love like these one - 3 in Gujarati Fiction Stories by Parimal Parmar books and stories PDF | એક ઇશ્ક એસા ભી (ભાગ ૩)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

એક ઇશ્ક એસા ભી (ભાગ ૩)

એક ઇશ્ક એસા ભી (ભાગ ૩)


(આગળન‍ા ભાગમા આપણે જોયુ કે નિશા ને રાજનો નશો થઇ જાય છે અને ધીરે ધીરે નશો અેની આદત બની જાય છેે પ્રિયા પણ કયારેક કયારેક રાજની વાતો કરીને નિશાને હેરાન કરતી હોય છે નિશાને કલાસીસ જતી વખતે રસ્તામા જ રાજ મળી જાય છે ને પછી ઘણીબધી વાતો થાય છે એકબીજા પર લાગણીનો વરસાદ કરી મુકે છે )


હવે આગળ........


નિશા રાજ જોડે બગીચામા વધારે સમય બેસી રહી હતી એટલે હોસ્ટેલ પહોચતા થોડુ લેટ થઇ જાય છે

નિશા તુ થોડા દિવસથી વધારે બહાર રહેવા લાગી હોય એવુ મને કેમ લાગે છે વોર્ડને નિશા ને પુછ્યુ

અરે મેડમ મે ખુદ એને કલાસીસથી છુટીને મારા માટે બુક લેવા જવાનુ કહયુ હતુ એટલે આજે લેટ થઇ ગઇ હુ તમને જસ્ટ કહેવા જ આવતી હતી કે નિશાને આજે લેટ થશે પ્રિયા અે સિડી પરથી જ કહ્યુ

ઓકે પણ હવે આટલુ મોડુ ના થાય ધ્યાન રાખજે નિશા વોર્ડન ચેતવણી આપતા હોય એવી નજરથી કહ્યુ

નિશા ત્યાથી ચુપચાપ સિડી ચડવા લાગી ને રુમમા જઇને પ્રિયાને વળગી ગઇ થેંક્યુ યાર શુ થાત તુ ના હોત તો આ ખડુસ તો મારી જાન જ લઇ લેત સવાલોનો ઢગલો કરીને થેંકયુ પ્રિયુ થેંક્યુ સો મચ મારી જાન

હમ હે તો કયા ગમ હે પાગલ ચલ હવે બસ કર કયા ગયી હતી બોલવા માંડ જલ્દી જલ્દી ચલ મે તો ખોટુ બહાનુ કાઢીને બચાવી લીધી હવે તુ સાચુ બોલવા માંડ ફટાફટ ચાલ

નિશા પ્રિયાને બધી વાત જણાવે છે વાત જાણ્યા પછી તો પ્રિયા નિશાને બોવ બધી મજાક મસ્તી શરુ કરવાનુ શરુ કરી દે છે

પહેલા નિશા જેમ પ્રિયાને ચિડવતી હતી એવી જ રીતે પ્રિયા પણ નિશાને ચિડવવા લાગી હતી

ખાલી તારો હાથ જ પકડ્યો તો ને નિશ‍ા કે પછી બીજુ કાઇ પણ ? પ્રિયા એ નિશાને મજાકમા કહ્યુ

બસ ફરી શરુ થઇ ગઇને એટલે જ હુ તને કાઇ વાતો નહી કરતી નિશા મોઢુ ચડાવતા કહે છે તારો લવરિયા તરત બહાર નીકળવા માંડે છે મેન્ટલ છો તુ પ્રિયા

ચલ છોડ એ બધુ

પ્રપોઝ કર્યુ કે નહી રાજે ?

ના હવે હજુ તો બે મહીના થયા માંડ એને મળ્યા બે મહિના મા થોડા એકબીજાને પુરેપુરા સમજી શકાય હજુ તો એકબીજાને સમજવાની શરુઆત થઇ છે

હા પણ પ્રિયા મને ગમે છે એનો સાથ જયારે મારી સાથે હોય છે ને તો બધુ ભુલી જઇને બસ એની વાતો જ સાંભળ્યા કરુ એવુ થાય છે

એ જયારે મારા જોડે બેઠો હોય તો હુ મારુ બધુ ટેન્શન ભુલી જાવ છુ નહી ઘરનુ ટેન્શન કે નહી સ્ટડીનુ બસ એની વાતોમા જ ખોવાઇ જવાનુ મન થાય છે જાણે હુ એક નવી દુનિયામા જ ખોવાઇ રહી હોય એવુ ફિલ થાય છે એના ખભ‍ા પર માથુ રાખીને મારી બધી પીડા અનવ દુખ દુર થઇ જતા હોય એવુ લાગે છે યાર મને એ બોવ જ ગમે છે એની વાતોમા જ ખોવાઇ રહેવાનુ મન થાય છે

આયહાય મારી જાન આજે પ્રેમની ફિલોસોફી થી દુર રહેનારા મને જ પ્રેમના પાઠ ભણાવવા માંડી વાહ વાહ હવે તો જલસા તારે સિંગલ માથી મિંગલ થઇ ગયી લાગે પણ ધ્યાન રાખજે બકા કેરિયર ને હંમેશા પહેલા પ્રાયોરીટી આપજે હા મોજ મસ્કરી ના દિવસો છે એ વાત ખરી પરંતુ ભણવામા પણ એટલુ જ ધ્યાન આપજે નિશુ ખાલી પ્રેમથી પેટના ભરાઇ જાય ઇ વાત યાદ રાખજે.

પ્રિયા શુ એ પણ મારા માટે આવી લાગણી અનુભવતો હશે કે પછી ફક્ત જસ્ટ ફ્રેન્ડ જ સમજતો હશે ? મને સમજણ નહી પડતી કાઇ

જે હોય તે પણ તુ પ્રેમમા છો એ હવે મને પાક્કુ લાગી રહયુ છે આયહાય નિશુ લવ કરવા માંડી રાજને

સમય પસાર થતો ગયો વાતો વધતી ગયી એકબીજા ને માટે સમય કાઢીને મળવુ એકબીજા જોડે પોતાના પ્રોબ્લેમ શેયર કરવા વાતો કરીને જ દિવસો પસાર કરવા એવુ હવે રોજનુ થયુ એક રીતે કહી શકાય કે નિશાની લાઇફ ના આ સોનેરી દિવસો હતા ( ગોલ્ડન ડે)

રાજ અને નિશાની દોસ્તી એટલી સારી બની ગયી હતી કે કલાસીસમા પણ બંનેના નામ ચર્ચાનો વિષય બની ચુક્યા હતા એકબીજા વગર બંનેને દિવસો કાઢવા મુશ્કેલ થતા

થોડા દિવસો પછી નિશાનો બર્થ ડે હતો નિશાએ મનમા વિચાર્યુ હતુ કે અા જન્મદિવસ પર રાજ કદાચ પ્રપોઝ કરશે અને આ ૨૦ મો જન્મદિવસ એના લાઇફનો સૌથી સારો દિવસ બનશે

શુ કરુ નિશા ના બર્થડે પર જેથી એ હંમેશા માટે મારી થઇ જાય રાજ મનમા વિચારે છે શુ આ સમયે નિશા ને પ્રપોઝ કરવુ સારુ રહેશે ? અત્યારે પ્રપોઝ કરીશ તો આગળના અભ્યાસમા ખરાબ અસર થવાની શક્યતા પણ છે શુ કરવુ જોઈએ મારે રાજ મનમા ને મનમા ગુંગળાઇ રહ્યો હતો

છેવટે રાજે નિશાને પ્રપોઝ નહી કરવાનુ નક્કી કર્યુ. પોતાના દિલની બધી વાતો એક ડાયરીમા લખીને નિશાને આપશે જેથી નિશા સમજી પણ જાય અને નારાજ પણ ના થાય

રાજ ને નિશા દરરોજની જેમ જ બર્થડે ના આગળના દિવસે પણ ક્લાસીસ મા મળે છે હવે તો કલાસમા પણ નિશા અને રાજ બંને લવબર્ડ બની ચુક્યા હતા એટલે બધા એમની બેંચ ખાલી રાખીને જ બેસતા હા પણ એ વાત તો હતી કે રાજે કે નિશાએ હજુ અત્યાર સુધી પ્રેમનુ પ્રપોઝલ મુક્યુ નહોતુ

નિશા આજે ક્લાસીસ પુરા થયા પછી થોડો ટાઇમ સાથે રહી શકી ? તને કોઇ પ્રોબ્લેમ ના હોય તો જ રાજે નિશાને સવાલ કર્યો

હા યાર એમા શુ દરરોજ મળીએ જ છીએ ને થોડા ટાઇમ માટે બધા ફ્રેન્ડ્સ તો આજે પણ એમા શુ નિશા બોલી

એવી રીતે નહી પાગલ ફક્ત મારા સાથે થોડો ટાઇમ રહી શકીશ એમ પુછુ કેમ નહી સમજતી ખડુસ

હા તો ચોખવટ પાડવી જોઇને તારે કે મારી સાથે રહીશ એમ નિશાએ હસતા હસતા રાજને કહ્યુ

મે તને ક્યારેય ના પાડી છે મળવાની કે એકાંતમા વાતો કરવાની તો આજે ના પ‍ાડુ પાગલ છુટીને અડધો કલાક જેવો સમય છે એટલામા તારી વાતો પુરી થઈ જશે ને રાજ નિશા એ ફરી મજાક કરતા રાજને કહ્યુ

હા થઇ જશે પાગલ બસ બંને ફરી સર ના લેક્ચરમા ધ્યાન આપવા લાગે છે

રાજ અને નિશા કલાસીસ પુરા થયા બાદ રોડ ની ડાબી સાઇડ આવેલી પુલની પાળી પર બેસે છે

બોલ રાજ શુ કહેવુ તુ તારે ? હુ સાંભળુ ચલ તુ બોલવા માંડ યોર ટાઇમ સ્ટાર્ટ નાવ ફરી નિશા હસતા હસતા બોલી

બે પાગલ બધે મજાક ના હોય કાલે તારો બર્થ ડે છે તો શુ કાલે તુ આખો દિવસ મારી સાથે રહી શકીશ ? રાજે નિશાને પુછ્યુ

ના યાર આખો દિવસ તો મેળ નહી પડે હોસ્ટેલ ની બધી ફ્રેન્ડ્સ મારા માટે પાર્ટી નુ આયોજન કરે છે હા પણ બપોર પછી તારી સાથે રહીશ રાત્રે ૧૦ વાગ્યા સુધી રાજ નિશાએ કહ્યુ

રાજ થોડો ઉદાસ થઇ ને બોલ્યો ઓકે કાઇ વાંધો નહી હુ તારા આવવાની રાહ જોઇશ

આ હસતો ચહેરો ઉદાસ કેમ થઇ ગયો હે પાગલ અડધો દિવસ તો તને આપુ છુ યાર તો પછી કેમ ઉદાસ થાય છે તુ રાજ

મારે તને આખો દિવસ બોવબધી ખુશીઓ આપવી હતી દુનિયાની દરેક ખુશી તને આ એક જ દિવસમા આપવી છે મારે પણ ચલ ઓકે તારે પણ તારા ફ્રેન્ડ્સ હોય ને એમને પણ તારા માટે લાગણી હોય અડધો દિવસ પણ કાફી છે મારા માટે

થેંકયુ રાજ મને અને મારી લાગણીઓ ને સમજવા માટે ચલ યાર હવે નીકળવુ પડશે નહી તો વોર્ડન ફરી ખીજાસે મને

સારુ ચાલ નીકળીએ હુ તારી રાહ જોઇસ જ્યા આપણે પહેલી વખત મળ્યા હતા ત્યા જ

ઓય નિશુ તુ અહીયા કેમ હે ? કલાસીસ પુરા થઇ ગયા કે શુ ? આ કોણ છે હે ? પ્રિયા રસ્તા પર જ નિશા અને રાજને મળી ગયી

આ રાજ છે પ્રિયા તુ અને નીરવ અહીયા કેમ પણ ?

ઓ હો તો તમે જ રાજ છો બોવ વખાણ સાંભળ્યા છે તમારા નિશા પાસેથી બાય ધ વે આઇ એમ પ્રિયા એન્ડ ધીસ ઇઝ માય બોયફ્રેન્ડ નીરવ

રાજ થોડો શરમાય છે અને બંને જોડે હાથ મીલાવે છે નાઇસ ટુ મીટ યુ

હુ અહીયા તારા માટે ગીફ્ટ લેવા માટે આવીતી પણ મને લાગે છે હવે તારે ગીફ્ટની જરુર નથી તને તારી ગિક્ટ મળી ગઇ લાગે છે કેમ નીરવ ? પ્રિયા એ ફરી ટોન્ટ મારીને કહ્યુ

બધા હસવા લાગે છે ચલો હવે નીકળીએ રાજે કહ્યુ મારે પણ ઘરે જવામા લેટ થાય છે બાય નિશા બાય પ્રિયા એન્ડ નિરવ

બધા છુટા પડે છે રાજ બાઇક લઇને ઘર તરફ વળે છે નિશા પ્રિયા અને નિરવ જોડે હોસ્ટેલ તરફ રવાના થાય છે

to be continued.........

લી.
પરિમલ પરમાર

વધારાનુ આવતા અંકે (ભાગ ૪) મા

રાજ નુ રસ્તા પર એક્સિડન્ટ થશે ?

નિશા રાજને સામેથી પ્રપોઝ કરશે ?

બર્થ ડે પર રાજ નિશા ને શુ ગીફ્ટ કરશે ?

તમારો અભિપ્રાય જરુર થી અાપશો

લી.
પરિમલ પરમાર

instagram :- parimal_1432

whatsapp :- 9558216815