રડી પડે છે, ઘરમાં થોડીક વાર શાંતિ થઈ જાય છે."
એ પછી મમ્મીએ મને કહ્યું, બેટા શીખા રાધાની સાથે તું જજે ત્યાં મંદિરમાં.
" ત્યાં રૂમમાં ફરી ડોક્ટર આવે છે, એટલે શીખા થોડીકવાર ચર્ચાને અટકાવે છે."
ડોક્ટર :- પેશન્ટને હોશ આવી ગયો છે, અને હવે આપ લોકો ઇચ્છો તો એમને મળી શકો છો.
" અને શીખા સીધી જ વીરને મળવા માટે પહોંચી જાય છે, તેની પાછળ અવની પણ જાય છે, શીખા વીરની નજીક જઇને બેસે છે.,
વીર શીખાને જોતાં જ પુછે છે રાધા , રાધા ક્યાં છે?, શીખા કહે છે, રાધા તેના ઘરે જ છે.
વીર આસપાસ નજર કરતાં, મિશરી કેમ દેખાતી નથી?, અને મમ્મી ક્યાં?
શીખા :- મમ્મી મિશરીને લઇને ઘરે ગીયા છે, હમણાં આવતા જ હશે.
" શીખા મોબાઈલમાંથી નંબર કાઢી મમ્મીને ફોન કરે છે, વીર અવનીની સામે જોવે છે, એટલે શીખા વીરને અવનીનો પરિચય આપી દે છે."
અવની :- હવે કેમ લાગે છે તબિયત?
વીર :- સારું છે, પણ થોડુંક માથું દુખે છે.
શીખા :- એ હમણાં પછી મટી જશે, શીખાએ વીરના માથા પર હાથ ફેરવતા કહ્યું અહીં ટાકા આવ્યા છે.
અવની :- આપને કઇ યાદ છે ? , આપની સાથે શું થયું હતું મંદિરમાં?
વીર :- ના, ના બહું વધારે કઇ યાદ નથી આવતું, ત્યાં મંદિરમાં લોકોએ મારા પર હુમલો કર્યો, અને મને અહીં લાવવામાં આવ્યો.
અવની :- એ પહેલાં આપે ત્યાં શું કર્યુ?, શું થયું હતું એ યાદ છે ?
વીર :- હા ત્યાં મંદિરમાં એ લોકો મારી બહેન રાધાને કઇક વીધી કરાવવા લઈ ગીયા હતા, ત્યાંનો માહોલ કઇક વિચિત્ર પ્રકારનો હતો, રાધાને ત્યાં મંદિરમાં કોઇ મુર્તીની સામે વચ્ચે બેસાડી હતી, અને અમને લોકોને રાધાથી દુર કરી દેવામાં આવ્યા, અમને રાધાથી દુર બેસવા માટે કહેવામાં આવ્યું.
જાણે કોઈ યુધ્ધના મેદાનમાં ચક્રવ્યુહની વચ્ચે એકલો અભિમન્યુ, એવી રીતે રાધા ત્યાં એકલી બેઠી હતી, એ ભુવાઓ ત્યાં જોર જોરથી બરાડા પાડીને રાધાને કઇક વિચિત્ર પ્રકારના સવાલો પુછી રહ્યા હતા.
આ બધું જોઇને મારી બહેન રાધાને ત્યાં ગુસ્સો આવી રહ્યો હતો, પણ તે નિસહાય થઇને તેનો વિરોધ કરી રહી હતી, એ ભુવાઓ વારંવાર રાધાના ચહેરા પર કઇક પાણી છાટી રહ્યાં હતા.
અને જોર જોરથી બરાડા પાડી રહ્યાં હતા, રાધાની સહન કરવાની હવે હદ આવી રહી હતી, એ ત્યાંજ રડવા લાગી.
ત્યાં રાધા, રાધા રડતા રડતા નિસહાય થઇને મને બોલાવી રહી હતી, ત્યાં હોલમાં રાધાનો વીર,વીર,વીર,વીરનો અવાજ ગુંજી રહ્યો હતો.
આ બધું જોઇને એ ભુવાઓએ વધુ ક્રુરતા દેખાડી, એ લોકોએ બેરહેમીથી રાધાના વાળ ખેચ્યા, અને રાધા ત્યાં પીડાથી ચીસો પાડી રહી હતી, અને હવે તે જોર જોરથી ઉચા અવાજે રડવા લાગી, રાધા ત્યાં એકદમ નિસહાય હતી.
હવે ત્યાં આ દ્રશ્ય જોવું, એ મારા માટે અસહ્ય હતું, એટલે હું ત્યાંથી ઊભો થઇ હોલની બહાર નિકળી ગયો, બહાર હું એક દિવાલના ટેકે નીચે બન્ને પગ વાળીને બેસી ગયો, તો પણ અંદરથી રાધાની ચીસો મને સંભળાઇ રહી હતી.
મેં , મેં બન્ને હાથથી મારા કાન બંધ કર્યા, તો પણ એ ચીસો મારા કાનમાં ગુંજી રહી હતી.
થોડીકવાર હું ત્યાં બહાર બેઠો પછી ત્યાં રાધાની ચીસો સાંભળતા સાંભળતા મને આવી એક અમારા બાળપણની ઘટના યાદ આવી.
ત્યારે, ત્યારે રાધા બહું નાની હતી, ત્યારે એ હજુ પુરૂ બોલતા પણ નહોતી શીખી, રાધા ત્યારે મમ્મી, ભાઈ, વીર, જેવા જ શબ્દો બોલી શકતી, ત્યારે એક દિવસ હું ઘરમાં મારા દાદી પાસે વાર્તા સાંભળતો હતો, અને રાધા અમારી સાથે ત્યાં રમકડાઓથી રમી રહી હતી, એ રમકડાઓની રમતમાં રાધા ત્યારે ખૂબ ખુશ હતી.
પણ ત્યારે અચાનક મમ્મીએ કહ્યું, ચાલો બન્ને તૈયાર થઇ જાવ આપણે બહાર મંદિરે જવાનું છે, ત્યારે મારુ ક્યાંય બહાર જવાનું મન નહોતું.
મેં મમ્મીને કહ્યું, તમે જઇ આવો અમે અહીં ઘરમાં રમીએ છીએ, મારા દાદીએ પણ સહમતિ આપતા કહ્યું, એ બન્ને ભલે અહીં રહ્યા , તું એકલી જઇને આવ ત્યાં, ત્યાં મંદિરે બહું ભીડ હશે.
પણ મમ્મી ના માન્યા, અને અમારે સાથે જવું પડ્યું, મમ્મીએ રાધાને તેડી અને અમે બહાર નિકળ્યા હું તેની સાથે સાથે ચાલતો હતો, રાધા પણ મારી સામે જ જોઈ રહી હતી, મને જોઈને એ હસતી.
ચાલતાં ચાલતાં અમે ત્યાં મંદિરે પહોચ્યા, મારી દાદીએ કહેલું એમ ખરેખર ત્યાં બહું જ ભીડ હતી, એ મંદિરમાં અમે પહેલાં પણ ગયેલા, પણ ત્યારે ત્યાં આટલી માણસોની ભીડ નહોતી રહેતી, પણ તે દિવસે કદાચ કોઈ તહેવાર હતો.
ત્યાં, ત્યાં મંદિરમાં રહેલી ભગવાનની મુર્તી ખૂબ જ મોટી હતી, તે દુરથી જ દેખાય રહી હતી, તો પણ ખબર નઇ ત્યાં બધાજ લોકોને એ મુર્તીની નજીક જ જવું હતું.
મેં, મેં મારા મમ્મીની સામે જોયું, અને કહ્યું મમ્મી અહીં બહું ભીડ છે, ચાલ આપણે ઘરે જઇએ, મમ્મી પણ ખૂબ થાકી ગઇ હતી, તેણે રાધાને નીચે ઉતારતા કહ્યું, હા બેટા આપણે દર્શન કરીને પછી જઇએ.
થોડીકવાર આપણે અહીં ઊભા રહીએ, ત્યાં થોડીક ભીડ ઓછી થઇ જશે, ત્યારે આપણે ભગવાનના દર્શન કરીને ઘરે જઇએ.
ત્યારે ભગવાનનું નામ સાંભળતા જ મને બહું ગુસ્સો આવેલો.,
એટલીવારમાં ત્યાં, ત્યાં એ ભીડમાંથી કોઇનો પગ મારી બહેન રાધાના પગની આંગળી પર પડ્યો, અને રાધા ત્યાં રડવા લાગી.
મમ્મીને પહેલાં કઇ સમજમાં ના આવ્યું, પણ પછી રાધાને બહુ રડતાં જોઇને ખ્યાલ આવ્યો, કે રાધાને પગમાં કઇક વાગ્યુ છે.
મમ્મીએ તરત ત્યાં રાધાનુ નાનું શુઝ કાઢીને જોયું તો, તેના પગની એક નાનકડી આંગળીમાંથી લોહી નિકળી રહ્યું હતું.,
હજુ પણ રાધા રડી રહી હતી, અને રડતાં રડતાં વીર, વીર, વીરની ચીસો પાડી રહી હતી,
ત્યારે મેં તેના નાના પગમાં લોહી જોયેલું, તો ત્યારે હું ગુસ્સાથી ઉકળી પડ્યો હતો.
અને મારી સામેની તરફ મંદિરમાં ભગવાનની વિશાળ મુર્તી દેખાય રહી હતી, ત્યારે એ મુર્તી ઉપર મને બહું જ ગુસ્સો આવેલો .
ત્યાં, ત્યાં નીચે એક પથ્થર પડ્યો હતો, એ મેં ઉપાડ્યો મારે તે પથ્થર સામે ભગવાનની મુર્તી તરફ ઘા કરવો હતો.
પણ ત્યારે એ પથ્થર મારા હાથમાં જ રહી ગયો, અને એ પથ્થર મારા હાથમાં મારી મુઠ્ઠીમાં જ લાલ થઇ ગીયો, પણ ત્યારે હું હિંમત ના કરી શક્યો.
એક તરફ આ જુની ઘટના, આ બાળપણની કડવી યાદ મારા મગજ ઉપર હાવી થઈ રહી હતી, અને બીજી તરફ અંદર હોલમાંથી એ રડવાનો અવાજ, ને વીર,વીર,વીર એમ રાધાની ચીસો સંભળાય રહી હતી.
પછી આગળ શું થયું એ મને યાદ નથી, કદાચ હું બેહોશ થઇ ગીયો હતો.
" વીરની વાત પુરી થતા, શીખા ત્યાં હોસ્પિટલનું ટીવી ચાલુ કરે છે,
તેમા ન્યૂઝ ચેનલમાં ન્યૂઝ ચાલી રહી છે.
" એક નાસ્તીકનો મંદિરમાં
ચપ્પલ વાર.., આખરે શું કામ?, એવી તે શું દુશ્મની ?? , એ નાસ્તીકનો આ હુમલો કોની તરફ હતો?, ભગવાન ઉપર?, કે અંધશ્રદ્ધા ઉપર??
અને સવાલો સાથે આવી ચર્ચાઓ ચાલી રહી છે."
અવની :- વીરભાઈ તમને જે યાદ નથી એ આપ ટીવીમાં જોઈ રહ્યા છો આપનું, આપનું એ પરાક્રમ, એ જે આપના આંતરિક મનમાં દબાયેલી ઇચ્છા હતી, અને એ પહેલાં જે તમે પથ્થર ઉપાડ્યો હતો, એ પથ્થરને તમે ચપ્પલના સ્વરૂપમાં ત્યાં ઘા કર્યો.
તમે એ મંદિરમાં રાધાની અસહ્ય ચીસો સાંભળીને જ્યારે બહાર આવ્યા ત્યારે, ત્યારે તમારી બાજુમાં શુઝ પડ્યા હતા, અને એ શુઝ ઉપાડીને તમે અંદર આવ્યા.
અને એ પછીની ઘટના ટીવી પર લાઈવ છે, ત્યારે કદાચ તમારુ અસ્તિત્વ તમારા કાબુમાં નહોતું, એટલે તમને કઇ યાદ નથી.
વીર :- કદાચ, કદાચ આપની વાત સાચી છે.
" વીર શીખાની તરફ દ્રષ્ટિ કરે છે,અને જોતાં જોતાં કહે છે., શીખા શીખા તું સાચુ કહેતી હતી, મારે ત્યાં જવાની જરૂર જ નહોતી, ભુલ થઈ મારી કે હું ત્યાં મંદિરમાં ગયો. "
શીખા :- હસતા હસતા કહે છે, તમે ક્યાં મારૂ કહ્યું માનો છો?, મારુ કહ્યું માનતા નથી ને, આ જોઇલો ટીવીમાં તમારા પરાક્રમની બ્રેકીંગ ન્યુઝ બની ગઇ.
" અવની, વીર, અને શીખા ત્રણેય ત્યાં હસી પડે છે."
અવની :- હસતાં હસતાં , હવે તો આપની આવી આંતરિક મનની કોઈ ઇચ્છા બાકી નથી રહેતીને ?
વીર :- જી ના, ના હવે કોઈ ઇચ્છા નથી, પણ પણ જો અમારુ ચાલે તો અમે આવા દુનિયાના બધા ધાર્મિક સ્થળોને તોડી પાડીએ.
" વીર શીખાની તરફ જોતાં કહે છે, એટલે શીખાને ગુસ્સો આવે છે, તે વીરની આ વાત સાંભળીને ચીડાઇ જાય છે."
શીખા :- હા હા બોવ સારું ખબર છે, અહીં અહીં બેડ પર પડ્યા છો, એ કાઇ ખબર છે?, અને હા તોડવા હોય તો તોડી નાખજો, પણ અહીં હોસ્પિટલના મંદિરને કઇ ના કરતાં, હા હા વીર એ મંદિરમાં મેં મારા ક્રિષ્ન કનૈયા પાસે તમારા માટે, તમારા જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી વીર, અને એટલે વીર એટલે તમે સલામત છો.
" બોલતા બોલતા શીખા ફરીવાર ભાવુક થઇ જાય છે. "
વીર :- હા હા મારી શીખા સાવિત્રી તારો ભગવાન એ કાનુડો છે, અને એ તારુ કહ્યું જરૂર માને હો, પણ શીખા મારો ભગવાન મારો ખુદા જે કહો તે, એ તો તું જ છેને.,
અને હું તને નહોતો કહેતો શીખા તને મારી બહુ ચિંતા રહે છે, મારા વગર તું જીવી નહીં શકે, જો આપણે દુર થઇ જઇશું તો તને મારી બવ ચિંતા રહેશે.
" વીરની વાત સાંભળીને શીખાના ચહેરા પર ફરી સ્માઈલ આવે છે, શીખા અને અવની બન્ને હસી પડે છે."
અવની :- ખરેખર, ખરેખર આપની આ લવસ્ટોરી બહું અઘરી છે, અને બહું જ ક્યુટ છે, ભગવાન આપ બન્નેને આમજ કાયમ હસતા રાખે,
હા તો ચાલો શીખા, વીર ભાઈ હું હવે રજા લઉ છું, આપ લોકોની સાથે સમય વીતાવીને, અને વાત કરીને મને ખૂબ જ આનંદ થયો.
આ મુલાકાત કાયમ માટે મને યાદગાર રહેશે, અત્યારે હું જઉ છું, પણ આપને મળવા ફરી આપની ઘરે આવીશ. બાય,બાય,ગોડ બ્લેસ યુ..
" ગોડ બ્લેસ યુ કહેતા,અવની ત્યાંથી રજા લઇ રૂમની બહાર નીકળે છે, અને પછી થોડીકવારમાં જ મમ્મી પણ ત્યાં મિશરીને લઇને આવી પહોચે છે, મિશરી તો પપ્પાને જોઇને સીધી તેની પાસે જઇને તેને વળગી જ પડે છે.
અને પછી ત્યાં ડોક્ટર આવે છે,અને દવાઓનું લીસ્ટ આપતા કહે છે, તમે હવે આવતી કાલે ઘરે જઇ શકો છો, બીજે દિવસે ડોક્ટરની રજા લઇને પરિવાર ઘરે આવે છે.
વીર બે ત્રણ દિવસ આરામ કરે છે, અને પછી વીર અને શીખા રાધાને ડોક્ટર પાસે લઇ જાય છે, ડોક્ટર રાધાનો ઇલાજ શરૂ કરી દે છે, એટલે ધીમે ધીમે રાધા સ્વસ્થ થવા લાગે છે, તેનું જીવન પણ હવે પાટે ચડે છે.
થોડાક દિવસોમાં જ રાધા સંપુર્ણ સ્વસ્થ થઇ જાય છે, અને પછી ફરી રાધાના જીવનમાં ખુશીઓ આવે છે, અને તે બે સ્વસ્થ જોડીયા બાળકો ને જન્મ આપે છે.
એટલે રાધાનું જીવન ફરી ખુશીઓથી છલકાઈ જાય છે, તેના ઘરમાં ફરી બાળક નો કિલકીલાટ શરૂ થઇ જાય છે.
અને ક્યારેક ક્યારેક રાધા નેન્સીનો એ હસતો ફોટા જોઈ લે છે, ત્યારે તેની આંખ ભરાઈ આવે છે, પણ રાધા હવે એ વિતેલા ભૂતકાળને એક ખરાબ સ્વપ્ન માનીને ભુલી જાય છે.
હવે તેના પર બે,બે બાળકોની જવાબદારી છે. એક દીકરી છે, અને બીજો દીકરો છે.,
રાધા દીકરીનું નામ તો ફરી નેન્સી જ રાખે છે.
અને અવની પછી વીર શીખાની આ સ્ટોરી પર એક નોવેલ લખે છે, અને તેને પ્રકાશિત કરે છે, થોડાક દિવસોમાં જ એ નોવેલ બેસ્ટ સેલર થઇ જાય છે.
અને બીજી તરફ વીર અને શીખા જઘડતા જઘડતા પોતાના રુટીન જીવનમાં વ્યસ્ત થઇ જાય છે.
પછી એક દિવસ વીર અને શીખા એક કોઈ ધાર્મિક સત્સંગ, સંમેલનમાં જવાનો પ્લાન કરે છે.
પ્લાન શીખાનો છે, અને સત્સંગ પણ ધાર્મિક, એટલે વીર પહેલાં શીખાનો વિરોધ કરે છે, પણ પછી વિરોધ કરતાં કરતાં છેવટે માની જાય છે.
અને બન્ને નીકળી પડે છે બાઇક લઇને, ચોમાસાનો સમય છે, વરસાદના ધીમા ધીમા છાટા પડી રહ્યા છે.
ત્યાં સત્સંગમાં પહોચતા જ વરસાદની વરસવાની ગતિ તેજ થઇ જાય છે, ત્યાં સભામાં પ્રમાણમાં માણસો પણ ઓછા હોય છે.
ત્યાં, ત્યાં સભામાં કોઇ ભગવાધારી માણસ સ્ટેજ ઉપર આવે છે, અને પોતાનું ભાષણ શરૂ કરે છે.
ભાષણમાં એ ધર્મની વિશેષતાઓના ગુણગાન ગાવાનું ચાલું કરે છે, ગુણગાન કરતાં કરતાં , એ પોતાની ધર્મ અંગેની ચિંતાઓ પ્રગટ કરે છે.
અને ચિંતા પ્રગટ કરતાં કરતાં એ મહિલાઓને પુરુષોને ધર્મની રક્ષા માટે વસ્તી વધારવાની સલાહો આપવાનું ચાલું કરે છે.
અને એ ભાષણમાં તે વધુ ચાર,પાંચ બાળકો પેદા કરવાનું, અને તેનું ભવિષ્ય અને ભવિષ્યનું આયોજન પણ નક્કી કરીને જણાવે છે.
ભાષણ સાંભળી વીરને ત્યાં હસવું આવે છે,એટલે શીખા ત્યાં તેને હસતા ટોકે છે, શીખા પણ હવે વરસાદ ધીમો થવાની વાટ જુએ છે.
પણ, પણ વરસાદ તો આજે વરસવાના મુડમાં છે, એટલે શીખા, અને વીર વરસાદમાં પલળવાનો નિર્ણય કરીને પલળતા પલળતાજ ત્યાં સભામાંથી વિદાય લે છે.
વીરને પણ કઇક નવી શરારત સુજે છે, એનો હવે વરસાદમાં પલળવાનોજ મુડ છે,
એટલે વીર અને શીખા વરસાદમાં જ કલાકો સુધી બહાર બાઈક પર ફરે છે.
હવે સાંજમાથી રાત થઇ ચુકી હતી, રસ્તાઓ પણ હવે ખાલી હતા, વરસાદનું વરસવાનું હજુ પણ ચાલુ હતું.
એ વરસાદમાં આખું શહેર ઘરમાં જઇને ઉંઘી ગયુ હતું, બસ શીખા અને વીર આવારાની જેમ રોડ ઉપર બાઈકમાં રખડી રહ્યાં હતા.
વરસાદમાં શહેરના સુમસામ રસ્તાઓ પર રખડતા રખડતા, હવે શીખાને ઠંડી લાગવા લાગે છે, તે ઠંડીથી ધ્રુજતા ધ્રુજતા, શીખા બાઈક પર જ વીરની કમરને કસીને પકડી વેલની જેમ વીટળાઇ જાય છે.
વીરે બાઈકના પેટ્રોલના કાંટા પર નજર કરી, જોયું તો હવે ઘરે પહોચાય એટલું જ પેટ્રોલ બચ્યુ હતું.
એટલે વીરા બાઈકને ઘરની દિશામાં ફેરવે છે, ઘરે પહોચતા ટાઇમ જોયો તો સાડા બાર વાગ્યા હતા.
શીખા બાથરૂમમાં કપડાં ચેન્જ કરવા જાય છે અને વીર ઘરમાં ટીવી ચાલું કરે છે, ટીવીમાં તે ગીત સાંભળવા મ્યુઝિક ચેનલ લગાવે છે, અને રોમેન્ટિક સોન્ગ શરૂ થાય છે.
"" યે સાજીશ હે બુંદો કી, કોઇ ખ્વાહીશ હે ચુપચુપ સી.,
દેખોના,દેખોના,દેખોના,દેખોના..,
હવા કુછ હોલે હોલે , ઝુબા સે ક્યા કુછ બોલે, ક્યો દુરી હે, અબ દરમીયા.,
દેખોના,દેખોના,દેખોના,દેખોના..,
ફીર ના હવાએ હોગી ઇતની બેશરમમમમ......"""
એટલીવારમાં શીખા ચેન્જ કરીને સિલ્કી ક્રીમ કલરનું ગાઉન પહેરીને ત્યાં બેડરૂમમાં આવે છે.
અને શીખા બારી પાસે ઊભી રહે છે, તે થોડીકવાર બહાર વરસતા વરસાદને જોવે છે, અને પછી તે વીર તરફ દ્રષ્ટિ કરે છે.
હવે, એ રોમેન્ટિક સોન્ગની સાથે સાથે વીરનો મુડ પણ રોમેન્ટિક બને છે.,
તે શીખાની તરફ નજર કરે છે,
તેની નજર હવે શીખાએ પહેલા એ ક્રીમ પારદર્શક ગાઉનની આરપાર સ્થિર થાય છે.
વીર :- શીખા, શીખા તું યાર મારી તરફ આવી રીતે ના જો, હું આ તારી આંખના દરિયામાં યાર ડુબી જાઉ છું., અને યાર, યાર આ તારી કાળી ખુલ્લી શીખાના અંધકારમાં શીખા,
શીખા હું ખોવાઈ જાઉં છું.
અને શીખા તું આટલી આટલી બિયુટીફૂલ, અને વરસાદમાં પલળ્યા પછી તું વધુ બિયુટીફૂલ થઇ જાય છે.
" વીર શીખાના વખાણ કરતાં કરતાં, શીખાની નજીક જાય છે, વીર પોતાના હોઠને શીખાના હોઠની નજીક લઈને આવે છે.
ત્યાં, ત્યાં શીખા, શીખા વીરના હોઠોની અર્ઝીને ઠુકરાવી દે છે, અને વીરને ધક્કો મારીનેદુર ખસવાનું કહે છે."
શીખા :- પ્લીઝ, પ્લીઝ વીર આજે મારો મુડ નથી, મને બહું થાક લાગ્યો છે,તબિયત પણ બરાબર નથી લાગતી.
વીર :- મજાક કરતાં કરતાં, શીખા ત્યાં સત્સંગ સભામાં ગુરુજી એ શું કહ્યું?, એ ભુલી ગઇ ધર્મની રક્ષા,વસ્તી, ચાર,પાંચ બાળકો?,તારો આમ મુડ,તબિયત ખરાબ થાય એમ કેમ ચાલે.
શીખા :- પ્લીઝ, પ્લીઝ વીર, મારે એ ભાષણના વિષયમાં અત્યારે કોઇ વાત નથી કરવી, મને હેરાન નઇ કર.
વીર :- શીખા તું એ ભાષણ વાળાનો ગુસ્સો મારી પર ઉતારે છે?, તારો મુડ એ સત્સંગ વાળા ભાષણે ખરાબ કર્યો છે, એનો ગુસ્સો તું મારા પર ઉતારે છે ?
ધર્મની આડમાં તમારા, તમારા સ્ત્રીઓના અપમાન એ કરે છે, અને તેનો ગુસ્સો તું મારા પર ઉતારે છે, આવા ધર્મના રક્ષકો એમના મનમાં મહિલાઓને શું ? , શું સમજે છે?, અને તેનો ગુસ્સો મારા પર?
ફરીવાર બન્નેનો જઘડો શરુ થાય છે.
લેખક :- ✍ મનોજ માંડલીયા. ( ઉત્પાત.)
આગળ હવે લાંબા અંતરાલ બાદ..