એક યુવક હતો જેને નાનપણ થી સૈનિક બનવાની ખૂબ જ ઈચ્છા હતી. તે યુવક ખૂબ જ મહેનત કરતો હતો, તે દરરોજ સવારે વહેલા ઉઠીને તૈયારી શરુ કરી દેતો હતો. તેને ભણવાનુ બિલકુલ પસંદ જ ન હતુ. તે ધોરણ બાર સુધી ભણ્યો અને પછી ભણવાનુ છોડી દીધુ. પછી તે સૈનિક બનવા માટે ખૂબ જ વધારે મહેનત કરવા લાગ્યો. તેના પિતા ને તે બિલકુલ પસંદ ન હતુ કે તે સૈનિક બને, કારણ કે તેના પિતાનો તે એક જ દિકરો હતો. તેના પિતા એ તેને ખૂબ જ સમજાવ્યો પણ તે માન્યો નહી. પછી તેના પિતા ને થયુ કે તેની આટલી બધી ઈચ્છા છે તો ભલે તે સૈનિક બનતો. તે યુવાન પુરો દિવસ સૈનિક ની જ તૈયારી કરતો હતો. ભલે તેને ભણવાનુ પસંદ ન હતુ તો પણ તે વાંચતો હતો. તેનુ શરીર પણ સારુ હતુ, જે સૈનિક માટે બિલકુલ સારુ હતુ. સૈનિક માટે જ્યારે ભર્તી આવી ત્યારે તેમા તે પાસ થઈ ગયો. અંતે તેનુ સપનુ તેને પુરુ કર્યુ. પણ સૈનિક બન્યા પછી એક સૈનિક ને કેટલી મુશ્કેલી નો સામનો કરવો પડે તે આ યુવક ને ખબર ન હતી. પછી જ્યારે તે યુવક ટ્રેનિંગ માટે ગયો ત્યારે તેને આ વાત નો અહેસાસ થયો. તેને ત્યા સમયસર જમવાનુ ના મળે, ત્યા તેને પોતા ને પસંદ પડે તેવુ કરી ના શકે. તેને ત્યા ખૂબ જ મુશ્કેલી પડતી હતી. પણ તે આ બધુ અંદર જ રાખતો હતો. તે જ્યારે પણ તેના પિતા ને ફોન કરે ત્યારે તેના પિતા પુછે, કે બેટા તને ત્યા કોઈ તકલીફ તો નથી પડતી ને. ત્યારે આ યુવક કહેતો ના મને અહીયા કોઈ તકલીફ નથી. તે યુવક આ બધુ તેના પિતા ને કહે તો નહી. તે યુવક નો એક જ મંત્ર હતો કે "
હુ જ્યા સુધી જીવશ ત્યા સુધી પોતા ના દેશ ની સેવા કરશ" પછી જ્યારે તેની ટ્રેનિંગ પુરી થઈ અને તે ઘરે આવ્યો આખુ ગામ મળી ને તેનુ સ્વાગત કરવા આવ્યુ હતુ. આ જોઈ ને તે ખૂબ જ ખુશ થઈ ગયો. પછી જ્યારે તેની રજા પુરી થઈ ત્યારે પણ ગામ ના લોકો તેને રેલ્વે સ્ટેશન સુધી છોડવા આવ્યા. ત યુવક ખૂબ જ મહેનતી હતો. તે કોઈ પણ કાર્ય હોય તે ખૂબ જ શ્રેષ્ઠ કરતો હતો. આ યુવક મહેનતી હતો તેથી તેને બધા ખૂબ જ માન આપતા હતા. તે દરેક કાર્ય મા નિપૂણ હતો. જેમ કે દોડવામા, બંદુક ચલાવવા મા વગેરે... તે યુવક ને અેક દિવસ એવી જગ્યા એ મુકવા મા આવ્યો જ્યા ખૂબ વધારે પ્રમાણ મા આતંકવાદી હુંમલા થતા હતા. ત્યા પણ તે પોતાની બહાદુરી બતાવતો અને આતંકવાદીઓ સામે લડતો. એક દિવસ અચાનક આતંકવાદી હુંમલો થયો. પણ આમ છતા આ યુવક તેમની સામે લડ્યો. પણ તે આ બધા સામે લડી શક્યો નહી. અને તેને પોતાના દેશ માટે પોતાની જાન ગુમાવી ( શહીદ થઈ ગયો ). આ વ્યક્તિ એ ઘાયલ હોવા છતા ત્રણ આતંકવાદી ને મારી નાખ્યા. પછી આ યુવક ના શરીર ને તેના ઘરે લઈ જવા મા આવ્યુ. આ જોઈ ને તેના માતા પિતા ને ઝટકો લાગ્યો. આમ થયુ હવા છતા તે યુવક ના પિતા ને તેના દિકરા ઉપર ખૂબ જ ગર્વ મહેસુસ થયુ કે તેનો દિકરો સાચા માર્ગે ચાલ્યો અને તેના પિતાનુ નામ ઉંચુ કર્યુ.
આવા બહાદૂર વ્યક્તિઓ ની આપણા દેશ ને ખૂબ જ જરુર છે.