Atma Abhas ke Mitra - 1 in Gujarati Moral Stories by Hardik Galiya books and stories PDF | આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 1

Featured Books
Categories
Share

આત્મા આભાસ કે મિત્ર - ભાગ - 1

વડોદરામાં સામન્ય પરિવારમાં ઉછરેલો એક બાળક રોનક ભણવામાં સામાન્ય હતો.થોડો તોફાની પણ હતો તેનાથી ઉલટું તેનો મોટો ભાઈ વિરલ ખૂબ મેહનતું અને ભણવામાં પણ હોશિયાર હંમેશા માતા પિતાના કહ્યા માં રેહત્તો.તેથી તેની સંભાળ વધારે રાખવામાં આવતી રોનક કરતા. માતા પિતા રોનક કોઈ દિવસ એની એટલી સંભાળ રાખતા નહિ જેટલી તેના મોટા ભાઈ ની રાખતા. આ વાત એના બીજા ધોરણ ના પરિણામ થી તેને ખબર પડી.રોનક આ કારણ થી ભણવા માં વધારે નબળો બન્યો. ભણવામાં પરિણામ ન આવવાથી તેને શાળામાં કોઈ બોલાવતું નહી. ધીમે ધીમે તે એકલો પડી ગયો.
રોનકનું પરિણામ દરેક પરિક્ષા પછી સુધરવને બદલે બગતું જ જતું હતું.શાળામાં શિક્ષકો નો માર, ઘરે માં એને ખીજાય અને પિતા નો માર આ ત્રણ વસ્તુ એ તેણે સુધરવાનો મોકો જ ન આપ્યો. માર ના લીધે એ એક રીઢો ગુનેગાર જેવો બની ગયો ન તો એની કોઈ ને પડી હતી કે ન તો એને ખુદને પોતાની પડી હતી. એનું પરિણામ આવ્યું એ બીજા ધોરણ ની પેહલી સત્રાંત પરીક્ષા માં નાપાસ થયો. શાળા માં માર પડ્યો ઘરે પણ માર પડ્યો. માર થી તેને કોઈ ફરક પડતો ન હતો પણ આ વખતે તેને કઈક લાગી આવ્યું. એના પિતા એને કહી દીધું કે હવે તે એ જ કરશે જે માતા પિતા કહેશે. રમત ગમત પર રોક લગાવવા માં આવી . દરરોજ વાંચવા બેસવાનું એના થી પરિણામ ફેર જરૂર પડ્યો પરંતુ તેનું બાળપણ છીનવાઈ ગયું એક બાળક ને મારી નાખવામાં આવ્યું.
રોનક રોજે સવરે શાળાએ જાય, બપોરે આવે એટલે જમી ને થોડી વાર આરામ કરી પછી ભણવા બેસવાનું જો કોઈ મહેમાન આવે તો તેની સાથે થોડી વાર બેસવાનો સમય મળતો. ઘરની બહાર નીકળવાનું નહી. શાળામાં પણ કોઈ બોલાવતું નહી.શાળામાં રિસેશના સમયમા એકલો એક બાજુ બેસી રેહતો ના કોઈ મિત્ર હતા કે ના કોઈ સમજવા વાળું હંમેશા સામનો કરવાનો હતો મશ્કરી, માર તથા અપમાનનો શાળા અને ઘર આ જ એની દુનિયા હતી.રોનકના ચેહરા પર નું નુર ધીમે ધીમે ઓછું થતું હતું તે નાતો શાળામાં કોઈ ને બોલાવતો કે ના તો ઘરમાં કોઈ ને બોલાવતો ચૂપ ચાપ પોતાનું કામ કરવાનું જમવાનું ને સુઈ જવાનું એના ચેહરા પર ખુશી રહી જ નહી.
એક દિવસ રોનક રોજે ની જેમ શાળામાં ક્લાસમાં આવ્યો
દરવાજા પર પોહચતા જ બાળકોએ મશ્કરી શરૂ કરી. કલાસ માં શિક્ષક આવે તે પણ તેની સાથે સારી રીતે વાત કરે નહી.તે ચુપચાપ છેલ્લી બેન્ચ પર જઈ બેસી ગયો. રિસેશ પડી બધા બાળકો રમત તથા નાસ્તા માં મશગુલ હતા રોનક એક બાજુ ખૂણા માં બેઠો બધા ને જોતો હતો મો પરથી માસૂમ દેખાતો ચેહરો કેટલું દુઃખ સહન કરતો એતો એ જ જાણતો હતો. તે નીચે માથું નાખીને બેસી ગયો ને કઈક વિચારવા લાગ્યો.
અચાનક તેના માથા પર કોઈ હાથ મૂક્યો તે ડરી ગયો ઉચું જોયું તો તેની જ ઉમરનો બાળક તેની સમ ઊભો હતો. રોનક ત્યાંથી દૂર જતો રહ્યો.પેલો બાળક પણ તેની પાછળ ગયો રોનક કઈ બોલે એ પેહલા જ પેલા બાળક પોતાનો પરિચય આપ્યો
"હું દર્શન, તારા જ કલાસ માં છું, મે જોયું તું જ્યાર થી કલાસ માં આવ્યો ત્યાર થી બધા તારી મજાક મશ્કરી કરે છે છતાં તું કઈ બોલતો નથી અને કોઈ સાથે રમવા પણ આવતો નથી, કઈ થયું છે ??"

રોનક કઈ બોલ્યા વગર આગળ ચાલ્યો ગયો અને ફરી નીચે જોઈ ને બેસી ગયો. દર્શન આખી રીસેશ તેને જોતો રહ્યો. તેને થયું કે ફરી તેની પાસે જઈને વાત કરે પરંતું તેને તે ઉચિત ન લાગ્યું. રીસશ પૂરી થઈ બધા વિદ્યાર્થીઓ કલાસમાં આવ્યા ભણવાનું શરૂ થયું, વધનું ધ્યાન ભણવામાં હતું પરંતુ એક માત્ર દર્શનનું ધ્યાન ભણવામાં નોહતું તેનું ધ્યાન હતું રોનક પર દર્શન તેને કુતુહલતા થી શું કરે છે એ જોઈ રહ્યો હતો. રજા પડી દર્શન ફરી રોનક પાસે જાય છે, રોનક ફરી વાત કરતો નથી અને જલદી થી નીકળી જાય છે. આવું વર્તન જોઈ દર્શન ને નવાઇ લાગી એટલે તેને થયું કે કાલે તો વાત કરવી જ છે,કે કેમ તે આવું વર્તન કરે છે.

બીજા દિવસે સવારે રોનક ક્લાસ માં આવે છે ફરી મશ્કરી મજાક નો દોર શરૂ થાય છે અને વખતે પણ દર્શન કઈ બોલતો નથી.દર્શન આ બધું જુએ છે અને રસેશ પડવાની રાહ જોવે છે.