lal bulet raja in Gujarati Moral Stories by Bhavna Bhatt books and stories PDF | લાલ બુલેટ રાજા

Featured Books
Categories
Share

લાલ બુલેટ રાજા

* લાલ બુલેટ રાજા * વાર્તા... 21-7-2019

ઓગણીસો એસી ના દાયકાની આ વાત છે. પ્રવીણનો વટ જ કંઈક અલગ હતો. લાંબા વાળ રાખવાના અને કપાળે રૂમાલ બાંધી રાખે. બાપને ધંધો હતો તો મોજ મજા કરવી અને મોજ શોખ કરવા એ જ કામ. ઘરમાં પ્રવીણ મોટો હતો પછી એક બેન અને ભાઈ હતો. પિતાજી ધંધો સંભાળવામાં વ્યસ્ત અને માતા પરિવાર સંભાળવામાં વ્યસ્ત એટલે પ્રવીણ મનમોજી અને જિદ્દી બની ગયો હતો પરાણે નવ ચોપડી ભણ્યો. બસ આખો દિવસ લાલ બુલેટ લઈ ફરવું અને દાદાગીરી કરવી. ચોપાટા બજારમાં બેસી રહેવું અને પાન, પડીકી અને સિગરેટ ફુકવી અને લુખ્ખાગીરી કરવી. ધીમે ધીમે સોપારી ( રૂપિયા થી કામ કરવું એ ) લેવાની ચાલુ કરી અને ચોપાટા બજારમાં પ્રવિણ ના નામની ધાક રહેવા લાગી. રોજ બુલેટ લઈ આવતો હોવાથી ચોપાટા બજારમાં રહેતી લીના પ્રવિણને પસંદ કરવા લાગી. જેવો બુલેટનો અવાજ આવે એટલે લીના દોડીને પ્રવિણને જોવા બહાર આવે. થોડા દિવસો પછી પ્રવિણને ખબર પડી કે લીના એને પસંદ કરે છે અને જોવા રોજ આવે છે. ઘરમાં મા - બાપ ને ખબર પડતાં લીના ને સમજાવી કે આવા માણસ સાથે જિંદગી કેમ વિતાવીશ અને એના દુશ્મનો પણ બહુ છે તો એની જિંદગી નો શો ભરોસો. આમ રાતોરાત લીનાને એના મોસાળ મામા ના ઘરે મોકલી દીધી જેથી પ્રવિણ કોઈ હોબાળો ના મચાવે. અને મામા ના ઘરેથી જ લીનાને પરણાવી દીધી. સમય જતા પ્રવિણ ને ખબર પડી કે લીનાના લગ્ન કરી દેવામાં આવ્યા છે. પ્રવિણ પછી તો દારૂ, જુગાર અને સટ્ટાબાજીમાં ઉતરી ગયો. પ્રવિણના માતા પિતાએ એને સુધારવા પરણાવી દેવો એવું નક્કી કર્યું અને છોકરીઓ જોવાની ચાલુ કરી અને એક નાના ગામડાંની નાતની છોકરી સાથે લગ્ન કરાવ્યા. લગ્નની પહેલી રાતે જ પ્રવિણ દારૂ પીને આવ્યો અને અંજુ ને મારી. અંજુ ગામડાની હતી અને બીજા ભાઈ બહેન પરણાવાના હતા તો એ ચૂપ રહી ને સહન કરતી રહી. અંજુ રોજ પ્રવિણ ને સમજાવતી કે આ બધું છોડીને સારા માણસ બનો અને માતા પિતા અને પરિવારની જવાબદારી સંભાળો. આમ સમય વિતતા પ્રવિણ બે સંતાનોનો બાપ બન્યો. બેન ને પરણાવી સાસરે મોકલી અને નાના ભાઈની વહુ ઘરમાં આવી એટલે પણ પ્રવિણ થોડો સુધર્યો. ધીમે ધીમે પ્રવિણે દારૂ, જુગાર, અને વ્યસનો ત્યજયાં અને ધંધો સંભાળી લીધો. આમ અંજુના પ્રેમ અને સમજાવટથી વાલીયા લુટારા માંથી વાલ્મીકિ બની ગયો એક સજજન માણસ બની જિંદગી જીવવા લાગ્યો. પોતાના પરિવારની ખુશી માટે પ્રવિણે લાલ બુલેટ વેચીને સ્કુટર વસાવ્યું અને આજે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છે. અને પરિવાર ને વફાદાર રહી ધંધામાં ધ્યાન આપી ઘરનાને ખુશ રાખવા કોશિશ કરતો અને પત્નીની ઈચ્છા પુરી કરી બધાને ખુશ રાખતો અને મા- બાપ ને ચાર ધામની જાત્રા કરાવી એમની સેવા ચાકરી કરતો આમ જીવનને એટલું બદલ્યું કે વાલીયામથી વાલ્મીકિ બની ગયો એમ કહેવાતું. આમ પ્રવિણ હવે ઘર પરિવાર અને ધંધો સંભાળવામા જ રત રહેવા લાગ્યો આ જોઈ એક જુના દુશ્મન એ રસ્તામાં ઘેરી ને ઢોર માર માર્યો અને ચાકુના ઘા ઝીંકી ને જતો રહ્યો. પ્રવિણ રોડ પર તરફડતો રહ્યો પણ કોઈ મદદ કરવા આગળ ના એટલામાં પ્રવિણની બાજુમાં રહેતા ભાઈ ત્યાંથી નિકળ્યા એમનું ધ્યાન ટોળા પર પડ્યું એમણે જોયું તો પ્રવિણ હતો એમણે ઘરે ફોન કરીને જાણ કરી અને દવાખાને લઈ ગયા પણ બહું લોહી નીકળી ગયુ હોવાથી પ્રવિણ બચી શક્યો નહીં અને પરિવાર ને આમ જ રોતા મુકી કર્મોનો હિસાબ કરવા ભગવાન પાસે ચાલ્યો ગયો..

ભાવના ભટ્ટ અમદાવાદ....