nafrat se bani ek kahani pyar ki - 12 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | નફરત સે બની એક કહાની પ્યાર કી - 12

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

નફરત સે બની એક કહાની પ્યાર કી - 12

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી ને ઘરે મુકવા જાય છે અને રસ્તા માં બને એક બીજા ને sorry કહે છે....હવે આગળ....



પાંખી ઘરે પહોંચતા જ જમી ને પોતાના રૂમ માં જઈને સમર ના વિચાર માં ખોવાય જાય છે.... તે વિચારે છે કે "સમર એવો પણ ખરાબ નથી જેવો પોતે વિચારતી હતી...કદાચ દર વખતે સમર ની જ ભૂલ નહોતી... પોતાની પણ એટલી જ ભૂલ હતી..."



એવું વિચારતી જ હોય છે ત્યાં જ તેના પપ્પા પાંખી પાસે આવીને બેસે છે...અને પાંખી ના માથા પર હાથ ફેરવતા પૂછે છે કે...

"પાંખી શું વિચારમાં ખોવાયેલી છે...??"



ત્યાં જ પાંખી નું ધ્યાન તેના પપ્પા પર જાય છે... તે કહે છે કે...

"કંઈ જ નહીં પપ્પા બસ એમ જ...અમારા કંપની ના બોસ વિશે.. પપ્પા આજ સુધી હું એને હમેંશા ખરાબ જ માનતી હતી...પણ આજે એને મારી પાસે એની ભૂલ ની માફી માંગી..અને મને લાગ્યું કે એને માત્ર કહેવા ખાતર નહીં પણ દિલ થી માફી માંગી છે...જો પપ્પા એ ખરાબ હોત તો માફી ન માંગે પણ એને માફી માંગી ને એવું સાબિત કર્યું છે કે એના દિલ માં પણ લાગણી છે...તો પછી એ કેમ બધા પર હમેંશા ગુસ્સે થાય અને એક દમ સખત વર્તન કરે છે,એ નથી સમજાતું...."



ત્યાં જ નવીન ભાઈ પાંખી ને સમજાવતા કહે છે કે....

"જો પાંખી ક્યારેક જેવું દેખાતું હોય એવું હોતું નથી....અને જેવું હોય છે તે દેખાતું નથી...કદાચ એવું બને કે તે હજી સુધી માત્ર સમર નો ગુસ્સો અને નફરત જ જોઇ હોય એની જે સારી સાઈડ છે તે જોઇ જ ન હોય..."

"જો પાંખી એક વાત હમેંશા યાદ રાખજે ક્યારેય કોઈ ને જાણ્યા વિના જજ નહી કરવા ના...કદાચ ક્યારેક એવું બને કે આપણે જેના વિશે ખરાબ માનતા હોય એની જિંદગી ના અમુક બનાવો કે ઘટના ને લીધે કે પછી ભૂતકાળ ને કારણે કોઈ માણસ એવો બની ગયો હોય... તો આ વાત હમેંશા યાદ રાખજે...અને હવે સમર વિશે કાઈ ખોટું વિચાર્યા વગર સુઈ જા.... સવારે ઉઠતી પણ નથી...રોજ તારા કારણે તારા દાદી ને મારા માતાશ્રી મારા પર ગુસ્સે થાય છે...ચાલ ગુડ નાઈટ...."

"હા પપ્પા તમેં પણ સુઈ જાઓ...ગુડ નાઈટ..."



બીજી બાજુ સમર ની પણ કંઈક અજીબ જ હાલત હતી...તે પણ આજે જાણે મન પર થી કોઈ બોજ ઉતરી ગયો હોય એવું મહેસુસ કરતો હતો...તે આજે ઘણા સમય પછી થોડો ખુશ હતો...અને એનું કારણ માત્ર પાંખી જ હતી...સમર પણ પાંખી વિશે થોડી વાર વિચારે છે...અને એના વિચારો માં જ સુઈ જાય છે...



બીજા દિવસે પાંખી પહેલા ની જેમ જ ખુશ હોય છે...આજે તે બધા સાથે વાતો કરવા લાગે છે...અને થોડી મજાક મસ્તી પણ કરતી હોય છે....સમર આવી ને જોવે છે કે આજે ઓફિસ નું વાતાવરણ થોડું સારું છે તો તે પણ થોડો ખુશ થાય છે....



બધા પોત પોતાના કામ માં લાગ્યા હોય છે...ત્યાં જ સમર ને એક કોલ આવે છે...અને એ વાત કરી ને ખૂબ જ ગુસ્સે થાય છે... અને ઓફિસ માં થી એક કર્મચારી રાજેશ ને પોતાની કેબીન માં બોલાવે છે...અને એના પર ખૂબ જ ગુસ્સે થઈ ને એને ખૂબ જ બોલવા લાગે છે....એ એટલો ગુસ્સે હોય છે કે એનો અવાજ બહાર સુધી સંભળાય છે...અને સમર રાજેશ ને ઓફિસ ની બહાર કાઢી મૂકે છે....



બધા તો સમર ને આમ જોઈ થોડી વાર ચોંકી જ જાય છે....અને ખાસ કરી ને પાંખી..તે તો સમજી જ નથી શકતી કે આ શું થઈ રહ્યું છે...તે તો બધું ચુપચાપ જોવે છે....


ત્યાં જ પાર્થ આવે છે અને એ પણ થોડો ગુસ્સા માં અને ટેન્શનમાં હોય છે...તે આવી ને સીધો જ સમર પાસે જાય છે...અને કહે છે કે....

"યાર સમર તને ન્યૂઝ મળ્યા કે રાજેશ એ...."



એ વાત પૂરી કરે ત્યાં જ સમર થોડી ચિંતા માં બોલ્યો....

"હા મને મળ્યા ન્યૂઝ કે રાજેશ એ આપણી કંપની ની બધી જ private information આપણી હરીફ કંપની ને આપી દીધી છે....અને આ કારણે આપણી કંપની ને ખૂબ જ નુકશાન થવાની શકયતા છે.....મેં અત્યારે જ રાજેશ ને ઓફિસ માં થી કાઢી મુક્યો છે...."


ત્યાં જ પાર્થ બોલ્યો "આ સારું કર્યું સમર પણ એને આવું કેમ કર્યું... એ જાણવા મળ્યું??"

"ના નથી ખબર પણ જાણવું તો પડશે જ અને એ પણ જાણવું પડશે કે એને શું શું information લીક કરી છે...."સમર વિચારતા વિચારતા બોલ્યો....

"તું ચિંતા ના કર સમર હું હમણાં જ પપ્પા સાથે વાત કરું છું...અને એ બધા વિશે જાણી લવ છું... ચાલ હું જાવ તું ધ્યાન રાખજે.... "એમ કહી ને પાર્થ બહાર જાય છે....



ત્યાં જ બહાર પાંખી ઉભી હોય છે અને એ પાર્થ ને પૂછે છે કે," શું થયું".....પાર્થ એને પછી કહેશે એવું કહી ને ચાલ્યો જાય છે...



આમ જ દિવસ પૂરો થઈ જાય છે...અને બીજા દિવસે પણ એવો જ ગરમ માહોલ રહે છે...બધા પોતાના કામ માં જ વ્યસ્ત હોય છે...બપોર નો લંચ નો સમય થાય છે...બધા લંચ માટે જાય છે...પણ પાંખી ને સમર ની થોડી ચિંતા થાય છે કે એને લંચ કર્યુ હશે કે નહીં...આજ પાર્થ પણ ઓફિસ માં હોતો નથી....પાંખી સમર વિશે થોડું વિચારી એને લંચ માટે પૂછવા જાય છે...સમર થોડો કામ માં વ્યસ્ત હોય છે...અને હજી ગુસ્સા માં પણ હોય છે...પાંખી એની કેબીન માં જાય છે...અને કહે છે કે...

"સમર સર મારે પૂછવું તું કે...."



પાંખી હજી કાઈ બોલવા જાય એ પહેલા જ સમર એનું કાઈ સાંભળ્યા વિના બોલવા લાગે છે કે...

"મિસ પાંખી મારે અત્યારે કોઈ જ વાત નથી કરવી તમે જઈ શકો છો...મારી પાસે ઘણું કામ છે કરવા માટે...તો તમે please અત્યારે અહીં થી ચાલ્યા જાવ...."



પાંખી ને સમર ના આવા વર્તન થી થોડું દુઃખ થાય છે એ કાંઈ જ બોલતી નથી...અને ચાલવા લાગે છે...અને જતા જતા ખબર નહીં કેમ એ સમર ને કહેતી જાય છે કે....

"સમર સર લંચ કરી લેજો...લંચ નો સમય થઈ ગયો છે...લંચ ન કરવા થી પ્રોબ્લેમ દૂર નહીં થઈ જાય...." આટલું કહીને એ બહાર ચાલી જાય છે....



સમર ને ફરી એક વખત અફસોસ થાય છે....


વધુ આવતા અંકે.....


હજી તો સમર અને પાંખી વચ્ચે ની નફરત દૂર જ થઈ હતી ત્યાં નવી મુસીબત.....


શું થશે આગળ બંને ની ઝીંદગી માં.....?


જાણવા માટે વાંચતા રહો " નફરત સે બની એક કહાની પ્યાર કી...."દર મંગળવારે....