Jivan thi shikhelu in Gujarati Moral Stories by Komal Mehta books and stories PDF | જીવન થી શીખેલું

Featured Books
Categories
Share

જીવન થી શીખેલું

સમય...!!!!

" સમય આજે તમારો છે, તો કાલે મારો આવશે." તમે હાથ માં કેટલી પણ મોંગી ઘડિયાળ કેમ ના પહેરી હોય, એ પણ એજ સમય બતાવશે. માણસ ને ઘડિયાળો નઈ પરંતુ પોતાના સમય ને બદલવાની જરૂર છે.....

આજે માણસ કેટલો પણ સારો કેમ ના હોય, પણ જો એનો સમય ખરાબ ચાલી રહ્યો છે, તો લોકો એ માણસની ઢેકડી જ કરશે. માણસ હવે માણસ રહ્યોં જ નથી. માનવતા એટલે શું એ જાણવા માટે લોકો ને આજે ક્લાસ લેવા પડે છે.!!!!!!!

માનવતા......

મનુષ્ય ભાવ આપણને શું શીખવે છે? મનુષ્ય ભાવ અપણને કોઈ નું પણ અહિત ના થાય. પણ આજે જ્યાં જોવે ત્યાં માણસ એકબીજાના પગ ખેંચીને નીચે પાળવામાં વ્યસ્ત છે.જો એટલો સમય પોતાને સુધારવામાં આપે તો ક્યારે આગળ વધવા ને માટે કોઈના પગ ને ખીચવાની જરૂર જ ના પડે....!!!

ફરિયાદો.....!!

ગણા માણસો ને પોતાની જિંદગી થી હંમેશાં ફરિયાદ કરતા જોવા મળતાં હોય aછે.જેવા તમે એમને પૂછો,? કેમ છો ? સામે વળતા જવાબ માં એમની ફરિયાદો નું બોક્સ જે બંધ કરીને રાખ્યું હોય,અે તમારા સામે ખુલી જાય. અને જો આવા માણસો આપણને આપડે ક્યાંય બહાર જતા, હોય ત્યારે મળે તો શું કરશું આપણે, આવા માણસ ને ઇજ્ઞોર કરશું.!! કેમ? કારણકે આવા માણસો પાસે ફ્રી સમય વધારે હોય છે.અને જેટલો સમય અે પોતાની જિંદગી થી ફરિયાદ કરવામાં વિતાવે એના કરતાં અે સમયનો સહી ઉપયોગ કરે તો જિંદગીમાં આગળ વધી શકાય.

મહેનત નથી કરવી એટલે ફરિયાદો નું લીસ્ટ મોટું છે......

આજે બધાને બધું શોર્ટ કટ માં પ્રગતિ કરી લેવી છે. આ વાત છે એક અમેરિકા ના લેખની જે મે ક્યાંય સાંભળેલી, ડેનિશ ડીડોરો નામના લેખક છે, એમના પાસે એક ભાઈ આવ્યાં જેમને એક બુક લખેલી,એમને ડેનિશ ડીડોરો ને કહ્યું કે મને લેખક બનવું છે,માટે મે આ બુક લખી છે,શું તમે અને વાંચશો, એમાં કંઈ ભૂલ હોય તો મને સુધારી આપજો.ડેનિશ ડીડોરો અે બુક વાંચી, પછી એ ભાઈ ને કીધું તે આ બુકમાં મારી નિંદા ને ટીકા કરી છે.પછી ડેનિશ ડીડોરો પૂછ્યું તારો આવું કરવાનો શું હેતુ છે?તો પેલો માણસ કે છે, દુનિયામાં નકારત્મક વિચારો વધારે જલદી ફેલાય છે.અને એમાં પણ એક ફેમસ માણસની નિંદા કરવાથી હું બહુ જલદી ફેમસ લેખક બની જઈશ.પછી
ડેનિશ ડીડોરો પૂછ્યું બુક પબ્લિશિંગ ક્યાં કરાવીશ,તો કે મારું કોઈ ઓળખીતું નથી,હવે તમે કલ્પના પણ નઈ કરી શકો એવી ઉદારતા ડેનિશ ડીડોરો અે બતાવી. એને પોતાના પબ્લિશેર પાસે મોકલ્યો અને કીધું મારું નામ લે જે તારું કામ થઈ જશે. ડેનિશ ડીડોરો વિચાર્યું કોઈ જો મારા નામ થી આગળ વધે છે,તો એમાં શું ખરાબ છે. ડેનિશ ડીડોરો નીતિ સાફ હતી.પછી બુક માર્કેટમાં આવી, પેલા ભાઈએ જે વિચાર્યું હતું એનાથી સાવ ઊલટું થયું, કારણકે લોકો ની પાસે પણ દિમાગ છે, આ ભાઈનું કરિયર શરુ થતાં પેલાજ ધી એન્ડ આવી ગયો.!! "જે બીજા માટે સારું વિચારે એના માટે ભગવાન બેસ્યો છે, જે ક્યારે એનું ખરાબ ના થવાદે.!!

આપણા ગુજરાતી માં કહેવત છે " ખાડો ખોદે,તે પડે". તો પણ લોકો બીજાનું બૂરું કરતા પહેલાં ક્યાં વિચારે છે. ટુંકમાં મારે એટલું જ કેવું છે. "જેની નીતિ સાચી હોય,એના જોડે ક્યારે પણ કંઈ ગલત થાઇજ ના શકે."

બોધ: ભાઈને શોર્ટ કટમાં આગળ થવું તું, તમે જોયું કે પરિણામ શું આવ્યું.મહેનત અને પરિશ્રમ વગર સિદ્ધિ નથી.

માનસિકતા.....!!

માનસિકતા એટલે શું?

આપણે બધા કહેતાં રહીએ કે આ માણસ આવો છે.માનસિકતા એટલે કે એકજ વિચારસરણી ને અનુસરવું,સાચું ખોટું કંઈ નઈ જોવું, જે આપણે માની લીધું બસ અે એક દિશામાં આગળ વધવું.
માનસિકતા એક રીતે આપણી આસપાસ આભાસી દુનિયાં બનાવે છે. ઘણાં ખરાં લોકો આ આભાસી દુનિયામાં જીવતા હોય છે, અગર કોઈ એમને આ આભાસી દુનીયનો અરીસા ને તોડવાની કોશિશ કરે તો અે માણસ એમના માટે ઝેર જેવો બની જાય છે.

અમુક લોકો જ આ આભાસી દુનિયાથી બહાર આવી શકે છે.બાકીના પોતાની આભાસી દુનિયા એટલે કે એમની ખોટી "માનસિકતા" માં જીવે છે.

વખાણ....

વખાણ કોને ના ગમે, બધાને ગમે છે, પણ તમારે એ સમજવું જોઈએ એ વખાણ સાચા છે કે પછી સામે વાળો બટર લગાડે છે."ગણા લોકો વખાણ ના આધીન થઈ ગયા હોય છે".એમને પણ કોઈ એ સાચી વાત કીધી ત્યાંજ સંબંધ ખતમ.આવા માણસો નો ફાયદો લોકો ઉઠાવી પણ જાય પણ આવા લોકોને સમજાય પણ નઈ. જ્યાં સુધી તમે કામના છો ત્યાં સુધી જ વખાણ શરૂ રેશે,કામ ખતમ એટલે પાછા લોકો આવી જશે એમની વાડી પર..!!

લેટ ગો કરતાં શીખવું જોઈએ...

દરરોજ સવારે ઊઠીને એક વાત યાદ રાખવી કે ભાઈ "રિટર્ન ટિકિટ તો કન્ફોમૅ છે, એટલે મન ભરીને જીવો,મનમાં ભરીને નઈ."

આપણને કેટલી નાની નાની વાતમાં ખોટું લાગી જતું હોય છે. કોઈ અગર ઓળખિતું માણસ આપણી નજર સામેથી જાય, બની શકે એને આપણને નથી જોયા, પણ આપણે શું માની લઈશું તરતજ એને આપણને ઇજ્ઞોર કર્યું.....
આપણી જિંદગી ભૂમિતિ નો પ્રમેય તો છે નઈ, તો યાર શું કામ માની લેવાનું, ને સામેવાળા ના મનમાં પણ ના હોય એવું.

આપણા સંબધો આવી નાની નાની બાબતોથી જ બગડતાં હોય છે.બધી વસ્તુ આપણને બહુજ સારી રીતે સમજતી હોય છે,"ખોટું શું છે અને સાચું શું છે આપણે જાણતા હોવા છતાં આપણે એનાથી ઊલટું વર્તન કરી બેસીએ છીએ." એનું કારણ છે, આપણું મન, આપણા દિમાગ પર મન હાવી થઈ જાય છે.આપણે સમજીને સવાલ જવાબ કરવાને બદલે,વરસી પડીએ છીએ.
પછી તમે આશા રાખો સામેવાળા પાસે અે તમારા જોડે તમારા જેવું વર્તન ન કરવું જોઈએ." આપણે જેવું વર્તન બીજા પાસે આશા કરીએ,એવું વર્તન પેલા આપણે બીજા જોડે કરતાં શીખવું જોઈએ..

સભ્યતા :

સભ્યતાં શું છે?

સભ્યતાં એટલે આપણે બીજા જોડે હંમેશાં માનભેર વ્યવહાર કરીએ. શિષ્ટાચાર થી વર્તન કરીએ.માણસ કેટલો સારો દેખાય છે, એના કરતાં કેટલી સભ્યતા એનામાં છે, અે એના વાત અને વર્તન પરથી આપણે કહી શકીએ.

વ્યવહાર :

તમારો વ્યવહાર કેવો હશે ! તો ચાલશે.!!

આપણે આપણો વ્યવહાર કેવો રાખવો જોઈએ, બીજા પ્રતે જે સામે વાળો આપણા જોડે રાખે એવો. એમ આપણે કહીએ છીએ.આપણી આસપાસ એવા ગણા અણગમાં લોકો હોય છે,જેના જોડે આપણે રોજ ટેકલ કરવું પડતું હોય છે. અણગમાં લોકો જોડે આપણે કેવું વર્તન કરશું જેવું આપણને ગમે એવું. બધા એમજ કરે છે. પણ જરૂરી નથી આપણે પણ એવુજ કરવું, આપણે
એ લોકો જોડે પણ સારો જ વ્યવહાર કરવાનો, કોઈના માટે આપણે આપણી સભ્યતા ને ક્યારેપણ નઈ છોડવાની. આનાથી થી શું થશે આપણામાં સ્થીરતાં આવશે. માણસ નું હર સમયે પરશુરામ થવું જરૂરી છે નઈ. વાણી અને વ્યવહાર બતાવે છે કે તમે કેટલા સભ્ય માણસ છો. માણસ એના વિચારો થી ઊંચો છે.માટે આપણે આપણાં વિચારો ને માન આપવાનું જોઈએ.

માણસનો માણસાઈ હોવાનો પરિચય ક્યારે થાય છે?

આપણે નાનાં બાળક ને જોયાં હોય છે ને, અે કેવાં રડે છે જ્યારે એમણે કંઈ જોયતું હોય છે!! અને જ્યારે બાળક ને હાથમાં એક રમકડું આપડે પકડાવી દઈએ તો એ ૧ જ સેકડ માં રાજી થઈ જશે.માણસ ને પણ બાળક પાસેથી શીખવું જોઈએ " જે નથી એનું ગમ ના કરીશ,જે છે એમાં ખુશ રહેવાનું સિખીજા." માણસ ની જીંદગી માં કેવું છે મહવકાંક્ષાઓ બહું જ મોટી છે.અે પૂરી કરવી હોય તો ગલત રસ્તા અપનાવે, અને પછી પછતાય.માણસે એક વસ્તું હંમેશાં યાદ રાખવી જોઈએ કે "કોઈનો મહેલ ને જોઈને,આપણે આપણી જુંપડી ન બા દેવાય."

ક્રેડિટ આપતા શીખવું જોઈએ.

કેવા છે ને, જ્યારે આપણને કોઈ વસ્તું માં સફળતા મળે એટલે આપણે વાગોળતા જઈએ, મે કેટલી મહેનત કરી, કોઈ કે ભાઈ સારી કાર છે?, કેટલાં માં લીધી, એટલે ઘણાં માણસ કે મહેનત ની કમાણી ની છે,મારા પરિશ્રમ નું ફળ છે.

હવે એક વસ્તુ આપણે પણ હંમેશાં જોઈ હશે કે, " ગણી વાર એવું બને કે તમે સાવ નાનો ધંધો નાખ્યો અને અે ખૂબ ચાલે છે," અને "ગણી વાર એવું બને કે આપણે ખુબજ મહેનત કર્યા હોવા છતાં પણ ખૂબ પૈસા ખર્ચ કર્યા પછી પણ ધંધો ના ચાલે."

આનું કારણ છે નસીબ, જે ને આપણે હંમેશાં દોષ આપીએ છીએ. કંઈ ખરાબ થાય તો નસીબ ખરાબ હતાં, અને જો કઈ સારું થાય તો મારી મહેનત ક્રેડિટ બધું ખુદનું.!!

ગીતા માં શ્રીકૃષ્ણ ભગવાને કીધું છે " કર્મંયેય વાધી કરશે,માં ફળે તું કડચનમ:"

જો માણસ પૂરી નૈતિકતા અને પ્રામાણિકતા થી કામ કરશે, તો ફળ અવશ્ય ધાર્યા કરતાં વધારે મળશે.!!!

આ ધરતી પર કર્મો ના ચક્ર છે, જે આપણે આપણા સારા કર્મો થી કરવાના છે.

જવાબદારી -

હર એક માણસે પોતાની જવાબદારી ને બોજ નઈ પણ પોતાનું કર્તવ્ય સમજીને નિભાવી જોઈએ.માણસ જવાબદારી જો મનથી ના નિભાવે તો જિંદગી જીવની મજા આવે.

ગણા લોકો ને પોતાનો ભૂતકાળ ને વાગોળવાની આદત હોય છે. ભૂતકાળ માં જીવતાં હોય છે. એમને એમાંથી બહાર નથી આવવું હોતું!!ભૂતકાળ અપડને ક્યારે નઈ છોડે, પણ આપણે આપણા વર્તમાન ને સારો બનાવીએ તો આપણો ભવિષ્યકાળ સારો જ બની જશે.

........ ......!!!!