Love Story - 2 in Gujarati Love Stories by Chaudhari sandhya books and stories PDF | લવ સ્ટોરી - ભાગ ૨

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લવ સ્ટોરી - ભાગ ૨

સાંજે છૂટતી વખતે ઝીલ અને આરોહી ગેટની બહાર નીકળે છે. મધ્યમ અને મધ્યમની ગેંગ પાર્કિંગમાં વ્હીકલ પર બેસી મજાક મસ્તી કરતા હોય છે. ઝીલને સવાર વાળી વાત યાદ આવી કે મધ્યમે કેવી રીતના વાત કરી હતી. મધ્યમની નજર ઝીલ પર પડે છે. ઝીલની નજર મધ્યમ પર પડતા એની પાંપણો ઝૂકી જાય છે. ઝીલ નીચી નજર કરી ત્યાંથી પસાર થાય છે.

મધ્યમ:- "Come on મિસ જ્ઞાનની દેવી. તું સાચ્ચે જ મારાથી શરમાય છે. તારામાં અને મિસ નૈનામાં આસમાન જમીનનો ફેર છે. અને તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું તને એવી રીતના જોઈશ. કોઈ દિવસ મિરરમાં તારો ચહેરો જોયો છે? સિરિયસલી તું મને જોઈને શરમાય છે. Look at you guys... આ બહેનજીના ના કોઈ કપડાના ઠેકાણા છે કે ના ચહેરાના...."

એમ કહી મધ્યમ અને એની ગેંગ હસવા લાગી.

આરોહી કંઈ બોલવા જતી હતી પણ ઝીલે એને રોકી લીધી. ઝીલ એને સ્ટેશન પર લઈ આવી.

ઝીલ:- "શું બોલવા જઈ રહી હતી તું? આવા લોકો સાથે સામે ન બોલાય સમજી. એ લોકો જે બોલે તે એમાં આપણે ઉશ્કેરાઈ ન જવું જોઈએ. સમજી? દરેક લોકોને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. કેટલીક જગ્યાએ નજર અંદાજ પણ કરવું પડે છે. દરેક લોકોને સમજાવી ન શકાય."

આરોહી:- "મને બોલવા તો દેતે."

ઝીલ:- "આવા લોકોને હંમેશા ઈંગ્નોર જ કરવા જોઈએ."

ગાંધીનગરની બસ આવે છે ને બંને બસમાં બેસે છે.

ઝીલ બારી નજીકની સીટ પર બેસે છે. ગાંધીનગરમાં એન્ટર થયા અને બે ત્રણ બાઈક બસને ઓવરટેક મારવાની કોશિશ કરી રહી હતી. ઓવરટેક મારવા ત્યારે એ બાઈક બસ પાસેથી પસાર થઈ. ઝીલની નજર ગઈ તો એ બાઈક પર મધ્યમ હતો. મધ્યમનું તો ધ્યાન પણ નહોતું. ઝીલ મનમાં વિચારી રહી કે મધ્યમ પણ ગાંધીનગરથી જ આવતો હશે.

ઝીલ અને આરોહી બસમાંથી ઉતરે છે. આરોહી પોતાના રસ્તે અને ઝીલ પોતાના ઘરના રસ્તે ચાલવા લાગે છે. એક ગલીમાં ઝીલે મધ્યમની બાઈકને જોઈ.

ઝીલ મનમાં કહે છે "ઓ તો મિસ્ટર મધ્યમ પણ આસપાસની ગલીમાં જ રહે છે."

ઝીલે ફ્રેશ થઈ ચા નાસ્તો કર્યો. ઝીલ પોતાના રૂમમાં ગઈ. અચાનક જ પ્રિતી સામે આવી ગઈ.

ઝીલથી હળવી ચીસ નીકળી ગઈ.

ઝીલ:- "આ શું લગાવ્યું છે ચહેરા પર."

પ્રિતી:- "Didu તમે તો બુધ્ધુના બુધ્ધુ રહેવાના. આ ઉંમરે આ બધું કરવું પડે. Boys ને ઈમ્પ્રેસ કરવા."

ઝીલ:- "કંઈ જરૂર નથી boys ને ઈમ્પ્રેસ કરવાની. પપ્પાને ખબર પડશે ને તો તારી ખેર નથી."

પ્રિતી:- "કોણ કહેશે પપ્પાને? તમે? પણ તમારી તો પપ્પા સામે બોલતી જ બંધ થઈ જાય છે."

ઝીલ:- "જો પ્રિતી હું પપ્પાને કંઈ કહેતી નથી એટલે એનો ગેરફાયદો ઉઠાવીશ નહિ સમજી?"

પ્રિતી:- "ઑહ મારી Cute didu i love you..."

ઝીલ:- "બસ હવે મસ્કા મારવાની જરૂર નથી."

પ્રિતી ઝીલને અરીસા સામે બેસાડે છે.

પ્રિતી:- "Didu, Boys ને ઈમ્પ્રેસ કરવા ન લગાડો તો વાંધો નહિ પણ આ સ્કીન માટે ખૂબ સારી પેસ્ટ છે. તમે પણ લગાવો ને?"

ઝીલ પેસ્ટ લગાડવા જતી હતી કે ઝીલને મધ્યમની વાત યાદ આવી ગઈ. ઝીલે પોતાનો ચહેરો ધ્યાનથી અરીસામાં જોયો.

ઝીલ:- "પ્રિતી એક વાત મને સાચે સાચું કહેજે. હું ખરેખર વધારે શ્યામ દેખાઉં છું."

પ્રિતીને શોક્ડ લાગ્યો હોય એ રીતે ઝીલને જોઈ રહી.

પ્રિતી:- "Didu તમારી તબિયત તો ઠીક છે ને?"

ઝીલ:- "સારું મારે તને કંઈ પૂછવું જ નથી. જે પૂછું છું તે તો સીધેસીધુ કહેતી નથી ને ગોળ ગોળ વાત ફેરવે છે."

પ્રિતી:- "માન્યું કે તમે થોડા શ્યામ છો પણ થોડો મેકઓવર કરીએ ને તો Trust me didu તમે કોલેજની સૌથી Hotest girl બની જશો."

ઝીલે પેસ્ટ લગાવ્યો.

પ્રિતી:- "Didu કોઈક hot and handsome boy એ તમને કંઈક કહ્યું કે?"

ઝીલ:- "ના ના એવું કશું નથી."

પ્રિતી:- "Didu તો તમારો કોલેજનો પહેલો દિવસ કેવો ગયો? બોલો ને? મને ઝીણામાં ઝીણી વિગત જણાવો. પ્લીઝ... અને કૉલેજમાં Dasging અને ચોકલેટી Boys કેટલા બધા હશે... કાશ હું પણ જલ્દી જલ્દી કૉલેજમાં આવી જાવ."

ઝીલ:- "પ્રિતી તને એવું નથી લાગતું કે તું કંઈક વધારે બગડતી જાય છે."

પ્રિતી:- "Didu તમે પણ શું ભાઈની જેમ બૉરિંગ વાત લઈને બેસી ગયા."

ઝીલ:- "સારું પહેલા જમી લઈએ. પછી હું તને મારા કૉલેજની વાત કરીશ. અને હા તારે પણ કહેવાનું છે કે સ્કૂલમાં આજે શું કર્યું તે. OK?"

પ્રિતી:- "Ok..."

પ્રિતી અને ઝીલ જમીને અગાશી પર જાય છે.

પ્રિતી:- "Didu હવે મને કહો. આજે કોલેજમાં શું કર્યું? કોઈ Boys સાથે friendship થઈ."

ઝીલ:- "તને ખબર છે ને આજ સુધી મે કોઈ boys સાથે દોસ્તી નથી કરી. તો પછી શું કરવા પૂછે છે?"

પ્રિતી:- "Come on didu તમે ક્યાં જમાનામાં જીવો છો? હું હજી ૧૧ ધોરણમાં છું તો પણ મે આજે કેટલાં બધાને ફ્રેન્ડસ બનાવી લીધા અને તમે?"

ઝીલ:- "ઑકે તો તું કહે તે આજે સ્કૂલમાં શું કર્યું?"

પ્રિતી:- "કંઈ ખાસ નહિ. બસ નવા નવા ફ્રેન્ડસ બનાવ્યા. ને સાંજે નાસ્તો કરીને આવતા રહ્યા."

બીજા દિવસે ઝીલ અને આરોહી કૉલેજ પહોંચે છે.

આરોહી:- "આજે પણ છેલ્લી બેંચ પર બેસીશું. મજા આવે છે."

બંન્ને જઈને છેલ્લી બેંચ પર બેસે છે. થોડીવારમાં જ Meddy અને એની ગેંગ આવે છે.

"Good morning guys..." એમ કહી મધ્યમ પોતાની જગ્યા પર બેસે છે.

મધ્યમ:- "what's up?" મિસ જ્ઞાનની દેવી."

ઝીલે કોઈ જવાબ ન આપ્યો.

સાંજે કૉલેજની પાર્કિંગમાં બાઈક પર મધ્યમ બેઠા બેઠા ગીત ગાઈ રહ્યો હતો. ઝીલ ત્યાંથી પસાર થાય છે.

A B C D पढली बहुत
ठंडी आहें भर ली बहुत
अच्छी बातें कर ली बहुत
अब करूँगा तेरे साथ
गंदी बात
गंदी गंदी गंदी गंदी गंदी बात
गंदी बात
गंदी गंदी गंदी गंदी गंदी बात

ઝીલ:- "Excuse me મને જોઈને તને કેવા વિચાર આવે છે? Listen meddy તારી આ હરકતોથી પજવાઈ ગઈ છું. શું સમજે છે પોતાની જાતને? હું કંઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે હું ડરપોક છું. તારા જેવા છોકરાથી જેટલું બને એટલું દૂર રહું છું. પણ આજે તો હદ થઈ ગઈ. You know what મને તારી સાથે વાત કરવાનું બિલકુલ પસંદ નથી. Infact મને તારી શક્લ જ પસંદ નથી. મને કહેતો હતો ને અરીસામાં જોવાનું. આજે જઈને તારો ચહેરો જોજે અરીસામાં."

મધ્યમ:- "ઑ હેલો. મિસ ઝીલ... તને શું લાગ્યું કે હું તને જોઈને Song ગાઉં છું.
અને મને ખબર છે હું કેવો છું તે. એ તારે મને કહેવાની જરૂર નથી. Do you understand? અને તું છે કોણ મને આવું કહેવાવાળી?"

ઝીલ:- "અને તું કોણ છે? મારા કપડા પર કોમેન્ટ કરવાવાળો. જેવા કપડાં પહેરું તેવા તારે શું?"

મધ્યમ:- "હું અહીં તારી સાથે વાત જ શું કામ કરું છું? કે પછી તને મારી સાથે ઝઘડવાનું બહાનું જોઈએ છીએ."

ઝીલ ત્યાંથી જતી રહે છે. મધ્યમ સ્વગત જ બોલે છે "કમાલ છે. હું તો પોતાની ધૂનમાં જ ગીત ગાતો હતો. મને શું ખબર કે ઝીલ અત્યારે જ અહીંથી પસાર થશે."

સાંજે ક્લાસ છૂટતી વખતે આરોહી રોહન સાથે ભટકાઈ. આરોહી નીચે પડે એ પહેલાં જ રોહને એને પકડી લીધી. આરોહી "Thanks" કહીને જતી રહી. આરોહીએ પાછળ ફરી જોયું તો રોહન આરોહીને જ જોઈ રહ્યો હતો.

આરોહી અને ઝીલ ઘરે પહોંચે છે.

ક્રમશઃ