Dosti aetle dago - 1 in Gujarati Moral Stories by ગુલાબ ની કલમ books and stories PDF | દોસ્તી એટલે દગો - ભાગ - ૧

Featured Books
Categories
Share

દોસ્તી એટલે દગો - ભાગ - ૧

નામ જોઈ ને જ તમને અજુગતું લાગ્યું હશે.
પરંતુ મારી કહાની મા આવુજ કઈક બન્યું અને મારી લાઈફ મા હજુ આવું જ બને છે જેના કારણે મને હવે દોસ્તી ઉપર વિશ્વાસજ નથી રહ્યો.

ખરેખર કહેવા જઈએ દોસ્તી આ શબ્દ ની ઉપર તો કેટલાય ઉદ્દહરણ છે, કેટલાય પુસ્તકો લખાય છે, અને લખાયા હશે.

અને મારો વિશ્વાસ દોસ્તી મા પૂરેપૂરો.
દોસ્તી એ વિશ્વાસ નું બીજું નામ છે એવુ કહી શકાય.
તો સાંભળો......

એક સીધી અને સાદી સરળ છોકરી. જેને પોતાના જીવન પાસે થી વધુ કઈ જોતું પણ નથી. બસ એનો પરિવાર, પરિવાર નો પ્રેમ, અને દોસ્તી ની હૂંફ. આટલું એના માટે આમ બદ્ધુ આવી ગયું. છોકરી છું એટલે મારામા તો ઇમોશન ભરી ભરી ને પડ્યા છે.

નાની નાની વાત મા રડું આવી જાય પાણી પાણી થઈ જાય આખ્ખું ઘર??. અને નાની નાની વાત મા ખુશ પણ થાઇ જાય. અને મોજ મસ્તી મા રહેવા વળી આ નીક્કી ની આવી મસ્ત લાઈફ મા એક બીજી પરીનું આગમન થયું.અને એ પરી પણ ક્રિશીકા ની જેમ જ. બંને ના બધા ગુણો મળી ગયા અને જ્યા એટલું બધું મળે ત્યાં મિત્રતા કેમ ના થાય એ કહો.... એ પરી એટલે સોનુ.. નામ પણ એવું જ છે ♥️

અને પછી તો જ્યાં જુઓ ત્યાં બંને સાથે. રમવા ફરવા સ્કૂલે ટ્યૂશન. અરે સાંજે અને સવારે જમવા માં પણ નાસ્તો તો સાથે જ કરવા નો. આખી સ્કૂલ મા બધા ને ખબર કે સોનુ અને નીક્કી એટલે પાક્કી બેનપણી ઓ.. એટલી પાક્કી બહેનપણી કે સ્કૂલ નું કોઈ પણ ફંક્શન હોય ડાન્સ હોય કે દ્રામાં હોય બંન્ને સાથેજ. અરે ધમાલમસ્તી મા પણ સાથેજ. જો નીક્કી ધમાલ મા પકડાય તો સોનુ પણ એનો સાથ આપે કે હું પણ હતી એની સાથે, નીક્કી સ્કૂલ મા લેશન ના લાવે તો સોનુ પણ લેશન ના બતાવે. આ વાત ની ખબર તો આખા સ્કૂલ શુ પણ બંને ના ઘર મા પણ હતી. હવે આવી દોસ્તી હોય તો બીજું શુ જોઈએ. એટલેજ મેં કહ્યું હતું કે નિકકી ને આવી દોસ્ત મળી ગઈ તો હોવી એને કઈ જોઈતુજ નોહતું.

આમ ને આમ સમય પસાર થતો ગયો. અને બંને 12 મા ધોરણ મા આવી ગયા. જે સ્કૂલ લાઈફ નો છેલ્લો તબક્કો કહેવાય. અને આ નીક્કી અને સોનુ ની દોસ્તી નું આ છેલ્લું જ વર્ષ હતું.. કેમ કે આ વર્ષ મા એવી એક મોટી ઘટના બની જેનાથી નીક્કી સાવ અજાણ હતી અને એ ઘટનાથી તેની જીવનની દિશા બદલાઈબ ગઈ.

કેમ કે એ ઘટના ને કારણે નીક્કી ને ગાંધીનગર કોર્ટ મા હાજર થવા નો હુકમ થયો હતો.......

આ પૂર્ણ સત્ય ઘટના મા શુ થયું હતું અને શુ નહિ એ હુ મારા આગળ ના ભાગ મા જણાવીશ.

તો તમને શું લાગે કે દોસ્ત દગો દે તો શું કરવું જોઈએ. કેમ કે મને તો હવે દોસ્તી ઉપર થી ભરોસો ઉડી ગયો છે. સ્વાર્થી દુનિયા મા કોઈ આપણું નથી. એજ સત્ય હકીકત છે. જે આજે આપના છે એ કાલે આપણા નથી અને જે આપણાં છે એવો દેખાવો કરે છે. એને ઓળખી રાખવા જેથી ભવિષ્ય મા એ આપડું દિલ તોડે તો બહુ વાંધો ના આવે.


કેમ કે બોલેલા શબ્દો અને વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી. મને લાગ્યું કે સમય સાથે માણસ બદલે છે એમ મારે પણ બદલવું જોઈએ. તો તમને માલુ હું બીજા ભાગ મા.