Love Ni Bhavai - 7 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | લવ ની ભવાઈ - ૭

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - ૭

...................❣️લવ ની ભવાઈ - ૭ ❣️ .................

અવની - યાર નીલ મને માફ કરી દે.
મારી જ ભૂલ છે , મેં તારા પર વિશ્વાસ ન કર્યો.
તું ખૂબ જ સારો છે અને મારા માટે કેટલું બધું કરે છે.
હું મારી લાઈફ માં બધી રીતે આગળ વધીશ પણ તારા વિના તો હું કશું જ નહી હોય.
નીલ તું મારા માટે બહુ જ અમૂલ્ય છે અને મારા માટે બધું તું જ છે.
તારા વિના હું કંઈજ નથી .
પ્લીઝ મને માફ કરી દે..
મને એકવાર ચાન્સ આપ.
હું ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું અને always તને સપોર્ટ કરીશ .
નીલ પ્લીઝ મને એક ચાન્સ આપ પ્લીઝ..
હું તારા માટે બધુ મૂકી દઈશ but પ્લીઝ તું મારી સાથે રે.
મારા થી દુર ના જા પ્લીઝ…
I Love You So Much .
I love U very Very Much..
I m Nothing Live Without you..

નીલ - કઈ રીતે માફ કરવી અવની ?
ગઈ કાલે બોલેલા તારા શબ્દો હજી સુધી મારા મન અને મગજ માંથી નીકળ્યા નથી.
તું કેટલુ બધુ બોલી ગયેલી. મારા પર વિશ્વાસ કરવા માટે પણ તુ તૈયાર ના હતી.મે તને કેટલી સમજાવવાની ટ્રાય કરી પણ તુ મને સમજવા પણ તૈયાર ના હતી તો હવે તુ જ મને કહે હુ તને કહી રીતે માફ કરું ??

અવની - નીલ યાર ( રડતા રડતા) હુ તને કેમ સમજાવુ.
હુ માનુ છુ કે મારી ભૂલ છે. શુ તુ એક વાર તારી આ અવની ને માફ નહીં કરે ?
શુ તું એક પણ વાર આપણે સાથે જોયેલા આપણા સપનાઓ વિશે નહીં વિચારે ?
શુ તું એક વાર પણ મારા અંદર રહેલી લાગણી વિશે નહીં વિચારે ?

                નીલ અવની નો આ મેસેજ વાંચે છે અને મોબાઈલ સાઈડ માં મૂકી ને ઘણુ બધુ વિચારે છે. થોડી વાર એને એવુ થાય છે કે અવની ને હા પાડી દવ અને થોડી વાર અવની દ્વારા બોલાયેલા શબ્દો ને વિચારી ના પાડવાનો વિચાર કરે છે .

નીલ - અવની યાર. તને ખબર છે કે હુ તને કેટલો લવ કરું છુ. તારા માટે કેટલુ કર્યું છે , તને કઇ કઈ રીતે સપોર્ટ કર્યો છે , તારા માટે ના મેં ટાઈમ જોયો છે ના તો દિવસ યા રાત પણ અવની એટલુ બધુ કરવા છતા તુ જો મને પેલુ બધુ કહી દેતી હોય તો future માં કદાચ મારા થી તારી ઓછી સંભાળ લેવાય , સપોર્ટ ઓછો થાય ,ટાઈમ ના અપાય તો ત્યારે તુ શુ કરીશ એના વિશે મને વિચાર આવે છે. તુ જ કહે હુ કેમ માની જાવ ?

અવની - નીલ પ્લીઝ. બસ એક વાર માફ કરી દે. પ્લીઝ..
તારા વિના હું કંઈજ નથી .
પ્લીઝ મને માફ કરી દે..
મને એકવાર ચાન્સ આપ.
હું ક્યારેય તારા પર ગુસ્સો નહીં કરું
મારી જ ભૂલ છે , મેં તારા પર વિશ્વાસ ન કર્યો.
તું ખૂબ જ સારો છે અને મારા માટે કેટલું બધું કરે છે.
I love U very Very Much..

                નીલ અવની નો મેસેજ રિડ કરે છે થોડુ વિચારી અવની ને કહે છે અવની મારે ટાઈમ જોઈએ છે વિચારવાનો. તું મને આપીશ?

અવની - નીલ તારે હવે ટાઈમ જોઈશે આપણા બંને ના વિશે વિચારવા માટે ?
હુ જાણુ છુ કે તારા પર શુ વીતી રહી છે.
I Know કે તુ બીજા boys જેવો નથી કે જેમ girl કહે એમ તુ કરે, તું તારા પોતાના વિચારો દ્વારા ચાલે છે અને મને તારા માં એ જ ગમે છે કે તુ તારી રીતે આગળ વધે છે પણ મને સમજ અને એક વાર ચાન્સ આપ. તે મારા માટે જેટલુ કર્યું છે એટલુ તો કોઈ પણ ના કરી શકે અને ના કોઈ કરશે યાર.. સમજ ને પ્લીઝ..

નીલ - સાંભળ અવની. જો હુ ભાવ નથી ખાતો કે તુ આટલુ બધુ કહે છે ને હુ માનતો નથી પણ જસ્ટ એક વાર વિચાર મારી જગ્યા એ તું હોત તો તુ શુ ડીસીજન લેત આપણા રિલેશન માટે ?

અવની - ગુસ્સામાં. યાર નીલ પ્લીઝ હુ માફી માંગુ છુ ,
મારી ભૂલ માનુ છુ,
તારી ફીલિંગ ની કદર કરુ છુ,
અને બધુ સમજુ છુ પણ મને હવે તુ હવે બસ રીપ્લાય આપ..
જો તારો રીપ્લાય આવશે તો હુ સમજીશ કે તારી હા છે અથરવાઇઝ ના છે એમ સમજીશ..
નીલ આ મેસેજ વાંચે જ છે ત્યાં જ ઓફીસમાંથી કોલ આવે છે અને એ કોલ પર પોતાના બોસ જોડે વાતચીત માં લાગી જાય છે.આથી અવની ને લાગે છે કે નીલ ની ના છે અને એ નીલ ને મેસેજ કરે છે

અવની - Thank You So Much Neel For Everything.
I Love You So Much.
I always Love You.
મેં ભૂલ કરી છે તો મને સજા તો મળવાની જ છે પણ કાઈ નહીં હું તારી યાદો સાથે જીવી લઈશ.
Thank you So Much મને દરેક જગ્યાએ સપોર્ટ કરવા માટે.
તારું ધ્યાન રાખજે અને ટાઈમ સર જમી લેજે.
અને લાઈફ માં ખૂબ આગળ વધજે.
Bye Take Care , once Again Love U So Much Till My Last Breath..

                  આટલુ લખતા લખતા અવની આંખ માંથી આંસુઓની શરૂઆત થઈ જાય છે. નીલ અને પોતાએ સાથે માળેલા સમય વિશે વિચારે છે , નીલે આપેલા Teddy ને પોતાની પાસે પોતાની બાંહો માં લઇ લે છે અને આ બધુ વિચારતા વિચારતા અને રડતા રડતા અવની ને નીંદર આવી જાય છે અને નીલ તો પોતાના બોસ જોડે વાતચીત માં બિઝી  છે તો એ આ મેસેજ થી અજાણ છે.

                સવાર નો સમય છે , સુરજ ની કિરણ સીધી અવની ના ફેસ પર પડે છે. અવની ઉઠે છે.
આસપાસ પક્ષીઓનો કલરવ,
હવા ની મંદ મંદ લહેર,
ધીરે ધીરે વાગી રહેલા બૉલીવુડ ના સોન્ગ એ અનુભવ કરે છે

              પોતાનો મોબાઈલ find કરી એ એને ચાર્જ માં મુકવા જાય છે.

             ત્યાંજ એને નીલ નો એક મેસેજ દેખાય છે એ જોઈ અને વાંચીને થોડી વાર થંભી જાય છે , અને સીધી બેડ પર બેઠી થઈ જાય છે અને વિચાર માં પડી જાય છે અને હીબકાં ભરતી ભરતી અવની રડવા લાગે છે. અવની ને સમજ માં નથી આવતુ કે હુ શુ કરું .બસ નિલે આપેલા teddy ને hug કરી ને રડતી રહે છે..

શુ હશે નીલ નો એ મેસેજ ?

એવુ તે નીલ એ શુ લખ્યુ કે અવની આટલા બધા વિચાર મા પડી જાય છે ?

શુ નીલ ની હા હશે ? કે ના ?

એ જોઈશુ લવ ની ભવાઈ -૮ માં..

                મિત્રો ઘણી વાર આપણે એક વ્યક્તિ ને મનાવતા હોઈએ છીએ અને એ માની પણ જાય છે પણ અમુક વખતે દિલ પર લાગેલા ઘાવ અને બોલેલા કડવા શબ્દો દિમાગ પર હાવી થઈ જાય છે. આ સ્ટોરીમાં ભૂલ કોની ગણવી નીલ કે પછી અવની ?

                આ માં બંને વ્યક્તિઓ સાચા છે . અવની પોતાની ભૂલ ને સ્વીકારે છે અને નીલ પોતાના પર લાગેલા દાગ , ખોટા શબ્દો , બીજું ઘણું બધું. એના કારણે એ વિચાર કરવા માટે પ્રેરાય છે.

             મિત્રો ઘણી વાર દિલ પર લાગેલા ઘા અને બોલાયેલા શબ્દો આપણને વિચારમાં મૂકી દેતા હોય છે.
નીલ માટે અવની બધું જ હતી , એને ખૂબ જ પ્રેમ કરતો હતો , એને સપોર્ટ કરતો હતો પણ અવની દ્વારા બોલાયેલા શબ્દો એના માટે મીઠા ઝેર સમાન હતા. કેમ કે બાણ માંથી છૂટી ગયેલા તિર ને ગમે તેમ રોકી શકાય અથવા તો બચી શકાય પણ બોલી ગયેલા શબ્દો ક્યારેય પાછા પણ નથી આવતા અને રોકી પણ નથી શકતા..માટે જ્યારે પણ આપ તમારા સ્નેહીજનો સાથે વાત કરો , ગમે એટલા ગુસ્સા માં હોવ પણ હંમેશા મોં માંથી સારા શબ્દો જ નીકળવા જોઈએ.

આપના પ્રેમ નો ખુબ ખૂબ ધન્યવાદ કે તમે આ નવલકથા ને એટલી પસંદ કરી રહ્યા છો..પ્રભુ ને મારી દિલ થી પ્રાર્થના કે એ હંમેશા તમારા ફેસ પર Smile રાખે અને આગળ વધારતા રહે...

આભાર

Mr No Body.

for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani