Dikri Parijaat nu phool in Gujarati Letter by Dipan bhatt books and stories PDF | દીકરી પારિજાત નું ફૂલ

Featured Books
Categories
Share

દીકરી પારિજાત નું ફૂલ

સમર્પણ


આ રચના હું એ દીકરીઓ ને સમર્પણ કરું છું જેમણે પરિવારનું જ નહિ પણ દેશ નું નામ પણ ઉજ્વળ કરીયું છે.


આભાર


હું આભારી છું એ ડાયરી નો જેમણે પોતાના પાના માં ભાવનાઓને શબ્દો રૂપી જીવંત રાખી છે આવા અણકહીયા શબ્દો કહેવા માટે હું નિમિત્ત બનિયો છું જેનો મને અનંત આનંદ છે.


મારી વ્હાલી માં,


તમે હવે હોસ્પિટલ થી ઘરે આવી ગયા હશો. હું આશા રાખું છું તને થઇ રહેલી પીડા હવે પહેલા કરતા ઓછી થઇ ગઈ હશે. હું જાણું છું તને તું ખુબ સહનશીલ અને હિમ્મત વાળી છે. મારી ચિંતા ના કરતી હું પણ અહીંયા ભગવાન પાસે શાંતિ થી આવી ગઈ છું. ને અહીંયા બધા એ મને ફરી પાછી અપનાવી લીધી છે. હા,એવો થોડા ગુસ્સે ને દુઃખી છે પણ હું તારા માટે એમની સાથે પણ લડી વળી છું ને બધા ને કહી વળી છું મારી માં ને કઈ નઈ કહેશો. માફ કરજે તને મારી "માં" કહેવા માટે. કદાચ આ સબંધ હવે આપણી વચ્ચે નથી રહયો ને? પણ ભલે, ત્રણ મહિના માટે તો તું મારી માં રહી ને! તો "માં" કહેવાનો એટલો હક તો બને છે ને મારો?


યાદ છે તને?, જયારે તે પપ્પા ને પહેલી વાર કહયુ હતું? પપ્પા બિચારા ઓફિસે થી થાકી ને મોહ ચડાવી ને ઘરે આવ્યા હતા ને તારી વાત સાંભળતા કેવા ખુશી થી જુમી ઉઠયા હતા. કેવી તને બાથ માં ભરી લીધી હતી.તે દિવસે મને પપ્પા એ પહેલી વાર પોતાના હદય એ લાગવાનો અહેસાસ થયો હતો.આપણે બંનેવ સોનોગ્રાફી માટે કેટલા ઉત્સુક રહેતા હતા. તું ને પપ્પા કેટલું ધ્યાન થી જોતા મને. કેવી રીતે મારા મુખની રચના થઈ. પછી ધીમે ધીમે મારા હાથ અને પગ નો વિકાસ થઇ રહયો હતો. ને ડોક્ટરે તને મારો પહેલો ફોટો બતાવયો હતો જેને તું એડિટ કરાવીને તારી ને પપ્પા સાથે ફ્રેમ માં મઢાવવાની હતી. પહેલી વાર મારા હૃદય ધબકારા સાંભળી ને પપ્પા એ કેવી આખી હોસ્પિટલ માથે લીધી હતી. રોજ રાત ના પપ્પા તારા પેટ પર હાથ ફેરવે ને એના અહેસાસ થી હું તને પેટ માં લાતો મારતી. એક પણ દિવસ એવો ના ગયો હશે જયારે પપ્પા એ સુતા પહેલા મને વ્હાલ ના કર્યો હોય. પેલા નાની એ મોકલેલા કડવા લાડુ યાદ છે? જેને ખાતા તારો જીવ દોહવાતો હતો પણ તું રોજ ખુશી ખુશી ખાતી હતી. હું તો "શ્રીમંત" ના દિવસ ની આતુરતા થી રાહ જોઈ ને બેઠી હતી . જેમાં હું તને તારી આંખે તને સૌથી સુંદર તૈયાર થયેલી જોઈ શકતે. એટલી સુંદર કે અહીંયા ની દેવીયો ને પણ ઈર્ષા થાય. મારે તો તારા કાન મારફત પરિવાર ની દરેક સ્ત્રી જોડે આશીર્વાદ મેળવવા હતા . ને જયારે કાકા તને ગુલાલ વડે રંગતે હું ને તું મળી ને એમને રૂમાલ વળે ખુબ માર મારતે. ને પછી તું મને આપણા પરિવાર ની દરેક વ્યક્તિ જોડે ઓળખાણ કરાવતે ને હું એ દરેક વ્યક્તિ ની આંખ માં મારા આવવાની ખુશી ની ચમક જોઈ શકતે . આ બધું મારે તારી કોખ એ રહી ને જોવું હતું માં.


પરંતુ દીકરી હોવાનું જાણ થતા તે મને પોતાના થી અલગ કરવાનું કેવી રીતે વિચારી લીધું? તને તો માત્ર દીકરા ની જ ઝંખના હતી તારે સંતાનથી ખોળો ન હતો ભરવો તારે તો ભવિષ્ય નો કમાઉ દીકરા થી ઘર ભરવું હતું. તારે પારકી થાપણ ન હતી ઉછેરવી તારે તો મિલકત નો વારસ ઉછેરવો હતો. ને એટલેજ તો તને મારી કાલી કાલી ભાષા સાંભળવાની ઝંખના ના હતી. માં તારી બનાવેલી આ રંગીન દુનિયા માં મારે પતંગિયું બની ને જોવી હતી એના પ્રેમ રૂપી બાગ માં મારે પણ ગુલાબ પર મારુ એક ઘર બનાવવું હતું. માં આ તારું ફૂલ ડોક્ટર ના ચીપિયા ખાઈ ને આકંદ કરતુ તફડતું હતું. મને હતું કે હમણાં મારી માં મને હાથ માં લઇ મારી પીડા ને એના વ્હાલ થી દૂર કરી દઈશ. પરંતુ હું તો મારા જીવન ના અંતિમ શ્વાસ લેતા ટ્રે માં પડી રહી મારા શરીર પરના ઘા જોઈ ને પણ તને દયા ના આવી? એક વાર મને આઁખો ખોલી ને તારું સુંદર મુખ તો જોવા દેવું હતું. તારા પેટ ને મારી કબર બનાવતા તને શરમ ના આવી?


ચિંતા ના કરતી માં હવે ભાઈલો જયારે જન્મ લે ત્યારે તેને તેની દીદી ની યાદ ચોક્કસ આપજે. મારો અધૂરો રહી ગયેલો પ્રેમ તું એને જરૂર આપજે ને હા મારા ભાઈલા નું ધ્યાન રાખજે એના ઉછેર માં કોઈ પણ જાત ની કસર ના રહી જાય એ જોજે. હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે તને જલ્દી સાજી કરી દે ને તારા ખોળે હસતો રમતો કાન્હા જેવો દીકરો આપે.અને પપ્પા ને મારા પત્ર ની જાણ ના કરતી એ તારી પર બગડશે. માં હવે મને મોડું થાય છે મારે બીજી માતા ની કૂખ એ જન્મ લેવા જવાની ઉતાવળ છે...આવજે.

લિ


તારા હાથ માં ખીલવા ઇચ્છતું ફૂલ