Kathputli - 7 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 7

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

કઠપૂતલી - 7

આ સ્ટોરી ફક્ત મનોરંજન હેતુથી લખાઈ છે.
વાર્તામાં આવતા નામ પાત્રો સ્થળ કદાચ કથાનકને સબળ બનાવવાના હેતુસર સાચાં લાગે. પરંતુ કથાનક કલ્પિત છે..! જેની બધાંએ નોંધ લેવી. 
****   ****   *****
ઠુમ્મરસિંગ ઉર્ફે ઠમઠોર સિંગ તગડો મોટા પેટવાળો શખ્શ હતો.
મોટી હવેલી જેવુ ધર હતુ એનુ. પાછળના ડોરથી આ બુટલેગર દારૂનો ધીકતો ધંધો કરતો. કેટલાક અફસરોની રહેમ નજર એના ધંધા પર હતી.
કેમ નહોય એ મોટી રકમ છાને છપને જગદિશ સાહેબને પહોચાડી દેતો. 
અને નારંગની પણ ભૂખ ભાંગતો. 
બધુ ખટપટીયાની જાણ બહાર જ હતુ.
ઠમઠોરસિંગ મોટે ભાગે મુખ્ય ગેટ પર સોફા પર પસરીને બેસતો અને આખો દિવસ મૂવીના આઈટમ સોંગ જોયા કરતો. 
ટીવી સ્ક્રીન પર નૃત્ય કરતી અર્ધનગ્ધ નર્તકીઓ જોવાની ધેલછા એના પરિવારને દિઠી ગમતી નહોતી. છતાં એની સામે અવાજ ઉઠાવવાની કોઈની હિમ્મત નહોતી.
એની આ આદત જાણે નશો હતી. 
એનાજ માણસો એની આ લતની મજાક ઉડાવતા.
મેઈન રૂમના ગેટ જોડે સોફે બેઠો હોય ત્યારે પરિવારનુ ભાગ્યે જ કોઈ મેમ્બર એની જોડે ફરકતુ.
એ બહાર બેઠો હોય ત્યારે લગભગ ઘરનુ પ્રવેશ દ્વાર બંધ રાખતો. કોઈ બહારથી અચાનક આવી ચડે તો એલાર્મ સ્વિચ વડે બધાને સાબદા કરી શકે એવી સગવડ હતી.
મોર્નિંગે રૂટિન પ્રમાણે પાછલા ગેટે ધંધો ધમધોકાર ચાલી રહ્યો હતો. 
અને મુખ્ય ગેટ પર સોફે પસરી એ બેઠો હતો. ત્યારે એક અજાણી યુવતીએ પ્રવેશ કર્યો.
એનો ચહેરો ગ્રીન દૂપટ્ટા વડે કસકસાવીને બંઘાયેલો હતો.
એટલે ઓળખાય એમ નહોતો.
પીંક કલરનુ ટોપ અને ચૂસ્ત સ્કાય બ્લ્યૂ જિન્સ એના ભરાવદાર યૌવનને છતુ કરતુ હતુ. 
"સર...! તમને મળવા આવી છું સ્પેશ્યલી...!"
એક મોહક સ્મિત વેરી એ ઠમઠોરસિંગ સામે ઉપસ્થિત થઇ.
ટીવી સ્ક્રિન પરથી આઈટમ સોંગના દ્વી અર્થી શબ્દો પર થીરકતો માદક શબાબ કમનિય કામણગારો ઉજળો દેહ ઘરી જાણે કે સન્મુખ આવી ગયો હોય એમ આંખો ફાડી ફાડીને ઠમઠોર જોવા લાગ્યો હતો.
એણે આસ પાસ જોઈ લીઘુ કોઈ આવતુ તો નથી ને રંગમાં ભંગ પડાવવા....?"
પણ આ તરફ કોઈ આવે એમ જ નહોતુ. 
પોતાના ધરનો ભીતર લઈ જતો દરવાજો પણ આડો હતો. 
"મેં તમને.. ઓળખ્યા નઈ..?"
મનમાં હતુ જ કે જગદિશ જેવા અફસરો પોતાના રંગીન મિજાજને પોષવા ક્યારેક ક્યારેક રેશમી નજરાણુ ઘરી દેતા એવી જ કોઈ દિલેરીનો આ નમુનો હશે..
અને એના મનની જ વાતનુ પ્રતિંબિંબ પાડતી હોય એમ એ રૂપસુંદરી ટહૂકી.
"જગદિશ સરે કહેલુ તમને મળુ...!"
ઠમઠોરના બેડોળ હોઠો પર ભીનાશ ઉતરી.
ખાતરી થઈ જતાં જ એના મનને ઘરપત થઈ.
"ફાવશેને મારી સાથે..?"
ઠમઠોર મુદ્દા પર આવી ગયો.
"યસ સર..!" 
"કેટલા જોઈશે..?" 
15000/- ઓનલી..!"
"ઓ કે..!" કહેતાં એણે ટીવી નીચે રહેલા ઉંચા ટેબલના લોકરમાંથી 15000/ ઉપાડ્યા ત્યારે સાવચેતીથી આસપાસ નજર નાખી પેલી અજાણી યુવતી એ ટોપ નીચે છૂપાવેલો અસ્ત્રો કાઠ્યો. અને જેવો ઠમઠોર સામેની બાજુ ફર્યો કે એણે ક્ષણનાય વિલંબ વિના એના ગળા પર વાર કરી દીઘો.
ઠમઠોર કંઈ સમજે એ પહેલાં એના ગળાની ઘોરી નસ કપાઈ ગઈ હતી.
રૂપિયાની સાથે જ એનુ ભારે શરીર ફર્શ પર પછડાઈ ગયુ. ટીવીનુ વોલ્યુમ વઘુ હોવાથી એના પડવાનો અવાજ કોઈએ ન સાંભળ્યો.
લોહીનો ફુવારો છૂટ્યો હતો..
હાથમાંની પીંછી રક્તમાં ફેરવી એણે દિવાર પર "કઠપૂતલી" લખ્યુ. 
અને ઉતાવળે જે રીતે આવી હતી એમજ ઘડીકમાં એ ગાયબ થઈ ગઈ.
દસ વાગ્યા જેવી કામ વાળી આવી.
એણે પણ ઠમઠોર સાથે સુંવાળા સંબઘ એટલે ખાસ એને આ ગેટ પરથી આવવાની છુટ હતી.
ઠમઠોરની ઉંઘા મસ્તકે લોહીથી લથપથ થયેલી લાશ જોઈ રાઘાથી ચીસ પડાઈ ગઈ.
એની ચીસ સાંભળી ભીતરેથી ઠમઠોરની આઘેડ પત્ની અને એનો દિકરો દોડી આવ્યો.
ઠમઠોરની લાશ જોતાં જ મા દિકરો ત્યાં જ ફસડાઇ પડ્યાં.
પાંચેક મિનિટ પછી એના દિકરાને કળ વળી.
એણે ખત્રાનુ બટન દબાવી પોતાના માણસોને માલ સેફ જગ્યાએ પહોચતો કરી દેવાનો સંકેત કરી દીઘો.
પછી એણે રાઘાને પોલિસ સ્ટેશને ફોન જોડવા કહ્યુ.
રાઘાએ ફોન જોડી ખટપટિયાને મર્ડરની બાતમી આપી.
ત્યારે આ લોકોને શી ખબર કે તેઓ કેવી ખૂની પરંપરાનો એક ભાગ બની ગયાં છે..
(ક્રમશ:)
આપના અભિપ્રાયો આવકાર્ય...