Prem Angaar - 26 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ-26

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ-26

વિશ્વાશ અંગિરા….. .આમ વાતો કરતાં કરતાં દરિયા નજીક આવી ગયા. બીચ પર ઘણાં લોકો હતા. ખાલી ભીડમાં છોકરાઓની દોડાદોડ ક્યાંક ક્યાંક કપલ્સ બેઠેલા હતાં. ફેરીઓઓ બધું વેચી રહ્યા હતા. જાબાલીએ એક જગ્યા બતાવી ત્યાં બેસીએ કહ્યું “બધા ત્યાં રેત ઉપર જ બેસી ગયા અને વાતો કરવા લાગ્યા.”

ઇશ્વાનો ચોક્કસ લાગ્યું જ કે આજે અંગીરા ડીસ્ટર્બ છે કેમ ? એ સમજાઈ નથી રહ્યું. જાબાલીએ તો ઇશ્વાનાં ખોળામા માથુ મૂકીને લંબાવ્યું અને આંખો બંધ કરી ઇશ્વા એનાં માથે હાથ ફેરવવા લાગી અંગીરાએ એકદમ જ વિશ્વાસનો હાથ પકડ્યો કહે ચલો આપણે અંદર પાણીમાં જઇએ. બુટ મોજા કાઢો અને એણે ચંપલ કાઢ્યા. વિશ્વાસે બુટમોજા કાઢ્યા અને અંગીરા સાથે જવા ખેંચાયો એને ગમ્યું નહીં પણ છતાં ગયો અંગીરાનાં હાવભાવ બદલાઈ ગયા એણે વિશ્વાસનો હાથ પકડી દરિયા તરફ ચાલવા માંડી. એ બોલી વિશ્વાસ તમે કેટલા નસીબવાળા છો તમને તમારી ગમતી પ્રિયતમા મળી ગઇ તમે એટલો પ્રેમ કરો છો હું જોઈ શકું છું દીદીને પણ પોતાનો ગમતો પ્રેમી પતિ મળી ગયો અને એ આડુ જોઈ ગઇ. વિશ્વાસ અંગિરાને જોઈ રહ્યો. અંગીરા હાથ છોડાવી દરિયામાં જ આગળ વધતી રહી.. વિશ્વાસ કહે એય અંગિરા બસ વધુ આગળ ના જા આગળ પાણીમાં ઊંડાઈ વધતી જાય છે.

વિશ્વાસ અંગીરાની પાછળ દરિયામાં દોડ્યો... અને અંગિરાને પકડવા ગયો ત્યાં તો દરિયાનું મોટું મોજું આવ્યું અને વિશ્વાસ અંગિરાને પકડી અને બન્ને પટકાયા... મોજું ઝડપથી પાણીનો પ્રવાહ પાછો દરિયા તરફ ગયો બન્ને અંદર તરફ તણાયા.. વિશ્વાસે ખૂબ મજબૂત પકડથી અંગીરાને બન્ને હાથે છાતી સરસી ચાંપીને પકડી રાખી... પ્રવાહ ઓછો થતાં એ ઊભો થયો અને અંગિરાને સ્વસ્થ કરી કિનારા તરફ લાવ્યો. બન્નેનાં બધા જ કપડાં પલળી ગયા હતા બીજા જોનારા તાળીઓ પાડી વિશ્વાસને વધાવી રહ્યા. ગ્રેટ જોબ મેન... બચાવી લીધી તમે.. એક જણ બોલ્યું. જુઓ કેવો પ્રેમી છે જીવની પરવા કર્યા વિના પોતાની પત્નીને બચાવી લીધી. વિશ્વાસે જોયા કર્યું અને મોં સિવાઇ ગયું એ અંગિરાને લઈ જાબાલી લોકો હતા ત્યાં ગયો.

ઇશ્વાએ દૂરથી એ લોકોને જોયા અને જાબાલી દોડી આવી શું થયું ? વિશ્વાસ કહે કંઇ નહીં અમે પાણીમાં હતા અચાનક મોટું મોજું આવી ગયું પલળી જવાયું ઓકે જ છે અંગિરાએ વિશ્વાસને થેક્યું કહ્યું. વિશ્વાસ કહે હવે પહેલાં ઘરે જઈએ સાવ પલળી ગયા છીએ જાબાલી કહે ચલો પહેલાં ઘરે જ જઈએ. અંગીરા તું પણ ઘરે આવીજા આમ પણ કાકા લોકો ઘરે જ હશે.

ઘરે આવીને વિશ્વાસ પોતાનાં રૂમમાં આવ્યો એને સમજાઈ જ નહોતું રહ્યું આ બધુ શું થઈ રહ્યું છે. પાણીનું મોજું આવ્યું અને બચાવવા હાથ ફેલાવ્યા અને અંગિરા જાતે જ દોડી આવી અને વળગી પડી. પછી બન્ને સંતુલન ના રહેતાં એવા વળગેલા જ પાણીમાં પછડાયા... વિશ્વાસને થયું અંગિરા... કંઇક ગરબડ છે.... અંદરથી એને આસ્થા યાદ આવી ગઈ આવો મીઠો સ્પર્શ આસ્થાનો હોત તો કેટલો આનંદ થાત. એ વિચારો ખંખેરી સ્વસ્થ થયો અને કપડા બદલી પલંગમાં આડો પડ્યો. એણે ફોન લીધો. સારું થયું ફોનને કંઇ થયું નહોતું એણે જોયું આસ્થાનો મેસેજ છે. એય વિશુ ખૂબ મીસ થાવ છો તમારા વિના બિલકુલ ગમી જ નથી રહ્યું ખૂબ સુંદર કવિતા એક એક શબ્દ સ્પર્શી ગયો છે હું લખું...

“પ્રેમ એક વિશ્વાસનાં છીપમાં પલતુ ઉછરતું દિવ્ય મોતી

પ્રેમ સાગરમાં તરબોળ સ્નાન કરી પવિત્ર સુંદર મોતી

સાચો પ્રેમ એકમેકની આસ્થામાં પરોવાયેલો પ્રગટ ઇશ્વર

પંચતત્વથી ઘડેલાં દેહમાં પ્રેમતત્વ રોપાય એજ સ્વર્ગ

શ્રૃષ્ટિ આખીમાં અમૂલ્ય તત્વ એક માત્ર નિર્મળ પ્રેમ.

પ્રેમરંગ રંગાઈ મીરાં એ છોડ્યાં જીવનનાં સર્વ સુખ રહેલ.

રાધાકૃષ્ણનાં અપાર પ્રેમ પ્રેમને કર્યો જગમાં ચીર અમર

પ્રેમલક્ષણાં ભક્તિમાં સમાયો પ્રેમ એ જ સાક્ષાત ઇશ્વર

નિશ્વાર્થ મન હદયે કરેલો આભની ઊંચાઈ આંબે છે પ્રેમ

જ્યાં જ્યાં જોઊં સર્વત્ર સૃષ્ટિમાં બસ એહસાસ છે પ્રેમ

પ્રેમ રંગ એવો લાગ્યો કોઈ સ્થિતિ સંજોગમાં ના છોડે દીલ”

વિશુ તમને ખૂબ પ્રેમ કરું છું. આપણાં નામ પ્રમાણે મને ખૂબ જ છે આસ્થા વિશ્વાસ. લવ યું બેબી. તમારી અને મારી એક્ષામ હવે નજીક છે હું ગ્રેજ્યુએટ તમે માસ્ટર્સ પુરુ કરશો. હતું એ પછી દાદુની રજા લઇને માં સાથે ચોક્કસ મુંબઈ આવીશ. મીસ યું મારા મહાદેવ.

વિશ્વાસે આસ્થાની કવિતા ખૂબ ચાવી ચાવી એક એક શબ્દ વાંચ્યો અને હદયમાંથી પ્રેમ ઉભરાયો આંખોમાં ઝળઝળીયા આવી ગયા. આજનાં દિવસે જ આવા શબ્દોમાં કવિતા આસ્થાએ મોકલી અને વિચારમાં ગરકાવ થયો... પલંગમાં છત તરફ જોઈ પડ્યો રહ્યો...

એટલામાં જાબાલીએ દરવાજો ખખડાવ્યો. વિશ્વાસે કહ્યું ખુલ્લો છે ભાઈ આવી જાવ તમે જ છો આઈ નો. જાબાલી કહે અરે ભાઈ બહાર આવ બહાર બાલ્કનીમાં બેસીએ ચાલ મસ્ત વાતાવરણ છે. હાં ભાઈ આવું તમે બેસો. જસ્ટ આવ્યો. હાં આવ જલ્દી કહીને જાબાલી બહાર ગયો.

વિશ્વાસ બહાર ગયો. બાલ્કનીમાં બધો માહોલ તૈયાર જ હતો. હજુએ આજે બનેલી ઘટનાઓ અને એ પછી આસ્થાનો મેસેજ કવિતા વિચાર વમળમાં પરોવાયેલા રહ્યો હતો. એણે જોયું બાલ્કનીમાં ઇશ્વા અંગિરા વાતો કરતાં બેઠાં છે. જાબાલીએ બોટલ ખોલી છે. વિશ્વાસે કહ્યું ભાઈ અત્યારે ? હમણાં તો આપણે હોટલમાં જઈને આવ્યા. મને થાક લાગ્યો છે વળી માથે એક્ઝામ છે. તમે બેસો હું સૂઇ જઉં. જાબાલી કહે અરે વિશુ એમના ચાલે કાલે રવિવાર છે રજા જ છે વળી સોમવારે મહાશિવરાત્રીની રજા છે.

અંગિરાએ જોયું વિશ્વાસને અત્યારે અહીં બેસવામાં રસ નથી એ બોલી અરે તમે આમ કરો થોડું ચાલે ? આજે તો ખુશીઓનો સંગમ થયો છે તમારા ગાંધર્વવિવાહ અને મનગમતી કારની ગીફ્ટ. આમ ના ચાલે આવો બેસો. કેમ અમે તમને બોર કરીશું ? કે પછી આસ્થાએ ના પાડી છે કહીને આંખો નમાવી. ઇશ્વા કહે “એય આવું ના બોલ આસ્થા કંઇ એવી નથી વિશુભાઈને ખૂબ પ્રેમ કરે છે.” જાબાલી કહે “આવને ભાઈ આજે તારા માટે ડ્રીંકનો છેલ્લો દિવસ બસ ? પછી ભણવામાં ડીસ્ટર્બ નહીં કરું. વિશ્વાસ બધા સાથે ચેર ખેંચીને બેસી ગયો.”

જાબાલી અને વિશ્વાસ વાતો કરતાં કરતાં ડ્રીંક લઇ રહ્યા હતા. ઇશ્વા અંગીરા એમની વાતો કરી રહી હતી. અંગીરા વારે વારે વિશ્વાસની સામે જોઈ લેતી હતી. અચાનક અંગિરા વિશ્વાસની બાજુમાં ગોઠવાઈ ગઇ પૂછ્યું તમને હાથ જોતાં સરસ આવડે છે એવું મને જીજુએ કહ્યું હતું અને જાબાલી હસવા લાગ્યો “આ ખૂબ શાર્પ છે બધુંજ જાણી જાય છે” વિશ્વાસ કહે એ મારી હોબી હતી પણ અત્યારે એવો કોઈ મૂડ નથી અને ખાસ આવડતું નથી. અંગિરાએ એનો હાથ વિશ્વાસનાં ખોળામાં જ મૂકી દીધો કહે ના જોઈ આપો. વિશ્વાસ કહે બોલો શું પૂછવું છે ? જે સમજાશે એ કહીશ. એમ કહી અંગિરાનો હાથ હાથમાં લીધો. અંગિરાએ વિશ્વાસનાં હાથમાં હાથ મૂકી દીધો. વિશ્વાસની આંખમાં જોઇ કહે... મારા જીવનમાં મને પ્રેમ કરે એવી વ્યક્તિ ક્યારે આવશે ? જેને હું ખુબ ચાહવા લાગી છું એવી એને ક્યારે ખબર પડશે ? હું જેને પ્રેમ કરું છું એ કોઈ બીજાને ચાહતો હોય એવા સંજોગોમાં મારે શું કરવું જોઈએ ? વિશ્વાસ કહે આ કેવો પ્રશ્ન છે ? તું જેને ચાહતી હોય એને પ્રપોઝ કરી દે એમાં જ્યોતિષની ક્યાં જરૂર છે ? અંગિરા કહે “પણ હું જેને ચાહું છું એ કોઇ બાજાને પસંદ કરે છે શું કરું ? ” વિશ્વાસ કહે “તો તું તારી જાતને સમજાવ એમાં કોઈ અર્થ નથી” અંગિરા કહે “પણ હું એમ ના કરી શકું હું એને જ ચાહું છું એને મેળવીને જ રહીશ મને સફળતા મળશે?વિશ્વાસ થોડો સમય સહમી ગયો કહે આ ખૂબ અટપટો પ્રશ્ન છે. મારે દશાઓ અને કુંડળીનો અભ્યાસ કરવો પડે અને અત્યારે મન પર નશાનો કબજો છે પછી કોઈ વાર... હા એક વાત કહું પ્રેમ સાચો અને પવિત્ર હોય તો એને જ્યોતિષનાં સહારાની જરૂર નથી.

જાબાલીએ અંગિરાને સીધું જ પૂછ્યું “અરે અંગી તું કોના પ્રેમમાં છે ? અમને કહ્યું પણ નહીં સસ્પેન્સ છે કે શું ? તારા જેવી વ્યક્તિ છૂપાવી જ ના શકે ? છે કોણ એ નસીબદાર ? ભાઈ એને તો લોટરી જ લાગી છે એ પેલો મારો મિત્ર સિધ્ધાંત તો નથી ને ? એ તારા ખૂબ વખાણ કરે છે ખીચડી રંધાઈ ગઇ હોય અને ઘરમાંજ ખબર ના હોય. અંગિરા એ તરત કહ્યું એ સારો મિત્ર છે પ્રેમી નહીં મારા માટે મારા મનનો માણીગર તો મારા સ્વપ્નનો રાજુકમાર કોઈ અનોખો જ છે. સમય આવ્યે હું મેળાપ કરાવીશ. પણ પરિસ્થિતિ અઘરી છે બધી જીજુ.... એટલે તો તમારા ભાઈ પાસે ભવિષ્ય બતાવું છું કહી વિશ્વાસનો હાથ દાબ્યો.

જાબાલી અને વિશ્વાસ બન્ને પર નશાએ કબ્જો જમાવ્યો હતો. જાબાલી સોફાના ટેકે આડો પડી ઇશ્વાનાં ખોળામાં માથુ મૂકી એને વ્હાલ કરતો હતો ઇશ્વા અને જાબાલી એકબીજામાં પરોવાયા. વિશ્વાસે કહ્યું તમે બેસો હું સૂવા જઊં મને ઊંઘ ચઢી છે. એમ કહી ઉઠ્યો. એનાથી ચલાયું નહીં ખુરશીનો પાયો અથડાયો એણે લથડીયું ખાધું અંગિરાએ એકદમ જ ઉભી થઈ એને પકડ્યો ટેકો આપ્યો અને વિશ્વાસને એનાં રૂમમાં મૂકવા ગઇ.

રૂમમાં પહોંચી વિશ્વાસ એના બેડ પર રીતસર પડતું જ નાંખ્યું. અંગિરાએ વ્યવસ્થિત સૂવરાવ્યો. અને વિશ્વાસની આંખો ખૂલી એ બોલ્યો. તું જા હવે હું સૂઇ જઇશ. અંગિરાએ કહ્યું હા હું જઉં છું પણ તારી જીંદગીમાંથી નહીં જઉં ભલે તમે વિવાહ કરી લીધા પણ હું તમને ખૂબ ચાહવા લાગી છું વિશ્વાસ નશામાં સાંભળી રહ્યો એનાથી એટલું જ બોલાયું” હું આસ્થાને ખૂબ ચાહું છું હું આસ્થાનો જ છું તું જા... અંગિરા ઉભી થઈ ગઈ અપમાન સહન ના થયું એને થયું મને તરછોડે છે ? હું પણ હારી નહીં જઉં જોઊં છું કેટલો સમય લે છે મને સ્વીકારવામાં ? અને એ રૂમનો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગઇ.

પ્રકરણ 26 સમાપ્ત…

વિશ્વાશ પ્રેમમાં ખરો ઉતરશે કે પછી…… વાંચો પ્રકરણ 27