પ્રખ્યાત અમેરિકી 'અંકલ ટોમ્સ ' નો આ નાનકડો સારાનુવાદ પ્રસિદ્ધ કરતા આનંદ થાય છે . 'લોભ અને કરુણા ' એ એક ગરીબ, અજ્ઞાન અને રાંકડી પ્રજાની કરુણ કથા છે. અમેરિકાના લોકોએ આર્થલોભને કારણે આફ્રિકાના હબસી લોકોને ગુલામ તરીકે વેચતા રાખીને એ બાપડા લોકો પર કાળો કેર વર્તાવ્યો હતો. તેનો હૃદયદ્રાવક ચિતાર આ કથામાં છે
આ કથા વાંચતા પહેલા આ ગુલામી પ્રથાનો થોડો ખ્યાલ હોવો જરૂરી છે .
ઇંગ્લેન્ડ અને યુરોપના બીજા દેશોમાંથી ધાર્મિક અત્યાચારોથી છૂટવા અને પોતાની ઈચ્છા મુજબ ધર્મ પાલન કરવા માટે કેટલાય લોકો હિજરત કરીને અમેરીકા જેવા દૂર અજ્ઞાત જંગલ- પ્રદેમાં રહેવા ચાલ્યા ગયા હતા.યુરોપના આ ધર્મનિષ્ઠ વસાહતીઓએ અમેરિકાની ભૂમિ પર પગમુક્યો ત્યારે તેમની એક બાજુએ નીર્વધી અનંત સાગર અને બીજી બાજુએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી વણખેડાયેલા જમીન અને વિશાળ જંગલો હતાં .આ જમીન સાફ કરીને ત્યા વસાહતીઓએ ખેતી કરવા માંડી. નવી ભૂમિએ ધાન્યની રેલમ છેલ કરી મૂકી.
પરંતુ લોભને કંઈ થોભ છે ? અમેરીકા-વાસીઓને ધન નો લોભ વળગ્યો .આવી ફળદૃપ જમીન માં કપાસ અને તમાકુ જેવા કમાઉ પાકો વિશાળ પાયા ઉપર કરવા તેઓ વિચારવા લાગ્યા .પરંતુ જમીન વિસ્તાર પ્રમાણમાં તેમની વસ્તી બહુ ઓછી હતી તેથી શરૂઆતમાં તેઓએ અમેરિકાના મૂળ વતની ' રેડ ઇન્ડીનોને ' પકડીને તેમની પાસે મજૂરીનું કામ લેવા ધાર્યું . પરંતુ એમાં તેઓ ફાવ્યા નહિ; એટલે તેઓએ ઇંગ્લેન્ડના કેદીઓને તેમ જ યુરોપમાંથી મજૂરીનો કરાર કરી ગિરમિટીયા મજૂર લાવીને કામ લેવાનો પ્રયોગ કર્યો. એમાં પણ તેઓ સફળ થયા નહીં . આ પછી તેવોની એંઠી નજર આફ્રિકાના ગરીબ હબસીઓ પર પડી . આ કામમાં ઇંગ્લેન્ડના ધનલોલૂપ વેપારીઓએ તેમની સારી મદદ કરી .ઇ. સ.૧૮૬૩માં ગુલામગીરી નાબૂદ થઇ તે વેળાએ ગુલામોની સંખ્યા આશરે ૪૦ લાખની થઈ હતી !
એ. વેપારીઓ આ અજ્ઞાત અને ભોળા હબસીઓને બોળવી ફોસલાવી ,અનેક પ્રકારની લાલચો આપી , વહાણમા ઘેટાં બકરાંની માફક ખડકીને અમેરિકા રવાના કરવા લાગ્યા . પછી તો જોર જુલમ અને બળજબરીથી પણ તેમને પકડવા લાગ્યા . આરીતે પોતાની સ્વતંત્રતા ખાતર તથા ધર્મના રક્ષણ ખાતર અમેરિકા આવી ને વસનારા ધર્મનિષ્ઠ ગણાતા લોકો પોતાના અર્થલોભને વસ થઇ આફિરિકાની એક ગરીબ , અજ્ઞાત અને રાંકડી પ્રજાનો શિકાર કરવા માંડ્યો અને એમ માણસ જેવા માણસનો વેપાર શરૂ કર્યો !
આ બાપડા ગુલામોની ત્યાંના સમાજમાં કેવી કપરી દસા હતી એનો થોડોઘણો ખ્યાલ નીચેની હકીકત પરથી આવશે ;
ગાય, બબળ અને ઘોડાની જેમ ગુલામ તેના માલિકની મિલકત ગણાય; માલિક મરજી પ્રમાણે ગમે ત્યારે અને ગમે તેને વેચી દઈ શકે . ગુલામ કોઈપણ પ્રકારના હથિયાર ધારણ ન કરી શકે .દેશના રાજ્યમાર્ગો ઉપર માલિકની લેખિત પરવાનગી વગર અથવા ગોરા સાથીદાર વિના તે પોતાના રહેઠાણ ના વડાની બહાર
ન જઈ શકે. ગુલામો સમૂહમાં એકઠા થઇ ન શકે . અદાલતમાં ગુલામ સાક્ષી ન થઇ શકે .તેને વાચતા લખતા શીખવાની કે શીખવવાની કાયદાથી બંધી હતી .ગુલામ સ્ત્રી ઉપર થયેલો બળાત્કાર ગુનો ન ગણાય ; માત્ર તે બાઈના માલિકની મિલકત પર ગેરકાયદે પ્રવેશ ગણાય ! માલિક ધારે ત્યારે સંતતિ માટે હબસી સ્ત્રી પુરુષ નો સબંધ બળજબરીથી પણ કરાવી શકે . આ સ્થિતિમાં બાળકો માતાના ગણાય અને તેની માલિકી માતાના માલિકની ગણાય .આ ઉપરાંત બીજા કેટલાય અમાનુષી અત્યાચારો આ ઓ અસહાય ગુલામો પર ગુજારવામાં આવતા .
આ અમાનુષી વર્તાવ જોઈને અમેરિકાના કેટલાય દયાળુ સજજનો એ સામે પોતાનો વિરોધ દર્શાવવા લાગ્યા . જ્યોર્જ વોશિંગ્ટન જેફરસન જેવા દેશસેવકો આ કારમી પ્રથાને દૂર કરવા અથાગ પ્રયત્નો આદર્યા હતા. આગળ જતાં ગુલામોને પક્ષે સાહિત્યકારો ભળ્યા , અને રાજપુરુષો ભળ્યા, સમાજસુધારક ભળ્ય,અને ધર્મોપદેશક પણ ભળ્યા. દેશભરમાં ગુલામીની પ્રથા સામે મંડળો સ્થપાયા ; અને એ સેવાકાર્યમાં અમેરિકાના અસંખ્ય જુવાનોએ પોતાની જિંદગીનો ભોગ આપ્યો.
આમ તો અમેરિકાના ઉતર વિભાગમાં અમેરિકાના સ્વતંત્ર યુદ્ધ પછી ગુલામી પ્રથા લગભગ નાબૂદ જેવી થઈ ગઈ હતી . ત્યાં ગુલામો પર થતા અત્યાચારો પ્રમાણમાં ઘટ્યા હતા. પરંતુ દક્ષિણમા હજી ગુલામી પ્રથા અસલ સ્વરૂપમાં જ હતી. ત્યાં તો ગુલામો ઉપર કાળો કેર ગુજરી જતો હતો.
પરંતુ છેવટે ધીરે ધીરે ગુલામીનો પ્રશ્ન એટલો તો ઊગ્ર બન્યો કે, અમેરિકાના રાજકારણના બીજા બધા પ્રશ્નો એની આગળ ગૌણ બની ગયા. કેટલીય પેઢીના બલિદાન અને સ્વર્થત્યાગ થી પુનિત થયેલી અને કેટલીય તડકીછાંયડી વેઠીને સુદઢ થયેલી અમેરિકાની એકતાને આ પ્રશ્ને ભેદી નાખી અમેરિકાની પ્રજાના બે ભાગ પડી ગયા. ઉતરના લોકો ગમે તે ભોગે ગુલામી નાબૂદ કરવા અધીરા બન્યા ; જ્યારે દક્ષિણના લોકોએ કોઈપણ હિસાબે ગુલામી ટકાવી રાખવા કમર કસી. પરિણામે આંતરવિગ્રહ ના બીજ રોપાય.
અમેરિકાના સંયુક્ત રાજ્યોના કેન્ટુકી પરગણામાં આવેલા એક ગામમાં આર્થર શેલબી નામનો એક ગૃહસ્થ રહેતો હતો. તેને હેલી નામના એક માણસ પાસેથી ઉછીના નાણાં લીધા હતા.મુદત વીતી ગઇ તોય આર્થર તેને દેવું ભરી સ્કયો ન હતો. એટલે હેલી આર્થરને ત્યાં આવ્યો. વાતચીત કરતા કરતા તેણે ત્યાના ગુલામોને દેવા પેટે આપવા આર્થર ને એ સમજાવવા લાગ્યો હેલી ગુલામોને વેચવાનો ઘંઘો કરતો હતો. આર્થર છેવટે નાછૂટકે ટોમ નામના ગુલામને વેચવા તૈયાર થયા.
પરંતુ હેલી આમ ટુંકમાં સોદો પતાવી દે એવો નહોતો. તે બોલ્યો ”ના સાહેબ ; એટલાથી હુ કબુલ ન થાઉં . ટોમ ના બદલામાં બઘું દેવું શી રીતે ચૂકવી આપુ? બીજા કોઈ ગુલામને વધારામાં આપવો પડશે .”
આર્થર- “તમે ટોમ ને ઓળખતા નથી .એ કંઈ સામાન્ય ગુલામ નથી તે સદાચારી અને ભરોસાને પાત્ર ગુલામ છે .તે એક એક કામ સાચા દિલ થી કરે છે. એનામાં જરાય કપટ નથી .એવા ગુલામી આટલી કિંમત પણ ઓછી કહેવાય. આ તો મારાથી હાલ બીજું કશું થઈ શકે તેમ નથી માટે જ મારે એને તમને આપવો પડે છે!”
હેલી-“તમારી વાત બરોબર હશે. પરંતુ ટોમ ની સાથે એકાદ છોકરો કે છોકરી આપો તો મને બસ છે”
એ બંને આમ વાતો કરતા હતા, તેવામાં છ એક વર્ષનું એક હબસી બાળક દિવાનખાનામાં દાખલ થયો. તે છોકરો દેખાવમાં સારો હતો. આર્થર તેને પોતાની પાસે બોલાવીને કહ્યું:”જીમ,આપના આ મહેમાનને તારો નાચ તો બતાવ;અને પેલું ગીત પણ એક વાર ગાઈ સંભળાવ “
જીમ તરત જ તૈયાર થઈ ગયો.
હેલીન ભુખાળવી નજર જીમ પર ઠરી ગઇ . તે આર્થારને ધીમેથી કહેવા લાગ્યો: “ટોમ સાથે આ બાળક આપશો તો તમારું દેવું ચૂકતે . બોલો, છો તૈયાર?”
એવામાં એક હબસી બાઈ ગભરાયેલી દશામાં દાખલ થઈ.
આર્થર તેને જોઈ ને થોડા ગભરાટમાં કહ્યું: “ ઇલીઝા, શું જોઈએ છે? તું અહીંયા કેમ આવી?”
ઈલીઝા- “બાપુ ,હુ તો જીમને શોધવા આવી છું.” એમ કહીને તે એણે લઈને બહાર ચાલી ગઇ.
હેલી મલકાતો મલકાતો બોલ્યો :” વાહ , સાહેબ ! તમારે ત્યાં ગુલામો એક એકથી ચડિયાતા છે ,હા કે? આ સુંદર ગુલામડીને તો તમને ખૂબ જ કિંમત ઉપજે એમ છે .પછી તમે લહેરથી રહી શકસો .બોલો , સોદો કરવો છે કે? તમને જોઈએ એટલી કિંમત આપવા તૈયાર છું. હુ આવા માલની જ શોધમાં હોઉ છું.”
આર્થર એ સાંભળીને અકળાઈ પડ્યો. તે બોલ્યો: “ના, ના: એવું કદી નહિ બને ! હુ તો મંદિક્રમાંથી કોઈને વેચવા તૈયાર નથી .મારામાં થોડી ઘણી પણ દયા છે . માં પાસેથી બાળક છૂટો પાડવાનું ઘોર કૃત્ય હુ કદી નહિ કરું . મહેરબાની કરીને તમે આ મંદિક્રરાની વાત જ જવા દો!”
હેલી હસતો હસતો બોલ્યો :” સાહેબ, તમે વધારે પડતાં દયાળુ બની જાઓ છો . ગુલામો તરફ વળી દયા કેવી ? એ તો જરા યુક્તથી કામ લેતા આવડવું જોઈએ . હુ હવે મૂળ વાત પર જ આવું. તમે એમ કરો; આ છોકરાને મારા હાથમાં સોંપતા પહેલાં તેની માને કંઈ કામસર કોઈ ઠેકાણે મોકલી દેજો . પછી તે પાછી આવે ત્યારે એરિંગ કે એવીજ કે. કોઈ ચીજ એને આપજો; એટલે તે શાંત થઇ જશે.”
આર્થર હેલીની આવી માણસાઈ વિનાની વાત સાંભળીને અણગમો બતાવતો બોલ્યો :”અરે, આવું તે કદી બનતું હશે? માં શું પોતાના વ્હાલા બાળકને આવી નાનકડી તુચ્છ ચીજ મળતા ભૂલી જાય ખરી ? પરંતુ તમે હવે આ વાત પડતી મૂકો.”
હેલી આથી ઊંચે સાદે બોલ્યો: “ તો પછી મારે સોદો નથી કરવો .હુ તો દેવું ચૂકવવા તમારા ઘર ઉપર જપ્તી લઈ આવું છું પછી જોવા જેવું થશે . માટે. ડાહ્યા થઈને માની જાઓ . ટોમ અને જીમ આપો એટલે મારું કામ પૂરું.”
આર્થર ઊંડા વિચારમાં ડૂબી ગયો તે થોડી વાર પછી બોલ્યો : “ ઠીક ત્યારે . તમે સાંજે આવજો . મારી પત્ની એમિલી સાથે વાતચીત કરીને તમને મારો છેવટનો નિર્ણય જણાવીશ .”
******વધુ આવતા અંક માં******